![]()
વડોદરાઃ તાંદલજાના સનફાર્મા રોડ પર રૃપિયાની લેવડદેવડ બાબતે ફર્નિચરની દુકાનમાં તોડફોડના બનેલા બનાવના પ્રત્યાઘાત રૃપે ગઇકાલે રાત્રે ફતેગંજમાં વળતો હુમલો કરવાનો બનાવ બન્યો હતો.જેથી સયાજીગંજ પોલીસે ચાર હુમલાખોર તેમજ તેમની મદદગાર બનેલી મહિલાની ધરપકડ કરી છે.
સનફાર્મારોડની દુકાનમાં રૃ.પાંચેક હજારની ઉઘરાણી બાબતે વીસેક દિવસ પહેલાં ત્રણથી ચાર જણાએ તોડફોડ કરી હતી.જે બનાવનો વીડિયો વાયરલ થયો હતો અને સોનુ શર્મા તેમજ તેના પિતા અને બે કાકાના નામો ખૂલ્યા હતા.જો કે આ બનાવમાં બંને પક્ષે સમાધાન થતાં પોલીસ કેસ થયો નહતો. આમ છતાં જે પી રોડ પોલીસે બંને પક્ષના સાગરીતોની અટકાયત કરી હતી.
ઉપરોક્ત બનાવ બાદ ગઇકાલે તા૨૫મીએ રાત્રે ફર્નિચરના દુકાનદાર યામીન શેખ,કેસરખાન અને અન્ય ત્રણ સાગરીતોએ શિવાંગિની નામની પરિચિત મહિલા મારફતે સોનુ શર્માને ફર્નિચરના કામ માટે ફતેગંજ બોલાવ્યો હતો અને તેના પર ખૂની હુમલો કર્યો હતો.
સયાજીગંજના પીઆઇ સ્વપ્નિલ પંડયાએ કહ્યું હતું કે,ઉપરોક્ત બનાવ અંગે કેસરખાન અબરારખાન પઠાણ(અલિફ હાઇટ્સ,હુસેન પાર્ક,ગોરવા),યામીન સલિમભાઇ શેખ(અલ સફા રેસિડેન્સી,સનફાર્મા રોડ),કાસીમ ઉર્ફે મુસા નદિમભાઇ પઠાણ( કુમાર ચાલ,છાણી રોડ,નવાયાર્ડ),ફિરોજ દિલીપભાઇ રાઠોડ (સમશેર નગર,બોરીયા તળાવ,ગોરવા), મો.હુસેનખાન પઠાણ(ગોકુલ એપાર્ટમેન્ટ, નાગરવાડા) અને શિવાંગિની રોનકભાઇ પટેલ(કામનાથ મહાદેવ મંદિર પાસે)ની ધરપકડ કરી છે.















