• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, June 25, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

યુદ્વની આગમાં શેરો દાઝ્યા : એક જ દિવસમાં રોકાણકારોના રૂ.13 લાખ કરોડ હોમાયા | Stocks burned in the fi…

satyasamachar by satyasamachar
March 20, 2026
in GUJARAT
Reading Time: 6 mins read
A A
0
યુદ્વની આગમાં શેરો દાઝ્યા : એક જ દિવસમાં રોકાણકારોના રૂ.13 લાખ કરોડ હોમાયા | Stocks burned in the fi…
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

Load More

– ઓઈલ-ગેસ સવલતો પર ઈઝરાયેલ-ઈરાનના હુમલાથી વૈશ્વિક કટોકટીના એંધાણ

– સેન્સેક્સ 2497 પોઈન્ટ, નિફટી 776 પોઈન્ટ તૂટયા : વિશ્વ બજારમાં ઈન્ટ્રા-ડે સોનામાં ઔંસ દીઠ 260 ડોલર, ચાંદીમાં 9 ડોલરનો ઐતિહાસિક ઘટાડો

મુંબઈ : ઈરાન પર ઈઝરાયેલ અને અમેરિકાએ થોપેલા યુદ્વના ભયાવહ પરિણામ આવી રહ્યા છે. વિશ્વને ગંભીર કટોકટીમાં ધકેલી મૂકનારા આ યુદ્વની જવાળા સંપૂર્ણ ખાડી દેશોમાં ફેલાવા લાગતાં યુદ્વની આગમાં આજે વૈશ્વિક શેર બજારો, સોના-ચાંદી બજારો લપેટાઈ ગયા  હતા. ભારતીય શેર બજારોમાં આજે યુદ્વની આગમાં જૂન ૨૦૨૪ બાદનો બે વર્ષનો સૌથી મોટો કડાકો બોલાઈ જઈ શેરોમાં રોકાણકારોની સંપતિ એકઝાટકે રૂ.૧૩ લાખ કરોડ જેટલી ખાખ થઈ ગઈ હતી. ઈન્ટ્રા-ડે સેન્સેક્સે ૭૪૦૦૦ની સપાટી અને નિફટીએ ૨૩૦૦૦ની સપાટી ગુમાવી દીધી હતી. અંતે સેન્સેક્સ ૨૪૯૬.૮૯ પોઈન્ટ તૂટીને ૭૪૨૦૭.૨૪ અને નિફટી ૫૦ સ્પોટ ઈન્ડેક્સ ૭૭૫.૬૫ પોઈન્ટ તૂટીને ૨૩૦૦૨.૧૫ બંધ રહ્યા હતા.

યુદ્વને લઈ પહેલા જ વિશ્વ ઈરાનના કબજા હેઠળના હોર્મુસ સ્ટ્રેટ્સ પરથી વહન થતાં ઈંધણના પુરવઠાની અછતનો સામનો કરી રહ્યું છે, ત્યારે હવે ઈઝરાયેલ દ્વારા ગઈકાલે ઈરાનના વિશ્વના સૌથી મોટા ગેસ ઈન્ફ્રાસ્ટ્રકચર સવલત સાઉથ પાર્સ પર હુમલો કરતાં અને  વળતાં પ્રહારમાં ઈરાન દ્વારા કતાર સ્થિત ગેસ સવલતો પર એટેક કરતાં અને ઈરાનના કુવૈત અને સાઉદી અરેબિયાની ઓઈલ રિફાઈનરીઓ પર હુમલાને લઈ યુદ્વ ભયાવહ સ્વરૂપ પકડી લેતાં ક્રુડ ઓઈલના ભાવમાં ભડકો થવા સાથે વૈશ્વિક શેર બજારો આજે ધરાશાયી થયા હતા.

યુદ્વના નેગેટીવ પરિબળની સાથે ભારતમાં બેંકિંગ ક્ષેત્રે સૌથી મોટી ખાનગી ક્ષેત્રની બેંક એચડીએફસી બેંકના પાર્ટ-ટાઈમ ચેરમેનના આંતરિક વિવાદને લઈ એકાએક રાજીનામાએ શેરોમાં રોકાણકારોનો વિશ્વાસ ડગમગાવી દેતાં બજારમાં પડતા પર પાટું જેવી સ્થિતિ સર્જાઈ હતી. બેંકિંગ શેરોમાં એચડીએફસી બેંક સહિતમાં ફંડોએ મોટું હેમરિંગ કર્યું હતું. ઓટોમોબાઈલ શેરોમાં ફરી પેનીક સેલિંગે ભાવોમાં ૬ ટકા સુધી ગાબડાં પડયા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૪.૦૭ ટકા ૨૩૦૬ પોઈન્ટ તૂટયો હતો. જ્યારે બેંકેક્સ ૨૦૬૪ પોઈન્ટ ૩.૩૨ ટકા, કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્સ ૩.૩૮ ટકા ૧૯૦૩ પોઈન્ટ તૂટયા હતા. તમામ સેક્ટલ ઈન્ડેક્સના શેરોમાં આજે ગાબડાં પડતાં શેરોમાં રોકાણકારોની એક્ત્રિત સંપતિ-માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં રૂ.૧૨.૮૭ લાખ કરોડ ધોવાઈ જઈને રૂ.૪૨૬.૧૩ લાખ કરોડના તળીયે આવી ગયું હતું. જે ઈરાન વિરૂધ્ધ ઈઝરાયેલ-અમેરિકાનું યુદ્વ ૨૮, ફેબુ્રઆરી ૨૦૨૬ના શરૂ થયું ત્યારથી લઈ અત્યાર સુધીમાં રૂ.૩૭.૩૭ લાખ કરોડનું ધોવાણ થઈ ગયું છે.

ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝની શેરોમાં અવિરત જંગી વેચવાલી ચાલુ રહી આજે કેશમાં વધુ રૂ.૭૫૫૮.૧૯ કરોડના શેરોની જંગી ચોખ્ખી વેચવાલી થઈ હતી. જ્યારે લોકલ ફંડો-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની આજે મર્યાદિત રૂ.૩૮૬૩.૯૬ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી થઈ હતી.

વૈશ્વિક ઈક્વિટી બજારોની સાથે આજે બુલિયન-સોના-ચાંદી બજારોમાં પણ ઐતિહાસિક કડાકો બોલાઈ ગયો હતો. વિશ્વ બજાર પાછળ ઘરઆંગણે સોનાના ભાવમાં ૧૦ ગ્રામ દીઠ રૂ.૭૦૦૦ જેટલો અને ચાંદીમાં કિલો દીઠ રૂ.૨૦,૦૦૦ જેટલો ધબડકો બોલાઈ ગયો હતો. વિશ્વ બજારમાં સોનાના ભાવોમાં ઔંસ દીઠ ઈન્ટ્રા-ડે ૨૬૦ ડોલરનો વિક્રમી કડાકો અને ચાંદીમાં પણ ૯ ડોલર જેટલો કડાકો બોલાઈ ગયો હતો. સોનું નીચામાં ૪૫૦૨ ડોલર અને ચાંદીના ભાવ ૬૫.૫૨ ડોલરના તળીયે આવી ગયા હતા. જે છેલ્લે મોડી સાંજે વિશ્વ બજારમાં સોનું ૨૦૬ ડોલરના કડાકે ૪૬૧૨ ડોલર અને ચાંદી ૭.૫૦ ડોલરના ઘટાડે ૭૦.૧૦ ડોલર નજીક બોલાતા હતા.મુંબઈ ઝવેરી બજારમાં ૯૯.૯૦ સોનાના દસ ગ્રામ દીઠ જીએસટી વગરના ભાવ જે બુધવારે રૂપિયા ૧,૫૪,૮૭૯ હતા તે ગુરુવારે રૂપિયા ૭૦૦૦ જેટલા તૂટી રૂપિયા ૧,૪૭,૮૮૯ મુકાતા હતા. જીએસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા બોલાતા હતા. ૯૯.૫૦ સોનાના દસ ગ્રામના જીએસટી વગર ભાવ રૂપિયા ૧,૪૭,૨૯૭ બોલાતા હતા. જીએસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા મુકાતા હતા. ચાંદી .૯૯૯ એક કિલોના જીએસટી વગરના ભાવ જે બુધવારે રૂપિયા ૨,૪૯,૯૦૭ રહ્યા હતા તે ગુરુવારે રૂપિયા ૨૦,૦૦૦ જેટલા ઘટી રૂપિયા ૨,૨૯,૮૭૩ બોલાતા હતા. જીએસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા મુકાતા હતા. 

વૈશ્વિક બજારોમાં કડાકો : નિક્કી 1867 પોઈન્ટ, કોસ્પી 162 પોઈન્ટ તૂટયા

ઈરાન વિરૂધ્ધનું અમેરિકા-ઈઝરાયેલનું યુદ્વ સંપૂર્ણ ખાડી દેશોની ઓઈલ-ગેસ અસ્કયામતોને ખાખ કરવાની દિશામાં વળી ભયાવહ બનતાં આજે વૈશ્વિક શેર બજારોમાં ધરખમ ગાબડાં પડયા હતા. અમેરિકી શેર બજારોમાં પણ ખુલતાંમાં ગાબડાં પડવાનું ચાલુ રહ્યું હતું. ડાઉ જોન્સ મોડી સાંજે ૨૮૫ પોઈન્ટનો ઘટાડો અને નાસ્દાક ૧૨૧ પોઈન્ટનો ઘટાડો બતાવતા હતા.

એશીયા-પેસેફિક દેશોના બજારોમાં જાપાનનો  નિક્કી ઈન્ડેક્સ૧૮૬૭ પોઈન્ટ, હેંગસેંગ ૫૨૪ પોઈન્ટ, ચાઈનોનો સીએસઆઈ ઈન્ડેક્સ ૭૫ પોઈન્ટ, દક્ષિણ કોરિયાનો કોસ્પી ૧૬૨ પોઈન્ટ તૂટયા હતા. જ્યારે યુરોપના બજારોમાં પણ લંડન શેર બજારનો ફુત્સી  ૨૪૪ પોઈન્ટ, જર્મનીનો ડેક્ષ ૫૮૮ પોઈન્ટ, ફ્રાંસનો કેક ઈન્ડેક્સ ૧૪૪ પોઈન્ટ તૂટયા હતા.

સેન્સેક્સના મોટા કડાકા

તારીખ

ગાબડું

–

પોઇન્ટમાં

ટકામાં

૪ જૂન ૨૦૨૪

૪૩૯૦

૫.૭

૨૩ માર્ચ ૨૦૨૦

૩૯૪૩

૧૩.૧

૧૨ માર્ચ ૨૦૨૦

૨૯૧૯

૮.૨

૧૬ માર્ચ ૨૦૨૦

૨૭૧૩

૮.૦

૨૪ ફેબુ્ર. ૨૦૨૨

૨૭૦૨

૪.૭

૧૯ માર્ચ ૨૦૨૬

૨૪૯૭

૩.૩

Next Post
ભારતમાં એલપીજીની જરૂરિયાત પૂરી કરવા 30 એલપીજી ટેન્કરની જરૂર | 30 LPG tankers required to meet LPG de…

ભારતમાં એલપીજીની જરૂરિયાત પૂરી કરવા 30 એલપીજી ટેન્કરની જરૂર | 30 LPG tankers required to meet LPG de...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

અમરેલીમાં સિંહનો આતંક! ખાંભાના ચતુરી ગામે દાદાની નજર સામે 5 વર્ષના બાળકને સિંહણે ફાડી ખાધો | Amreli …

અમરેલીમાં સિંહનો આતંક! ખાંભાના ચતુરી ગામે દાદાની નજર સામે 5 વર્ષના બાળકને સિંહણે ફાડી ખાધો | Amreli …

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
GUJARAT

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

India Earthquack News : સમગ્ર વિશ્વના અલગ-અલગ હિસ્સાઓમાં ગુરુવારે ધરતી ધ્રુજવાની શ્રેણીબદ્ધ ઘટનાઓ સામે આવી છે. દક્ષિણ અમેરિકાના વેનેઝુએલામાં આવેલા...

Read more

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

અમરેલીમાં સિંહનો આતંક! ખાંભાના ચતુરી ગામે દાદાની નજર સામે 5 વર્ષના બાળકને સિંહણે ફાડી ખાધો | Amreli …

શિક્ષણમાં ‘રાજકારણ’ ની એન્ટ્રી, NCERT એ ધો.9 ના પુસ્તકમાં ઈન્દિરાકાળની ઈમરજન્સીનો પાઠ ઉમેર્યો | ncer…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In