• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, October 4, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

સિલ્ક સ્ટૉલ, કેસર કેરી અને ભારતની અમર સંગીત રચનાઓ… જાણો PM મોદીએ મેલોનીને શું ભેટ આપી | pm modi gi…

satyasamachar by satyasamachar
May 21, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
સિલ્ક સ્ટૉલ, કેસર કેરી અને ભારતની અમર સંગીત રચનાઓ… જાણો PM મોદીએ મેલોનીને શું ભેટ આપી | pm modi gi…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

મંડળ રેલવે હોસ્પિટલ, ભાવનગર ખાતે HPV રસીકરણ અભિયાનનું સફળ આયોજન

મંડળ રેલવે હોસ્પિટલ, ભાવનગર ખાતે HPV રસીકરણ અભિયાનનું સફળ આયોજન

ગાંધી જયંતિ નિમિત્તે ભાવનગર મંડળમાં સ્વચ્છતા હી સેવા–2026 અંતર્ગત વ્યાપક સ્વચ્છતા અભિયાન

ગાંધી જયંતિ નિમિત્તે ભાવનગર મંડળમાં સ્વચ્છતા હી સેવા–2026 અંતર્ગત વ્યાપક સ્વચ્છતા અભિયાન

આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ પડધરી સામૂહિક આરોગ્ય કેન્દ્રની ઓચિંતી મુ…

આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ પડધરી સામૂહિક આરોગ્ય કેન્દ્રની ઓચિંતી મુ…

Load More

PM Modi gifts Giorgia Meloni: રાજદ્વારી સંબંધોમાં વૈશ્વિક પ્રોટોકોલની સાથે આત્મીયતા અને સાંસ્કૃતિક ગૌરવ ભળે છે, ત્યારે મુલાકાતો માત્ર ઔપચારિક નથી રહેતી, પણ યાદગાર બની જાય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તાજેતરમાં જ યુએઈ, નેધરલૅન્ડ, સ્વીડન, નોર્વે અને ઈટાલી સહિતના 5 દેશોના પ્રવાસથી પરત ફર્યા છે. આ પ્રવાસ દરમિયાન તેમણે વૈશ્વિક નેતાઓને ભારતની પ્રાચીન કલા, સમૃદ્ધ વારસો અને સ્વાદની એવી અનોખી સોગાદો આપી, જેની ચર્ચા આજે સોશિયલ મીડિયાથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરે થઈ રહી છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ‘મેલોડી’ અને ‘મેલોની’ની જુગલબંદી

વડાપ્રધાન મોદીની આ મુલાકાતનો સૌથી રસપ્રદ કિસ્સો ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની સાથે જોડાયેલો રહ્યો. સોશિયલ મીડિયા પર બંને નેતાઓનો એક વીડિયો જોરદાર વાયરલ થયો, જેમાં વડાપ્રધાન મોદીએ ઈટાલીના વડાપ્રધાન મેલોનીને ભારતની પ્રખ્યાત ‘મેલોડી ટોફી’નું પેકેટ ભેટમાં આપ્યું હતું. આ હળવાશભરી અને મીઠી ક્ષણે ઇન્ટરનેટ યુઝર્સના દિલ જીતી લીધા હતા.

આ મીઠાશ ઉપરાંત, વડાપ્રધાન મોદીએ ભારતીય કલાની ભવ્યતા દર્શાવતી અન્ય ખાસ વસ્તુઓ પણ ઈટાલીના નેતાઓને અર્પણ કરી હતી.

ઈટાલીના વડાપ્રધાનને આસામ અને મણિપુરની સિલ્ક સોગાદ

ઈટાલી ફેશન અને વૈભવી કાપડ માટે જાણીતું છે, તેથી વડાપ્રધાન મોદીએ ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીને ભારતની બે અજોડ સિલ્ક ભેટો આપી.

આસામનું શાહી ‘મુગા સિલ્ક’ સ્ટોલ: આ કાપડ તેની કુદરતી સોનેરી ચમક માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. અહોમ રાજવંશ(1228-1826)ના સમયથી આ રેશમ માત્ર રાજવીઓ માટે જ અનામત રાખવામાં આવતું હતું. તેની ખાસિયત એ છે કે તેને કોઈ કૃત્રિમ રંગ વગર તૈયાર કરવામાં આવે છે અને સમય સાથે તેની ચમક વધુ ઘાટી બને છે. વર્ષ 2007માં તેને GI ટેગ મળ્યો હતો. ભારત આખા વિશ્વમાં મુગા સિલ્કનું સૌથી મોટું ઉત્પાદક છે, જેમાં આસામ એકલું 95% હિસ્સો ધરાવે છે. રસપ્રદ વાત એ છે કે, જાપાન આ સિલ્કનો મોટો આયાતકાર છે, જ્યાં તેનો ઉપયોગ પરંપરાગત ‘કિમોનો’ ડ્રેસ બનાવવા થાય છે.

મણિપુરનું ‘શિનરુઈ લિલી’ સિલ્ક સ્ટોલ: આ સ્ટોલ મણિપુરના શિનરુઈ કાશોંગ શિખર પર ઉગતા એક અત્યંત દુર્લભ ફૂલથી પ્રેરિત છે. તાંગખુલ નાગા સમુદાય માટે આ ફૂલ પવિત્રતા અને ગૌરવનું પ્રતીક છે. ખાસ વાત એ છે કે લિલીનું ફૂલ ઈટાલિયન પુનરુજ્જીવન(Renaissance) કલામાં પણ સુંદરતાનું પ્રતીક ગણાય છે, જે બંને દેશોના સાંસ્કૃતિક તાર જોડે છે.

ઈટાલીના રાષ્ટ્રપતિને આગ્રાની પિએટ્રા ડુરા કલા અને સંગીતની ભેટ

વડાપ્રધાન મોદીએ ઈટાલીના રાષ્ટ્રપતિ સર્જિયો મેટારેલાને આગ્રાના માસ્ટર કારીગરો દ્વારા હાથથી તૈયાર કરાયેલું એક કિંમતી સફેદ આરસપહાણનું (માર્બલ) બોક્સ ભેટ આપ્યું. આ બોક્સ પર ‘પિએટ્રા ડુરા’ એટલે કે જડતર કામની પ્રાચીન કલાનો ઉપયોગ કરીને લેપિસ લાઝુલી, પીરોજ, માલાકાઇટ અને મોતી જેવા અર્ધ-કિંમતી પથ્થરોથી સુંદર ફ્લોરલ પેટર્ન કંડારવામાં આવી છે.

આ પણ વાંચો: પેટ્રોલ પંપ પર ઈંધણ આપવાની ના પાડી તો ખેર નથી! સરકારે આપ્યો કડક આદેશ

આ સુંદર માર્બલ બોક્સની અંદર ભારતીય શાસ્ત્રીય સંગીતની ધરોહર સમાન બે મહાનુભાવો ભારત રત્ન ‘પંડિત ભીમસેન જોશી’ અને સંયુક્ત રાષ્ટ્ર(UN)માં પરફોર્મ કરનાર પ્રથમ ભારતીય સંગીતકાર ભારત રત્ન ‘એમ.એસ. સુબ્બુલક્ષ્મી’ની અમર સંગીત રચનાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

યુએઈના રાષ્ટ્રપતિ માટે ભારતીય સ્વાદ: કેસર કેરી

સાંસ્કૃતિક ભેટોની સાથે સાથે ભારતના સ્વાદની સુવાસ પણ વિદેશમાં ફેલાઈ. વડાપ્રધાન મોદીએ સંયુક્ત આરબ અમીરાત(UAE)ના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાનને ભારતીય ફળોના રાજા ગણાતી પ્રખ્યાત ‘કેસર કેરી’ ભેટમાં આપીને બંને દેશોના સંબંધોમાં વધુ મીઠાશ ઉમેરી હતી.

વડાપ્રધાન મોદીના આ પાંચ દેશોના પ્રવાસે માત્ર રાજદ્વારી પ્રોટોકોલ જ પૂરા નથી કર્યા, પરંતુ ભારતના સ્થાનિક કારીગરોની કલા અને ‘વોકલ ફોર લોકલ’ ના મંત્રને વૈશ્વિક મંચ પર એક નવી ઓળખ આપી છે. ભેટમાં અપાયેલી આ દરેક વસ્તુ ભારતની વૈવિધ્યસભર એકતા અને ભવ્ય ઇતિહાસની સાક્ષી પૂરે છે.

Next Post
પેટ્રોલ પંપ પર ફ્યૂલ આપવાની ના પાડી તો ખેર નથી! સરકારે આપ્યો કડક આદેશ | no shortage of petrol diesel…

પેટ્રોલ પંપ પર ફ્યૂલ આપવાની ના પાડી તો ખેર નથી! સરકારે આપ્યો કડક આદેશ | no shortage of petrol diesel...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

મંડળ રેલવે હોસ્પિટલ, ભાવનગર ખાતે HPV રસીકરણ અભિયાનનું સફળ આયોજન

મંડળ રેલવે હોસ્પિટલ, ભાવનગર ખાતે HPV રસીકરણ અભિયાનનું સફળ આયોજન

ગાંધી જયંતિ નિમિત્તે ભાવનગર મંડળમાં સ્વચ્છતા હી સેવા–2026 અંતર્ગત વ્યાપક સ્વચ્છતા અભિયાન

ગાંધી જયંતિ નિમિત્તે ભાવનગર મંડળમાં સ્વચ્છતા હી સેવા–2026 અંતર્ગત વ્યાપક સ્વચ્છતા અભિયાન

આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ પડધરી સામૂહિક આરોગ્ય કેન્દ્રની ઓચિંતી મુ…

આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ પડધરી સામૂહિક આરોગ્ય કેન્દ્રની ઓચિંતી મુ…

Dhanush – Mammootty’s Pan-Indian Action Spectacle ‘OM’ to Release on November 20!

Dhanush – Mammootty’s Pan-Indian Action Spectacle ‘OM’ to Release on November 20!

Recent News

Youtube

  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
મંડળ રેલવે હોસ્પિટલ, ભાવનગર ખાતે HPV રસીકરણ અભિયાનનું સફળ આયોજન
GUJARAT

મંડળ રેલવે હોસ્પિટલ, ભાવનગર ખાતે HPV રસીકરણ અભિયાનનું સફળ આયોજન

HPV સંક્રમણથી બચાવ અને સર્વાઇકલ કેન્સરની રોકથામ અંગે જાગૃતિ વધારવાની પહેલ પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળમાં મહિલા આરોગ્ય તથા નિવારક તબીબી...

Read more

ગાંધી જયંતિ નિમિત્તે ભાવનગર મંડળમાં સ્વચ્છતા હી સેવા–2026 અંતર્ગત વ્યાપક સ્વચ્છતા અભિયાન

આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ પડધરી સામૂહિક આરોગ્ય કેન્દ્રની ઓચિંતી મુ…

Dhanush – Mammootty’s Pan-Indian Action Spectacle ‘OM’ to Release on November 20!

विनोद चौरसिया के निर्देशन में भोजपुरी फिल्म ‘सच की जीत’ की शूटिंग प्रतापगढ़ में कंप्लीट

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In