• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Tuesday, August 25, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ફંડોની તેજી : સેન્સેક્સ 291 પોઈન્ટ વધીને 77094 | Funds rally: Sensex rises 291 points to 77094

satyasamachar by satyasamachar
June 23, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ફંડોની તેજી : સેન્સેક્સ 291 પોઈન્ટ વધીને 77094 | Funds rally: Sensex rises 291 points to 77094
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…

Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…

વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો

વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો

ભક્તરાજ દાદા ખાચર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ગઢડા (સ્વા.) તથા Sulabh International Social Service Org…

ભક્તરાજ દાદા ખાચર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ગઢડા (સ્વા.) તથા Sulabh International Social Service Org…

Load More

મુંબઈ : ઈરાન-અમેરિકા વચ્ચે પાછલા સપ્તાહમાં લેબનોન મામલે વાટાઘાટ પડી ભાંગ્યા બાદ ગઈકાલે ફરી વાટાઘાટ આગળ વધ્યાના અને લેબનોનથી પોતાના સૈન્યને પાછું ખેંચવાના ઈઝારાયેલના ઈન્કાર વચ્ચે પરિસ્થિતિ તંગ રહ્યા છતાં ઈરાન અને અમેરિકા ૬૦ દિવસમાં ડિલ કરવા આગળ વધ્યાના અહેવાલોએ આજે વૈશ્વિક બજારોમાં  ઉડાઉડ અટકી મજબૂતી જોવાઈ હતી. ઘર આંગણે રિલાયન્સ ગુ્રપ કંપની જિયો પ્લેટફોર્મ્સ દ્વારા તેનું રૂ.૨૭૦૦૦ કરોડ જેટલું દેવું ચૂકતે કરવાના ભાગરૂપ ૨૭ કરોડ શેરોનો મેગા આઈપીઓ જાહેર કરતાં અને એના થકી રિલાયન્સના વિવિધ બિઝનેસોનું વેલ્યુ અનલોકિંગ શરૂ થઈ જતાં તેમ જ બ્રોકિંગ હાઉસોએ રિલાયન્સ માટે બાય રેટિંગ સાથે ટાર્ગેટ ભાવ ઉંચા  બતાવતા શેરમાં ફંડોની ખરીદીએ ભારતીય શેર બજારોમાં તેજી જોવાઈ હતી. રિલાયન્સ સાથે આઈટી શેરોની  આગેવાનીએ ફંડોએ તેજી કરી હતી. ફંડોએ કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં પ્રોફિટ બુકિંગ કર્યું હતું. ક્રુડ ઓઈલના  આંતરરાષ્ટ્રીય ભાવમાં ઘટાડાની પોઝિટીવ અસર બજાર પર જોવાઈ હતી. હેલ્થકેર, બેંકિંગ, ઓટો શેરોમાં પણ મજબૂતી રહી હતી. સેન્સેક્સ ઉપરમાં ૭૭૩૨૫.૫૬ સુધી જઈ અંતે ૨૯૧.૧૭ પોઈન્ટ વધીને ૭૭૦૯૪.૦૭ બંધ રહ્યો હતો. જ્યારે નિફટી ૫૦ સ્પોટ ઈન્ડેક્સ ઉપરમાં ૨૪૧૬૮.૦૫ સુધી જઈ અંતે ૮૯.૮૦ પોઈન્ટ વધીને ૨૪૧૦૨.૯૦ બંધ રહ્યો હતો.

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ બિઝનેસ વેલ્યુઅનલોકિંગ, બ્રોકિંગ હાઉસોના ટાર્ગેટ આકર્ષણે રૂ.૧૭ વધી રૂ.૧૩૨૬

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં બિઝનેસ વેલ્યુઅનલોકિંગ જિયો પ્લેટફોર્મ્સના મેગા આઈપીઓ થકી શરૂ થઈ જતાં અને બ્રોકિંગ હાઉસોએ બિઝનેસ આઉટલૂક સાથે શેર માટે બાય રેટિંગ સાથે ઊંચા ટાર્ગેટ આપતાં શેરમાં ખરીદી રહી હતી. નોમુરાએ રૂ.૧૬૪૦ ટાર્ગેટ સાથે ખરીદીનો કોલ આપ્યો છે. એમકે ગ્લોબલે પણ રૂ.૧૬૮૦ ટાર્ગેટ, એન્ટિક સ્ટોક બ્રોકિંગે રૂ.૧૬૭૦ ટાર્ગેટ, મોતીલાલ ઓસ્વાલ ફાઈનાન્શિયલ સર્વિસિઝે રૂ.૧૬૫૫ ટાર્ગેટ, નુવામાએ રૂ.૧૭૬૫ ટાર્ગેટ આપતાં શેરમાં આકર્ષણે ઉપરમાં રૂ.૧૩૪૫.૪૫ સુધી જઈ અંતે રૂ.૧૭.૨૦ વધીને રૂ.૧૩૨૬.૫૫ બંધ રહ્યો હતો.

આઈટી શેરોમાં ફંડોનું  ઘટાડે વેલ્યુબાઈંગ : જીએનજી ઈલેક્ટ્રોનિક્સ, ટેક મહિન્દ્રા, જીએનજી, કોફોર્જ, ઈન્ફોસી વધ્યા

આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ શેરોમાં પાછલા સપ્તાહમાં વૈશ્વિક જાયન્ટ એસ્સેન્ચર દ્વારા વર્ષ માટેના આવક વૃદ્વિના અંદાજને ઘટાડી રજૂ કરાતાં મોટો કડાકો બોલાયા બાદ આજે ઘટાડે ફંડોએ ટેક મહિન્દ્રાની આગેવાનીએ વેલ્યુબાઈંગ સાથે શોર્ટ કવરિંગ કર્યું હતું. ઈન્ફોસીસ રૂ.૧૩.૫૫ વધીને રૂ.૧૦૬૫.૪૦, ટેક મહિન્દ્રા રૂ.૨૬.૪૫ વધીને રૂ.૧૪૩૭.૨૫, ટાટા ટેકનોલોજી રૂ.૧૩.૦૫ વધીને રૂ.૭૫૫.૮૫, જીએનજી ઈલેક્ટ્રોનિક્સ રૂ.૪૮.૯૦ ઉછળીને રૂ.૫૫૧.૬૦, કોફોર્જ રૂ.૨૦.૨૦ વધીને રૂ.૧૪૮૩.૮૫, ટાટા એલેક્સી રૂ.૫૨.૬૦ વધીને રૂ.૪૧૧૬.૨૦, નીનટેક સિસ્ટમ્સ રૂ.૩૫.૯૫ ઉછળીને રૂ.૭૫૬.૫૦, સિએન્ટ રૂ.૧૮.૪૫ વધીને રૂ.૮૭૬.૫૦, ક્વિક હિલ રૂ.૩.૪૦ વધીને રૂ.૧૮૦.૮૫, પ્રોટિઅન રૂ.૧૨.૫૦ વધીને રૂ.૬૨૦.૦૫ રહ્યા હતા.  બીએસઈ આઈટી ઈન્ડેક્સ ૧૮૫.૦૬ પોઈન્ટ વધીને ૨૭૦૧૪.૫૨ બંધ રહ્યો હતો.

ક્રુડ ઓઈલના ભાવ ઘટતાં ઓટો  શેરોમાં આકર્ષણ વધ્યું : ભારત ફોર્જ રૂ.૬૪, એમઆરએફ રૂ.૨૭૯૦ વધ્યા

ઈરાન-અમેરિકા યુદ્વના અંતની અપેક્ષાએ આંતરરાષ્ટ્રીય ક્રુડ ઓઈલના ભાવ વધુ ઘટી આવતાં પેટ્રોલ, ડિઝલના ભાવ સસ્તા થવાની અપેક્ષાએ ફંડોની આજે ઓટોમોબાઈલ શેરોમાં પણ પસંદગીની ખરીદી રહી હતી. ભારત ફોર્જને ડિફેન્સ મીનિસ્ટ્રીનો ગેસ ટર્બાઈન જનરેટર્સનો ઈન્ડિયન નેવી માટે રૂ.૪૨૫ કરોડનો ઓર્ડર મળતાં શેર રૂ.૬૪.૪૦ વધીને રૂ.૨૧૦૬.૯૫, એમઆરએફ રૂ.૨૭૯૦.૧૫ વધીને રૂ.૧,૩૧,૩૯૨, ટાટા મોટર્સ કમર્શિયલ વ્હીકલ રૂ.૫.૭૫ વધીને રૂ.૪૦૭.૭૦, બજાજ ઓટો રૂ.૧૩૨.૪૫ વધીને રૂ.૧૦,૧૯૮.૩૦, ટીવીએસ મોટર રૂ.૪૪.૭૫ વધીને રૂ.૩૪૮૭.૩૫, અપોલો ટાયર રૂ.૨.૬૫ વધીને રૂ.૪૨૮.૨૦, હ્યુન્ડાઈ મોટર રૂ.૧૧.૬૦ વધીને રૂ.૧૯૮૪ રહ્યા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૩૧૪.૩૨ પોઈન્ટ વધીને ૫૮૯૮૫.૨૪ બંધ રહ્યો હતો.

બેંકિંગ શેરોમાં ફંડોની સિલેક્ટિવ ખરીદી : આઈડીએફસી ફર્સ્ટ બેંક, બીઓબી, એયુ બેંક વધ્યા

બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં પણ ફંડોની આજે સિલેક્ટિવ ખરીદી રહી હતી. બેંકિંગ ઉદ્યોગના હિતમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા તાજેતરના દિવસોમાં પ્રોત્સાહક પગલાં લેવાતાં બેંકોની કામગીરી સુધરવાની અપેક્ષાએ ફંડો લેવાલ રહ્યા હતા. આઈડીએફસી ફર્સ્ટ બેંક રૂ.૧.૯૬ વધીને રૂ.૮૦.૬૮, બેંક ઓફ બરોડા રૂ.૫.૧૦ વધીને રૂ.૨૮૬.૧૦, એયુ બેંક રૂ.૧૩ વધીને રૂ.૧૦૪૫, કેનેરા બેંક રૂ.૧.૨૫ વધીને રૂ.૧૩૫.૦૫, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૂ.૫.૯૫ વધીને રૂ.૧૦૪૧ રહ્યા હતા. બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૨૮૭.૮૪ પોઈન્ટ વધીને ૬૫૩૬૦.૪૫ બંધ રહ્યો હતો.

હેલ્થકેર શેરોમાં ફંડોનું વેલ્યુબાઈંગ વધ્યું : થેમીસ મેડી, નોવાર્ટિસ, પોલીમેડ, હાઈકલ, કોપરાન વધ્યા

હેલ્થકેર-ફાર્મા શેરોમાં પણ ફંડોનું આજે વેલ્યુબાઈંગ વધ્યું હતું. થેમીસ મેડી રૂ.૧૫.૨૫ વધીને રૂ.૧૧૭.૨૫, નોવાર્ટિસ રૂ.૧૦૨.૪૦ વધીને રૂ.૧૪૯૦.૮૫, પોલીમેડ રૂ.૧૧૧.૨૦ વધીને રૂ.૧૬૭૩.૭૫, હાઈકલ રૂ.૧૩.૩૦ વધીને રૂ.૨૧૮.૫૫, વિન્ડલાસ રૂ.૪૪.૪૦ વધીને રૂ.૮૬૦.૯૫, કોપરાન રૂ.૯.૭૦ વધીને રૂ.૨૦૪.૩૦, મેનકાઈન્ડ રૂ.૧૧૯.૭૦ વધીને રૂ.૨૫૩૭.૦૫, સિપ્લા રૂ.૬૧.૪૫ વધીને રૂ.૧૪૧૫.૩૦ રહ્યા હતા. બીએસઈ હેલ્થકેર ઈન્ડેક્સ ૩૮૫.૧૯ પોઈન્ટ વધીને ૪૮૨૩૦.૦૫ બંધ રહ્યો હતો.

કેપિટલ ગુડઝ શેરોમાં મર્યાદિત તેજી : કિર્લોસ્કર એન્જિનમાં તેજીની સર્કિટ : એઆઈએ, થર્મેક્સ વધ્યા

કેપિટલ ગુડઝ-પાવર શેરોમાં પાછલા દિવસોમાં મોટી તેજી જોવાયા બાદ આજે શેરોમાં મર્યાદિત ખરીદી થતી જોવાઈ હતી. કિલોસ્કર એન્જિન રૂ.૩૯૮.૪૫ ઉછળીને રૂ.૨૩૯૦.૮૦, એઆઈએ એન્જિનિયરીંગ રૂ.૧૮૦.૭૫ વધીને રૂ.૪૮૫૫.૭૫, થર્મેક્સ રૂ.૧૫૫.૩૫ વધીને રૂ.૪૮૬૨.૧૦, હિન્દુસ્તાન એરોનોટિક્સ રૂ.૧૦૯.૦૫ વધીને રૂ.૪૫૧૭.૧૦, ભારત ડાયનામિક્સ રૂ.૩૩.૩૦ વધીને રૂ.૧૪૦૬.૮૦ રહ્યા હતા. બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૪૬૨.૧૭ પોઈન્ટ વધીને ૮૪૦૬૩.૧૩ બંધ રહ્યો હતો.

કન્ઝયુમર ઈન્ડેક્સ ૬૩૮ પોઈન્ટ ગબડયો : એશીયન પેઈન્ટ રૂ.૫૯, ડિક્સન રૂ.૧૮૯, ટાઈટન રૂ.૪૯ તૂટયા

કન્ઝયુમર ડયુરેબલ્સ કંપનીઓના શેરોમાં આજે ફંડોએ ઉછાળે કેટલાક શેરોમાં મોટું પ્રોફિટ બુકિંગ કર્યું હતું. એશીયન પેઈન્ટ રૂ.૫૮.૭૫ તૂટીને રૂ.૨૬૭૫, ડિક્સન ટેકનોલોજી રૂ.૧૮૮.૯૦ તૂટીને રૂ.૧૨,૩૩૪.૩૦, ટાઈટન રૂ.૪૯.૨૦ ઘટીને રૂ.૪૩૭૪ રહ્યા હતા. બીએસઈ કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્સ ૬૩૮.૮૮ પોઈન્ટ તૂટીને ૬૦૪૨૭.૯૮ બંધ રહ્યો હતો.

ક્રુડના ભાવ બે ડોલર તૂટયા : ઓઈલ ગેસ ઈન્ડેક્સ ૧૮૦ પોઈન્ટ વધ્યો : ગેઈલ, બીપીસીએલ વધ્યા

ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ આજે વધુ બે ડોલર જેટલા તૂટીને બ્રેન્ટ ક્રુડના બેરલ દીઠ ૭૯.૧૭ ડોલર અને ન્યુયોર્ક-નાયમેક્ષ ક્રુડના ૭૫.૩૬ ડોલર નજીકઆવી જતાં ઓઈલ-ગેસ શેરોમાં ફંડો ઘટાડે લેવાલ રહ્યા હતા. ગેઈલ ઈન્ડિયા રૂ.૩.૪૫ વધીને રૂ.૧૭૭.૩૦, ઓઈલ ઈન્ડિયા રૂ.૪.૭૫ વધીને રૂ.૪૨૨.૮૦, બીપીસીએલ રૂ.૨.૧૦ વધીને રૂ.૩૦૮.૫૦ રહ્યા હતા.

સ્મોલ કેપ, મિડ કેપ શેરોમાં આકર્ષણ જળવાતા માર્કેટબ્રેડથ પોઝિટીવ : ૨૬૩૫ શેરો પોઝિટીવ બંધ

સ્મોલ, મિડ કેપ શેરોમાં આજે ફંડો, ખેલંદાઓ સિલેક્ટિવ ખરીદી જળવાઈ રહેતાં માર્કેટબ્રેડથ પોઝિટીવ રહી હતી. બીએસઈમાં કુલ ટ્રેડિંગ થયેલી ૪૫૯૭  સ્ક્રિપમાંથી વધનારની સંખ્યા ૨૬૩૫  અને ઘટનારની સંખ્યા ૧૭૫૪  રહી હતી.

FPIs/FIIની કેશમાં રૂ.૬૩૫ કરોડની ચોખ્ખી વેચવાલી : DIIની રૂ.૧૦૩૬ કરોડની ચોખ્ખી ખરીદી

ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝની આજે-સોમવારે કેશ સેગ્મેન્ટમાં રૂ.૬૩૫.૯૧ કરોડના શેરોની ચોખ્ખી  વેચવાલી  કરી હતી. કુલ રૂ.૧૦,૦૮૨.૦૮  કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૦,૭૧૭.૯૯ કરોડની વેચવાલી કરી હતી. સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો-ડીઆઈઆઈની પણ આજે રૂ.૧૦૩૫.૭૨ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી રહી હતી. કુલ રૂ.૧૭,૩૯૧.૭૮ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૬,૩૫૬.૦૬ કરોડની વેચવાલી કરી હતી.

શેરોમાં રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપ. રૂ.૩.૦૩ લાખ કરોડ વધીને રૂ.૪૮૦.૫૬ લાખ કરોડ રહ્યું

સેન્સેક્સ, નિફટી બેઝડ તેજી સાથે આજે એ ગુ્રપ, સ્મોલ, મિડ કેપ શેરોમાં ફંડોની લેવાલીએ રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં રૂ.૩.૦૩ લાખ કરોડ વધીને રૂ.૪૮૦.૫૬  લાખ કરોડ રહ્યું હતું.

Next Post
પંચમહાલ: કાંકણપુર પોલીસ મથકમાં GRD જવાને 15 લાખનો દારૂ બુટલેગરને વેચી નાખ્યા!, CCTV ફૂટેજથી ફૂટ્યો ભ…

પંચમહાલ: કાંકણપુર પોલીસ મથકમાં GRD જવાને 15 લાખનો દારૂ બુટલેગરને વેચી નાખ્યા!, CCTV ફૂટેજથી ફૂટ્યો ભ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

23 Celebrity Tweets You Missed From The Golden Globes

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…

Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…

વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો

વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો

ભક્તરાજ દાદા ખાચર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ગઢડા (સ્વા.) તથા Sulabh International Social Service Org…

ભક્તરાજ દાદા ખાચર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ગઢડા (સ્વા.) તથા Sulabh International Social Service Org…

ભક્તરાજ દાદાખાચર વિનયન અને વાણિજ્ય કોલેજ, ગઢડાના દ્વિતીય અને તૃતિય વર્ષના વિદ્યાર્થીઓને માટે કે.સી.જ…

ભક્તરાજ દાદાખાચર વિનયન અને વાણિજ્ય કોલેજ, ગઢડાના દ્વિતીય અને તૃતિય વર્ષના વિદ્યાર્થીઓને માટે કે.સી.જ…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…
GUJARAT

Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…

CHENNAI, INDIA / BUSAN, SOUTH KOREA —Selvi, the debut feature by Tamil writer-director Sailesh Rathnakumar, starring and produced by Anjali...

Read more

વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો

ભક્તરાજ દાદા ખાચર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ગઢડા (સ્વા.) તથા Sulabh International Social Service Org…

ભક્તરાજ દાદાખાચર વિનયન અને વાણિજ્ય કોલેજ, ગઢડાના દ્વિતીય અને તૃતિય વર્ષના વિદ્યાર્થીઓને માટે કે.સી.જ…

ચુંદડીવાળા માતાજીના આશ્રમ પર 97મો જન્મ દિવસ મહોત્સવ ઉજવાયો

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In