ભારતીય શિક્ષક પ્રશિક્ષણ સંસ્થાન ગાંધીનગર અને રાષ્ટ્રીય સેવા યોજના એકમનાં વિધાર્થી ભાઈઓ અને બહનો માટે જિલા ચુંટણી વિભાગ, ગાંધીનગર દ્વારા મતદાનનાં સંદર્ભમાં મતદાન જાગૃતિ અને મતદાન પ્રતિજ્ઞા કાર્યક્રમનું આયોજન કરાવામ આવ્યું.
જેમાં ભારતીય શિક્ષક પ્રશિક્ષણ સંસ્થાન ગાંધીનગર કડીનાં 350 વિદ્યાર્થી ભાઈ અને બહનોએ ભાગ લીધો હતો. કાર્યક્રમમાં મુખ્ય સ્પીકર તરીકે ડો. નીરજ સિલાવટ, અતિથિ વિશેષ તરીકે નિદેશક સી. ઇ. ઑ. ડૉ. દિવ્યા શર્મા, પ્રોફેસર પ્રેરણા સેલાત હેડ પી જી ડિપાર્ટમેન્ટ, ડો. દીપ્તિ ખન્ના હેડ બી. એસ સી.બી. એડ., ડો. સુધીર ટંડેલ, રાષ્ટ્રીય સેવા યોજના એકમના કોર્ડીનેટર ડો. દર્શના લીખાડા, ડો. હેમંત મૌર્યા, ડો. રોશની અદીયેચા, ડો. રશ્મિ બારીયા, ડો દીપક ચૌધરીઅને સ્વયં સેવક મેઘા તડવી, સંજય યાદવ તેમજ બ્રિજ સુતરીયા ઉપસ્થિત રહ્યા હતા. સ્વાગત પ્રવચન શ્રી મેઘા તડવી દ્વારા આપવામાં આવ્યું હતું.
કાર્યક્રમની શરૂવાત રાષ્ટ્રીય સેવા યોજનાનાં ગીત સાથે કરવામાં આવી હતી. અતિથીનું મોમેન્ટો દ્વારા સમ્માન ડૉ. દર્શના લિખાડા દ્વારા કરવામાં આવ્યું હતું. મુખ્ય સ્પીકર તરીકે ગાંધીનગરનાં સ્વીપ પ્રોગ્રામનાં નોડલ અધિકારીશ્રી ડૉ. નીરજ સિલાવટ દ્વારા પોતાના સંબોધનમાં વિદ્યાર્થીઓ અને યુવાઓ તેમજ નાગરિકોએ વિપુલ માત્રામાં મતદાન કરે તેવો સંકલ્પ પણ આપ્યું હતું. મતદાન પ્રતિજ્ઞાનું વાચન પણ ગાંધીનગરનાં સ્વીપ પ્રોગ્રામનાં નોડલ અધિકારીશ્રી ડૉ. નીરજ સિલાવટ દ્વારા કરાવવામાં આવ્યું હતું.
કાર્યક્રમનાં અંતે આભાર દર્શન રાષ્ટ્રીય સેવા યોજના એકમના પ્રોગ્રામ કોર્ડીનેટર ડૉ. દર્શના લીખાડા દ્વારા કરવામાં આવ્યું હતું. જયારે સંપૂર્ણ કાર્યક્રમનું સંચાલન રાષ્ટ્રીય સેવા યોજના એકમના સ્વયં સેવકો દ્વારા કરવામાં આવ્યું હતું. સંપૂર્ણ કાર્યક્રમનું આયોજન અને સંચાલન ગાંધીનગરનાં સ્વીપ પ્રોગ્રામનાં નોડલ અધિકારીશ્રી ડૉ. નીરજ સિલાવટ દ્વારા કરવામાં આવ્યું હતું.