10th Result GSEB : ગત 4 મેના રોજ ધોરણ 12 સાયન્સ અને સામાન્ય પ્રવાહના પરિણામોની જાહેરાત બાદ, હવે આજે સવારે 8 કલાકે ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 10નું પરિણામ પણ જાહેર કરવામાં આવ્યું છે. આ વખતે SSCનું કુલ 83.86% પરિણામ આવ્યું છે. વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઇટ www.gseb.org પર જઈને માત્ર 4 સરળ સ્ટેપ્સ ફોલો કરીને પોતાનું રિઝલ્ટ જોઈ શકશે. આ ઉપરાંત, વિદ્યાર્થીઓ ડેડિકેટેડ વોટ્સએપ નંબર 6357300971 પર પોતાનો સીટ નંબર મોકલીને સીધી જ પોતાની માર્કશીટ ફોનમાં પ્રાપ્ત કરી શકશે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત ફેબ્રુઆરી-માર્ચ મહિનામાં લેવાયેલી ધોરણ 10 અને 12ની પરીક્ષાઓમાં રાજ્યભરમાંથી કુલ 15.27 લાખ વિદ્યાર્થીઓ નોંધાયા હતા. આ આંકડાઓ પર નજર કરીએ તો, વર્ષ 2026ની આ બોર્ડ પરીક્ષામાં માત્ર ધોરણ 10માં જ 9.07 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જ્યારે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 1.19 લાખ અને સામાન્ય પ્રવાહમાં 5.01 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી.
રિઝલ્ટનું સરવૈયું
આ વખતે કુલ 756392 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી 634327 વિદ્યાર્થીઓ પાસ થયા હતા. જેના પરથી કહી શકાય કે આ વખતે બોર્ડનું પરીણામ 83.86% આવ્યું છે જે ગત વર્ષે 83.08% હતું. આ વખતે સૌથી વધુ 100% પરિણામ ધરાવતું કેન્દ્ર આજોલ (જિ.ગાંધીનગર) રહ્યું હતું. જ્યારે સૌથી ઓછું 33.74% પરિણામ ધરાવતું કેન્દ્ર મુનખોસલા (જિ.દાહોદ) રહ્યું હતું. જોકે સૌથી વધુ 90.85% પરિણામ ધરાવતો જિલ્લો નર્મદા રહ્યો હતો. જ્યારે સૌથી ઓછું 76.42% પરિણામ પંચમહાલ જિલ્લાનો આવ્યો હતો.
આ રીતે મેળવો રિઝલ્ટ
આ ચાર સ્ટેપમાં વેબસાઇટ પરથી મેળવો પરિણામ
સ્ટેપ-1
www.gseb.org વેબસાઇટ ઓપન કરો
સ્ટેપ-2
ગુજરાત SSC રિઝલ્ટ લિંક પર ક્લિક કરો.
સ્ટેપ-3
લિંકમાં સીટ નંબર ઉમેરો.
સ્ટેપ-4
હવે તમને માર્કશીટ જોવા મળશે.





















