• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, October 2, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

અટલ ટનલ, 57 બ્રિજ અને 34 વસાહતો પર ખતરો… હિમાચલનું ઘેપન તળાવ ફાટે તો 21 મિનિટમાં જ મચી શકે છે તબાહ…

satyasamachar by satyasamachar
May 27, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
અટલ ટનલ, 57 બ્રિજ અને 34 વસાહતો પર ખતરો… હિમાચલનું ઘેપન તળાવ ફાટે તો 21 મિનિટમાં જ મચી શકે છે તબાહ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાની મુલાકાત લેતા મંત્રી દર્શનાબેન વાઘેલા

જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાની મુલાકાત લેતા મંત્રી દર્શનાબેન વાઘેલા

ભારતીય સેનાની બાલ્ડ ઈગલ બ્રિગેડ દ્વારા વિશ્વ હૃદય દિવસની ઉજવણી કરાઈ

ભારતીય સેનાની બાલ્ડ ઈગલ બ્રિગેડ દ્વારા વિશ્વ હૃદય દિવસની ઉજવણી કરાઈ

એનટીડીએનટી વિદ્યાર્થીઓની સ્કોલરશિપ મુદ્દે CMને રજૂઆત

એનટીડીએનટી વિદ્યાર્થીઓની સ્કોલરશિપ મુદ્દે CMને રજૂઆત

Load More

A Ticking Time Bomb In The Himalayas: કુદરતની સુંદરતા જ્યારે રૌદ્ર સ્વરૂપ ધારણ કરે છે ત્યારે માનવ સર્જિત તમામ વિકાસ ક્ષણભરમાં તણાઈ જાય છે. ઑક્ટોબર, 2020માં અટલ ટનલ ખુલ્યા પછી હિમાચલ પ્રદેશનું ‘સિસુ’ ગામ પ્રવાસીઓ માટે મનપસંદ સ્થળ બની ગયું છે. આજે ત્યાં હોમ સ્ટે, કેફે, ઝિપલાઇન અને બોટિંગ જેવી પ્રવૃત્તિ ધમધમી રહી છે અને પીક સિઝનમાં દરરોજ 5,000 જેટલા વાહનો પસાર થાય છે. પરંતુ આ આકર્ષક પર્યટનની બિલકુલ પાછળ, સમુદ્ર સપાટીથી 4,068 મીટરની ઊંચાઈએ એક ભયાનક ખતરો છે. વિજ્ઞાનીઓએ ચેતવણી આપી છે કે, જો અહીં આવેલું ‘ઘેપન તળાવ’ ફાટશે તો વર્ષ 2013ની કેદારનાથ જેવી મોટી હોનારત સર્જાઈ શકે છે.

ત્રણ ગણું મોટું થયું તળાવ

ઘેપન એક હિમ નદી (ગ્લેશિયર) જ છે, જે ગ્લોબલ વોર્મિંગના કારણે ઝડપથી વિસ્તરી રહ્યું છે. આંકડાઓ પર નજર કરીએ તો પરિસ્થિતિ ખરેખર ચિંતાજનક છે. વર્ષ 1989માં આ તળાવ માત્ર 36.49 હેક્ટર વિસ્તારમાં ફેલાયેલું હતું, જે વર્ષ 2022 સુધીમાં વધીને 101.30 હેક્ટર થઈ ગયું છે. એટલે કે તેનું કદ લગભગ 3 ગણું વધી ગયું છે. આમ થવાનું મુખ્ય કારણ એ છે કે હિમાલયમાં તાપમાન સતત વધી રહ્યું છે. હવે ઊંચાઈવાળા વિસ્તારોમાં બરફ પડવાને બદલે વરસાદ થઈ રહ્યો છે, જે બરફને વધુ ઝડપથી ઓગાળે છે.

આ પણ વાંચો : રાશન આપનારા ડીલરો અને લાભાર્થીઓ અંગે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, ત્રણ મોટી જાહેરાત કરાઈ

તળાવ ફાટશે તો શું થશે? 

નેશનલ રિમોટ સેન્સિંગ સેન્ટર(NRSC)એ આ તળાવને અત્યંત સંવેદનશીલ જાહેર કર્યું છે. વિજ્ઞાનીઓએ વિવિધ 8 સ્થિતિનો અભ્યાસ કર્યો છે અને તમામમાં સિસુ ગામને ‘રેડ ઝોન’માં રખાયું છે. જો આ તળાવ ફાટશે તો માત્ર 21 મિનિટની અંદર પૂરના પાણી સિસુ ગામ સુધી પહોંચી જશે. આ પાણીની ઝડપ 43 કિમી પ્રતિ કલાક હોઈ શકે છે. પૂર સાથે ભારે કાટમાળ, પથ્થરો, ખડકો અને બરફના મોટા ટુકડા પણ ઘસડાઈ આવશે. તેનાથી થનારું સંભવિત નુકસાન કેવું હોઈ શકે છે, જુઓ…

  • 34 વસાહતો અને 204 હેક્ટર ખેતીલાયક જમીન પાણીમાં ગરકાવ થઈ શકે છે.
  • 57 પુલ અને 106 કિ.મી. લાંબા રસ્તા સંપૂર્ણ નાશ પામી શકે છે.
  • મનાલી-લેહ હાઇવે, પ્રખ્યાત અટલ ટનલ અને સમગ્ર ટુરિઝમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ધ્વસ્ત થઈ શકે છે.
  • આ પૂરની વિનાશક અસર ચિનાબ નદી દ્વારા છેક જમ્મુ અને કાશ્મીર સુધી પહોંચવાની આશંકા છે.

વૈજ્ઞાનિક સંસ્થાઓનું વલણ અને જમીની વાસ્તવિકતા

નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઑથોરિટી (NDMA) સહિત દેશની અગ્રણી સંસ્થાઓ જેમ કે સેન્ટ્રલ વોટર કમિશન, NCPOR અને CDAC આ વિષય પર કામ કરી રહી છે. હાલમાં સિસુના કૃત્રિમ તળાવ પર સેન્સર, કેમેરા અને સેટેલાઇટ આધારિત એક પાયલોટ અર્લી વોર્નિંગ સિસ્ટમ (ચેતવણી પ્રણાલી) સ્થાપિત કરાઈ છે, પરંતુ તે હજુ માત્ર ટેસ્ટિંગના તબક્કામાં છે.

વાસ્તવિક સ્થિતિ એ છે કે ગામમાં હજુ પણ પૂરતી ચેતવણી સિસ્ટમ, સાયરન, એલર્ટ બોર્ડ કે આપત્તિ સમયે ગામ ખાલી કરવાના સુરક્ષિત રસ્તા (Evacuation Routes) તૈયાર નથી.

સમગ્ર હિમાલય માટે ખતરાની ઘંટી

સમસ્યા માત્ર ઘેપન તળાવ પૂરતી મર્યાદિત નથી. વર્ષ 2016માં હિમાચલ પ્રદેશમાં 805 હિમ નદી હતી, જે વર્ષ 2022 સુધીમાં વધીને 1,619 થઈ ગયા છે. હિન્દુકુશ હિમાલય ક્ષેત્રમાં ગ્લેશિયર્સ સતત ઘટી રહ્યા છે. ક્લાઈમેટ ચેન્જ પર્વતોને ભયંકર હદે અસર કરી રહ્યું છે. જો સરકાર અને વિજ્ઞાનીઓ દ્વારા તાત્કાલિક ધોરણે મજબૂત સિસ્ટમ અને ઇમર્જન્સીની સ્થિતિમાં લોકોને સ્થળાંતર કરવાની યોજના અમલમાં નહીં મૂકાય, તો આ ટિકિંગ ટાઇમ બોમ્બ ગમે ત્યારે વિનાશ નોતરી શકે છે.

આ પણ વાંચો : કેરલમમાં EDના અધિકારીઓને ઘેરી લેવાયા, પૂર્વ CM વિજયનના સમર્થકોએ કર્યો પથ્થરમારો

Next Post
VIDEO| વડોદરા: ભાજપનો ખેસ લગાવેલી કાર બેંકે જપ્ત કરતા રાવપુરા પોલીસ મથકે ભારે હોબાળો, ₹34 લાખની લોન …

VIDEO| વડોદરા: ભાજપનો ખેસ લગાવેલી કાર બેંકે જપ્ત કરતા રાવપુરા પોલીસ મથકે ભારે હોબાળો, ₹34 લાખની લોન ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાની મુલાકાત લેતા મંત્રી દર્શનાબેન વાઘેલા

જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાની મુલાકાત લેતા મંત્રી દર્શનાબેન વાઘેલા

ભારતીય સેનાની બાલ્ડ ઈગલ બ્રિગેડ દ્વારા વિશ્વ હૃદય દિવસની ઉજવણી કરાઈ

ભારતીય સેનાની બાલ્ડ ઈગલ બ્રિગેડ દ્વારા વિશ્વ હૃદય દિવસની ઉજવણી કરાઈ

એનટીડીએનટી વિદ્યાર્થીઓની સ્કોલરશિપ મુદ્દે CMને રજૂઆત

એનટીડીએનટી વિદ્યાર્થીઓની સ્કોલરશિપ મુદ્દે CMને રજૂઆત

ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડનું મધદરિયે સંયુક્ત ઓપરેશન:

ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડનું મધદરિયે સંયુક્ત ઓપરેશન:

Recent News

Youtube

  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાની મુલાકાત લેતા મંત્રી દર્શનાબેન વાઘેલા
GUJARAT

જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાની મુલાકાત લેતા મંત્રી દર્શનાબેન વાઘેલા

જામનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલાએ જામનગર શહેરની મુલાકાત દરમિયાન...

Read more

ભારતીય સેનાની બાલ્ડ ઈગલ બ્રિગેડ દ્વારા વિશ્વ હૃદય દિવસની ઉજવણી કરાઈ

એનટીડીએનટી વિદ્યાર્થીઓની સ્કોલરશિપ મુદ્દે CMને રજૂઆત

ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડનું મધદરિયે સંયુક્ત ઓપરેશન:

બેંગલુરુનો ઔદ્યોગિક પ્રવાસ કરતા તરંગશક્તિ 2026માં ભાગ લેતા નિરીક્ષકો

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In