![]()
વડોદરાઃ યુવતી પર બળાત્કાર ગુજારનાર ડો.વિકાસ પટેલ અને તેના પરિવારના સભ્યોને શોધતી ગોરવા પોલીસને હજી કોઇ સગડ મળ્યા નથી.
સુભાનપુરા હાઇટેન્શનરોડ પર ફ્લેટમાં એકાદ મહિના પહેલાં જ રહેવા આવેલો વિકાસ પટેલ અગાઉ તરસાલીમાં ક્લિનિક ધરાવતો હતો.ત્યારબાદ તેણે દવાખાનું બંધ કરીને ઇલોરાપાર્ક નજીકની ખાનગી હોસ્પિટલમાં નોકરી કરી ત્યાં પણ રાજીનામું આપ્યું હતું.
મૂળ સંતરામપુર પાસેના ગામમાં રહેતા વિકાસ પટેલના છૂટાછેડા થયા બાદ તે સારવાર માટે આવેલી યુવતીના સંપર્કમાં આવ્યો હતો અને બંને વચ્ચે પ્રેમ થતાં લગ્નની લાલચ આપી શારીરિક સબંધો બાંધ્યા હતા.વિકાસની માતા,બહેન અને પિતાએ યુવતીની જ્ઞાાતિ બાબતે વાંધો લઇ અપમાનિત કરતાં વિકાસે પણ લગ્નનો ઇનકાર કર્યો હતો.જેથી પોલીસે બળાત્કારનો ગુનો નોંધ્યો હતો.















