સુરેન્દ્રનગર
મનપા, પાંચ
નગરપાલિકાનું જ રૃ.૯૯.૪૦ કરોડનું બિલ બાકી
વઢવાણમાં
સૌથી વધુ બાકીદારો ઃ જિલ્લામાં ૨૫ ટકા સુધીનો તોતિંગ વીજ લોસ ઘટાડવા ૫૫૨
અધિકારીઓની ટીમો મેદાનમાં
સુરેન્દ્રનગર –
સુરેન્દ્રનગર જિલ્લામાં પીજીવીસીએલ વિભાગ દ્વારા બાકી વીજ બિલોની
વસૂલાત અને વીજ ચોરી અટકાવવા માટે અત્યાર સુધીની સૌથી મોટી ઝુંબેશ હાથ ધરવામાં આવી
છે. જિલ્લામાં કુલ ૮૭,૯૯૫ ગ્રાહકોના ૧૫૧ કરોડ રૃપિયા જેટલા માતબર
વીજ બિલો બાકી હોવાથી તંત્રએ કડક વલણ અપનાવ્યું છે. આજથી સમગ્ર જિલ્લામાં બાકીદારોના
વીજ કનેક્શન કાપી નાખવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૃ કરી દેવામાં આવી છે.
વીજ
લોસ ઘટાડવા અને ઉઘરાણી પૂર્ણ કરવા માટે પીજીવીસીએલ દ્વારા ૫૫૨ જેટલા અધિકારીઓ અને
કર્મચારીઓની વિશેષ ટીમો બનાવવામાં આવી છે. આ ટીમો ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં
ઘરે-ઘરે તેમજ ખેતરોમાં જઈને બાકી વીજ બિલ ધારકોના જોડાણો સ્થળ પર જ કાપી રહી છે.
ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાનો વીજ લોસ ૨૫ ટકાથી પણ વધુ છે, જે ગુજરાતની અન્ય વીજ
કચેરીઓની સરખામણીએ સૌથી વધુ હોવાથી તંત્રએ હવે દરોડા પાડીને દંડ ફટકારવાની અને
કાયદેસરની કાર્યવાહી પણ તેજ કરી છે.
આશ્ચર્યજનક
બાબત એ છે કે માત્ર સામાન્ય જનતા જ નહીં,
પરંતુ સુરેન્દ્રનગર મહાનગરપાલિકા અને અન્ય પાંચ નગરપાલિકાઓનું પણ
કુલ ૯૯.૪૦ કરોડ રૃપિયાનું વીજ બિલ બાકી છે. સરકારી કચેરીઓ અને સ્થાનિક સ્વરાજ્યની
સંસ્થાઓ દ્વારા બિલ ભરપાઈ કરવામાં ન આવતા સામાન્ય નાગરિકોમાં પણ ઉગ્ર રોષ જોવા મળી
રહ્યો છે અને તેમની સામે પણ કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. જિલ્લાના કુલ ૧૦
તાલુકાઓ પૈકી સૌથી વધુ વઢવાણ તાલુકામાં ૨૨,૯૩૫ વીજ ધારકોએ
બિલ ભર્યા નથી.
ક્યાં
તાલુકામાં કેટલું વીજ બિલ બાકી
તાલુકો બાકી વિજ બીલની સંખ્યા રકમ
સાયલા ૧૦,૯૨૯ રૃ.૧૩.૧૮ કરોડ
ધ્રાંગધ્રા ૧૯,૭૬૬ રૃ.૧૦.૩૪ કરોડ
વઢવાણ ૨૨,૯૩૫ રૃ.૦૯.૨૬ કરોડ
ચોટીલા ૫,૬૭૭ રૃ.૦૪ કરોડ
દસાડા ૫,૫૩૨ રૃ.૩.૯૦ કરોડ
થાનગઢ ૬,૮૯૩ રૃ.૦૩.૮૧ કરોડ
લીંબડી ૪,૬૮૨ રૃ.૦૨.૪૩ કરોડ
ચુડા ૫,૪૮૪ રૃ.૦૨.૧૦ કરોડ
મુળી ૪,૩૨૨ રૃ.૦૨.૦૮ કરોડ
લખતર ૧,૩૭૦ રૃ.૦.૫૯ લાખ
કંઇ
નગરપાલિકાનું કેટલું વીજ બીલ બાકી
પાલિકા બાકી બિલ રકમ
સુરેન્દ્રનગર રૃ.૬૧.૯૨ કરોડ
ચોટીલા રૃ.૦૭.૫૨ કરોડ
થાનગઢ રૃ.૪.૩૫ કરોડ
લીંબડી રૃ.૪.૨૫ કરોડ
ધ્રાંગધ્રા રૃ.૧૦.૯૩ કરોડ
પાટડી રૃ.૧૦.૮૮ કરોડ
પહેલા
સરકારી કચેરીઓના કનેક્શન કાપોઃ કોંગ્રેસ
સુરેન્દ્રનગર
જિલ્લામાં વધતા વીજલોસ વચ્ચે પીજીવીસીએલ દ્વારા સામાન્ય જનતા સામે કડક કાર્યવાહી કરાતા
રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસ પક્ષે રજૂઆત કરી છે કે જ્યારે નગરપાલિકા અને અન્ય સરકારી
કચેરીઓના કરોડો રૃપિયાના બિલો બાકી છે,
ત્યારે માત્ર જનતાના કનેક્શન કાપવા અન્યાયી છે. તંત્ર દ્વારા નિષ્પક્ષતા
દાખવી બાકીદાર સરકારી કચેરીઓના પણ વીજ જોડાણો તાત્કાલિક કાપવામાં આવે તેવી પ્રબળ માંગ
ઉઠી છે.
















