
બીસીએ (બરોડા ક્રિકેટ એસોસિએશન)ની ચૂંટણીમાં ઉમેદવારોની યોગ્યતાના વિવાદને લઈને હાઈકોર્ટે અંતિમ ચૂકાદો ન આવે ત્યાં સુધી પરિણામો જાહેર ન કરવા તથા ડે-ટુ ડે કામકાજ માટે કેટલીક શરતો સાથે કેરટેકર બોડીની રચના કરી છે. દરમિયાન આજે બીસીએના વહીવટ અંગે સવાલો ઉઠાવી આરએસજે જુથ દ્વારા કોર્ટ ઓફ કન્ટેમ્પ્ટની પ્રક્રિયા હાથ ધરાઈછે. આરએસજે (રોયલ સત્યમેવ જયતે) જુથ દ્વારા જણાવાયું છે કે બીસીએના સીઈઓનો કાર્યકાળ પૂર્ણ થઈ ગયો હોવા છતાં તેઓ કાર્યરત છે. કેરટેકર બોડીની બેઠક બોલાવ્યા વિના નિર્ણયો થઈ રહ્યાં છે. માપદંડો અને યોગ્ય મંજુરી પ્રક્રિયા વિના ભારોભાર પ્રદર્શન બોનસ ચૂકવણીનો નિર્ણય થયો છે. ઉતાવળમાં ક્રિકેટ ટૂર્નામેન્ટસ્ યોજતા બીસીએ પર નાણાંકીય બોજા ઊભા થયા છે.
<a href=
<p>The post બીસીએના વહીવટમાં હાઈકોર્ટના નિર્દેશોનું ઉલ્લંઘન થયાના આક્ષેપ first appeared on gandhinagarmetro.com.</p>















