જામનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલાએ જામનગર શહેરની મુલાકાત દરમિયાન ઐતિહાસિક ભુજિયા કોઠાની મુલાકાત લીધી હતી. મંત્રીએ ભુજિયો કોઠા, રણમલ તળાવ અને ખંભાળિયા ગેઇટની ઐતિહાસિક વિશેષતાઓ અને હાલ ચાલી રહેલા વિકાસ કાર્યો અંગે જાણકારી મેળવી હતી.
મંત્રીએ શહેરના સર્વાંગી અને સુઆયોજિત વિકાસ માટે હાથ ધરવામાં આવતી કામગીરી અંગે સંબંધિત અધિકારીઓ પાસેથી વિગતો મેળવી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
જામનગરની ઐતિહાસિક ઓળખ અને સાંસ્કૃતિક વારસાનું જતન થાય તેમજ શહેરનો આધુનિક સુવિધાઓ સાથે સંતુલિત વિકાસ થાય તે દિશામાં કામગીરી કરવા મંત્રીએ ભાર મૂક્યો હતો.
આ તકે મંત્રી સાથે ડેપ્યુટી મેયર રાકેશભાઈ ડેર, જામનગર મહાનગર પાલિકાના કમિશનર દીપેશ કેડિયા, અગ્રણી બીનાબેન કોઠારી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ધીરેનભાઈ મોનાણી, સાશક પક્ષના નેતા અમર મોદી, દંડક પ્રવિણાબેન રૂપાડિયા, અધિકારીઓ, આગેવાનો વગેરે ઉપસ્થિત રહ્યા હતા














