અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: સર્વ ધર્મ એક બની લુપ્ત થતા શેરી ગરબાને જીવંત રાખવાના પ્રયાસ સાથે વેરીટાસ બિલ્ડીંગ ખાતે નવલી નવરાત્રીનું ભવ્ય આયોજન કરાયું. પ્રથમ નોરતે મન મૂકી ઝુમયા રહીશો..
માં જગદંબાના આરાધ્ય પર્વ નવલી નવરાત્રીનો રાજ્યભરમાં આરંભ થયો છે ત્યારે અમદાવાદ સોલા હાઇકોર્ટ સામે આવેલ વેરીટાસ બિલ્ડીંગ ખાતે લુપ્ત થતા શેરી ગરબાને જીવંત રાખવાના અને એક છત નીચે સમગ્ર પરિવારના લોકો માં જગદંબાની ભક્તિ સાથે ગરબા રમી શકે તે હેતુથી અલ્હાદક શુશોભન સાથે નવલી નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે.
નવરાત્રિના પ્રથમ દિવસે બિલ્ડીંગની માં દુર્ગાના દેવી સ્વરૂપ 9 બાળાઓ દ્વારા જ ઘટ સ્થાપન સહિત માં જગદંબાની પૂજા અને આરતી કરવામાં આવી. જેના સંપૂર્ણ સંચાલન અને આયોજનમાં પોતાના કામકાજમાં સતત વ્યસત રહેતા પુરુષો તો ગૃહિણીઓએ સમયનો સંપૂર્ણ સહયોગ આપી સુંદર આયોજન કર્યું હતું. અદભુત અને અલૌકિક માં જગદંબાના તમામ સ્વરૂપોની પ્રતીતિ કરાવતું પ્રવેશ દ્વાર, સેલ્ફી પોઇન્ટ, શબરી મલયના સહિયારે તેજ પાથરતું લાઇટિંગ અને અદભુત ડેકોરેશન સાથે રાહીશોનું ભક્તિમય વાતાવરણ શેરી ગરબાને જીવંત કરતું નજરે જોવા મળે છે.
પ્રથમ નોરતે જગદંબાની આરાધનામાં લિન થતા અધ્યાત્મિમ વાતાવરણ સાથે ક્યાંક વડીલો પ્રાચીન ગરબો માથે મૂકી તો યુવતીઓ, મહિલાઓ ગરબાના વસ્ત્રોમાં સજ્જ બની ગીતોના તાલે ગરબે ઝૂમતા નજરે જોવા મળ્યા હતા. આવનાર 9 દિવસના નવરાત્રીના પર્વને લઈ બિલ્ડીંગના રહીશો તમામ મનમોટાવ ભૂલી એકજુઠ બની એક પરિવારરૂપે અહીં વિવિધ તહેવારો સહિત આ નોરતાના પર્વને હર્ષોલ્લાસથી વિવિધ આયોજનો સાથે ઉજવણી કરવામાં આવશે..
અહીંના અગ્રણી રહીશ કીર્તિભાઈ બ્રહ્નભટ્ટ દ્વારા જણાવાયું હતું કે આ વેરીટાસ અમારો પરિવાર છે અને છેલ્લા 3.મહિનાથી અહીંના વડીલો, બાળકો, પુરુષો અને મહિલાઓ સતત એકજુથ બની આ આયોજનની તૈયારીઓમાં લાગેલા હતા.
જેમાં અહીંની મહિલાઓએ સતત કાર્યશીલ રહી આ સફળતાનું આયોજન કર્યું છે. બિલ્ડીંગની બાળાઓ દ્વારા જ આ ઉત્સવનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું અને અહીંની દીકરીઓ દ્વારા માં જગદંબાના નવ સ્વરૂપ અંગે સૌને તેનો મહિમા પણ રજૂ કર્યો હતો. પાર્ટીપ્લોટની જાહોજલાલીને નેવે મૂકી અમે સૌએ એક બની પહેલાના સમયના ગવાતા શેરી ગરબાની શરૂઆત કરી છે જેથી આ પરંપરા, સંસ્કૃતિ અને ગરબાનો મહિમા આવનાર સમયની પેઢી પણ જાળવી રાખે.















