• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, April 10, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

યુદ્વના ફરી ટેન્શને સેન્ટીમેન્ટ ડહોળાયું : સેન્સેક્સ 931 પોઈન્ટ તૂટી 76632 | Sentiment dampened by r…

satyasamachar by satyasamachar
April 10, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
યુદ્વના ફરી ટેન્શને સેન્ટીમેન્ટ ડહોળાયું : સેન્સેક્સ 931 પોઈન્ટ તૂટી 76632 | Sentiment dampened by r…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ડિજિટલ કરન્સીની લેવડદેવડ નવા શિખરે, CBDCમાં રૂ.34,000 કરોડના વ્યવહારો | Digital currency transaction…

ડિજિટલ કરન્સીની લેવડદેવડ નવા શિખરે, CBDCમાં રૂ.34,000 કરોડના વ્યવહારો | Digital currency transaction…

ક્રૂડ સ્ટીલ ઉત્પાદન 2025-26માં વાર્ષિક 10.7% વધીને 168.4 મિલિયન ટન | Crude steel production to grow …

ક્રૂડ સ્ટીલ ઉત્પાદન 2025-26માં વાર્ષિક 10.7% વધીને 168.4 મિલિયન ટન | Crude steel production to grow …

યુદ્ધ વિરામની વાતો વચ્ચે હુમલાઓ ચાલુ રહેતાં ક્રૂડ તેલ ફરી ઉછળ્યું | Crude oil rebounds as attacks co…

યુદ્ધ વિરામની વાતો વચ્ચે હુમલાઓ ચાલુ રહેતાં ક્રૂડ તેલ ફરી ઉછળ્યું | Crude oil rebounds as attacks co…

Load More

મુંબઈ : વેસ્ટ એશીયામાં વકરતાં યુદ્વને વિરામ આપવા ગઈકાલે ઈરાન અને અમેરિકા વચ્ચે બે અઠવાડિયા માટે થયેલી યુદ્વ વિરામની સમજૂતી ક્ષણિક નીવડી આ વિરામનો ભાગ લેબનોન નહીં હોવાનું કહી ઈઝરાયેલ દ્વારા લેબનોન પર વિનાશક હુમલાઓ કરાતાં ઈરાન ગિન્નાઈને અમેરિકાને આ યુદ્વ વિરામને તોડવાની ચીમકી આપતાં યુદ્વ ફરી વકરવાના ટેન્શને આજે વૈશ્વિક બજારોનું સેન્ટીમેન્ટ ફરી ડહોળાયું હતું. ઈરાને હોર્મુઝ માર્ગ ખોલ્યાના અહેવાલ છતાં દરિયાઈ સુરંગો બિછાવી હોઈ ઈરાને નવો જળમાર્ગ ખોલ્યાના અહેવાલ અને એ પણ ટેન્શન વચ્ચે બંધ કર્યાના રિપોર્ટ સાથે ક્રુડ ઓઈલના ભાવ ફરી ભડકતાં ફંડો આજે ફરી તેજીનો વેપાર ખંખેરવા લાગી સાવચેત બની ગયા હતા. કેપિટલ ગુડઝ-પાવર શેરોમાં મજબૂત ખરીદી અને મેટલ-માઈનીંગ, હેલ્થકેર-ફાર્મા ખરીદી સામે બેંકિંગ-ફાઈનાન્સ, ઓટો, કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં ધોવાણે બજાર નેગેટીવ ઝોનમાં રહ્યું હતું. સેન્સેક્સ ૯૩૧.૨૫ પોઈન્ટ તૂટીને ૭૬૬૩૧.૬૫ બંધ રહ્યો હતો. જ્યારે નિફટી ૫૦ સ્પોટ ઈન્ડેક્સ ૨૨૨.૨૫ પોઈન્ટ ગબડીને ૨૩૭૭૫.૧૦ બંધ રહ્યો હતો.

કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૧૧૩૬ પોઈન્ટ ઉછળ્યો : ડાટા પેટર્નસ રૂ.૧૦૭, કોચીન શીપ રૂ.૨૩ ઉછળ્યા

પાવર-કેપિટલ ગુડઝ શેરોમાં આજે ફંડોએ સતત આક્રમક ખરીદી કરી હતી. ડાટા પેટર્ન રૂ.૧૦૬.૬૫ વધીને રૂ.૩૧૭૮.૩૫, સીજી પાવર રૂ.૧૨.૯૫ વધીને રૂ.૭૨૬.૧૦, કોચીન શીપ રૂ.૨૩.૪૫ વધીને રૂ.૧૫૧૧.૩૫, ભારત ડાયનામિક્સ રૂ.૧૫.૫૫ વધીને રૂ.૧૨૫૬.૩૦, વારી એનજી રૂ.૩૧.૪૫ વધીને રૂ.૨૭૪૦, મઝગાંવ ડોક રૂ.૨૫.૫૦ વધીને રૂ.૨૨૬૪.૬૫, કેઈન્સ રૂ.૪૨.૩૫ વધીને રૂ.૩૯૫૧, કિર્લોસ્કર એન્જિન રૂ.૧૪.૮૫ વધીને રૂ.૧૪૧૯.૨૦, કમિન્સ ઈન્ડિયા રૂ.૩૯.૮૫ વધીને રૂ.૪૯૫૮.૩૫, પાવર ઈન્ડિયા રૂ.૧૭૪.૬૫ વધીને રૂ.૨૫૧૭૦.૩૦, સિમેન્સ રૂ.૨૧.૨૦ વધીને રૂ.૩૩૭૦.૧૦  રહ્યા હતા.

બેંકિંગ શેરોમાં વેચવાલીએ બેંકેક્સ ૯૯૦ પોઈન્ટ તૂટયો : ઈન્ડસઈન્ડ બેંક, એચડીએફસી બેંક ઘટયા

ફાઈનાન્સ-બેંકિંગ શેરોમાં આજે ફંડોએ સાવચેતીમાં ફરી ઓફલોડિંગ કર્યું હતું. ખાનગી બેંક શેરોમાં આજે વેચવાલી થઈ હતી. ઈન્ડસઈન્ડ બેંક રૂ.૨૦.૯૦ ઘટીને રૂ.૮૧૪.૯૦, એચડીએફસી બેંક રૂ.૧૮.૮૫ ઘટીને રૂ.૭૯૭.૨૫, આઈસીઆઈસીઆઈ બેંક રૂ.૨૮.૫૦ ઘટીને રૂ.૧૨૮૦.૭૫, કોટક મહિન્દ્રા બેંક રૂ.૮.૦૫ ઘટીને રૂ.૩૭૧.૯૫, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૂ.૨૦.૨૦ ઘટીને રૂ.૧૦૪૦.૯૦, એક્સિસ બેંક રૂ.૧૪.૨૦ ઘટીને રૂ.૧૩૧૮.૬૦ રહ્યા હતા. બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૯૯૦.૭૬ પોઈન્ટ તૂટીને ૬૧૭૧૦.૯૨ બંધ રહ્યો હતો.

મેટલ-માઈનીંગ શેરોમાં ફંડોનું વેલ્યુબાઈંગ વધ્યું : હિન્દાલ્કો રૂ.૩૪ વધ્યો : નાલ્કો, વેદાન્તામાં તેજી

ઈન્ફ્રાસ્ટ્રકચર ક્ષેત્રે આગામી દિવસોમાં મિડલ ઈસ્ટ દેશોની સ્ટીલ, સિમેન્ટ સહિતની માંગ વધવાની અપેક્ષાએ  ફંડોની આજે સતત મેટલ-માઈનીંગ શેરોમાં ખરીદી રહી હતી. હિન્દાલ્કો રૂ.૩૩.૭૫ વધીને રૂ.૯૮૫.૬૫, નાલ્કો રૂ.૧૨.૩૫ વધીને રૂ.૪૧૨.૪૦, વેદાન્તા રૂ.૧૬.૦૫ વધીને રૂ.૭૩૭.૨૦, એનએમડીસી રૂ.૧.૪૭ વધીને રૂ.૮૪.૪૧, જેએસડબલ્યુ સ્ટીલ રૂ.૧૫.૭૦ વધીને રૂ.૧૨૦૯.૭૫ રહ્યા હતા. બીએસઈ મેટલ ઈન્ડેક્સ ૫૧૭.૦૬ પોઈન્ટ વધીને ૪૦૩૫૬.૬૬ બંધ રહ્યો હતો.

હેલ્થકેર શેરોમાં ફંડોનું આકર્ષણ : રૂબીકોન, સન ફાર્મા એડવાન્સ, કોપરાન, ન્યુલેન્ડ લેબ., શિલ્પા મેડી વધ્યા

હેલ્થકેર-ફાર્મા શેરોમાં પણ ફંડોનું ખરીદીનું આકર્ષણ જળવાયું હતું. રૂબીકોન રૂ.૫૭.૮૦ વધીને રૂ.૮૫૬.૩૦, સન ફાર્મા એડવાન્સ રૂ.૯.૮૦ વધીને રૂ.૧૪૬, કોપરાન રૂ.૧૦.૦૫ વધીને રૂ.૧૫૬.૨૦, ન્યુલેન્ડ લેબ રૂ.૬૮૨.૯૦ વધીને રૂ.૧૪,૭૩૩.૫૦, શિલ્પા મેડી રૂ.૧૬.૫૦ વધીને રૂ.૪૧૯.૧૫, એન્થેમ રૂ.૩૦.૬૫ વધીને રૂ.૭૨૦.૫૦,  કોહાન્સ રૂ.૮.૬૫ વધીને રૂ.૩૧૮,  એમ્કયોર રૂ.૩૭.૪૦ વધીને રૂ.૧૬૦૧.૯૦, એલ્કેમ રૂ.૧૨૨.૪૫ વધીને રૂ.૫૩૬૯.૨૦ રહ્યા હતા. બીએસઈ હેલ્થકેર ઈન્ડેક્સ ૩૧૨.૬૮ પોઈન્ટ વધીને ૪૨૪૦૯.૬૨ બંધ રહ્યો હતો.

ક્રુડ ઓઈલના ભાવ વધતાં ઓટો શેરોમાં ફરી તેજીને બ્રેક : ઉનો મિન્ડા, ભારત ફોર્જ, મહિન્દ્રા, હ્યુન્ડાઈઘટયા

ઈરાન-અમેરિકા વચ્ચે ફરી ટેન્શન અને ઈઝરાયેલના લેબનોન પર હુમલાને લઈ મામલો બિચકતાં ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ ફરી ઘટયામથાળેથી વધી આવતાં ફંડોની ઓટો શેરોમાં તેજીને બ્રેક લાગી હતી. ઉનો મિન્ડા રૂ.૩૬.૮૦ ઘટીને રૂ.૧૦૫૪.૧૫, ભારત ફોર્જ રૂ.૪૦.૭૦ ઘટીને રૂ.૧૭૩૯.૯૦, સોના રૂ.૧૦.૯૫ ઘટીને રૂ.૫૨૨.૯૦, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.૪૩.૪૦ ઘટીને રૂ.૩૧૬૭.૩૦, એક્સાઈડ રૂ.૩.૩૫ ઘટીને રૂ.૩૧૧.૧૫, હ્યુન્ડાઈ મોટર રૂ.૧૦.૪૦ ઘટીને રૂ.૧૭૬૯.૨૦, અશોક લેલેન્ડ રૂ.૧.૯૦ ઘટીને રૂ.૧૭૦.૪૦ રહ્યા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૨૧૧.૭૧ પોઈન્ટ ઘટીને ૫૭૧૪૩.૭૬ બંધ રહ્યો હતો.

કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં પ્રોફિટ બુકિંગ : ક્રોમ્પ્ટન, ટાઈટન, એશીયન પેઈન્ટ, અંબર એન્ટર. ઘટયા

કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં પણ ફંડોનું આજે પ્રોફિટ બુકિંગ થયું હતું. બીએસઈ ક્રોમ્પ્ટન રૂ.૮.૩૫ ઘટીને રૂ.૨૩૭.૮૦, ટાઈટન કંપની રૂ.૫૫.૪૦ ઘટીને રૂ.૪૪૩૬.૯૦, એશીયન પેઈન્ટ રૂ.૧૫.૭૫ ઘટીને રૂ.૨૨૬૯.૩૫, અંબર એન્ટરપ્રાઈસીઝ રૂ.૪૬.૫૫ ઘટીને રૂ.૬૮૯૪.૫૦, બર્જર પેઈન્ટ રૂ.૧ ઘટીને રૂ.૪૩૫.૨૫ રહ્યા હતા. કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્સ ૩૦૬.૦૯ પોઈન્ટ ઘટીને ૫૬૯૫૧.૬૯ બંધ રહ્યો હતો.

સ્મોલ, મિડ કેપ શેરોમાં ઉછાળે પ્રોફિટ બુકિંગ : ૨૧૨૧ શેરો પોઝિટીવ, ૨૧૮૦ શેરો નેગેટીવ બંધ

સ્મોલ, મિડ કેપ શેરોમાં આજે આકર્ષણ આરંભિક ટ્રેડિંગ કલાકોમાં જળવાયું હતું. અલબત ઉછાળે ઘણા શેરોમાં પ્રોફિટ બુકિંગ થતાં છેલ્લે માર્કેટબ્રેડથ સાધારણ નેગેટીવ રહી હતી. બીએસઈમાં આજે કુલ ટ્રેડિંગ થયેલી ૪૪૨૩ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૨૧૨૧ અને ઘટનારની ૨૧૮૦ રહી હતી. 

FPIs/FIIની કેશમાં રૂ.૧૭૧૧ કરોડની ચોખ્ખી વેચવાલી : DIIની રૂ.૯૫૬ કરોડની ચોખ્ખી ખરીદી

ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝની આજે-ગુરૂવારે કેશ સેગ્મેન્ટમાં રૂ.૧૭૧૧.૧૯ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી કરી હતી. કુલ રૂ.૧૫,૭૪૬.૩૨ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૭,૪૫૭.૫૧ કરોડની વેચવાલી કરી હતી. જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો-ડીઆઈઆઈની આજે રૂ.૯૫૫.૯૦ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી  રહી હતી. કુલ રૂ.૧૫,૯૬૮.૨૧ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૫,૦૧૨.૩૧ કરોડની વેચવાલી કરી હતી.

શેરોમાં રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૭૨ હજાર કરોડ ઘટીને રૂ.૪૪૪.૭૯ લાખ કરોડ રહ્યું

શેરોમાં આજે ઉછાળે  પ્રોફિટ બુકિંગ થતાં રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં રૂ.૭૨ હજાર કરોડ ઘટીને રૂ.૪૪૪.૭૯ લાખ કરોડ રહ્યું હતું.

Next Post
ભાજપમાં ભડકો ટાળવા ક્યાંક છેક સુધી ઉમેદવારો ગુપ્ત રખાશે | Candidates will be kept secret for some ti…

ભાજપમાં ભડકો ટાળવા ક્યાંક છેક સુધી ઉમેદવારો ગુપ્ત રખાશે | Candidates will be kept secret for some ti...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ડિજિટલ કરન્સીની લેવડદેવડ નવા શિખરે, CBDCમાં રૂ.34,000 કરોડના વ્યવહારો | Digital currency transaction…

ડિજિટલ કરન્સીની લેવડદેવડ નવા શિખરે, CBDCમાં રૂ.34,000 કરોડના વ્યવહારો | Digital currency transaction…

ક્રૂડ સ્ટીલ ઉત્પાદન 2025-26માં વાર્ષિક 10.7% વધીને 168.4 મિલિયન ટન | Crude steel production to grow …

ક્રૂડ સ્ટીલ ઉત્પાદન 2025-26માં વાર્ષિક 10.7% વધીને 168.4 મિલિયન ટન | Crude steel production to grow …

યુદ્ધ વિરામની વાતો વચ્ચે હુમલાઓ ચાલુ રહેતાં ક્રૂડ તેલ ફરી ઉછળ્યું | Crude oil rebounds as attacks co…

યુદ્ધ વિરામની વાતો વચ્ચે હુમલાઓ ચાલુ રહેતાં ક્રૂડ તેલ ફરી ઉછળ્યું | Crude oil rebounds as attacks co…

યુદ્ધવિરામ વચ્ચે પણ ક્રૂડના ભાવ હાલના સ્તરથી ઉપર રહે તેવી વકી | Crude oil prices likely to remain ab…

યુદ્ધવિરામ વચ્ચે પણ ક્રૂડના ભાવ હાલના સ્તરથી ઉપર રહે તેવી વકી | Crude oil prices likely to remain ab…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
ડિજિટલ કરન્સીની લેવડદેવડ નવા શિખરે, CBDCમાં રૂ.34,000 કરોડના વ્યવહારો | Digital currency transaction…
GUJARAT

ડિજિટલ કરન્સીની લેવડદેવડ નવા શિખરે, CBDCમાં રૂ.34,000 કરોડના વ્યવહારો | Digital currency transaction…

અમદાવાદ : સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી (સીબીડીસી) વ્યવહારોની સંખ્યા ૧૫૦ મિલિયન સુધી પહોંચી ગઈ છે, જેનું કુલ મૂલ્ય અત્યાર સુધીમાં...

Read more

ક્રૂડ સ્ટીલ ઉત્પાદન 2025-26માં વાર્ષિક 10.7% વધીને 168.4 મિલિયન ટન | Crude steel production to grow …

યુદ્ધ વિરામની વાતો વચ્ચે હુમલાઓ ચાલુ રહેતાં ક્રૂડ તેલ ફરી ઉછળ્યું | Crude oil rebounds as attacks co…

યુદ્ધવિરામ વચ્ચે પણ ક્રૂડના ભાવ હાલના સ્તરથી ઉપર રહે તેવી વકી | Crude oil prices likely to remain ab…

યુદ્ધને કારણે એરલાઇન્સને રૂ. 2500 કરોડનું નુકસાન | Airlines suffer losses of Rs 2500 crore due to wa…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In