![]()
વડોદરાપ્રેમજાળમાં ફસાયેલી બે સંતાનોની માતા પાસેથી પ્રેમી યુવકે સોનાના દાગીના તથા રોકડ મળીને કુલ રૃપિયા ૧૫.૬૫ લાખની મતા પડાવી લીધી હતી. જે અંગે પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
બે સંતાનોની માતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગત ઓક્ટોબર મહિનામાં સોશ્યલ મીડિયા પર મારો સંપર્ક રાજેશ ઉર્ફે રૃદ્ર પરસોત્તમભાઇ સુથાર (રહે. ઉત્તમનગર, અમદાવાદ, મૂળ રહે. ધાનેરા, થરાદ) સાથે થયો હતો. ત્યારબાદ અમારા વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. રૃદ્ર મને મળવા માટે વડોદરા આવ્યો હતો. મને હોટલમાં લઇ જઇને તેણે શરીર સંબંધ બાંધ્યો હતો. તે દરમિયાન મારા ગળામાંથી સોનાનું ૧૩ગ્રામ વજનનું મંગળસૂત્ર રિપેરીંગ કરવાના બહાને તે લઇ ગયો હતો અને વેચી દીધું હતું. મારે શેેરબજારમાં નુકસાન થયું છે. તેવું કહીને રૃપિયા માંગતા મેં મારા ઓળખીતા પાસેથી ૧.૩૦ લાખ રૃપિયા અપાવ્યા હતા. તેણે વડોદરા નોકરી કરવા આવવું છે. તે આખો દિવસ ઘરે જ રહેતો હતો અને હું એકલી હોઉં ત્યારે મારી સાથે શરીર સંબંધ બાંધતો હતો. તેણે મારા મોબાઇલમાંથી પ્રોસેસ કરીને ૨.૩૬ લાખની લોન પણ લઇ લીધી હતી.
ત્યારબાદ મને ખબર પડી કે, રૃદ્ર મોબાઇલમાં ઓનલાઇન ગેમ રમતો હતો. ગેમમાં હારી જતા તેણે મારી પાસે વધુ રૃપિયાની માગણી કરી હતી. મેં ના પાડતા તેણે ધમકી આપી હતી કે, આપણા સંબંધ વિશે હું તારા ઘરના સભ્યોને જાણ કરી દઇશ. મેં તેેને કુલ૧૫.૬૫ લાખ રૃપિયા આપ્યા હતા. તે રૃપિયા તેણે પરત કર્યા નથી. કંટાળેલી પરિણીતાએ પરિવારજનોને જાણ કરી છટકું ગોઠવી છેવટે આરોપીને પકડી લઇ પોલીસને સોંપી દીધો હતો.

















