• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, September 17, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

હોર્મુઝ નહીં ખૂલે તો ક્રૂડ બેરલે 200 ડોલરને પાર જશે | If Hormuz does not open crude oil will cross 2…

satyasamachar by satyasamachar
May 23, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
હોર્મુઝ નહીં ખૂલે તો ક્રૂડ બેરલે 200 ડોલરને પાર જશે | If Hormuz does not open crude oil will cross 2…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

“પર્યાવરણ બચાવવાની પહેલ, ભવિષ્ય સંવારવાનો સંકલ્પ” શ્રીમતી લક્ષ્મીબેન એલ. કાકડિયા બી.એડ્. કૉલેજનો માજ…

“પર્યાવરણ બચાવવાની પહેલ, ભવિષ્ય સંવારવાનો સંકલ્પ” શ્રીમતી લક્ષ્મીબેન એલ. કાકડિયા બી.એડ્. કૉલેજનો માજ…

ભક્તરાજ દાદા ખાચર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ગઢડા ખાતે Research, Innovation and Extension Activity Gr…

ભક્તરાજ દાદા ખાચર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ગઢડા ખાતે Research, Innovation and Extension Activity Gr…

ભક્તરાજ દાદા ખાચર આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, ગઢડા (સ્વા.) ખાતે તા. 14/09/2026ના રોજ હિન્દી વિભાગ અને U…

ભક્તરાજ દાદા ખાચર આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, ગઢડા (સ્વા.) ખાતે તા. 14/09/2026ના રોજ હિન્દી વિભાગ અને U…

Load More

– ક્રૂડના ભાવ આકાશને આંબશે તો વિશ્વમાં મહામંદીની એનર્જી રિસર્ચ ફર્મ વુડ મેકેન્ઝીની ચેતવણી

– ઇરાને 12 માર્ચે ખાડી બંધ કરી ત્યારથી આજ સુધી વૈશ્વિક બજારને એક અબજ બેરલ ઓઇલનો ફટકો પડી ચૂક્યો છે

– યુદ્ધના લીધે ખાડી દેશોનું જ 1.1 કરોડથી વધુનું ક્રૂડ ઓઇલ અને કંડેન્સન્ડનું ઉત્પાદન ઠપ થઈ ગયું છે

નવી દિલ્હી : હોર્મુઝ ન ખૂલ્યું તો ક્રૂડ ઓઇલ પ્રતિ બેરલ ૨૦૦ ડોલરે જઈ શકે છે તેવો એનર્જી રિસર્ચ ફર્મ વુડ મેકેન્ઝીનો રિપોર્ટ  આખા વિશ્વને ડરાવનારો છે. હવે આ રિપોર્ટની વાત સાચી થઈ તો આખા ભારત પર આર્થિક સંકટ આવી શકે છે. તેની સીધી અસર સામાન્ય નાગરિક પર અને દેશના અર્થતંત્ર પર પડશે. હોર્મુઝની ખાડી બંધ રહેવાના કારણે ક્રૂડના ભાવ આકાશને આંબતા સમગ્ર વિશ્વમાં મંદી આવી શકે છે. 

ઇરાન-અમેરિકા યુદ્ધ અને હોર્મુઝ બંધ હોવાના કારણે આખા વિશ્વના ઉર્જા બજારમાં ભારે તણાવ છે. હોર્મુઝની ખાડી ઉર્જા બજાર માટે સૌથી મહત્ત્વનો નાજુક પોઇન્ટ છે. તે બંધ થતાં સમગ્ર વિશ્વની સપ્લાય ચેઇન હચમચી શકે છે. અગાઉ ઇરાને પણ ધમકી આપી હતી કે ક્રૂડના ભાવ પ્રતિ બેરલ ૨૦૦ ડોલર સુધી જઈ શકે છે. આમ એક સમયે ઇરાને ઓઇલના ભાવ બેરલ દીઠ ૨૦૦ ડોલર પર જવાની ધમકી આપી હતી તે કમનસીબે સાચીપુરવાર થઈ શકે છે. 

અહેવાલ મુજબ આ સમયે ખાડી દેશોના ૧.૧ કરોડથી વધુ ક્રૂડ ઓઇલ અને કંડેન્સેટનું ઉત્પાદન ઠપ થઈ ગયું છે. તેની સાથે વૈશ્વિક એલએનજી સપ્લાયનો ૨૦ ટકા હિસ્સો પણ અસર પામ્યો છે. રેડ ઝોનના અહેવાલમાં ચેતવણી આપવામાં આવી છે કે ઇરાને ૧૨ માર્ચના રોજ હોર્મુઝની ખાડી બંધ કરી ત્યારથી અત્યાર સુધીમાં વૈશ્વિક ઉર્જા બજારને એક અબજ બેરલ ઓઇલનો ફટકો પડી ચૂક્યો છે. 

આ ખાડી બંધ હોવાના કારણે વૈશ્વિક ઉર્જા બજારોને રોજના ૧૪ લાખ બેરલનો ફટકો પડી રહ્યો છે. અમેરિકા સહિત યુરોપે તેમના ઇમરજન્સી પુરવઠામાંથી ૪૦ કરોડ બેરલ ઓઇલ તાત્કાલિક જારી કરવું પડયું છે, જ્યારે રશિયા-યુક્રેન યુદ્ધ વખતે ૨૦૨૨માં ૧૮.૨ કરોડ બેરલ ઓઇલ જારી કરવું પડયું હતું. આના પરથી વર્તમાન સ્થિતિ કેટલી ખરાબ છે તેનો અંદાજ આવે છે. હોર્મુઝમાંથી વિશ્વનો ૨૦ ટકા ક્રૂડ ઓઇલ પુરવઠો પસાર થાય છે. ઇરાને અમેરિકા સામે હોર્મુઝના સ્વરૂપમાં બનાવેલું હથિયાર આખા વિશ્વને બરોબરનું વાગ્યું છે. અમેરિકા પોતે પણ મોંઘવારીના મારથી અછૂતુ રહ્યુ નથી. તેથી જ તેણે ૮મી એપ્રિલના રોજ યુદ્ધવિરામ અમલી બનાવ્યો હતો. આના કારણે કમસેકમ સ્થિતિ વધુ વણસતી અટકી ગઈ હતી. અમેરિકાને છૂટકો પણ ન હતો. આજે અમેરિકામાં એપ્રિલમાં ગેસોલિનનો ખર્ચ પ્રતિ ગેલન ૫.૮ ડોલરના ઐતિહાસિક સ્તરે પહોંચી ગયો હતો, જે મેમાં સરળતાથી છ ડોલરને વટાવી જાય તેમ મનાય છે.  અહેવાલમાં ર્તણ સંભવિત સ્થિતિનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમા તરત શાંતિ, સમર સેટલમેન્ટ અને લાંબા સમય સુધી મડાગાંઠ રહેવી તેનો સમાવેશ થાય છે. હવે તેના પહેલા સિનારિયો મુજબ જો જુન સુધીમાં કોઈ ઉકેલ મળે છે તો બ્રેન્ટ ક્રૂડની કિંમત ૨૦૨૬ના અંત સુધીમાં ઘટીને પ્રતિ બેરલ ૮૦ ડોલર આવી જશે અને ૨૦૨૭માં પ્રતિ બેરલ ૬૫ ડોલર જઈ શકે છે.

મધ્યમ પ્રકારની સ્થિતિમાં વાતચીત ગરમીના અંત સુધી ચાલુ રહેશે અને હોર્મુઝ મોટાભાગે બંધ રહેશે. તેના કારણે ક્રૂડ ઓઇલ અને એનર્જીની કમી રહેશે. તેના લીધે ૨૦૨૬ના બીજા અર્ધવાર્ષિક સમયગાળામાં આખા વિશ્વમાં મંદી આવી શકે છે.

હવે જો સૌથી ખરાબ સ્થિતિમાં જોઈએ તો હોર્મુઝ ૨૦૨૬ના અંત સુધી બંધ રહે છે તો તેનાથી ગંભીર મંદી આવી શકે છે. સમગ્ર વિશ્વમાં ક્રૂડ ઓઇલની માંગ ઘટવા છતાં પણ તેના ભાવ પ્રતિ બેરલ ૨૦૦ ડોલર સુધી પહોંચી શકે છે. આ દરમિયાન અમેરિકાએ જણાવ્યું છે કે ઇરાન સાથેની મંત્રણામાં થોડી પ્રગતિ થઈ છે. જો કે શુક્રવારના રોજ બ્રેન્ટ ક્રૂડનો ભાવ ૯૦ ડોલરની આસપાસ છે. હવે ધારી લો કે હોર્મુઝની ખાડીને આજે પણ ખોલી દેવામાં આવે તો ક્રૂડ ઓઇલના પુરવઠાને પૂર્વવત્ થવામાં કેટલાક અઠવાડિયાઓ લાગી શકે છે. 

અમેરિકન પ્રધાન ભારતના ચાર દિવસના પ્રવાસે

ભારત અમારું મિત્ર, ઇચ્છે તેટલું ઓઇલ આપવા તૈયારઃ રૂબિયો

– રુબિયો ભારતમાં ક્વાડના પ્રતિનિઓને મળશે વેનેઝુએલાના રાષ્ટ્રપતિ પણ ભારત આવશે 

નવી દિલ્હી : અમેરિકન વિદેશપ્રધાન માર્કો રૂબિયોએ ભારતને ખૂબ જ સારુ ભાગીદાર ગણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે ભારત અમારું મિત્ર છે અને અમે તેની જરૂરિયાત હોય તેટલું ઓઇલ આપવા તૈયાર છીએ. તેઓ ભારતના ચાર દિવસના પ્રવાસે આવવાના છે. 

પોતાના પ્રથમ ભારત પ્રવાસ અંગે તેમણે જણાવ્યું હતુ કે આ યાત્રા મહત્ત્વની છે કેમકે તેનાથી તેમને ક્વાડ દેશોમાં મંત્રીઓને મળવાની તક મળશે. રુબિયો ૨૩થી ૨૬ મે ભારતમાં રહેશે અને કોલકાતા, આગ્રા, જયપુર તેમજ નવી દિલ્હીનો પ્રવાસ કરશે. તેમણે જણાવ્યું હતું કે ભારત સારું સહયોગી અને ભાગીદાર છે. અમે તેમની સાથે મળીને ઘણું સારું કામ કરી રહ્યા છીએ.

મને લાગે છે કે અમારી પાસે વાતચીત કરવા માટે ઘણા બધા મુદ્દા હશે. અમે અહીં ક્વાડ દેશોના પ્રતિનિધિઓને મળીશું. આ વર્ષના અંતમાં અમે વધુ એક ક્વાડ બેઠક કરીશું. રૂબિયોએ જણાવ્યું હતું કે વેનેઝુએલાની રાષ્ટ્રપતિ રોડ્રિગ્ઝ પણ આગામી સપ્તાહે ભારત આવનારી છે.આ દરમિયાન નવી દિલ્હી સાથે મળીને કામ કરવાની અનેક તક ઉપલબ્ધ થશે.

રૂબિયોની આ ચેતવણી ત્યારે આવી છે જ્યારે વેનેઝુએલાથી અમેરિકન રીફાઇનરીઓને ક્રૂડ ઓઇલની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે. ફેબુ્રઆરીમાં ટ્રમ્પે જણાવ્યું હતું કે અમેરિકાને વેનેઝુએલામાં આઠ કરોડથી વધુ બેરલ ઓઇલ મળ્યું છે. 

પ્રવાહ પલટાયો, ખાડી દેશની વિપરીત સ્થિતિ

સાઉદી અરેબિયાએ ફ્યુઅલ ઓઇલ આયાત કરવું પડયું

– ગયા મહિને સાઉદીએ પ્રતિ દિન 3.60 લાખ બેરલ ફ્યુઅલ ઓઇલની આયાત કરી

નવી દિલ્હી : આખા વિશ્વને ક્રૂડ ઓઇલ વેચતું સાઉદી અરેબિયાને પોતે હવે ઇંધણની આયાત કરવાની ફરજ પડી રહી છે.મધ્યપૂર્વમાં જારી તનાવ અને હોર્મુઝ ખાડીમાં સંકટની વચ્ચે પહેલાથી વધારે ઓઇલ ખરીદવું પડી રહ્યું છે. તેનું સૌથી મોટું કારણ પ્રાકૃતિક ગેસના ઉત્પાદનમાં આવેલો ઘટાડો છે. 

રિસર્ચ ફર્મ રિસ્ટેડ એનર્જીએ જણાવ્યું હતું કે સાઉદી અરેબિયાનું ગેસ ઉત્પાદન ઘટવા લાગ્યું છે. તેના લીધે દેશને વીજળી બનાવવા વૈકલ્પિક ઇંધણની જરૂરત પડી રહી છે. આ જ કારણે ઇંધણની આયાતમાં અચાનક આટલો મોટો ઉછાળો આવ્યો છે. 

ડેટા ફર્મ વોર્ટેક્સાના આંકડા અંગે માનીએ તો ગયા મહિને સાઉદી અરેબિયાએ પ્રતિ દિન સરેરાશ ત્રણ લાખ ૬૦ હજાર બેરલ ફ્યુઅલ ઓઇલની આયાત કરી હતી. આ આયાત ગયા વર્ષની તુલનાએ ૮૬ ટકા વધારે છે. નિષ્ણાતોનું કહેવું છે કે આ સંકેત છે કે આગામી દિવસોમાં સાઉદી અરેબિયામાં વીજળી ઉત્પાદન વધારે ઓઇલ ખપત કરતું બની શકે છે. ગરમીની સીઝનમાં સાઉદી અરેબિયા સહિત આખા ખાડી ક્ષેત્રમાં એર કંડિશનરની માંગ વધી જાય છે. આવામાં વીજળીની ખપત વિક્રમજનક સ્તરે પહોંચે છે. આ વર્ષે વીજળી ઉત્પાદન માટે ફ્યુઅલ ઓઇલ અને ક્રૂડ ઓઇલની ખપત પ્રતિ દિન ૧૦ લાખ બેરલથી વધુ ઉપર જઈ શકે છે. 

Next Post
ઉ. પ્રદેશનું બાંદા 46.4 ડિગ્રી તાપમાન સાથે દેશનું સૌથી ગરમ સ્થળ, અરુણાચલમાં ભારે પૂર | UP is hottest…

ઉ. પ્રદેશનું બાંદા 46.4 ડિગ્રી તાપમાન સાથે દેશનું સૌથી ગરમ સ્થળ, અરુણાચલમાં ભારે પૂર | UP is hottest...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

“પર્યાવરણ બચાવવાની પહેલ, ભવિષ્ય સંવારવાનો સંકલ્પ” શ્રીમતી લક્ષ્મીબેન એલ. કાકડિયા બી.એડ્. કૉલેજનો માજ…

“પર્યાવરણ બચાવવાની પહેલ, ભવિષ્ય સંવારવાનો સંકલ્પ” શ્રીમતી લક્ષ્મીબેન એલ. કાકડિયા બી.એડ્. કૉલેજનો માજ…

ભક્તરાજ દાદા ખાચર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ગઢડા ખાતે Research, Innovation and Extension Activity Gr…

ભક્તરાજ દાદા ખાચર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ગઢડા ખાતે Research, Innovation and Extension Activity Gr…

ભક્તરાજ દાદા ખાચર આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, ગઢડા (સ્વા.) ખાતે તા. 14/09/2026ના રોજ હિન્દી વિભાગ અને U…

ભક્તરાજ દાદા ખાચર આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, ગઢડા (સ્વા.) ખાતે તા. 14/09/2026ના રોજ હિન્દી વિભાગ અને U…

જામનગરમાં ગણેશ ચતુર્થીના દિવસે સતત 18માં વર્ષે યોજાઈ સૌરાષ્ટ્ર ઓપન મોદક સ્પર્ધા

જામનગરમાં ગણેશ ચતુર્થીના દિવસે સતત 18માં વર્ષે યોજાઈ સૌરાષ્ટ્ર ઓપન મોદક સ્પર્ધા

Recent News

Youtube

  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
“પર્યાવરણ બચાવવાની પહેલ, ભવિષ્ય સંવારવાનો સંકલ્પ” શ્રીમતી લક્ષ્મીબેન એલ. કાકડિયા બી.એડ્. કૉલેજનો માજ…
GUJARAT

“પર્યાવરણ બચાવવાની પહેલ, ભવિષ્ય સંવારવાનો સંકલ્પ” શ્રીમતી લક્ષ્મીબેન એલ. કાકડિયા બી.એડ્. કૉલેજનો માજ…

ભાવનગરની પ્રતિષ્ઠિત શિક્ષણ સંસ્થા શ્રીમતી એલ. એલ. કાકડિયા બી.એડ. કોલેજના તાલીમાર્થીઓ દ્વારા નવી પેઢીમાં પર્યાવરણીય સજાગતા અને સંરક્ષણના ઉદ્દાત હેતુથી...

Read more

ભક્તરાજ દાદા ખાચર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ગઢડા ખાતે Research, Innovation and Extension Activity Gr…

ભક્તરાજ દાદા ખાચર આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, ગઢડા (સ્વા.) ખાતે તા. 14/09/2026ના રોજ હિન્દી વિભાગ અને U…

જામનગરમાં ગણેશ ચતુર્થીના દિવસે સતત 18માં વર્ષે યોજાઈ સૌરાષ્ટ્ર ઓપન મોદક સ્પર્ધા

સુરત ખાતે થયેલ ફુડ પોઇઝનીંગની ઘટનાને ગંભીરતાથી લેતા રાજ્યભરમાં હોસ્ટેલ/કેન્ટીનની ડ્રાઈવ સાથે તપાસના …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In