![]()
વડોદરા જિલ્લાના ડભોઇ-શિનોર રોડ પર સેગવા પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં વાઘોડિયા રોડનો ૧૯ વર્ષીય એક યુવક ડૂબ્યો હોવાની વિગતો મળતાં કરજણ નગરના ફાયર બ્રિગેડના જવાનો દ્વારા ગઇકાલે શોધખોળ કરવામાં આવી હતી.
કેનાલ પાસેથી યુવકના કપડાં મળી આવતાં તે કેનાલમાં ડૂબ્યો હોવાની આશંકા મજબૂત બની હતી.જેને કારણે આજે વડોદરા ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી. જીઆઇડીસી ફાયર બ્રિગેડના સૈનિક વિપુલ સાધુએ કહ્યું હતું કે,અમારી ત્રણ ટીમોએ ૯ કિમી વિસ્તારમાં તપાસ કરી હતી.પરંતુ કોઇ પત્તો લાગ્યો નહતો.
દરમિયાનમાં ઉપરોક્ત સ્થળે ગૂમ થયેલા યુવકની સાથે બીજા પણ બે મિત્રો હોવાની ચર્ચા ચાલી રહી છે.જેથી શિનોર પોલીસ દ્વારા બનાવને નજરે જોનાર કોઇ છે કે કેમ તેની વિગતો મેળવવા ખેત મજૂરો તેમજ અન્ય ગ્રામજનોની પૂછપરછ કરવામાં આવી રહી છે.