• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, May 28, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

સુરત પાલિકાના 11301 કરોડના બજેટ પર સતત બીજા દિવસે ચર્ચા | Surat Municipality’s Rs 11301 crore budget…

satyasamachar by satyasamachar
February 17, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
સુરત પાલિકાના 11301 કરોડના બજેટ પર સતત બીજા દિવસે ચર્ચા | Surat Municipality’s Rs 11301 crore budget…
9
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

બેંકિંગ શેરોમાં સેલિંગે સેન્સેક્સ 142 પોઈન્ટ ઘટીને 75868 | Sensex falls 142 points to 75868 on selli…

બેંકિંગ શેરોમાં સેલિંગે સેન્સેક્સ 142 પોઈન્ટ ઘટીને 75868 | Sensex falls 142 points to 75868 on selli…

ઈરાન -અમેરિકા વચ્ચે મડાગાંઠ ઊકેલાઈ જવાની આશાએ ક્રૂડમાં છ ટકાનો કડાકો | Crude oil plunges 6% on hopes…

ઈરાન -અમેરિકા વચ્ચે મડાગાંઠ ઊકેલાઈ જવાની આશાએ ક્રૂડમાં છ ટકાનો કડાકો | Crude oil plunges 6% on hopes…

મોટી માઇક્રોફાઇનાન્સ સંસ્થાઓ માટે ક્રેડિટ ગેરંટી મર્યાદા વધારાઈ | Credit guarantee limit increased f…

મોટી માઇક્રોફાઇનાન્સ સંસ્થાઓ માટે ક્રેડિટ ગેરંટી મર્યાદા વધારાઈ | Credit guarantee limit increased f…

Load More

Surat Corporation : સુરત મહાનગરપાલિકાની સ્થાયી સમિતિ દ્વારા મ્યુનિ. કમિશ્નરે રજુ કરેલા બજેટમાં વધારો કરીને 11301 કરોડનું બજેટ સામાન્ય સભામાં રજૂ કર્યું હતું. આ બજેટ પર સતત બીજા દિવસે ચર્ચા શરુ કરવામાં આવી હતી. બજેટની સામાન્ય સભા પહેલા દિવસે રાત્રીના 11 વાગ્યા સુધી ચાલી હતી જેમાં શાસક અને વિરોધ પક્ષના મળીને 66 સભ્યોએ પોતાની વાત રજૂ કરી હતી.  ત્યાર બાદ આજે બીજા દિવસે સવારે 10 વાગ્યાથી બજેટ પર ચર્ચા શરૂ કરવામાં આવી છે અને આજે મોડી સાંજ સુધીમાં બજેટ પર ચર્ચા પૂરી થાય અને બજેટ મંજુર કરી રાજ્ય સરકારમાં મોકલી આપશે તેવી શક્યતા છે. 

સાંસ્કૃતિક સમિતિના અધ્યક્ષ સોનલ દેસાઈએ કહ્યું હતું, સુરત પાલિકા પ્રાથમિક સુવિધા સાથે કલાકારો-કલાને પણ પ્રોત્સાહન આપે છે. છેલ્લા પાંચ દાયકાથી નાટ્ય સ્પર્ધા કરી રહી છે. સેલ્ફ એમ્પ્લોયમેન્ટ પ્રોગ્રામ અંતર્ગત બે લાખની લોન આપવામાં આવે છે. વિવિધ યોજના થકી મહિલાઓ સહિત અનેકને કરોડો રૂપિયાની લોન મળી છે. 

આરોગ્ય સમિતિના અધ્યક્ષ નેન્સી શાહે કહ્યું હતું, વિપક્ષ કચરાના ઢગલા વિડિયો વાયરલ કરી સ્વચ્છતામાં નંબર ખોટો આવ્યો આક્ષેપ કરે છે પરંતુ તેઓએ જાણવું જોઈએ કે પહેલા નંબર માટે કેટલા માપદંડ છે. આગામી દિવસોમાં ઈન્ડસ્ટ્રીયલ અને ટેક્ષટાઇલ તથા ગાર્ડન વેસ્ટ નિકાલ માટે નીતિ બની રહી છે.    સુરતને મલેરિયા ફ્રી સીટી બનાવવા માટે પણ આયોજન થઈ રહ્યું છે તેના માટે ક્યુ આર કોડ પાયલોટ પ્રોજેક્ટની કામગીરી કરી છે. 24 ફૂડ ઇન્સ્પેક્ટર છે અને પાલિકા વિસ્તાર ઘણો વધ્યો છે તેથી વધુ 21 નવા ફૂડ ઇન્સ્પેક્ટર માટે આયોજન થઈ રહ્યું છે. 

ડ્રેનેજ કમિટીના અધ્યક્ષ કેયુર ચપટવાલાએ કહ્યું હતું, સુરત શહેરમાં દર 500 મીટરે જુદી જુદી રીતે વિકાસના કામો થઈ રહ્યું છે. છેલ્લા પાંચ વર્ષમાં ડ્રેનેજની કેપેસીટી અનેક વધી છે પહેલા 1273 એમ.એલ.ડી.ની જગ્યાએ 2124 એમ.એલ.ડી.ની કેપેસીટી વધી છે.  ભાજપનો વિરોધ કરતા કરતા આ લોકો શહેરના વિરોધ કરવા લાગ્યા છે. 

કાયદા સમિતિના અધ્યક્ષ નરેશ રાણાએ કહ્યું હતું, વર્ષો પહેલા સુરત પાલિકા કોઈ કોમ્યુનીટી હોલ કે પાર્ટી પ્લોટ ન હતા ત્યારે લોકોને સામાજિક પ્રસંગ માટે મુશ્કેલી પડતી હતી. ભાજપના શાસન બાદ 50 કોમ્યુનીટી હોલ છે અને 22 પાર્ટી પ્લોટ પણ છે અને તેનો ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે આર્શીવાદરૂપ છે. 

સ્લમ ઇમ્પ્રુવમેન્ટ કમિટીના અધ્યક્ષ વિજય ચૌમલે કહ્યું હતું, વોર્ડમાં 7 કરોડના ખર્ચ છતાં રોડ તુટ્યા છે અને લોકો હેરાન થાય છે. પરંતુ પોલીમર રોડ બનાવી તે સારા છે તેથી પ્લાનિંગ કરી ડામરના રોડ બનાવવાનું બંધ કરો. સાત કરોડ લોકોના ખર્ચ થયા છતાં વરસાદમાં લોકોની ફરિયાદ કરવી જોઈએ. તેથી ડામર રોડ નહી માત્ર પોલીમર રોડ બનાવો. સહારા દરવાજાથી સારોલી વચ્ચે બ્રિજ ટુકડા ટુકડામાં બનાવી પૈસાનો વ્યય થયો છે. વરાછાની જેમ મોટો બ્રિજ બનાવી લોકોના પૈસા બચે તેવું આયોજન કરવું જોઈએ. 

પાણી સમિતિના અધ્યક્ષ હિમાંશું રાઉલજીએ કહ્યું હતું, 2051 સુધીનું પાણીની જરૂરિયાતનું આયોજન કરવામાં આવ્યું છે. 1.68 કરોડની વસ્તી માટે 3131 એમ.એલ.ડી પાણીની જરૂરિયાત છે તે મુજબ હાલ આયોજન થઈ રહ્યું છે. હાલ 1500 એમ.એલ.ડી. પાણી આપવામાં આવે છે આ ટર્મ પુરી થાય તે પહેલાં 2488 એમ.એલ.ડી. પાણી પુરવઠોની કેપેસીટી થઈ જશે અને નજીકના ભવિષ્યમાં લોકાર્પણ પણ થશે. 

વિપક્ષના કોર્પોરેટર રચના હીરપરાએ બજેટને વચનોના મહેલ અને હકીકત ખંડેર હોવાનું જણાવ્યું હતું. એક તરફ કરોડોની જાહેરાતો અને દાવાઓ થાય છે જ્યારે બીજી તરફ કચરાના મોટા મોટા પહાડોની નીચે કૌભાંડો દબાવાય છે અને બીજી બાજુ સામાન્ય સુરત વાસી સમયાંતરે ગંદા પાણી ગટરિયાપુર ટ્રાફિકવાળા ગરનાળા ઉભરાતી ખાડીઓ અને તેની આસપાસ રહેલા મચ્છર  સૌથી વધુ ભયાનક ટ્રાફિક દબાણ અને ખાડાવાળા રોડથી જનતા ત્રાહિમામ છે 30 વર્ષથી વધુ સમયથી સત્તા પક્ષ દ્વારા રજુ થયું બજેટ “વચનોના મહેલ અને હકીકતના ખંડેર” જેવું બજેટ છે.

.વિપક્ષ સભ્ય સેજલ માલવિયા બજેટ સભામાંથી સસ્પેન્ડ

ભાજપના નગરસેવક દિનેશ જોધાણી ભાષણ કરી રહ્યા હતા ત્યારે વિપક્ષના સભ્ય સેજલ માલવિયાએ વચ્ચે જવાબ આપ્યો હતો. જેથી મેયરે તેમણે સભામાંથી અડધો કલાક માટે બહાર નીકળી જવા ટકોર કરી હતી પરંતુ ત્યારબાદ પણ સેજલબેને વિપક્ષના સભ્ય પણ બોલતા હોય ત્યારે શાસક પક્ષના કોઈ સભ્ય બોલે તો તેમને પણ સભામાંથી બહાર મોકલવાનું જણાવતા મેયર દ્વારા સેજલ માલવિયાએ બજટે સભામાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા.

Next Post
VIDEO: ‘ભારત-ફ્રાન્સ બનાવશે એવરેસ્ટની ઊંચાઈ સુધી ઉડનારું હેલિકોપ્ટર’, મેકોં સાથેની PCમાં બોલ્યા PM મ…

VIDEO: 'ભારત-ફ્રાન્સ બનાવશે એવરેસ્ટની ઊંચાઈ સુધી ઉડનારું હેલિકોપ્ટર', મેકોં સાથેની PCમાં બોલ્યા PM મ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

બેંકિંગ શેરોમાં સેલિંગે સેન્સેક્સ 142 પોઈન્ટ ઘટીને 75868 | Sensex falls 142 points to 75868 on selli…

બેંકિંગ શેરોમાં સેલિંગે સેન્સેક્સ 142 પોઈન્ટ ઘટીને 75868 | Sensex falls 142 points to 75868 on selli…

ઈરાન -અમેરિકા વચ્ચે મડાગાંઠ ઊકેલાઈ જવાની આશાએ ક્રૂડમાં છ ટકાનો કડાકો | Crude oil plunges 6% on hopes…

ઈરાન -અમેરિકા વચ્ચે મડાગાંઠ ઊકેલાઈ જવાની આશાએ ક્રૂડમાં છ ટકાનો કડાકો | Crude oil plunges 6% on hopes…

મોટી માઇક્રોફાઇનાન્સ સંસ્થાઓ માટે ક્રેડિટ ગેરંટી મર્યાદા વધારાઈ | Credit guarantee limit increased f…

મોટી માઇક્રોફાઇનાન્સ સંસ્થાઓ માટે ક્રેડિટ ગેરંટી મર્યાદા વધારાઈ | Credit guarantee limit increased f…

ટેરિફ વોરને કારણે નિકાસમાં વૈવિધ્યતાના ભારતના વ્યૂહને સફળતાના સંકેત | India’s strategy of diversifyi…

ટેરિફ વોરને કારણે નિકાસમાં વૈવિધ્યતાના ભારતના વ્યૂહને સફળતાના સંકેત | India’s strategy of diversifyi…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
બેંકિંગ શેરોમાં સેલિંગે સેન્સેક્સ 142 પોઈન્ટ ઘટીને 75868 | Sensex falls 142 points to 75868 on selli…
GUJARAT

બેંકિંગ શેરોમાં સેલિંગે સેન્સેક્સ 142 પોઈન્ટ ઘટીને 75868 | Sensex falls 142 points to 75868 on selli…

મુંબઈ : વૈશ્વિક મોરચે અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્વના અંત અને ડિલની શકયતાના ફરી અહેવાલ વહેતાં થતાં આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડ...

Read more

ઈરાન -અમેરિકા વચ્ચે મડાગાંઠ ઊકેલાઈ જવાની આશાએ ક્રૂડમાં છ ટકાનો કડાકો | Crude oil plunges 6% on hopes…

મોટી માઇક્રોફાઇનાન્સ સંસ્થાઓ માટે ક્રેડિટ ગેરંટી મર્યાદા વધારાઈ | Credit guarantee limit increased f…

ટેરિફ વોરને કારણે નિકાસમાં વૈવિધ્યતાના ભારતના વ્યૂહને સફળતાના સંકેત | India’s strategy of diversifyi…

એન્ટી ડમ્પિંગ ડયૂટીની બાકી પડેલી ભલામણોના અમલ નહીં થતા નુકસાન | Damages due to non implementation of…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In