• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, October 17, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

શેરોમાં સાવચેતી વચ્ચે સેન્સેક્સ 252 પોઈન્ટ ઘટીને 77018 | Sensex falls 252 points to 77018 amid cauti…

satyasamachar by satyasamachar
May 6, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
શેરોમાં સાવચેતી વચ્ચે સેન્સેક્સ 252 પોઈન્ટ ઘટીને 77018 | Sensex falls 252 points to 77018 amid cauti…
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

શ્રીમતી ગાંધી મહિલા કૉલેજના પાવન પરિસરમાં “રાસરાત્રી મહોત્સવ 2026” ની શાનદાર ઉજવણી

શ્રીમતી ગાંધી મહિલા કૉલેજના પાવન પરિસરમાં “રાસરાત્રી મહોત્સવ 2026” ની શાનદાર ઉજવણી

આરોગ્ય ક્ષેત્રે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાનો મોટો નિર્ણય: સરકારી હોસ્પિટલો માટે ₹૮.૮૫ કરોડથ…

આરોગ્ય ક્ષેત્રે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાનો મોટો નિર્ણય: સરકારી હોસ્પિટલો માટે ₹૮.૮૫ કરોડથ…

Meethe Mein Kya Hai Poster Out: Radhika Bansal’s Feel-Good Diwali Drama Starring Ritwik Bhowmik, Roh…

Meethe Mein Kya Hai Poster Out: Radhika Bansal’s Feel-Good Diwali Drama Starring Ritwik Bhowmik, Roh…

Load More

મુંબઈ : પશ્ચિમ બંગાળમાં ભાજપના જવલંત વિજય અને આસામ, પોંડિચેરીમાં સત્તા કાયમ રાખવાના પોઝિટીવ પરિબળ સામે ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્વ વિરામનો અઘોષિત અંત આવી ગયો હોય એમ એકબીજા પર હુમલા ચાલુ થઈ જતાં અને ઈરાન દ્વારા યુ.એ.ઈ.નો પોર્ટ પર મિસાઈલ હુમલો થયાના અને હિઝબુલ્લા દ્વારા ઈઝરાયેલ પર હુમલો કરાયાના અહેવાલોએ વિશ્વ ફરી યુદ્વના ખપ્પરમાં હોમાવા લાગતાં વૈશ્વિક બજારોની સાથે ભારતીય શેર બજારોમાં આજે પીછેહઠ જોવાઈ હતી. યુદ્વની સ્થિતિના કારણે ક્રુડ ઓઈલના ભાવ આજે ફરી ઘટયામથાળેથી વધી આવતાં અને અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો તૂટતો રહી આજે ૯૫.૪૩ના નવા તળીયે આવી જતાં ભારતનું ઓઈલ આયાત સંકટ ઘેરાવાના વાવડે સાવચેતીમાં ફંડો, મહારથીઓએ શેરોમાં તેજીનો વેપાર ખંખેરવા લાગ્યો હતો. ઓટો, એફએમસીજી, કેપિટલ ગુડઝ શેરોમાં સિલેક્ટિવ ખરીદી સામે બેંકિંગ-ફાઈનાન્સ, કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં વેચવાલી રહી હતી. સેન્સેક્સ આરંભિક ૭૫૪.૩૭ પોઈન્ટના ઘટાડે નીચામાં ૭૬૫૧૫.૦૩ સુધી આવ્યા બાદ રિકવરીના અંતે ૨૫૧.૬૧ પોઈન્ટ ઘટીને ૭૭૦૧૭.૭૯ બંધ રહ્યો હતો. જ્યારે નિફટી ૫૦ સ્પોટ ઈન્ડેક્સ નીચામાં ૨૩૮૮૨.૦૫ સુધી આવી અંતે ૮૬.૫૦ પોઈન્ટ ઘટીને ૨૪૦૩૨.૮૦ બંધ રહ્યો હતો.

મહિન્દ્રાના પરિણામે રૂ.૧૦૬ ઉછળ્યો :  ઓટો ઈન્ડેક્સ ૩૦૬ વધ્યો : ટીઆઈ ઈન્ડિયા, ભારત ફોર્જ વધ્યા

ઓટોમોબાઈલ શેરોમાં આજે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના ત્રિમાસિક પરિણામે મજબૂતી જોવાઈ હતી. મહિન્દ્રાનો ત્રિમાસિક નફો ૪૨ ટકા વધીને રૂ.૪૬૬૭ કરોડ જાહેર થતાં અને આવક ૨૯ ટકા વધીને રૂ.૫૪,૮૯૧.૫૫ કરોડ થતાં તેમ જ કંપનીએ શેર દીઠ રૂ.૩૩ અંતિમ ડિવિડન્ડ જાહેર કરતાં શેર રૂ.૧૦૫.૯૦ વધીને રૂ.૩૨૧૧.૬૫ રહ્યો હતો. ટીઆઈ ઈન્ડિયા રૂ.૩૩.૬૦ વધીને રૂ.૨૯૩૪, ભારત ફોર્જ રૂ.૨૦.૨૫ વધીને રૂ.૧૮૬૫.૪૦, ટીવીએસ મોટર રૂ.૩૮.૬૦ વધીને રૂ.૩૫૩૫.૩૫, મઘરસન સુમી રૂ.૧૨૦.૮૦, બોશ રૂ.૬૫.૯૫ વધીને રૂ.૩૫,૮૯૦ રહ્યા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૩૦૬.૪૩ પોઈન્ટ વધીને ૫૭૭૨૩.૯૫ બંધ રહ્યો હતો.

કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૩૩૭ પોઈન્ટ વધ્યો : સીજી પાવર, ડાટા પેટર્નસ, અપાર, પાવર ઈન્ડિયા વધ્યા

પાવર-કેપિટલ ગુડઝ શેરોમાં પણ ફંડોએ આજે પસંદગીની ખરીદી કરી હતી. સીજી પાવર રૂ.૨૫.૬૦ વધીને રૂ.૮૨૭.૫૦, ડાટાપેટર્નસ રૂ.૧૧૯.૫૦ વધીને રૂ.૪૨૧૪.૭૦, અપાર ઈન્ડસ્ટ્રીઝ રૂ.૩૫૪.૨૫ વધીને રૂ.૧૨,૮૦૭.૫૦, ભારત ડાયનામિક્સ રૂ.૨૬.૩૦ વધીને રૂ.૧૩૯૮.૫૫, પાવર ઈન્ડિયા રૂ.૫૩૮.૩૦ વધીને રૂ.૩૪,૨૮૪, કેઈન્સ રૂ.૬૪.૩૦ વધીને રૂ.૪૧૭૦.૫૦, વારી એનજીૅ રૂ.૪૧.૭૦ વધીને રૂ.૩૧૮૧.૨૫ રહ્યા હતા. બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૩૩૭.૫૧ પોઈન્ટ વધીને ૭૮૪૦૩.૬૯ બંધ રહ્યો હતો.

બેંકિંગ શેરોમાં ફંડો વેચવાલ : આઈસીઆઈસીઆઈ બેંક, આઈડીએફસી ફર્સ્ટ બેંક, એક્સિસ બેંક ઘટયા

બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં ફંડો આજે વેચવાલ રહ્યા હતા. આઈસીઆઈસીઆઈ બેંક રૂ.૧૯.૫૦ ઘટીને રૂ.૧૨૫૧.૪૫, આઈડીએફસી ફર્સ્ટ બેંક ૮૪ પૈસા ઘટીને રૂ.૬૮.૭૫, એક્સિસ બેંક રૂ.૧૫.૩૦ ઘટીને રૂ.૧૨૫૯.૭૫, પીએનબી ૯૦ પૈસા ઘટીને રૂ.૧૦૭.૯૦, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૂ.૮.૫૫ ઘટીને રૂ.૧૦૫૯.૭૫ રહ્યા હતા. બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૩૬૧.૨૫ પોઈન્ટ ઘટીને ૬૧૪૩૧.૦૪ બંધ રહ્યો હતો.

કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં પ્રોફિટ બુકિંગ : વોલ્ટાસ, કલ્યાણ જવેલર્સ, ડિક્સન, હવેલ્સ, ક્રોમ્પ્ટન ઘટયા

કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં પણ આજે પ્રોફિટ બુકિંગ થયું હતું. વોલ્ટાસ રૂ.૭૭.૧૦ ઘટીને રૂ.૧૩૭૭.૨૦, કલ્યાણ જવેલર્સ રૂ.૬.૬૫ ઘટીને રૂ.૪૦૬.૭૫, ડિક્સન ટેકનોલોજી રૂ.૧૪૬.૨૫ ઘટીને રૂ.૧૧,૨૬૧.૭૦, હવેલ્સ ઈન્ડિયા રૂ.૧૬.૦૫ ઘટીને રૂ.૧૨૪૦.૨૦, ક્રોમ્પ્ટન રૂ.૨.૬૫ ઘટીને રૂ.૨૭૫.૧૫, એશીયન પેઈન્ટ રૂ.૧૪.૯૦ ઘટીને રૂ.૨૪૩૨.૩૦ રહ્યા હતા. બીએસઈ કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્સ ૩૬૮.૨૭ પોઈન્ટ ઘટીને ૫૮૯૧૭.૧૧ બંધ રહ્યો હતો.

એફએમસીજી શેરોમાં સિલેક્ટિવ ખરીદી : દ્વારકેશ સુગર, ગોપાલ સ્નેક્સ, ઝુઆરી, અવધ સુગર વધ્યા

એફએમસીજી શેરોમાં આજે સિલેક્ટિવ ખરીદી થઈ હતી. દ્વારકેશ સુગર રૂ.૩.૦૭ વધીને રૂ.૫૦.૪૩, બજાજ કન્ઝયુમર રૂ.૨૭.૨૦ વધીને રૂ.૪૮૮.૫૦, ગોપાલ સ્નેક્સ રૂ.૧૬.૩૦ વધીને રૂ.૩૧૫.૦૫, ઝુઆરી ઈન્ડસ્ટ્રીઝ રૂ.૧.૭૫ વધીને રૂ.૨૮૦.૭૫, ઉગાર સુગર રૂ.૨.૦૪ વધીને રૂ.૪૫.૨૧, અવધ સુગર રૂ.૨૨.૩૦ વધીને રૂ.૫૧૪.૨૫, ટેસ્ટી બાઈટ રૂ.૨૫૮.૦૫ વધીને રૂ.૭૨૮૫.૫૦ રહ્યા હતા. બીએસઈ એફએમસીજી ઈન્ડેક્સ ૧૧૪.૯૫ પોઈન્ટ વધીને ૧૯૦૯૨.૩૭ બંધ રહ્યો હતો.

સ્મોલ કેપ, મિડ કેપ શેરોમાં પસંદગીની ખરીદી સામે ઘણા શેરોમાં પ્રોફિટ બુકિંગ : ૨૧૮૧ શેરો નેગેટીવ બંધ

સેન્સેક્સ, નિફટીમાં નરમાઈ સામે આજે ફંડો, ઓપરેટરોએ સ્મોલ, મિડ કેપ શેરોમાં પસંદગીની ખરીદી કરી હતી. અલબત ઘણા શેરોમાં વેચવાલીએ માર્કેટબ્રેડથ નેગેટીવ બની હતી. બીએસઈમાં કુલ ટ્રેડિંગ થયેલી ૪૩૬૨ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૧૯૯૮  અને ઘટનારની સંખ્યા ૨૧૮૧ રહી હતી.

સુમીટોમો કેમિકલ્સ, નેટવેબ, બ્લેક બોક્સ, ક્વેસ, ગ્રેબિયલ ઈન્ડિયા, એચસીસી, ટાટા ટેકનોલોજી વધ્યા

ખરાબ બજારે આજે એ ગુ્રપના વધનાર પ્રમુખ સેરોમાં સુમીટોમો કેમિકલ્સ રૂ.૨૮.૫૦ વધીને રૂ.૪૭૭.૨૫, નેટવેબ રૂ.૨૪૫.૨૫ વધીને રૂ.૪૧૭૬.૨૦, બ્લેક બોક્સ રૂ.૪૦.૮૫ વધીને રૂ.૭૦૨.૦૫, ક્વેસ રૂ.૧૨ વધીને રૂ.૨૨૩.૫૦, ગ્રેબિયલ ઈન્ડિયા રૂ.૫૬.૬૫ વધીને રૂ.૧૦૮૪.૪૫, ઈલેક્ટ્રોસ્ટીલ કાસ્ટ રૂ.૪.૮૧ વધીને રૂ.૯૩.૩૨, એચસીસી રૂ.૧.૨૧ વધીને રૂ.૨૩.૫૮, ટાટા ટેકનોલોજી રૂ.૩૧.૭૫ વધીને રૂ.૬૨૩.૦૫, સ્ટરલાઈટ ટેકનોલોજી રૂ.૧૫.૪૫ વધીને રૂ.૩૨૫.૦૫, પોલીમેડ રૂ.૭૬ વધીને રૂ.૧૬૦૦.૧૫ રહ્યા હતા.

FPIs/FIIની કેશમાં રૂ.૩૬૨૨ કરોડના ચોખ્ખી વેચવાલી : DIIની રૂ.૨૬૦૩ કરોડની ચોખ્ખી ખરીદી

ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝની આજે-મંગળવારે કેશ સેગ્મેન્ટમાં રૂ.૩૬૨૧.૫૮  કરોડના શેરોની ચોખ્ખી  વેચવાલી  કરી હતી. કુલ રૂ.૧૦,૩૯૨.૯૧ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૪,૦૧૪.૪૯ કરોડની વેચવાલી કરી હતી. જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો-ડીઆઈઆઈની આજે રૂ.૨૬૦૨.૬૨ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી રહી હતી. કુલ રૂ.૧૬,૨૩૪.૩૧ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૩,૬૩૧.૬૯ કરોડની વેચવાલી કરી હતી.

શેરોમાં રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૪૩ હજાર કરોડ ઘટીને રૂ.૪૬૬.૮૧ લાખ કરોડ

સેન્સેક્સ, નિફટીમાં નરમાઈ સામે સ્મોલ, મિડ કેપ શેરોમાં પસંદગીનું આકર્ષણ અને એ ગુ્રપના શેરોમાં આકર્ષણે આજે રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં મર્યાદિત રૂ.૪૩ હજાર કરોડ ઘટીને રૂ.૪૬૬.૮૧  લાખ કરોડ રહ્યું હતું.

Next Post
પાલિતાણા-બાંદ્રા વચ્ચે સ્પેશિયલ ટ્રેન દોડાવાશે | Special train will be run between Palitana Bandra

પાલિતાણા-બાંદ્રા વચ્ચે સ્પેશિયલ ટ્રેન દોડાવાશે | Special train will be run between Palitana Bandra

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

શ્રીમતી ગાંધી મહિલા કૉલેજના પાવન પરિસરમાં “રાસરાત્રી મહોત્સવ 2026” ની શાનદાર ઉજવણી

શ્રીમતી ગાંધી મહિલા કૉલેજના પાવન પરિસરમાં “રાસરાત્રી મહોત્સવ 2026” ની શાનદાર ઉજવણી

આરોગ્ય ક્ષેત્રે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાનો મોટો નિર્ણય: સરકારી હોસ્પિટલો માટે ₹૮.૮૫ કરોડથ…

આરોગ્ય ક્ષેત્રે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાનો મોટો નિર્ણય: સરકારી હોસ્પિટલો માટે ₹૮.૮૫ કરોડથ…

Meethe Mein Kya Hai Poster Out: Radhika Bansal’s Feel-Good Diwali Drama Starring Ritwik Bhowmik, Roh…

Meethe Mein Kya Hai Poster Out: Radhika Bansal’s Feel-Good Diwali Drama Starring Ritwik Bhowmik, Roh…

“I’M ALWAYS DRAWN TO STORIES THAT HAVE DEPTH AND MEANING”: PRIYANKA CHOPRA JONAS ON BACKING HUNKKAAR…

“I’M ALWAYS DRAWN TO STORIES THAT HAVE DEPTH AND MEANING”: PRIYANKA CHOPRA JONAS ON BACKING HUNKKAAR…

Recent News

Youtube

  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
  • 13 વર્ષ સુધી કોમામાં રહ્યા બાદ હરીશ રાણાએ દુનિયાને અલવિદા કહ્યું, ઈચ્છામૃત્યુની મંજૂરી બાદ AIIMSમાં …

    0 shares
    Share 0 Tweet 0
શ્રીમતી ગાંધી મહિલા કૉલેજના પાવન પરિસરમાં “રાસરાત્રી મહોત્સવ 2026” ની શાનદાર ઉજવણી
GUJARAT

શ્રીમતી ગાંધી મહિલા કૉલેજના પાવન પરિસરમાં “રાસરાત્રી મહોત્સવ 2026” ની શાનદાર ઉજવણી

શ્રીમતી આર.ડી.ગાર્ડી ભાવનગર સ્ત્રી. કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી એન.સી.ગાંધી અને શ્રીમતી બી.વી.ગાંધી મહિલા આર્ટ્‍સ અને કોમર્સ કૉલેજ ભાવનગર ખાતે તા.14-10-2026...

Read more

આરોગ્ય ક્ષેત્રે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાનો મોટો નિર્ણય: સરકારી હોસ્પિટલો માટે ₹૮.૮૫ કરોડથ…

Meethe Mein Kya Hai Poster Out: Radhika Bansal’s Feel-Good Diwali Drama Starring Ritwik Bhowmik, Roh…

“I’M ALWAYS DRAWN TO STORIES THAT HAVE DEPTH AND MEANING”: PRIYANKA CHOPRA JONAS ON BACKING HUNKKAAR…

નવનાદમાં પ્રથમ ‘ૐ કાર’ પ્રણવનાદ, જે ૐકારેશ્વરનો નાદ – શ્રી મોરારિબાપુ

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In