બોટાદ જિલ્લાના ગઢડા પોલીસ સ્ટેશન દ્વારા ગુનાહિત પ્રવૃત્તિઓ અને નાસતા ફરતા આરોપીઓ વિરુદ્ધ ચલાવવામાં આવી રહેલી ઝુંબેશ અંતર્ગત પોલીસને મોટી સફળતા મળી છે. છેલ્લા બે વર્ષથી નામદાર કોર્ટ સમક્ષ હાજર ન રહીને નાસતા ફરતા આરોપીને ગઢડા પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
શું હતી ઘટના?
બોટાદની એડી. સેશન્સ જજ સાહેબશ્રીની સ્પે. એટ્રોસિટી કોર્ટના હુકમ આધારે, ઈન્સાફી કાર્યવાહી સારૂ હાજર રહેવા ઉદ્ઘોષણા કરવા છતાં છેલ્લા બે વર્ષથી કોર્ટમાં હાજર ન રહીને નામદાર કોર્ટના હુકમનો અનાદર કરનાર ઇસમ વિરુદ્ધ ગઢડા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ-૨૦૯ મુજબ તા.૧૦/૦૮/૨૦૨૬ ના રોજ ગુનો નોંધવામાં આવ્યો હતો.
પોલીસની સરાહનીય કામગીરી ભાવનગર રેન્જ રમ્સના પોલીસ મહાનિરીક્ષકશ્રી રાજેશ્વર અસારી તથા બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ધર્મેન્દ્ર શર્માની સૂચના અને નાયબ પોલીસ અધિક્ષકશ્રી મહર્ષિ રાવલના માર્ગદર્શન હેઠળ ગઢડા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કે.એન. ચોપરાના સ્ટાફ દ્વારા સક્રિય કામગીરી કરવામાં આવી હતી.
ગઢડા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ અશોકભાઈ રામજીભાઈ બાવળિયા અને પોલીસ કોન્સ્ટેબલ રોહિતસિંહ નાથાભાઈ ઝાલાને મળેલ સંયુક્ત બાતમી તથા ટેકનિકલ સોર્સની મદદથી વોન્ટેડ આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે.
પકડાયેલ આરોપીની વિગત: નામ: પ્રદિપભાઈ લઘુભાઈ બોરીચા (ઉ.વ. ૩૮) હાલ રહેઠાણ: ધડગાવ, મોલગીરોડ, ગુગલમાલ સોસાયટી, તા. ધડગાવ, જી. નંદુરબાર મૂળ રહેઠાણ: દેરાળા, તા. ગઢડા, જી. બોટાદ
કાર્યવાહી કરનાર પોલીસ ટીમ: આ સફળ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર કે.એન. ચોપરા તથા હેડ કોન્સ્ટેબલ અશોકભાઈ બાવળિયા, ભગીરથભાઈ બોરીચા, ચેતનભાઈ મકવાણા અને પોલીસ કોન્સ્ટેબલ રોહિતસિંહ ઝાલા, યુવરાજસિંહ પરમાર, અનિલકુમાર જાદવ જોડાયા હતા.














