• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, May 9, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

અમેરિકા-ઈરાન યુદ્ધની અસર : ભારતીય બજારમાં રૂ. 48.29 લાખ કરોડ સ્વાહા | Impact of US Iran war: Indian …

satyasamachar by satyasamachar
March 24, 2026
in GUJARAT
Reading Time: 2 mins read
A A
0
અમેરિકા-ઈરાન યુદ્ધની અસર : ભારતીય બજારમાં રૂ. 48.29 લાખ કરોડ સ્વાહા | Impact of US Iran war: Indian …
7
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

નાણાકીય વર્ષ 2027માં વીજ માંગમાં 5.5 ટકાનો વધારો થવાની શક્યતા | Electricity demand likely to increas…

સૈન્ય નેતૃત્વમાં મોટો ફેરફાર: લેફ્ટનન્ટ જનરલ રાજા સુબ્રમણિ દેશના નવા CDS અને સ્વામીનાથન નૌસેના પ્રમુ…

શપથ પહેલાં જ વિજય મોટી મુશ્કેલીમાં, દિનાકરને TVK સામે ફેક સમર્થન પત્ર રજૂ કરવાનો આક્ષેપ કર્યો | Tami…

Load More

– બ્લેક મન્ડે : શેરબજાર, રૂપિયો, સોનુંચાંદી, ક્રૂડ બધું જ કડડડભૂસ

– બજારમાંથી સોમવારે  14 લાખ કરોડની મૂડીનું ધોવાણ થતાં રોકાણકારો રાતાપાણીએ રોયા

– ઇરાન-અમેરિકા યુદ્ધના કારણે ભારતના એક વર્ષના બજેટ જેટલી રકમ શેરબજારમાંથી સાફ થઈ ગઈ

– માર્ચમાં સોનામાં 50 વર્ષનો સૌથી મોટો 20 ટકાનો કડાકો, એમસીએક્સ પર ગોલ્ડ-સિલ્વર બંનેમાં લોઅર સર્કીટ લાગી

નવી દિલ્હી: મધ્યપૂર્વમાં ઇરાન-અમેરિકા અને ઇઝરાયેલ વચ્ચે યુદ્ધ શરુ થયા પછી શેરબજારમાં ૪૮.૨૯ લાખ કરોડ રૂપિયાનું ધોવાણ થઈ ચૂક્યું છે. મહિનાથી પણ ઓછા સમયમાં આવેલો આ ઘટાડો ભારતના એક વર્ષના બજેટ જેટલો છે.આમ ભારતીય શેરબજાર ફાઇટર જેટ યુદ્ધમાં નીચે ખાબકે તેના કરતાં પણ વધુ ઝડપે નીચે ખાબક્યું છે. સેન્સેક્સ મે ૨૦૨૨ પછી પહેલી વખત ૭૨ હજારના સ્તરે જોવા મળ્યો છે.

બીએસઇનું માર્કેટ કેપિટલાઇઝેશન ૪૮.૨૯ લાખ કરોડ ઘટીને રૂ. ૪૧૫ લાખ કરોડ થઈ ગયું છે. બીએસઈ સેન્સેક્સ માર્ચ મહિનામાં ૧૦.૫૬ ટકા એટલે કે ૮,૬૦૦ પોઇન્ટ ઘટયો  છે અને નિફ્ટી ૨,૬૬૬ પોઇન્ટ એટલે કે ૧૦.૫૮ ટકા ઘટયો છે. 

આનો સીધો અર્થ એમ થાય કે શેરબજાર બે વર્ષના નીચલા સ્તરે જોવા મળી રહ્યું છે.બીએસઈ સેન્સેક્સ સોમવારે ૧૮૩૬  પોઇન્ટ ઘટતા ૭૨,૬૯૬ પોઇન્ટ પર બંધ આવ્યો હતો. આ ઘટાડાના લીધે શેરધારકોને ૧૪ લાખ કરોડનો ફટકો પડયો છે.જ્યારે નિફ્ટી ૬૦૨ પોઇન્ટ ઘટીને ૨૨,૫૧૩ પોઇન્ટ પર બંધ આવ્યો હતો. 

અમેરિકા અને ઇઝરાયેલે ઇરાન પર હુમલા કરીને તેના લીડર આયતોલ્લાહ ખામેનેઈને ઠાર કર્યા પછી ખાડી યુદ્ધે દિવસો વીતતા જવાની સાથે વધુને વધુ ભીષણ બન્યું છે.લશ્કરી હુમલાના પગલે ઇરાને પણ અમેરિકાના લશ્કરી મથકો પર અને ઇઝરાયેલ પર શ્રેણીબદ્ધ હુમલા કર્યા છે. તેની સાથે તેણે અમેરિકાના સહયોગી દેશો પર પણ હુમલા કર્યા છે. તેમા યુએઈ, બહેરીન, કુવૈત, જોર્ડન અને સાઉદી અરેબિયાનો સમાવેશ થાય છે.

દુનિયામાં સામાન્ય રીતે યુદ્ધના સમયમાં સોનું અને ચાંદી પર રોકાણકારો વિશ્વાસ મૂકતા હોય છે, પરંતુ સોમવારે વિશ્વના બજારોમાં સોના-ચાંદી, ક્રૂડ ઓઇલમાં ગાબડા પડયા હતા. અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાનનું યુદ્ધ શરૂ થયા પછી માર્ચમાં સોનામાં પણ ૨૦ ટકાનો ઐતિહાસિક કડાકો બોલાયો છે, જે છેલ્લા ૫૦ વર્ષમાં જોવા મળ્યો નથી. આથી સોનામાં રોકાણકારો પાયમાલ થઈ ગયા છે. 

વૈશ્વિક બજારમાં સોનું હાલ ૪,૨૬૩ ડોલરની આસપાસ ટ્રેડ કરી રહ્યું છે. ભારતીય હાજર બજારમાં  સોનું પ્રિત ૧૦ ગ્રામ ૯,૦૦૦ રૂપિયા જેટલું તૂટયા પછી એક સમયે ૧૦ ગ્રામ દીઠ ૧.૩૪ લાખ પર પહોંચી ગયુ હતુ. જો કે મોડી સાંજે ઉછળીને ૧.૪૦ લાખે પર આવ્યું હતું. જ્યારે ચાંદીના ભાવ એક સમયે પ્રિત કિલો ૨.૨૫ લાખથી ગગડીને ૨.૦૧ લાખ થયા પછી પાછા વધીને પ્રતિ કિલો ૨.૨૪ લાખ થયા હતા.

આ સિવાય એમસીએક્સમાં સોમવારે ટ્રેડિંગ સમયે ચાંદીના ભાવ બે લાખ રૂપિયાથી નીચે ગગડી ગઈ હતી જ્યારે સોનામાં ૧૦ ટકાની લોઅર સર્કિટ લાગી હતી, જેથી સોનાના ભાવ ૧૪,૦૦૦ તૂટીને પ્રતિ ૧૦ ગ્રામ રૂ. ૧.૩૦ લાખથી નીચે પહોંચી ગયા હતા. 

આ જ રીતે ક્રૂડ ઓઇલનો ભાવ પ્રતિ બેરલ ઊંચામાં ૧૧૪ ડોલર થયા પછી નીચામાં ૯૬ ડોલર થયો હતો. રુપિયો પણ નીચામાં ૯૩.૯૮ થઈ એટલે કે લગભગ ૯૪ રૂપિયા થઈ ઉચકાયો હતો. આમ રૂપિયાએ તેના અગાઉના ૯૩.૭૩ના રેકોર્ડને તોડી નાખ્યો હતો. આમ રૂપિયો હવે ૯૩થી ૯૪ની રેન્જમાં ટ્રેડ થતો જોવા મળી શકે છે.

અમદાવાદ સોના-ચાંદી

સોનું
૯૯.૯

૧,૪૦,૫૦૦

૮,૦૦૦

ચાંદી

૨,૧૫,૦૦૦

૧૩,૦૦૦

Next Post
બગોદરામાં ભોગાવો નદીમાં કેમિકલ વેસ્ટ ઠાલવનાર ટ્રક ચાલકની અટકાયત | Truck driver arrested for dumping …

બગોદરામાં ભોગાવો નદીમાં કેમિકલ વેસ્ટ ઠાલવનાર ટ્રક ચાલકની અટકાયત | Truck driver arrested for dumping ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

નાણાકીય વર્ષ 2027માં વીજ માંગમાં 5.5 ટકાનો વધારો થવાની શક્યતા | Electricity demand likely to increas…

નાણાકીય વર્ષ 2027માં વીજ માંગમાં 5.5 ટકાનો વધારો થવાની શક્યતા | Electricity demand likely to increas…

સૈન્ય નેતૃત્વમાં મોટો ફેરફાર: લેફ્ટનન્ટ જનરલ રાજા સુબ્રમણિ દેશના નવા CDS અને સ્વામીનાથન નૌસેના પ્રમુ…

સૈન્ય નેતૃત્વમાં મોટો ફેરફાર: લેફ્ટનન્ટ જનરલ રાજા સુબ્રમણિ દેશના નવા CDS અને સ્વામીનાથન નૌસેના પ્રમુ…

શપથ પહેલાં જ વિજય મોટી મુશ્કેલીમાં, દિનાકરને TVK સામે ફેક સમર્થન પત્ર રજૂ કરવાનો આક્ષેપ કર્યો | Tami…

શપથ પહેલાં જ વિજય મોટી મુશ્કેલીમાં, દિનાકરને TVK સામે ફેક સમર્થન પત્ર રજૂ કરવાનો આક્ષેપ કર્યો | Tami…

ડોલર સામે રૂપિયામાં તેજીને બ્રેક : ફોરેક્સ રિઝર્વ ઘટતાં બજારમાં અજંપો | Rupee rally against dollar h…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
નાણાકીય વર્ષ 2027માં વીજ માંગમાં 5.5 ટકાનો વધારો થવાની શક્યતા | Electricity demand likely to increas…
GUJARAT

અમદાવાદ : નબળા ચોમાસાના જોખમો, વધતી ઔદ્યોગિક પ્રવૃત્તિ અને ઇલેક્ટ્રિક વાહનો અને ડેટા સેન્ટરોમાંથી વધતા વીજળીના વપરાશને કારણે પાછલા નાણાકીય...

Read more

સૈન્ય નેતૃત્વમાં મોટો ફેરફાર: લેફ્ટનન્ટ જનરલ રાજા સુબ્રમણિ દેશના નવા CDS અને સ્વામીનાથન નૌસેના પ્રમુ…

શપથ પહેલાં જ વિજય મોટી મુશ્કેલીમાં, દિનાકરને TVK સામે ફેક સમર્થન પત્ર રજૂ કરવાનો આક્ષેપ કર્યો | Tami…

ડોલર સામે રૂપિયામાં તેજીને બ્રેક : ફોરેક્સ રિઝર્વ ઘટતાં બજારમાં અજંપો | Rupee rally against dollar h…

બંગાળમાં આજથી ‘શુભેન્દુ યુગ’, શપથ સમારોહમાં PM મોદી સહિત 20થી વધુ રાજ્યના CM હાજર રહેશે | PM Modi To…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In