Ahmedabad News: અમદાવાદ શહેરના રસ્તાઓ પર બેફામ રીતે વાહન ચલાવનારા અને ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારા ચાલકો સામે આરટીઓ (RTO) અને પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. છેલ્લા ત્રણ વર્ષમાં હજારો ચાલકોએ શિસ્તના અભાવે પોતાનું લાયસન્સ ગુમાવ્યું છે.
આંકડા શું કહે છે?
અમદાવાદના સુભાષ બ્રિજ અને વસ્ત્રાલ આરટીઓ દ્વારા વર્ષ 2024 થી માર્ચ 2026 સુધીમાં કુલ 3,698 વાહન ચાલકોના લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આરટીઓ દ્વારા રદ કરાયેલા લાયસન્સની વર્ષવાર વિગત નીચે મુજબ છે:
વર્ષ 2024: 2,377 લાયસન્સ
વર્ષ 2025: 1,015 લાયસન્સ
વર્ષ 2026 (માર્ચ સુધી): 286 લાયસન્સ
આ પણ વાંચો: દિલ્હીના વિવેક વિહારમાં ACમાં બ્લાસ્ટ થતાં ભીષણ આગ, 9 લોકોના મોત, તંત્રમાં દોડધામ
કયા કારણોસર થાય છે કાર્યવાહી?
શહેરમાં લાયસન્સ સસ્પેન્ડ થવા પાછળ મુખ્યત્વે રોંગ સાઇડ ડ્રાઇવિંગ અને ઓવર સ્પીડિંગ જવાબદાર છે. આ ઉપરાંત નીચે મુજબના કારણોસર પણ કાર્યવાહી થઈ શકે છે. જેમાં મુખ્યત્વે સિગ્નલ તોડવું કે ઝિબ્રા લાઇન ક્રોસ કરવી, હેલ્મેટ ન પહેરવું અથવા સીટબેલ્ટ ન બાંધવો, અકસ્માત સર્જવો વગેરે કેસોનો સમાવેશ થાય છે. સામાન્ય રીતે આવા કેસોમાં 3 થી 6 મહિના માટે લાયસન્સ સસ્પેન્ડ થાય છે, પરંતુ ગંભીર ગુનામાં એક વર્ષ કે કાયમી ધોરણે પણ લાયસન્સ રદ થઈ શકે છે. ઉદાહરણ તરીકે, ઇસ્કોન બ્રિજ પરના તથ્ય કાંડ જેવા કિસ્સાઓમાં લાયસન્સ કાયમી રદ કરાયા છે.
યુવાનો અને પુરુષો વધુ ઝપટમાં
આરટીઓની આ કાર્યવાહીમાં સૌથી વધુ ભોગ 18 થી 35 વર્ષના યુવાનો બની રહ્યા છે. કુલ સસ્પેન્ડ થયેલા લાયસન્સમાં 85 ટકા પુરુષ વાહન ચાલકો છે. જ્યારે ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર ચાલકો પર કાયદાનો ગાળિયો મજબૂત છે, ત્યારે ભારે વાહનો (ટ્રક, ડમ્પર, બસ) સામે તંત્રનું ધ્યાન ઓછું હોવાની ફરિયાદો પણ ઉઠી છે.
અન્ય રાજ્યોમાં નિયમભંગ પણ ભારે પડશે
જો તમે ગોવા કે ઉદયપુર ફરવા જાવ છો અને ત્યાં નિયમ તોડો છો, તો પણ તમારું લાયસન્સ અમદાવાદમાં રદ થઈ શકે છે. ગોવામાં હેલ્મેટના કડક નિયમો અને ઉદયપુરમાં ઓવરસ્પીડના કારણે દર મહિને 15 થી 20 ગુજરાતી ચાલકો સામે ફરિયાદ આવે છે. અમદાવાદના આરટીઓ નીરવ બક્ષીના જણાવ્યા મુજબ, પોલીસના ડેટા આધારે ચાલકોને નોટિસ પાઠવવામાં આવે છે. શહેરમાં સીસીટીવી કેમેરા અને સ્પીડ મીટર દ્વારા સતત સર્વેલન્સ હોવાથી, પોલીસ હાજર ન હોય તો પણ નિયમ તોડવો જોખમી છે.