• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, August 8, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

લેફ્ટનો છેલ્લો કિલ્લો ધ્વસ્ત! કેરલમમાં પરાજય બાદ હવે રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો ગુમાવશે CPIM? જાણો નિયમ…

satyasamachar by satyasamachar
May 5, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
લેફ્ટનો છેલ્લો કિલ્લો ધ્વસ્ત! કેરલમમાં પરાજય બાદ હવે રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો ગુમાવશે CPIM? જાણો નિયમ…
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

Load More

Kerala Election Results 2026 : કેરળ વિધાનસભા ચૂંટણી 2026 ભારતમાં ડાબેરી પક્ષો માટે એક મોટો ફટકો સાબિત થઈ છે. CPIMના નેતૃત્વમાં કેરળની સત્તા પર બિરાજમાન LDF ગઠબંધનને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. દસ વર્ષ સુધી રાજ્યની સત્તા સંભાળનાર LDF ગઠબંધનને કેરળની જનતાએ આ વખતે માત્ર 35 બેઠકો પર સમેટી દીધું છે. છેલ્લા ચાર દાયકામાં રાજ્યમાં આ તેમનું સૌથી ખરાબ પ્રદર્શન છે. CPIMની આ હારે માત્ર કેરળમાં તેમની સત્તા છીનવી નથી, પરંતુ તેના રાષ્ટ્રીય પક્ષ તરીકેના દરજ્જાને પણ જોખમમાં મૂકી દીધો છે.

ડાબેરી પક્ષોનો સફાયો… હવે એક પણ રાજ્યમાં સરકાર નહીં

1977 પછી આ પહેલીવાર બની રહ્યું છે કે દેશના કોઈપણ રાજ્યમાં ડાબેરી પક્ષોની સરકાર નથી. એક સમયે પશ્ચિમ બંગાળ, કેરળ અને ઉત્તર-પૂર્વ ભારતના રાજકારણના કેન્દ્રમાં રહેલો વામપંથ હવે હાંસિયામાં ધકેલાયેલો દેખાય છે. વામપંથની આ સ્થિતિની શરૂઆત 2011માં બંગાળમાં સત્તા ગુમાવવાની સાથે થઈ હતી. ત્યારબાદ ભાજપે ત્રિપુરામાં પણ તેમના ગઢને તોડી પાડ્યો અને હવે કેરળમાં કોંગ્રેસ અને તેના ગઠબંધને ડાબેરીઓનો છેલ્લો બચેલો કિલ્લો પણ કબજે કરી લીધો છે.

આ પણ વાંચો : બંગાળ ગુમાવ્યા બાદ મમતા બેનરજીની આગામી વ્યૂહનીતિ, જાણો હવે તેમની પાસે શું વિકલ્પો

તકો મળી છતાં પી. વિજયન પ્રજાની અપેક્ષા પર ખરા ન ઉતર્યા

કેરળમાં 2016ની વિધાનસભા ચૂંટણી દરમિયાન ડાબેરી પક્ષોના ગઠબંધનને 140માંથી 91 બેઠકો મળી હતી. પાંચ વર્ષ સુધી સત્તા ચલાવ્યા પછી, પી. વિજયનની સરકારે કોવિડના સમયગાળા દરમિયાન થયેલી 2021ની વિધાનસભા ચૂંટણીમાં પોતાના પ્રદર્શનમાં સુધારો કર્યો. ત્યારે પાર્ટી 99 બેઠકો જીતવામાં સફળ રહી હતી. બંગાળ અને ત્રિપુરામાં સત્તા ગુમાવી ચૂકેલા વામપંથ માટે આ એક મોટો બૂસ્ટ સાબિત થયો હતો. બીજી વખત સત્તામાં આવનારા વિજયન પાસેથી જનતાની અપેક્ષાઓ વધુ હતી. પરંતુ કોવિડ પછીની પરિસ્થિતિ અને વધતી બેરોજગારીએ જનતા વચ્ચે તેમની છબીને ધક્કો પહોંચાડ્યો. સબરીમાલા મંદિર વિવાદે પણ ડાબેરી નેતાઓની છબી જનતા સામે ખરાબ કરી દીધી હતી. દસ વર્ષની એન્ટી-ઇન્કમ્બન્સી અને જનતાના વિરોધનું પરિણામ એ આવ્યું કે વિજયનને પોતાની વિધાનસભા બેઠક જીતવી પણ મુશ્કેલ જણાવા લાગી. મતદાનના શરૂઆતના સાત રાઉન્ડમાં તેઓ પાછળ દેખાતા હતા. જોકે બાદમાં તેઓ પોતાની બેઠક જીતી ગયા, પરંતુ જીતનું અંતર પાછલા વર્ષોની સરખામણીમાં ઘણું ઓછું થઈ ગયું.

વિજયનના 19માંથી 13 મંત્રીઓ હાર્યા

ડાબેરી નેતાઓ પ્રત્યે કેરળની જનતાની નારાજગી એવી જોવા મળી કે વિજયનના 19માંથી 13 મંત્રીઓ પોતાની બેઠક બચાવવામાં નિષ્ફળ રહ્યા. કન્નૂર અને અંબાલાપ્પુઝા જેવા ડાબેરીઓના મજબૂત ગઢમાં પણ પાર્ટીને હારનો સામનો કરવો પડ્યો.

આ પણ વાંચો : દેશની 80 ટકા વસતી પર ભાજપનું રાજ! પ્રાદેશિક પક્ષોનું વર્ચસ્વ સમાપ્ત થતાં સરળ બની રાજ્યસભાની રાહ

CPIMનો રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો જતો રહેશે?

પશ્ચિમ બંગાળ અને ત્રિપુરા પછી કેરળ જ ડાબેરી પક્ષનો મજબૂત ગઢ બનેલો હતો. પરંતુ હવે વિધાનસભા ચૂંટણીમાં કારમી હાર બાદ CPIMના રાષ્ટ્રીય પક્ષના દરજ્જા પર તલવાર લટકી રહી છે. ચૂંટણી પંચના નિયમો મુજબ, કોઈપણ પક્ષે રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો મેળવવા માટે 3 શરતો પૂરી કરવી પડે છે…

1… ચાર રાજ્યોમાં રાજ્ય પક્ષનો દરજ્જો : રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો મેળવવા માટેની સૌથી મોટી શરત એ છે કે પક્ષે ચાર રાજ્યોમાં રાજ્ય પક્ષનો દરજ્જો મેળવવો પડે. CPIM અત્યારે કેરળ, ત્રિપુરા અને તમિલનાડુમાં રાજ્ય પક્ષનો દરજ્જો ધરાવે છે. પરંતુ પશ્ચિમ બંગાળમાં પાર્ટીના પ્રદર્શનના આધારે આ દરજ્જો ખતમ થઈ ચૂક્યો છે. આમ, પાર્ટી આ શરત પૂરી કરતી નથી.

2… લોકસભા અથવા વિધાનસભામાં 6 ટકા મત અને ઓછામાં ઓછી 4 બેઠકો : CPIM આ શરત પૂરી કરવામાં પણ નબળી જણાય છે. કેરળમાં પાર્ટી પાસે મજબૂત વોટબૅંક હતી, પરંતુ આ હારે તેની સ્થિતિ નબળી પાડી છે. ત્રિપુરામાં પણ પાર્ટી પાસે મર્યાદિત વોટબૅંક છે. તમિલનાડુમાં પાર્ટી આ શરતો પૂરી કરવા માટે તેના ગઠબંધન પર નિર્ભર છે. આ ત્રણ રાજ્યો સિવાય અન્ય કોઈ રાજ્યમાં પાર્ટીનો મજબૂત આધાર નથી.

3… લોકસભામાં 2 ટકા બેઠકો : ચૂંટણી પંચના જણાવ્યા મુજબ, કોઈપણ પક્ષે રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો મેળવવા માટે લોકસભાની ઓછામાં ઓછી 2 ટકા બેઠકો એટલે કે 11 બેઠકો જીતવી જરૂરી છે. પરંતુ રાજકીય રીતે નબળી પડી રહેલી CPIM પાસે આટલી બેઠકો નથી.

…તો ડાબેરી પક્ષ રાષ્ટ્રીય સ્તરનો દરજ્જો ગમાવશે

ચૂંટણી પંચ દ્વારા રાષ્ટ્રીય પક્ષ બનવા માટે જેટલી પણ શરતો નક્કી કરવામાં આવી છે, CPIM હાલમાં તેમાંથી મોટાભાગની શરતોમાં નબળી સ્થિતિમાં છે. જોકે, ચૂંટણી પંચ તાત્કાલિક તેનો દરજ્જો છીનવી લેતું નથી. પાછલા આંકડાઓના આધારે દરજ્જો જળવાઈ શકે છે, પરંતુ જો આગામી ચૂંટણીઓમાં પણ પ્રદર્શન આવું જ રહેશે, તો એ નિશ્ચિત છે કે ડાબેરી પક્ષ ભારતમાં પોતાનો રાષ્ટ્રીય સ્તરનો દરજ્જો ગુમાવી દેશે.

આ પણ વાંચો : તમિલનાડુમાં ‘વિજય’ રાજનો આરંભ! TVK ધારાસભ્ય દળના નેતા તરીકે વરણી, સ્ટાલિનનું રાજીનામું

Next Post
VIDEO| ચંદીગઢ એરપોર્ટ પર ઇન્ડિગો ફ્લાઇટમાં મુસાફરની પાવર બેંક બ્લાસ્ટ, આગ લાગતાં મુસાફરો ગભરાયા, 5 ઘ…

VIDEO| ચંદીગઢ એરપોર્ટ પર ઇન્ડિગો ફ્લાઇટમાં મુસાફરની પાવર બેંક બ્લાસ્ટ, આગ લાગતાં મુસાફરો ગભરાયા, 5 ઘ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

ધારી પત્રકાર સંઘ – અમરેલી બ્રોડગેજ કમેટી દ્વારા જીલ્લા કલેકટર ને આવેદનપત્ર

ધારી પત્રકાર સંઘ – અમરેલી બ્રોડગેજ કમેટી દ્વારા જીલ્લા કલેકટર ને આવેદનપત્ર

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…
GUJARAT

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

રિપોર્ટર: અનુજ ઠાકર. ભવ્ય ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું શુભ મુહૂર્ત પૂજન ભક્તિભાવ સાથે આર.ડી ફાર્મ, ગામ –...

Read more

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

ધારી પત્રકાર સંઘ – અમરેલી બ્રોડગેજ કમેટી દ્વારા જીલ્લા કલેકટર ને આવેદનપત્ર

બ્રહ્માકુમારીઝના “10 કરોડ નશામુક્તિ પ્રતિજ્ઞા રાષ્ટ્રીય મહાઅભિયાન” નો પીએમ મોદી દ્વારા કરાયો આરંભ

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In