• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, June 17, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

અમદાવાદ: મિહિર પરીખ સામે નોંધાઈ વધુ 4 ફરિયાદ, શેરબજાર અને સોનામાં રોકાણના બહાને 25.60 કરોડની ઠગાઈ | …

satyasamachar by satyasamachar
April 24, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
અમદાવાદ: મિહિર પરીખ સામે નોંધાઈ વધુ 4 ફરિયાદ, શેરબજાર અને સોનામાં રોકાણના બહાને 25.60 કરોડની ઠગાઈ | …
2
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

PM મોદી પર ટિપ્પણી કરવી ખડગેને પડી ભારે, BJP સાંસદોએ આપી વિશેષાધિકાર ભંગની નોટિસ | BJP MPs File Priv…

‘ભારત પર હુમલો થશે તો અમે યુદ્ધમાં કુદી જઈશું’ G7 સમિટમાં PM મોદીની સામે ટ્રમ્પનું નિવેદન | PM Modi …

ખેડૂત આંદોલન મુદ્દે રાજકારણ: ટ્રેક્ટર રેલીમાં AAPએ છેલ્લી ઘડીએ જોડાઈને રાજકીય સ્ટંટ કર્યાનો કોંગ્રેસ…

Load More

Ahmedabad News: અમદાવાદમાં શેરબજાર અને સોનામાં રોકાણ પર ઊંચા વળતરની લાલચ આપીને કરોડો રૂપિયાની છેતરપિંડી આચરનાર મહાઠગ મિહિર પરીખ અને તેની ટોળકી સામે ફરિયાદોનો સિલસિલો યથાવત છે. શહેર ક્રાઈમ બ્રાન્ચમાં આજે મિહિર પરીખ અને તેના સાગરીતો વિરુદ્ધ વધુ 4 ફરિયાદો નોંધાઈ છે, જેમાં વધુ 25.60 કરોડથી વધુના કૌભાંડનો પર્દાફાશ થયો છે.

સંબંધોનો ગેરલાભ ઉઠાવી આચર્યું કૌભાંડ

એસ.જી. હાઈવે અને આંબલી ખાતે ‘એમ.પી. ફિનકોર્પ સર્વિસીસ’ તથા ‘બીમાવાલે’ નામની ઓફિસો ધરાવતો મિહિર પરીખ, તેની પત્ની ધારા પરીખ, માતા ગીતાબેન પરીખ અને હેમરાજસિંહ રાણાએ જૂના સંબંધો તથા બાળકો એક જ સ્કૂલમાં ભણતા હોવાના પરિચયનો દુરુપયોગ કરી અનેક લોકોને શિકાર બનાવ્યા છે.

કઈ રીતે આચરતા ઠગાઈ?

આ ભેજાબાજો રોકાણકારોના નાણાંનું ખરેખરું રોકાણ કરવાને બદલે તેમને અંધારામાં રાખવા માટે વિવિધ તરકીબો અજમાવતા હતા. ‘માય વે’ (My Way) અને ‘My Wealth’ નામની નકલી એપ્સ બનાવી તેમાં કાલ્પનિક નફો દર્શાવતા હતા. કોટક સિક્યુરિટીઝ અને મોતીલાલ ઓસવાલ જેવી પ્રતિષ્ઠિત કંપનીઓના નામે નકલી ડીમેટ એકાઉન્ટ અને લેઝર સ્ટેટમેન્ટ પધરાવી દેતા હતા. રોકાણકારોના કરોડો રૂપિયા શેરબજારમાં રોકવાને બદલે આરોપીઓ પોતાના અંગત મોજશોખ માટે વાપરી નાખતા હતા.

આ 4 રોકાણકારો બન્યા શિકાર, જેમણે નોંધાવી FIR

1. સોફ્ટવેર વેપારી સાથે 18.18 કરોડની ઠગાઈ

થલતેજના સોફ્ટવેર વેપારી ચંદ્રેશભાઈ પટેલ પાસેથી આરોપીઓએ કુલ 23.58 કરોડથી વધુની રકમ મેળવી હતી. વિશ્વાસ જીતવા માટે આરોપીઓએ માત્ર 5.39 કરોડ પરત કર્યા હતા, જ્યારે બાકીના 18,18,66,136 રૂપિયા ઓહિયાં કરી ગયા હતા.

2. મહિલા વેપારી અવનીબેન સાથે 7.09 કરોડનો વિશ્વાસઘાત

થલતેજમાં જ રહેતા મહિલા વેપારી અવનીબેન પટેલ સાથે બાળકોની સ્કૂલના પરિચયથી મિત્રતા કેળવી આરોપીઓએ 9.37 કરોડ મેળવ્યા હતા. જેમાંથી 2.27 કરોડ પરત કરી બાકીના 7,09,68,733 રૂપિયા હડપ કરી ગયા હતા.

3. ફિલ્મ મેકર સાથે સોનામાં રોકાણના નામે ઠગાઈ

મેમનગરના ડોક્યુમેન્ટરી ફિલ્મ મેકર નીમેષભાઈ શાહ સાથે 15 વર્ષ જૂના સંપર્કનો ફાયદો ઉઠાવી મિહિર પરીખે સોનામાં રોકાણના બહાને 33.75 લાખ મેળવ્યા હતા. જેમાંથી માત્ર 8 લાખ (રોકડ અને 6 એસી) પરત કરી બાકીના 25.75 લાખ રૂપિયા ઓળવી લીધા હતા.

4. 75 વર્ષીય વૃદ્ધા અને તેમના પુત્ર સાથે છેતરપિંડી

ભાડજમાં રહેતા 75 વર્ષીય દમયંતીબેન ચૌહાણ અને તેમના પુત્ર પાર્થને દર મહિને 2 ટકા નફાની લાલચ આપી 10 લાખનું રોકાણ કરાવ્યું હતું. આરોપીઓએ My Wealth એપમાં નકલી ડેટા બતાવી વિશ્વાસ કેળવ્યો હતો અને બાકી નીકળતા 6,59,295 રૂપિયા પરત ન આપી છેતરપિંડી આચરી હતી.

આ પણ વાંચો: ગ્લુ ટ્રેપ મામલે હાઈકોર્ટ લાલચોળ: ‘તમે જાણ્યા વગર જ બિલ પસાર કરી દીધું, અમને સરકારી વાર્તાઓમાં રસ નથી’

પોલીસ કાર્યવાહી

ક્રાઈમ બ્રાન્ચે આ તમામ મામલે મિહિર પરીખ, ધારા પરીખ, ગીતાબેન પરીખ અને હેમરાજસિંહ રાણા વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસને શંકા છે કે આ ટોળકીએ હજુ પણ અનેક લોકો સાથે છેતરપિંડી આચરી હોઈ શકે છે.

Next Post
‘હું પક્ષપલટો નહીં કરું…’, રાઘવ ચઢ્ઢા ભાજપમાં જોડાતાં ગુજરાત AAP એક્શન મોડમાં! સુરતમાં ઉમેદવારો પા…

'હું પક્ષપલટો નહીં કરું...', રાઘવ ચઢ્ઢા ભાજપમાં જોડાતાં ગુજરાત AAP એક્શન મોડમાં! સુરતમાં ઉમેદવારો પા...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

PM મોદી પર ટિપ્પણી કરવી ખડગેને પડી ભારે, BJP સાંસદોએ આપી વિશેષાધિકાર ભંગની નોટિસ | BJP MPs File Priv…

PM મોદી પર ટિપ્પણી કરવી ખડગેને પડી ભારે, BJP સાંસદોએ આપી વિશેષાધિકાર ભંગની નોટિસ | BJP MPs File Priv…

‘ભારત પર હુમલો થશે તો અમે યુદ્ધમાં કુદી જઈશું’ G7 સમિટમાં PM મોદીની સામે ટ્રમ્પનું નિવેદન | PM Modi …

‘ભારત પર હુમલો થશે તો અમે યુદ્ધમાં કુદી જઈશું’ G7 સમિટમાં PM મોદીની સામે ટ્રમ્પનું નિવેદન | PM Modi …

ખેડૂત આંદોલન મુદ્દે રાજકારણ: ટ્રેક્ટર રેલીમાં AAPએ છેલ્લી ઘડીએ જોડાઈને રાજકીય સ્ટંટ કર્યાનો કોંગ્રેસ…

ખેડૂત આંદોલન મુદ્દે રાજકારણ: ટ્રેક્ટર રેલીમાં AAPએ છેલ્લી ઘડીએ જોડાઈને રાજકીય સ્ટંટ કર્યાનો કોંગ્રેસ…

ગુજરાતમાં શિક્ષકોનું રાજ્યવ્યાપી આંદોલન: જૂની પેન્શન યોજના અને TET/TAT મુક્તિની ઉગ્ર માંગ સાથે ધરણા …

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
PM મોદી પર ટિપ્પણી કરવી ખડગેને પડી ભારે, BJP સાંસદોએ આપી વિશેષાધિકાર ભંગની નોટિસ | BJP MPs File Priv…
GUJARAT

Privilege Motion Against Mallikarjun Kharge : વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર કથિત અપમાનજનક ટિપ્પણી કરવા બદલ ભાજપના 6 સાંસદોએ રાજ્યસભામાં વિરોધ...

Read more

‘ભારત પર હુમલો થશે તો અમે યુદ્ધમાં કુદી જઈશું’ G7 સમિટમાં PM મોદીની સામે ટ્રમ્પનું નિવેદન | PM Modi …

ખેડૂત આંદોલન મુદ્દે રાજકારણ: ટ્રેક્ટર રેલીમાં AAPએ છેલ્લી ઘડીએ જોડાઈને રાજકીય સ્ટંટ કર્યાનો કોંગ્રેસ…

ગુજરાતમાં શિક્ષકોનું રાજ્યવ્યાપી આંદોલન: જૂની પેન્શન યોજના અને TET/TAT મુક્તિની ઉગ્ર માંગ સાથે ધરણા …

‘આદિત્ય પટેલ’ બનીને યુવતીઓને ફસાવનાર કરીમ સામે વધુ એક ફરિયાદ: લગ્નના બહાને દુષ્કર્મ આચરી માંગી હતી ખ…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In