• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, October 21, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

સગીર દીકરી સાથે દુષ્કર્મ ગુજારનારા કલિયુગી પિતાને જીવે ત્યાં સુધીની આજીવન કેદની સજા | Kaliyugi fathe…

satyasamachar by satyasamachar
April 25, 2026
in GUJARAT
Reading Time: 2 mins read
A A
0
સગીર દીકરી સાથે દુષ્કર્મ ગુજારનારા કલિયુગી પિતાને જીવે ત્યાં સુધીની આજીવન કેદની સજા | Kaliyugi fathe…
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

શ્રી ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજ, તળાજા દ્વારા શસ્ત્ર અને શાસ્ત્ર પૂજનનો કાર્યક્રમ યોજાયો

શ્રી ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજ, તળાજા દ્વારા શસ્ત્ર અને શાસ્ત્ર પૂજનનો કાર્યક્રમ યોજાયો

બોટાદ જિલ્લાના ગઢડા પોલીસ સ્ટેશનની મોટી કામગીરી: છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા આરોપી ઝડપાયો

બોટાદ જિલ્લાના ગઢડા પોલીસ સ્ટેશનની મોટી કામગીરી: છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા આરોપી ઝડપાયો

ધારી નગરપાલિકા દ્વારા આયોજિત ‘સ્વદેશી મેળો, આનંદ મેળો અને નવરાત્રી મહોત્સવ’ અભૂતપૂર્વ સફળ; જિલ્લાના …

ધારી નગરપાલિકા દ્વારા આયોજિત ‘સ્વદેશી મેળો, આનંદ મેળો અને નવરાત્રી મહોત્સવ’ અભૂતપૂર્વ સફળ; જિલ્લાના …

Load More

વડોદરા :૧૫ વર્ષની દિકરી સાથે વારંવાર દુષ્કર્મ ગુજારી તેને ગર્ભવતી
બનાવવાના ચકચારી બનવામાં સંડોવાયેલા નરાધમ કલિયુગી પિતાને અદાલતે જીવે ત્યાં
સુધીની આજીવન કેદની સજા ફટકારી હતી. ચૂકાદામાં 
ન્યાયાધીશે પિતા-પુત્રીના સંબંધોને લઈને અત્યંત કરૃણ અને ગંભીર અવલોકન કરતા
નોંધ્યું હતું કે
,પિતા એ દીકરીનો સૌથી મોટો રક્ષક અને
વિશ્વાસપાત્ર વ્યક્તિ હોય છે
, પરંતુ આ કેસમાં રક્ષક જ ભક્ષક
બન્યો છે.

પિતા-પુત્રીના પવિત્ર સંબંધને લજવતા આ બનાવની વિગત એવી છે કે, ભોગ
બનનારની માતા વિદેશમાં ં નોકરી કરતી હતી અને તેના પિતા બે બાળકો સાથે વડોદરામાં
રહેતો હતો. વર્ષ ૨૦૨૩માં દિકરી તેની સહેલીના જન્મદિવસની ઉજવણીમાં ગઇ હતી અને
રાત્રે તે ઘરે આવી ત્યારે નરાધમ પિતાએ તેની સાથે બળજબરી કરી હતી અને દુષ્કર્મ
આચર્યું હતું.  આ સિલસિલો લાંબો સમય ચાલ્યો
હતો. આખરે કંટાળેલી દીકરીએ આરોપીના જ મોબાઈલથી પિતાના કરતૂતોનો વીડિયો ઉતારી
માતાને મોકલ્યો હતો. જે બાદ માર્ચ ૨૦૨૫ના રોજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી.

આ અંગેનો કેસ અદાલતમાં ચાલી જતા તેમાં સરકારી વકીલ પી.સી. પટેલે
હાજર રહ્યાં હતા અને તેમણે દલીલ કરી હતી કે સાયન્ટિફિક પુરાવા અને મેડિકલ રિપોર્ટ
આરોપીની સંડોવણી સાબિત કરવા માટે પુરતા છે. કેસની સુનાવણી દરમિયાન ફરિયાદ પક્ષે ૧૫
સાક્ષીઓ અને ૫૯ દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા હતા. ચોંકાવનારી વાત એ હતી કે
, સુનાવણી
સમયે ભોગ બનનાર દીકરી અને તેની માતા (ફરિયાદી) બંને ફરી ગયા હતા (હોસ્ટાઈલ થયા
હતા) અને આરોપીને બચાવવાનો પ્રયાસ કર્યો હતો.

પોક્સોની સ્પેશ્યલ કોર્ટના ન્યાયાધીશ શકુંતલા એન સોલંકીએ બન્ને
પક્ષની દલીલ અને પુરાવાને ધ્યાને લઇ આરોપીને આજીવન કેદની સજા તેમજ રૃા.૫૦ હજારનો
દંડ ફટકારી ચૂકાદામાં નોંધ્યું હતું કે
, ભલે મુખ્ય સાક્ષીઓ ફરી ગયા હોય, પરંતુ એફ.એસ.એલ. રિપોર્ટમાં વીડિયોમાં દેખાતો વ્યક્તિ આરોપી જ હોવાનું
સાબિત થયું છે. સામાજિક કે આથક દબાણ હેઠળ સાક્ષીઓ ફરી જાય તો પણ ન્યાયતંત્ર
મૂકપ્રેક્ષક બની શકે નહી.

 દીકરીએ પિતાના કરતૂતનો
વીડિયો ઉતારી માતાને મોકલ્યો હતો

જ્યારે પિતા વારંવાર દુષ્કર્મ ગુજારતો હતો અને માતા તેની વાત
માનતી નહોતી
,
ત્યારે ૧૫ વર્ષની સગીરાએ હિંમત દાખવી હતી. પિતાના જ મોબાઈલ ફોનનો
ઉપયોગ કરી તેણે જ્યારે પિતા તેની સાથે શરીર સંબંધ બાંધતા હતા તે વખતનો વીડિયો
રેકોર્ડ કરી લીધો હતો. આ વીડિયો તેણે માતાને મોકલ્યો ત્યારે જ માતાને સત્ય સમજાયું
હતું. કોર્ટમાં આ વીડિયો જ સૌથી મોટો આઈ-વિટનેસ (નજરે જોનાર સાક્ષી) સાબિત થયો
હતો.

ખોટી જુબાની આપવા બદલ માતા અને પીડીતા સામે નોટીસ કાઢવા આદેશ

આ કેસમાં સૌથી દુખદ પાસું એ હતું કે, જે
માતાએ ફરિયાદ નોંધાવી હતી અને જે દીકરી પર જુલમ થયો હતો
, તે
બંને કોર્ટમાં ફરી ગયા હતા. માતાએ કોર્ટમાં 
એવું જૂઠું બોલવાનો પ્રયાસ કર્યો કે
, પતિએ માત્ર
દીકરીને માર માર્યો હતો અને દુષ્કર્મ થયું જ નથી. 
આ જોઈને કોર્ટે ે બન્નેને નોટિસ ફટકારી છે કે
, જાણીજોઈને
ખોટો પુરાવો આપવા બદલ તેમની સામે શિક્ષાત્મક કાર્યવાહી કેમ ન કરવી
?

સામાજિક સંસ્થાની મદદથી ફરિયાદ નોંધાઇ
હતી

આ કેસમા એક મહિલા ં સામાજિક કાર્યકર્તા તેમજ મહિલો ચાઈલ્ડ
વેલફેર ઓફિસરે ભોગ બનનારને ન્યાય અપાવવા મહત્વની ભૂમિકા ભજવી હતી.  પિડીતાના નિવેદન લેવાથી લઈને તેને હિંમત આપવા
સુધીની કામગીરી તેમણે કરી હતી. અંતે
, ડીએનએ રિપોર્ર્ટ, મોબાઈલનો
વિડીયો અને એફ.એસ.એલ.ના વૈજ્ઞાાનિક પુરાવાઓએ આરોપીના બચાવના તમામ રસ્તાઓ બંધ કરી
દીધા હતા
, જેના કારણે નરાધમ પિતા આજે જેલના સળિયા ગણે છે.

કોર્ટના આદેશથી ગર્ભપાત કરાયો હતો

તબીબી તપાસ દરમિયાન ૧૫ વર્ષની સગીરા ગર્ભવતી હોવાનું બહાર
આવ્યું
,
ત્યારે પીડિતા અને તેની માતાની સંમતિ બાદ નામદાર અદાલતે ગર્ભપાત
માટે મંજૂરી આપી હતી. વડોદરાની એસ.એસ.જી. હોસ્પિટલ ખાતે નિષ્ણાંત તબીબોની ટીમ
દ્વારા સગીરાનો ગર્ભપાત કરવામાં આવ્યો હતો. આ પ્રક્રિયા દરમિયાન ગર્ભના નમૂના
(ડીએનએ) સાચવી રાખવામાં આવ્યા હતા. જોકે ટ્રાયલ દરમિયાન પીડિતા અને માતા પોતાની
જુબાનીથી ફરી ગયા હતા
, પરંતુ એફ.એસ.એલ.ના ડીએનએ રિપોર્ટમાં
ભૃણના જૈવિક પિતા સગીરાના પિતા હોવાનું વૈજ્ઞાાનિક રીતે સાબિત થયું હતું.

Next Post
યાકુતપુરાના આબીદબાપુએ વેપારીને મારી નાખવાની ધમકી આપી | Abidbapu of Yakutpura threatened to kill a bu…

યાકુતપુરાના આબીદબાપુએ વેપારીને મારી નાખવાની ધમકી આપી | Abidbapu of Yakutpura threatened to kill a bu...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

શ્રી ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજ, તળાજા દ્વારા શસ્ત્ર અને શાસ્ત્ર પૂજનનો કાર્યક્રમ યોજાયો

શ્રી ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજ, તળાજા દ્વારા શસ્ત્ર અને શાસ્ત્ર પૂજનનો કાર્યક્રમ યોજાયો

બોટાદ જિલ્લાના ગઢડા પોલીસ સ્ટેશનની મોટી કામગીરી: છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા આરોપી ઝડપાયો

બોટાદ જિલ્લાના ગઢડા પોલીસ સ્ટેશનની મોટી કામગીરી: છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા આરોપી ઝડપાયો

ધારી નગરપાલિકા દ્વારા આયોજિત ‘સ્વદેશી મેળો, આનંદ મેળો અને નવરાત્રી મહોત્સવ’ અભૂતપૂર્વ સફળ; જિલ્લાના …

ધારી નગરપાલિકા દ્વારા આયોજિત ‘સ્વદેશી મેળો, આનંદ મેળો અને નવરાત્રી મહોત્સવ’ અભૂતપૂર્વ સફળ; જિલ્લાના …

અંબાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરીના કુલ-૪ મોટર સાયકલ સાથે બે ઈસમોને પકડી પાડતી અંબાજી, બનાસકાંઠા…

અંબાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરીના કુલ-૪ મોટર સાયકલ સાથે બે ઈસમોને પકડી પાડતી અંબાજી, બનાસકાંઠા…

Recent News

Youtube

  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
  • 13 વર્ષ સુધી કોમામાં રહ્યા બાદ હરીશ રાણાએ દુનિયાને અલવિદા કહ્યું, ઈચ્છામૃત્યુની મંજૂરી બાદ AIIMSમાં …

    0 shares
    Share 0 Tweet 0
શ્રી ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજ, તળાજા દ્વારા શસ્ત્ર અને શાસ્ત્ર પૂજનનો કાર્યક્રમ યોજાયો
GUJARAT

શ્રી ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજ, તળાજા દ્વારા શસ્ત્ર અને શાસ્ત્ર પૂજનનો કાર્યક્રમ યોજાયો

વિજયાદશમી એટલે કે દશેરાના પાવન પર્વ નિમિત્તે શ્રી ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજ, તળાજા દ્વારા શસ્ત્ર અને શાસ્ત્ર પૂજનનો ધાર્મિક તથા...

Read more

બોટાદ જિલ્લાના ગઢડા પોલીસ સ્ટેશનની મોટી કામગીરી: છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા આરોપી ઝડપાયો

ધારી નગરપાલિકા દ્વારા આયોજિત ‘સ્વદેશી મેળો, આનંદ મેળો અને નવરાત્રી મહોત્સવ’ અભૂતપૂર્વ સફળ; જિલ્લાના …

અંબાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરીના કુલ-૪ મોટર સાયકલ સાથે બે ઈસમોને પકડી પાડતી અંબાજી, બનાસકાંઠા…

ભારત અદભૂત સ્વસ્તિક, જે વિશ્વનું કલ્યાણ કરી શકે છે.!

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In