![]()
અમદાવાદ, શુક્રવાર
વટવામાં રહેતી મહિલાનો પતિ વર્ષ અગાઉ કોઈ ગુના હેઠળ જેલમાં સજા ભોગવી રહ્યો હતો. દરમિયાન મહિલાની ઓફિસે પોલીસ કોન્સ્ટેબલનો યુનિફોર્મ પહેરીની આરોપી આવ્યો હતો અને તેમના પતિના જામીન કરાવી આપવાનું કહીને મહિલા પાસેથી રૃા.૬ લાખ પડાવી લીધા હતા. મહિલાને નકલી પોલીસ હોવાની જાણ થતા જાન્યુઆરી મહિનામાં અરજી આપી હતી રામોલ પોલીસે સીસીટીવી ફૂટેજ આધારે આરોપીની ધરપકડ કરી
મહિલાએ મહિલાએ સોશિયલ મિડિયામાં આપઘાતની ચિમકી આપેલી સીસીટીવી ફૂટેજ આધારે પોલીસે નકલી પોલીસને પકડયો
વટવાના ગામડી વિસ્તારમાં રહેતી મહિલાએ રામોલ પોલીસ સ્ટેશનમાં ખેડા જિલ્લાના યુવક સામે ફરિયાદ નોંધાવી છે કે મહિલાએ જાન્યુઆરી મહિનામાં રામોલ પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી કે જેમાં ઉલ્લેખ કરાયો છે કે એક વર્ષ અગાઉ પોલીસનો યુનિફોર્મ પહેરીને ક્રાઇમ બ્રાચમાંથી આવું છું કહીને તેમની ઓફિસે આવ્યો હતો.
મહિલાના પતિ જેલમાં હોવાથી તેના જામીન કરાવી આપીશે તેમ કહીને મહિલા પાસેથી રૃા.૬ લાખ પડાવી લીધા હતા. જેથી મહિલાએ રામોલ પોલીસ સ્ટેશન અને સોશિયલ મીડિયામાં પોતે આપઘાત કરવાની ચીમકી આપી હતી જેથી પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીની પકડયો હતો પૂછપરછમાં ૬ લાખ રૃપિયા લીધા હોવાની કબુલાત કરી હતી. જો કે અરજદાર મહિલા સાથે આરોપીનું સમાધાન થયું હતું.















