• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, May 11, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

પેટ્રોલ ડીઝલમાં ધરખમ ભાવ વધારાના એંધાણ | Fuel prices to rise sharply in petrol and diesel

satyasamachar by satyasamachar
May 11, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
પેટ્રોલ ડીઝલમાં ધરખમ ભાવ વધારાના એંધાણ | Fuel prices to rise sharply in petrol and diesel
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ઇરાન યુદ્ધને પગલે ક્રૂડનાં ભાવ લાંબા સમય સુધી ઉંચા રહી શકે ઃ એડીબી | adb forecast on indian gdp

જય શ્રી રામના નારા બંધ કરો, હું સૌનો મુખ્યમંત્રી : સુવેંદુના નવા સુર | Stop chanting Jai Shri Ram I …

મુખ્યમંત્રી બનતા જ જનનાયક વિજયે 200 યુનિટ વીજળી ફ્રી કરી | Jannayak Vijay made 200 units of electric…

Load More

– સરકારી ઓઇલ કંપનીઓને દૈનિક રૂ. 1700 કરોડ સાથે કુલ એક લાખ કરોડનું નુકસાન

– પેટ્રોલ-ડીઝલનો સંયમિત ઉપયોગ કરવા પીએમ મોદીની સલાહ : ઇરાન-અમેરિકા યુદ્ધ પછી દેશમાં પૂરતો જથ્થો હોવાની ખાતરી છતાં વપરાશ પર અંકુશની શક્યતા

– ક્રૂડ ઓઈલના ભાવમાં 50 ટકાના વધારા છતાં દેશમાં પેટ્રોલ-ડીઝલનો ભાવ બે વર્ષના જૂના સ્તરે : ઓઈલ કંપનીઓ

નવી દિલ્હી: મધ્ય-પૂર્વમાં અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે યુદ્ધના કારણે સર્જાયેલી ક્રુડ ઓઈલ કટોકટીના પગલે ભારતીય સરકારી ઓઈલ કંપનીઓને અઢી મહિનામાં પેટ્રોલ અને ડીઝલના વેચાણમાં એક લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. આ અહેવાલોથી ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં જંગી વધારાના ભણકારા વાગી રહ્યા છે. ક્રૂડ ઓઈલની કટોકટી સમયે મોટાભાગના દેશોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં જંગી વધારો થયો હતો, પરંતુ ભારતમાં પાંચ રાજ્યોની ચૂંટણીના કારણે ભાવ વધ્યા નહોતા. સરકારે દેશમાં પેટ્રોલ, ડીઝલ અને એલપીજીનો પર્યાપ્ત જથ્થો હોવાથી ભાવ વધારો નહીં થાય તેવી વારંવાર ખાતરી આપી હતી, પરંતુ હવે ચૂંટણી પરિણામો આવી ગયા છે ત્યારે પીએમ મોદીએ દેશવાસીઓને પેટ્રો પેદાશોના સંયમિત વપરાશની અપીલ કરતાં ભાવ વધારાની અટકળોને બળ મળ્યું છે.

મધ્ય-પૂર્વમાં અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે હાલ યુદ્ધવિરામ છે છતાં અમેરિકા અને ઈરાને હોર્મુઝની ખાડી પર પ્રભુત્વ જાળવવા મુદ્દે નાકાબંધી ચાલુ રાખતા વૈશ્વિક ઊર્જા કિંમતોમાં જંગી ઊછાળો થયો છે. ક્રૂડ ઓઈલના ભાવ પ્રતિ બેરલ ૭૦ ડોલરથી વધીને ૧૨૬ ડોલરના સ્તરે પહોંચી ગયા છે, જેની દેશમાં સરકારી પેટ્રોલિયમ કંપનીઓ પર વિપરિત અસર પડી રહી છે. 

ઈન્ડિયન ઓઈલ, હિન્દુસ્તાન પેટ્રોલિયમ અને ભારત પેટ્રોલિયમ જેવી સરકારી કંપનીઓ છેલ્લા ૧૦ સપ્તાહ એટલે કે અઢી મહિનાથી પેટ્રોલ, ડીઝલ અને રાંધણ ગેસનું વેચાણ બે વર્ષ જૂના સ્તર પર કરી રહી છે, જેથી તેમને દૈનિક રૂ.૧,૬૦૦થી રૂ. ૧,૭૦૦ કરોડનું નુકસાન થયા છે. આમ, સરકારી ઓઈલ કંપનીઓને છેલ્લા અઢી મહિનામાં અંદાજે રૂ. ૧ લાખ કરોડથી વધુનું નુકસાન થયું છે. વધુમાં પેટ્રોલ અને ડીઝલમાં ભાવ વધારો ટાળવા માટે સરકારે એક્સાઈઝ ડયુટીમાં રૂ. ૧૦નો ઘટાડો કર્યો હતો, જેથી સરકારને પ્રત્યેક મહિને રૂ. ૧૪,૦૦૦ કરોડનું નુકસાન થઈ રહ્યું છે. સરકારે પેટ્રોલ પર એક્સાઈઝ ડયુટી સેસ રૂ. ૧૩થી ઘટાડીને પ્રતિ લિટર રૂ. ૩ જ્યારે ડીઝલ પર રૂ. ૧૦ ઘટાડીને શૂન્ય કરી દીધું હતું. 

આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલના ભાવમાં ૫૦ ટકાનો વધારો થઈ ગયો છે. છતાં દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ બે વર્ષ જૂના સ્તરે સ્થિર છે. દિલ્હીમાં સાદું પેટ્રોલ પ્રતિ લીટર રૂ. ૯૪.૭૭ અને ડીઝલ પ્રતિ લીટર રૂ. ૮૭.૬૭ના દરે વેચાઈ રહ્યા છે.

 જોકે, અમેરિકા, ઈઝરાયેલ, ઈરાન યુદ્ધના કારણે માર્ચમાં રાંધણ ગેસના સિલિન્ડરના ભાવમાં રૂ. ૬૦નો વધારો કર્યો હતો, તેમ છતાં તેના ભાવ વાસ્તવિક ખર્ચ કરતા નીચા છે.

સરકારી ઓઈલ કંપનીના સૂત્રો મુજબ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારાનો નિર્ણય હવે સરકારના સ્તરે લેવાશે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો હવે લગભગ અનિવાર્ય થઈ ગયો છે, પરંતુ કેટલો ભાવ વધારો કરવો તેનો નિર્ણય સરકાર કરશે. સૂત્રો મુજબ ક્રૂડ ઓઈલનો ઊંચો ભાવ લાંબા સમય સુધી રહેશે તો ઓઈલ કંપનીઓ પર દબાણ વધશે. એવામાં સરકારે પેટ્રોલ અને ડીઝલમાં ભાવ વધારો કરવો જ પડશે.

દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે હૈદરાબાદમાં એક જાહેરસભામાં દેશવાસીઓને મધ્ય-પૂર્વના સંકટને ધ્યાનમાં રાખીને પેટ્રોલ, ડીઝલ અને રાંધણ ગેસ સહિતના પેટ્રો પેદાશોનો વપરાશ સંયમિત રીતે કરવા અપીલ કરી છે. તેમણે કહ્યું કે, આયાતી પેટ્રોલિયમ ઉત્પાદનોનો ઉપયોગ જરૂરિયાત મુજબ જ કરવો જોઈએ, કારણ કે તેનાથી વિદેશી ચલણની બચત થવાની સાથે મધ્ય-પૂર્વના યુદ્ધની પ્રતિકૂળ અસરોને પણ ઘટાડી શકાશે. પીએમ મોદીની દેશવાસીઓને આ અપીલથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારાની અટકળોને બળ મળ્યું છે.

Next Post
જય શ્રી રામના નારા બંધ કરો, હું સૌનો મુખ્યમંત્રી : સુવેંદુના નવા સુર | Stop chanting Jai Shri Ram I …

જય શ્રી રામના નારા બંધ કરો, હું સૌનો મુખ્યમંત્રી : સુવેંદુના નવા સુર | Stop chanting Jai Shri Ram I ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ઇરાન યુદ્ધને પગલે ક્રૂડનાં ભાવ લાંબા સમય સુધી ઉંચા રહી શકે ઃ એડીબી | adb forecast on indian gdp

ઇરાન યુદ્ધને પગલે ક્રૂડનાં ભાવ લાંબા સમય સુધી ઉંચા રહી શકે ઃ એડીબી | adb forecast on indian gdp

જય શ્રી રામના નારા બંધ કરો, હું સૌનો મુખ્યમંત્રી : સુવેંદુના નવા સુર | Stop chanting Jai Shri Ram I …

જય શ્રી રામના નારા બંધ કરો, હું સૌનો મુખ્યમંત્રી : સુવેંદુના નવા સુર | Stop chanting Jai Shri Ram I …

પેટ્રોલ ડીઝલમાં ધરખમ ભાવ વધારાના એંધાણ | Fuel prices to rise sharply in petrol and diesel

પેટ્રોલ ડીઝલમાં ધરખમ ભાવ વધારાના એંધાણ | Fuel prices to rise sharply in petrol and diesel

મુખ્યમંત્રી બનતા જ જનનાયક વિજયે 200 યુનિટ વીજળી ફ્રી કરી | Jannayak Vijay made 200 units of electric…

મુખ્યમંત્રી બનતા જ જનનાયક વિજયે 200 યુનિટ વીજળી ફ્રી કરી | Jannayak Vijay made 200 units of electric…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
ઇરાન યુદ્ધને પગલે ક્રૂડનાં ભાવ લાંબા સમય સુધી ઉંચા રહી શકે ઃ એડીબી | adb forecast on indian gdp
GUJARAT

નવી દિલ્હી,તા. ૧૦ અમેરિકા અને ઇરાન યુદ્ધની અસર વિશ્વ પર પડી છે અનેભવિષ્યમાં પણ તેની અસર જોવા મળશે. એશિયન ડેવલોપમેન્ટ...

Read more

જય શ્રી રામના નારા બંધ કરો, હું સૌનો મુખ્યમંત્રી : સુવેંદુના નવા સુર | Stop chanting Jai Shri Ram I …

પેટ્રોલ ડીઝલમાં ધરખમ ભાવ વધારાના એંધાણ | Fuel prices to rise sharply in petrol and diesel

મુખ્યમંત્રી બનતા જ જનનાયક વિજયે 200 યુનિટ વીજળી ફ્રી કરી | Jannayak Vijay made 200 units of electric…

સોમનાથ મંદિરના પુનઃ નિર્માણ 75 વર્ષ પૂર્ણ, આજે 11 તીર્થોના જળથી શિખર પર અભિષેક | 75 years of reconst…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In