![]()
સંજય કપૂરની માતા દ્વારા વધુ એક અરજી કરાઇ
સંજય કપૂરની પત્ની પ્રિયા કપૂરને પરિવારના ટ્રસ્ટના કામકાજમાં દખલ દેતા રોકવા, બોર્ડ મીટિંગમાં અટકાવવા પણ માગ
નવી દિલ્હી: ઉદ્યોગપતિ સંજય કપુરના મૃત્યુ બાદ હવે તેમની રૂ. 30 હજાર કરોડની સંપત્તિને લઇને પરિવારમાં ભારે વિવાદ ચાલી રહ્યો છે, જેને પગલે સુપ્રીમ કોર્ટે પણ કહેવુ પડયું હતું કે આ વિવાદ એટલો મોટો છે કે તેની સામે મહાભારત પણ ટુંકુ પડે. સંજય કુમારના પરિવાર દ્વારા અનેક અરજીઓ કોર્ટોમાં કરવામાં આવી છે, હવે તેમની માતા દ્વારા વધુ એક અરજી કરાતા આ મામલાની સુનાવણી દરમિયાન સુપ્રીમે મહાભારત અંગે ટિપ્પણી કરી હતી.
મંગળવારે સુપ્રીમ કોર્ટમાં સંજય કપૂરના ૮૦ વર્ષીય માતા રાની કપુરની અરજીની સુનાવણી થઇ હતી. જે દરમિયાન ન્યાયાધીશ જે. બી. પારડીવાલાએ ટિપ્પણી કરતા કહ્યું હતું કે મેદાનમાં ઉતરી ચુક્યા છીએ, મહાભારત પણ બહુ નાની લાગવા લાગશે.
અમે આ મામલે સુનાવણી કરીશું, જોકે હાલ સુપ્રીમ દ્વારા કોઇ આદેશ જારી નહોતો કરાયો અને ૧૪મીએ વધુ સુનાવણી નક્કી કરાઇ છે.
સુપ્રીમ કોર્ટમાં દાખલ નવી અરજીમાં રાની કપુરે કહ્યું હતું કે જ્યાંસુધી મધ્યસ્થતા ચાલી રહી છે ત્યાંસુધી પ્રિયા સચદેવ કપુર અને અન્ય લોકોને આરકે ફેમિલી ટ્રસ્ટના કામકાજમાં દખલ દેતા રોકવામાં આવે. ૧૮ મેના રોજ યોજાનારી બોર્ડની મીટિંગ પર પણ રોક લગાવવામાં આવે. આ મીટિંગ રઘુવંશી ઇન્વેસ્ટમેન્ટ પ્રાઇવેટ લિમિટેડને નોટિસ પર બોલાવવામાં આવી છે.
અરજીમાં દાવો કરવામાં આવ્યો છેકે આ મીટિંગનો મૂળ હેતુ બોર્ડમાં પોતાની પસંદગીના નવા ડાયરેક્ટર નિમવાનો છે. આ પહેલા ૨૭ એપ્રીલના રોજ પણ સંજય કુમારની મા દ્વારા અરજી કરાઇ હતી, જેના પર સુનાવણી દરમિયાન પ્રિયા કપુર અને અન્યોને નોટિસ મોકલવામાં આવી હતી. પ્રિયા કપુર સંજય કપુરના ત્રીજા પત્ની છે.















