• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, May 10, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

નવા સપ્તાહમાં સેન્સેક્સ 78111 ઉપર બંધ થતાં 79444 જોવાશે | The new week will see Sensex close at 7811…

satyasamachar by satyasamachar
May 10, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
નવા સપ્તાહમાં સેન્સેક્સ 78111 ઉપર બંધ થતાં 79444 જોવાશે | The new week will see Sensex close at 7811…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

તમિલનાડુમાં થલાપતિનો રાજ્યાભિષેક: વિજયે શપથ તો લીધા પણ હજુ ‘અગ્નિપરીક્ષા’ બાકી! | tamil nadu politic…

તમિલનાડુમાં થલાપતિનો રાજ્યાભિષેક: વિજયે શપથ તો લીધા પણ હજુ ‘અગ્નિપરીક્ષા’ બાકી! | tamil nadu politic…

LPG સબસિડી બંધ! ₹10 લાખથી વધુ આવક ધરાવતા પરિવારોને ઇન્ડેનની નોટિસ, જાણો નવો નિયમ | Notice Issued to …

LPG સબસિડી બંધ! ₹10 લાખથી વધુ આવક ધરાવતા પરિવારોને ઇન્ડેનની નોટિસ, જાણો નવો નિયમ | Notice Issued to …

બંગાળમાં ભાજપ સામે ભૂંડી હાર બાદ મમતાના મિજાજ ઢીલાં પડ્યાં, ભાજપને રોકવા ડાબેરીઓ સાથે મિલાવશે હાથ! |…

બંગાળમાં ભાજપ સામે ભૂંડી હાર બાદ મમતાના મિજાજ ઢીલાં પડ્યાં, ભાજપને રોકવા ડાબેરીઓ સાથે મિલાવશે હાથ! |…

Load More

મુંબઈ : ઈરાન-અમેરિકા યુદ્વના અંત નજીક હોવાનું વારંવાર કહી અમેરિકી પ્રમુખ ટ્રમ્પ બીજી ઘડીએ જ ફેરવી તોળીને ઈરાન શરતો નહીં માનતું હોવાનું અને હવે ઈરાન પર અત્યંત ખતરનાક હુમલા કરીને પાયમાલ કરી દેવાની વાત કરતાં રહી સતત વિશ્વ અને વૈશ્વિક બજારોને અનિશ્ચિતતામાં રાખી રહ્યા છે. ઈરાન પણ ટ્રમ્પના દબાણમાં નહીં આવીને તમામ શરતો નહીં માનવાનું કહી અત્યારે બન્ને એકબીજા પર ફરી હુમલા કરી રહ્યા છે. ઈરાન યુદ્વ  ફરી કેટલું આક્રમક બનશે એ હજુ અનિશ્ચિત હોવા સાથે હવે સખ્ત હીટવેવ અને ચોમાસું પણ સામાન્યથી નબળું રહેવાના અંદાજોએ નેગેટીવ પરિબળો છે. યુદ્વને લઈ અત્યારે ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ હજુ ઊંચા પ્રવર્તિ રહ્યા હોઈ ભારતનું આયાત બિલ એમ પણ વધી ગયું છે, એવામાંરૂપિયા સામે અમેરિકી ડોલરની મજબૂતીએ આયાતને વધુ મોંઘી બનાવી છે, ત્યારે આગામી દિવસોમાં પેટ્રોલ, ડિઝલના ભાવમાં વધારો અનિવાર્ય મનાતો હોઈ બજારમાં આંચકા આવી શકે છે. અલબત ઈરાન-અમેરિકા વચ્ચે કોઈ ડિલ થઈ જવાના સંજોગોમાં બજાર યુ-ટર્ન બતાવી શકે છે. વૈશ્વિક મોરચે યુદ્વના અંત માટેની કોઈ ડિલની સ્થિતિમાં અને સ્થાનિકમાં રાજયોની ચૂંટણીઓમાં ભાજપના વિજયને લઈ આગામી સપ્તાહમાં બજારમાંઆરંભ પોઝિટીવ જોવાઈ શકે છે. આગામી સપ્તાહમાં નિફટી સ્પોટ  ૨૩૮૮૮ની ટેકાની સપાટીએ ૨૪૪૪૪ ઉપર બંધ થતાં ૨૪૫૫૫ અને સેન્સેક્સ ૭૬૬૬૬ના સપોર્ટે ૭૮૧૧૧ ઉપર બંધ થતાં ૭૯૪૪૪ જોવાઈ શકે છે.

અર્જુનની આંખે : AGI GREENPAC LIMITED

બીએસઈ (૫૦૦૧૮૭), એનએસઈ (AGI) લિસ્ટેડ, રૂ.૨ પેઈડ-અપ, એજીઆઈ ગ્રીનપેક લિમિટેડ(AGI GREENPAC LIMITED) એક સસ્ટેનેબલ પેકેજિંગ પ્રોડક્ટસ કંપની છે. જે ગ્લાસ કન્ટેનર, પીઈટી બોટલ્સ, ઈન્જેકશન મોલ્ડિંગ પ્રોડક્ટસ તેમ જ એન્ટિ-કાઉન્ટરફેઈટિંગ સિક્યુરિટી કેપ્સ અને ક્લોઝર્સ સહિત વિવિધ પેકેજિંગ પ્રોડક્ટસનું ઉત્પાદન અને વેચાણ કરે છે. કંપનીના ભારતમાં સાત પ્લાન્ટ છે, જે તેલંગણા, ઉત્તરાખંડ અને કર્ણાટકમાં સ્થિત છે. ગુણવતા, નવીનતા, ટકાઉપણું અને ગ્રાહક સેવા પર ધ્યાન કેન્દ્રિત કરીને, એજીઆઈ ગ્રીનપેક વૈશ્વિક સ્તરે ટકાઉ અને વિશ્વસનીય પેકેજિંગ સોલ્યુશન્સ શોધતા ૫૦૦થી વધુ સંસ્થાકીય ગ્રાહકો મેટા વિશ્વસનીય ભાગીદાર છે. કંપનીના ત્રણ બિઝનસ યુનિટો : એજીઆઈ ગ્લાસપેક, એજીઆઈ ક્લોઝર્સ અને એજીઆઈ પ્લાસ્ટેક છે. એજીઆઈજીએલ ગ્લાસ કન્ટેનર, સ્પેશ્યાલિટી ગ્લાસ, પીઈટી બોટલ્સ અને સિક્યુરિટી કેપ્સ અને ક્લોઝર સહિત વિવિધ પેકેજિંગ ઉત્પાદનોનું ઉત્પાદન કરે છે, જે ૧૭થી ૨૦ ટકા બજાર હિસ્સો ધરાવે છે, જે તેને  સ્થાપિત ક્ષણતા દ્વારા ભારતના સંગઠિત ગ્લાસ પેકેજિંગ ઉદ્યોગમાં બીજા ક્રમની સૌથી મોટી સાહસિક બનાવે છે. કંપની ગ્લાસ કન્ટેનર્સ માટે એજીઆઈ બ્રાન્ડ, પીઈટી બોટલ અને પ્લાસ્ટિક ઉત્પાદનો માટે જીપી બ્રાન્ડ અને સિક્યુરિટી કેપ્સ અને ક્લોઝર માટે એજીઆઈ ક્લોઝર હેઠળ પેકેજિંગ ઉત્પાદનોનું વેચાણ કરે છે.

એજીઆઈ ગ્લાસપેક એ સસ્ટેનેબલ-ટકાઉ ગ્લાસ પેકેજિંગ સોલ્યુશન્સની અગ્રણી પ્રદાતા છે અને વિવિધ ઉદ્યોગો માટે ઉચ્ચ-ગુણવતાવાળી કાચની બોટલોના સંશોધન, ડિઝાઈન, ડેવલપમેન્ટ, ઉત્પાદન અને પુરવઠામાં નિષ્ણાત છે. કંપની પાસે ૨૦૦૦ ટનથી વધુની દૈનિક ક્ષમતા છે, જે ૧.૫ મિલી થી ૬૦૦૦ મિલી સુધીની બોટલોનું ઉત્પાદન કરે છે. કંપની કન્ટેનર અને બોટલ, ફૂડ જાર, પરફ્યુમરી, કોસ્મેટિક વગેરેનું ઉત્પાદન કરે છે. એજીઆઈ પ્લાસ્ટેક એ ઉચ્ચ-ગુણવત્તાવાળા પીઈટી પેકેજિંગ સોલ્યુશન્સની અગ્રણી સપ્લાયર છે. જે ફાર્માસ્યુટિકલ્સ, આલ્કોહોલિક બિવરેજીસ, ફૂડ અને સોફ્ટ ડ્રિંક્સ, પર્સનલ કેર, એગ્રોકેમિકલ્સ અને ડેરી સહિતના વિવિધ ઉદ્યોગોને પૂરી પાડે છે. જેમાં ભારતમાં ત્રણ વ્યુહાત્મક રીતે સ્થિત પ્લાન્ટો અને વાર્ષિક ક્ષમતા ૧૧,૮૯૨ ટનની છે. કંપની પીઈટી બોટલ, હાઈ ડેન્સિટી પોલીઈથીલીન (એચડીપીઈ) બોટલ, પોલીપ્રોલીન (પીપી) ઉત્પાદનોનું ઉત્પાદન કરે છે.

એજીઆઈ ક્લોઝર્સ આલ્કોહોલિક બિવરેજીસ ઉદ્યોગ માટે ઉચ્ચ-ગુણવત્તાવાળા, નકલી પ્રતિરોધક સુરક્ષા કેપ્સ અને ક્લોઝર્સનું ઉત્પાદન કરવામાં નિષ્ણાંત છે. કંપની લાકડાના કેપ્સ, ક્લોઝર્સ અને ટી કોર્કસનો કલાત્મક સંગ્રહ પણ બનાવે છે, જે પરફ્યુમ અને ટોપ સેલ્ફ લિકરના બ્રાન્ડ્સમાં ટકાઉપણું અને વૈભવિતા ઉમેરે છે. આ પ્લાન્ટ વાર્ષિક ધોરણે એક અબજથી વધુ કેપ્સ અને ક્લોઝર્સનું ઉત્પાદન કરે છે, જેમાં મોટા અને નાના બન્ને કદનો સમાવેશ થાય છે. એજીઆઈ ક્લોઝર્સ : કાઉન્ટરફેઈટ-નકલી પ્રતિરોધક સુરક્ષા કેપ્સ અને ક્લોઝર્સ.

પ્રમુખ ગ્રાહકો : વૈવિધ્યીકૃત સંસ્થાકીય ગ્રાહકોમાં પ્રમુખ અબોટ, બિરા, અબિનવ, એપેક્સ, બાકાર્ડિ, કાલર્સબર્ગ, કેવિનકેર, સીસીએલ પ્રોડક્ટસ, કોકા-કોલા, ડાબર, ડિઆજીઓ, ડો.રેડ્ડીઝ, ફેરટેલ્લિ, ગ્લેનમાર્ક, ગ્લેક્સસ્મિથક્લાઈન, હેરિટેજ, હિન્દુસ્તાન યુનિલિવર, કેપિટલ ફૂડ્સ, કાલ્સ ડિસ્ટિલરીઝ પ્રા. લિ., કોલેમેન, મર્ક, નેસ્ટી ન્યુટ્રીશન, પાર્લે એગ્રો, પ્રિયા ધ જોય ઓફ ગુડ ટેસ્ટ, પર્નોડ રિકાર્ડ, ફાઈઝર, રેઈટઝેલ, રેડિકો ખૈતાન, રેકિટ બેન્કિશેર, સુલા, સન ફાર્મા, સબ મિલર, ટુબોર્ગ, તિલકનગર ઈન્ડસ્ટ્રીઝ, ધ ગ્લોબલ ગ્રીન કંપની, થર્મો ફિશર, યુબી, યુનાઈટેડ સ્પિરિટ્સ, કિંગફિશર અને વેનેશા સહિત છે.

બિઝનેસ વર્ટિકલ્સ : (એ) પેકેજિંગ પ્રોડક્ટ ડિવિઝન : જેમાં કન્ટેનર અને સ્પેશ્યાલિટી ગ્લાસ બિઝનેસ, પીઈટી બોટલ્સ બિઝનેસ અને સિક્યોરિટી કેપ્સ અને ક્લોઝર બિઝનેસનો સમાવેશ થાય છે. (બી) ઈન્વેસ્ટમેન્ટ પ્રોપર્ટી : આ ડિવિઝનમાં કંપનીની માલિકીની અને લીઝ પર આપવામાં આવેલી જમીન અને બિલ્ડિંગોનો સમાવેશ થાય છે. (સી) અન્ય : કંપની વિન્ડ પાવર ઉત્પાદન અને અન્ય પ્રવૃતિઓમાં પણ કામ કરે છે.

મેન્યુફેકચરીંગ સવલતો : કંપની પાસે તેલંગણામાં સનથનગર અને ભોંગીરમાં બે ગ્લાસ કન્ટેનર સુવિધાઓ, તેલંગણામાં ભોંગીરમાં એક સ્પેશ્યાલિટી ગ્લાસ પ્રોડક્શન પ્લાન્ટ, ત્રણ પીઈટી બોટલ પ્રોડક્ટસ, ઉત્તરાખંડમાં સેલાકી, કર્ણાટકમાં ધારવાડ અને તેલંગણામાં સાંગારેડ્ડી તેમ જ તેલંગણામાં એક સિક્યોરિટી કેપ્સ અને ક્લોઝર સુવિધા છે.

મેન્યુફેકચરીંગ ક્ષમતા : ગ્લાસ પેકેજિંગ માટે ૧૭૫૪ ટીપીડી, પ્લાસ્ટિક પેકેજિંગ માટે ૧૦,૨૫૬ ટીપીએ, ૭૮૦ મિલિયન નાના કેપ્સ, ૧૩૨ મિલિયન મોટા કેપ્સ. કંપનીના પ્લાન્ટ પાંચ મિલી થી ૪૦૦૦ મિલી ગ્લાસની બોટલો અને ૧૦ મિલી થી ૧૦ લિટર પીઈટી બોટલો વિવિધ આકરો, કદ અને રંગોમાં બનાવવા માટે સજ્જ છે. પેકેજિંગ ઉત્પાદન આવક મિક્સ : ફૂડ અને બિવરેજીસ ૧૮ ટકા, આલ્કોહોલિક બિવરેજીસ ૭૫ ટકા, ફાર્માસ્યુટિકલ્સ ૭ ટકા. સેગ્મેન્ટ આવક : પેકેજિંગ ઉત્પાદનો ૯૭ ટકા, ઈન્વેસ્ટમેન્ટ પ્રોપર્ટી ૧ ટકા, અન્ય બે ટકા. ભૌગોલિક આવક વિભાજન : નિકાસ ૩ ટકા અને સ્થાનિક ૯૭ ટકા.

નાણાકીય વર્ષ ૨૦૨૬ના પ્રમુખ મુદ્દાઓ : કન્ટેઈનર ગ્લાસ પ્રોજેક્ટ ક્ષમતાને ૧૯૦૦ ટીપીડીથી વધારીને, સફળતાપૂર્વક કાર્યરત કરવામાં આવ્યો છે, જેમાં સ્પેશ્યાલિટી ગ્લાસ વિસ્તરણ ૨૦૦ ટીપીડી સુધી પૂર્ણ થયું છે, જેનાથી એકંદર ક્ષમતામાં વધારો થયો છે. મધ્ય પ્રદેશમાં કંપની ૫૦૦ ટીપીડી ગ્રીનફિલ્ડ કન્ટેનર ગ્લાસ પ્લાન્ટનું નિર્માણ કરવાની યોજના મુજબ આગળ વધી રહી છે. સિવિલ કાર્યો ચાલુ છે, મશીનરી પ્રાપ્તિ અને મુખ્ય સાધનો કોન્ટ્રાક્ટિંગ આગળના તબક્કામાં છે, નિયમનકારી મંજૂરીઓ સમાંતર રીતે સુરક્ષિત કરવામાં આવી રહી છે. આ સુવિધા માર્ચ ૨૦૨૭માં કાર્યરત થવા માટે ટ્રેક પર છે અને વર્તમાન ગ્લાસ કન્ટેનર ક્ષમતામાં ૨૫ ટકા ઉમેરો થશે, જેનાથી ઉત્તર ભારતમાં કંપનીની પહોંચ વધુ ગાઢ બનશે. એલ્યુમીનિયમ બિવરેજીસ કેન બજારમાં એજીઆઈનો વ્યુહાત્મક પ્રવેશ સમય મુજબ આગળ વધી રહ્યો છે. વાર્ષિક ક્ષમતા ૧.૬ અબજ કેન છે. હાલમાં સાધનો પ્રાપ્તિના અંતિમ તબક્કામાં છે. આ પોર્ટફોલિયો વૈવિધ્યિકરણ કંપનીના મુખ્ય ગ્રાહક જોડાણોને મજબૂત બનાવે છે.

મેન્યુફેકચરીંગ સવલતો : (૧) ગ્લાસ પેકેજિંગ : કન્ટેઈનર ગ્લાસ સવલતો : સનથનગર-તેલંગણામાં દૈનિક ૮૦૦ ટન, ભોંગીર-તેલંગણામાં દૈનિક ૧૧૦૦ ટન છે. (૨) સ્પેશ્યાલિટી ગ્લાસ સવલત : ભોંગીર-તેલંગણામાં દૈનિક ૧૬૦ ટન. (૩) કેપ્સ અને કલોઝર્સ : સાંગારેડ્ડી-તેલંગણામાં વાર્ષિક ૧૧૫.૪ કરોડ નંગ (લાર્જ અને સ્મોલ કેપ્સ).

ક્યા ઉદ્યોગો : બિવરેજીસ, લિકર, વાઈન, બિયર, ફાર્માસ્યુટિકલ્સ કોસ્મેટિક, પર્સનલ કેર હોસ્પિટાલિટી, સ્પિરિટ્સ, એફએમસીજી, ડેરી.

કોન્સોલિડેટેડ નાણાકીય પરિણામો :

(૧) અપેક્ષિત પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૨૫થી માર્ચ ૨૦૨૬ :

કુલ આવક રૂ.૨૭૬૦ કરોડ મેળવી, કરવેરા પૂર્વેનો નફો રૂ.૪૬૬ કરોડ અને નેટ પ્રોફિટ માર્જિન-એનપીએમ ૧૨.૭૫ ટકા થકી ચોખ્ખો નફો રૂ.૩૫૨  કરોડ થકી શેર દીઠ આવક-ઈપીએસ રૂ.૫૪.૩૫ હાંસલ કરી છે.

(૨) અપેક્ષિત પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૨૬થી માર્ચ ૨૦૨૭ :

અપેક્ષિત કુલ આવક રૂ.૩૦૦૦ કરોડ મેળવી  કરવેરા પૂર્વેનો નફો રૂ.૫૭૦ કરોડ અને અપેક્ષિત નેટ પ્રોફિટ માર્જિન-એનપીએમ ૧૪.૪૩ ટકા થકી અપેક્ષિત ચોખ્ખો નફો રૂ.૪૩૩ કરોડ મેળવી શેર દીઠ આવક-ઈપીએસ રૂ.૬૭ અપેક્ષિત છે.

બુક વેલ્યુ :  માર્ચ ૨૦૨૩ના રૂ.૨૪૮, માર્ચ ૨૦૨૪ના રૂ.૨૮૦, માર્ચ ૨૦૨૫ના રૂ.૩૨૪, માર્ચ ૨૦૨૬ના રૂ.૩૬૮, અપેક્ષિત માર્ચ ૨૦૨૭ના રૂ.૪૩૫

ડિવિડન્ડ : વર્ષ ૨૦૨૨માં ૨૫૦ ટકા, વર્ષ ૨૦૨૩માં ૨૫૦ ટકા, વર્ષ ૨૦૨૪માં ૩૦૦ ટકા, વર્ષ ૨૦૨૫માં ૩૫૦ ટકા, વર્ષ ૨૦૨૬માં ૩૫૦ ટકા

બોનસ શેર ઈસ્યુ : વર્ષ ૧૯૯૬માં ૧:૪, વર્ષ ૧૯૭૦માં ૧:૨, વર્ષ ૧૯૮૧માં ૧:૩, વર્ષ ૧૯૮૮માં ૧:૨, વર્ષ ૨૦૦૪માં ૨:૩ શેર બોનસ.

આવક  : નાણા વર્ષ ૨૦૨૧માં રૂ.૧૨૬૦ કરોડ, નાણા વર્ષ ૨૦૨૨માં રૂ.૧૪૩૦ કરોડ, નાણા વર્ષ ૨૦૨૩માં રૂ.૨૨૮૧ કરોડ, નાણા વર્ષ ૨૦૨૪માં રૂ.૨૪૧૮ કરોડ, નાણા વર્ષ ૨૦૨૫માં રૂ.૨૫૨૯ કરોડ

આરઓસીઈ : નાણા વર્ષ ૨૦૨૧માં ૮ ટકા, નાણા વર્ષ ૨૦૨૨માં ૭ ટકા, નાણા વર્ષ ૨૦૨૩માં ૧૪ ટકા, નાણા વર્ષ ૨૦૨૪માં ૧૬ ટકા, નાણા વર્ષ ૨૦૨૫માં ૧૭ ટકા

ઈબીઆઈટીડીએ (માર્જિન ) : નાણા વર્ષ ૨૦૨૧માં રૂ.૨૮૦ કરોડ(૨૨ ટકા), નાણા વર્ષ ૨૦૨૨માં રૂ.૩૦૭ કરોડ (૨૧ ટકા), નાણા વર્ષ ૨૦૨૩માં રૂ.૪૮૮ કરોડ (૨૧ ટકા), નાણા વર્ષ ૨૦૨૪માં રૂ.૫૮૮ કરોડ (૨૪ ટકા), નાણા વર્ષ ૨૦૨૫માં રૂ.૬૮૯ કરોડ (૨૭ ટકા).

ઈબીઆઈટી (માર્જિન) : નાણા વર્ષ ૨૦૨૧માં રૂ.૧૮૬ કરોડ(૧૫ ટકા), નાણા વર્ષ ૨૦૨૨માં રૂ.૨૦૭ કરોડ(૧૪ ટકા), નાણા વર્ષ ૨૦૨૩માં રૂ.૩૬૧ કરોડ(૧૬ ટકા), નાણા વર્ષ ૨૦૨૪માં રૂ.૪૨૭ કરોડ(૧૮ ટકા), નાણા વર્ષ ૨૦૨૫માં રૂ.૫૧૨ કરોડ(૨૦ ટકા).

પીબીટી (સીએજીઆર) : નાણા વર્ષ ૨૦૨૧માં રૂ.૧૫૩ કરોડ(૧૨ ટકા), નાણા વર્ષ ૨૦૨૨માં રૂ.૧૭૯ કરોડ(૧૩ ટકા), નાણા વર્ષ ૨૦૨૩માં રૂ.૩૦૪ કરોડ(૧૩ ટકા), નાણા વર્ષ ૨૦૨૪માં રૂ.૩૪૦ કરોડ(૧૪ ટકા), નાણા વર્ષ ૨૦૨૫માં રૂ.૪૨૭ કરોડ(૧૭ ટકા).

પીએટી (સીએજીઆર) : નાણા વર્ષ ૨૦૨૧માં રૂ.૧૧૫ કરોડ(૯ ટકા), નાણા વર્ષ ૨૦૨૨માં રૂ.૧૧૬ કરોડ(૮ ટકા), નાણા વર્ષ ૨૦૨૩માં રૂ.૨૪૯ કરોડ(૧૧ ટકા), નાણા વર્ષ ૨૦૨૪માં રૂ.૨૫૧ કરોડ(૧૦ ટકા), નાણા વર્ષ ૨૦૨૫માં રૂ.૩૨૨ કરોડ(૧૩ ટકા).

આમ(૧) લેખક ઉપરોકત કંપનીના શેરમાં કોઈ રોકાણ ધરાવતા નથી. લેખકના રીસર્ચ માટેના સ્ત્રોતોનું અંગત પ્રત્યક્ષ કે પરોક્ષ હિત-રોકાણ હોઈ શકે છે. કોઈપણ રોકાણ નિર્ણય લેતાં પહેલા ક્વોલિફાઈડ ઈન્વેસ્ટમેન્ટ ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ લેવી. રોકાણ પર સંભવિત કોઈ નુકશાની માટે લેખક, ગુજરાત સમાચાર કે અન્ય કોઈપણ વ્યક્તિ જવાબદાર રહેશે નહીં.(૨) એજીઆઈ ગ્રીનપેક લિમિટેડ, ગ્લાસ પેકેજિંગ ઉદ્યોગમાં ૧૯ ટકા બજાર હિસ્સો ધરાવતી, પાંચ બોનસ ઈસ્યુ થકી ૩૪ ટકા બોનસ ઈક્વિટી ધરાવતી, પૂર્ણ વર્ષ ૨૦૨૬-૨૭માં અપેક્ષિત ઈપીએસ રૂ.૬૭, અપેક્ષિત બુક વેલ્યુ રૂ.૪૩૫ સામે શેર રૂ.૬૩૦ ભાવે ઉદ્યોગના સરેરાશ ૨૪ના પી/ઈ સામે ૯.૪૦ના પી/ઇએ ટ્રેડ થઈ રહ્યો છે.

Next Post
આરોગ્ય વીમા ક્ષેત્રની પ્રીમિયમ આવક ગત નાણાં વર્ષમાં રૂ. 1.40 લાખ કરોડ | Premium income of health ins…

આરોગ્ય વીમા ક્ષેત્રની પ્રીમિયમ આવક ગત નાણાં વર્ષમાં રૂ. 1.40 લાખ કરોડ | Premium income of health ins...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

તમિલનાડુમાં થલાપતિનો રાજ્યાભિષેક: વિજયે શપથ તો લીધા પણ હજુ ‘અગ્નિપરીક્ષા’ બાકી! | tamil nadu politic…

તમિલનાડુમાં થલાપતિનો રાજ્યાભિષેક: વિજયે શપથ તો લીધા પણ હજુ ‘અગ્નિપરીક્ષા’ બાકી! | tamil nadu politic…

LPG સબસિડી બંધ! ₹10 લાખથી વધુ આવક ધરાવતા પરિવારોને ઇન્ડેનની નોટિસ, જાણો નવો નિયમ | Notice Issued to …

LPG સબસિડી બંધ! ₹10 લાખથી વધુ આવક ધરાવતા પરિવારોને ઇન્ડેનની નોટિસ, જાણો નવો નિયમ | Notice Issued to …

બંગાળમાં ભાજપ સામે ભૂંડી હાર બાદ મમતાના મિજાજ ઢીલાં પડ્યાં, ભાજપને રોકવા ડાબેરીઓ સાથે મિલાવશે હાથ! |…

બંગાળમાં ભાજપ સામે ભૂંડી હાર બાદ મમતાના મિજાજ ઢીલાં પડ્યાં, ભાજપને રોકવા ડાબેરીઓ સાથે મિલાવશે હાથ! |…

વર્ષો સુધી સાથ આપ્યો તેની જ પીઠમાં કોંગ્રેસે છરો ભોંક્યો: PM મોદીના આકરા પ્રહાર | pm modi bengaluru …

વર્ષો સુધી સાથ આપ્યો તેની જ પીઠમાં કોંગ્રેસે છરો ભોંક્યો: PM મોદીના આકરા પ્રહાર | pm modi bengaluru …

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
તમિલનાડુમાં થલાપતિનો રાજ્યાભિષેક: વિજયે શપથ તો લીધા પણ હજુ ‘અગ્નિપરીક્ષા’ બાકી! | tamil nadu politic…
GUJARAT

તમિલનાડુમાં થલાપતિનો રાજ્યાભિષેક: વિજયે શપથ તો લીધા પણ હજુ ‘અગ્નિપરીક્ષા’ બાકી! | tamil nadu politic…

C. Joseph Vijay CM Oath: તમિલનાડુના રાજકારણમાં રવિવારનો દિવસ ઐતિહાસિક સાબિત થવા જઈ રહ્યો છે. તમિલગા વેટ્ટરી કઝગમના (TVK) વડા...

Read more

LPG સબસિડી બંધ! ₹10 લાખથી વધુ આવક ધરાવતા પરિવારોને ઇન્ડેનની નોટિસ, જાણો નવો નિયમ | Notice Issued to …

બંગાળમાં ભાજપ સામે ભૂંડી હાર બાદ મમતાના મિજાજ ઢીલાં પડ્યાં, ભાજપને રોકવા ડાબેરીઓ સાથે મિલાવશે હાથ! |…

વર્ષો સુધી સાથ આપ્યો તેની જ પીઠમાં કોંગ્રેસે છરો ભોંક્યો: PM મોદીના આકરા પ્રહાર | pm modi bengaluru …

હોર્મુઝમાં તણાવ વચ્ચે 20000 ભારતીય નાવિકો ફસાયા, NUSIએ વ્યક્ત કરી ગંભીર ચિંતા | indian seafarers str…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In