• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Tuesday, September 22, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

૪૭.૯૮ લાખના હેરોઇનના કેસમાં વડોદરા એસ.ઓ.જી.ના એ.એસ.આઇ.ની ધરપકડ | Vadodara SOG ASI arrested in heroin…

satyasamachar by satyasamachar
February 1, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
૪૭.૯૮ લાખના હેરોઇનના કેસમાં વડોદરા એસ.ઓ.જી.ના એ.એસ.આઇ.ની ધરપકડ | Vadodara SOG ASI arrested in heroin…
2
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સાવધાન! છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ | dangerous risks of stopping a sneeze health tips

Load More

 વડોદરા,૪૭.૯૮ લાખના હેરોઇનના કેસમાં પકડાયેલા આરોપી સાથે વડોદરા એસ.ઓ.જી.ના એ.એસ.આઇ. ની સંડોવણી હોવાની વિગતો સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમની તપાસમાં બહાર આવી હતી. ૨૧ દિવસની તપાસ દરમિયાન પોલીસે પુરતા પુરાવા એકત્રિત કરી એ.એસ.આઇ.ની આજે ધરપકડ કરી છે. જેના પગલે વડોદરા  પોલીસ તંત્રમાં ખળભળાટ મચી ગયો છે.

ગત ૯ મી જાન્યુઆરીએ સ્ટેટ મોનિંટરિંગ સેલની ટીમે મળેલી માહિતીના આધારે વડોદરા રેલવે સ્ટેશન પરથી ૨૩૯.૯૪૦ ગ્રામ હેરોઇન સાથે આરોપીઅમરીકસિંઘ ઉર્ફે સોનુ સરવણસિંઘ મલ્હી,ઉં.વ.૩૭ (રહે. ગુરૃનાનક નગર, છાણી જકાતનાકા) ને ઝડપી પાડયો હતો. પોલીસને જોઇને તે ભાગવા જતા પટકાતા પગમાં ઇજા પણ થઇ હતી. તપાસ દરમિયાન વડોદરા એસ.ઓ.જી.ના એ.એસ.આઇ. લક્ષ્મીકાંત ભીખુભાઇ દેસાઇ, ઉં.વ.૫૭ (રહે.સનમિલન સોસાયટી,   હાઇટેન્શન રોડ, સુભાનપુરા) ની સીધી સંડોવણી  પકડાયેલા આરોપી સાથે જણાઇ આવી હતી. સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ૨૧ દિવસની તપાસ બાદ તેની ધરપકડ કરી છે. તેની પાસેથી ત્રણ મોબાઇલ ફોન પણ કબજે લેવામાં આવ્યા છે. આ ગુનાની વધુ તપાસ માટે આરોપીના રિમાન્ડ મેળવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. એ.એસ.આઇ. લક્ષ્મીકાંત દેસાઇ સાથે અન્ય કોઇની સંડોવણી છે કે કેમ ?  તે દિશામાં પણ પોલીસે તપાસ  હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, પ્રાથમિક માહિતી મુજબ, એ.એસ.આઇ. લક્ષ્મીકાંત દેસાઇ ડ્રગ્સની હેરાફેરી અટકાવવા માટે કામ કરતી  પોલીસની મુવમેન્ટની રજેરજની જાણકારી આરોપીને  પહોંચાડતો હતો. જ્યારે  પોલીસની ઘોંસ ઓછી હોય ત્યારે ડિલિવરી કરવા માટે જવાની ટીપ આપી સેફ પેસેજ પૂરો પાડતો હતો.

લક્ષ્મીકાંત દેસાઇ ડમી સીમકાર્ડવાળો મોબાઇલ વાપરતો હતો

વડોદરા,

લક્ષ્મીકાંત દેસાઇ  પાસેથી પોલીસે ત્રણ મોબાઇલ ફોન કબજે લીધા છે. જે મોબાઇલથી તે આરોપી સાથે વાત કરતો હતો. તે મોબાલનું સીમકાર્ડ ડમી હતું. અન્ય વ્યક્તિના નામનું સીમકાર્ડ તેની  પાસે કઇ રીતે આવ્યુુ ?કેટલા સમયથી તે વાપરતો હતો ? તેમજ સોનુ ઉપરાંત અન્ય કેટલા ગુનેગારો સાથે તે સંપર્કમાં હતો. તે અંગે  પણ પોલીસે તપાસ હાથ ધરી છે. 

પોલીસ જવાના તેમના મોબાઇલ નંબરની વિગતો અધિકારીને આપતા નથી

વડોદરા,

એક થી વધુ મોબાઇલ ફોન વાપરતા પોલીસ જવાનોને તેમના તમામ નંબરોની માહિતી ઉચ્ચ અધિકારીને આપવાની સૂચના અગાઉ આપવામાં આવી હતી. તેમછતાંય આવા પોલીસવાળા તે સૂચનાને ઘોળીને  પી ગયા છે. હજીય વડોદરામાં ઘણા પોલીસજવાનો છે. જેઓ એકથી વધુ મોબાઇલ ફોનનો ઉપયોગ કરે છે.

ડ્રગ્સ પેડલર સાથે એક વર્ષમાં ૧૨૫ વખત વાત કરી

વડોદરા,શનિવાર

સ્ટેટ મોનિટરિંગ સેલની તપાસમાં એવી વિગતો પ્રકાશમાં આવી છે કે, એ.એસ.આઇ. લક્ષ્મીકાંત દેસાઇ અને આરોપી સોનુ વચ્ચે છેલ્લા એક વર્ષમાં ૧૨૫ વખત વાતો થઇ છે.  પોલીસ ક્યાં નજર રાખે છે,તેની માહિતી તે આપતો હતો. પોલીસની વોચ ના હોય ત્યારે ફોન કરીને ડિલિવરી કરવા જવાનું કહેતો હતો. ડ્રગ્સ રેકેટમાં એ.એસ.આઇ.ને કેટલા રૃપિયા મળતા હતા. તે અંગે  પણ તપાસ શરૃ કરવામાં આવી છે.

ગેરકાયદે  પ્રવૃત્તિના કારણે અગાઉ કચ્છમાં બદલી થઇ હતી

તેની સાથે જિલ્લા બહાર ગયેલા અન્ય પોલીસ કર્મચારીઓ પણ હાલમાં મહત્વની જગ્યાએ

વડોદરા,

એ.એસ.આઇ. લક્ષ્મીકાંત દેસાઇએ અત્યારસુધી મહત્વની જગ્યાઓ પર જ નોકરી કરતો હતો. પીસીબી, ડીસીબી અને એસ.ઓ.જી. જેવી મહત્વની બ્રાંચમાં તેણે સૌથી વધુ નોકરી કરી છે. અન્ય કોઇ  પોલીસ સ્ટેશનમાં તેની બદલી થાય તો ગણતરીના  દિવસોમાં જ પરત બ્રાંચમાં આવી જતો હતો. અગાઉ  જ્યારે ડીસીબી પોલીસ સ્ટેશનમાં તે નોકરી કરતો હતો ત્યારે ગેરકાયદે અસામાજિક પ્રવૃત્તિના કારણે તેની જિલ્લા બહાર કચ્છ, ગાંધીધામ ખાતે બદલી થઇ હતી. પોતાની વગ વાપરીને તે  પરત વડોદરા આવી ગયો હતો. ઉલ્લેખનીય છે કે, તેની સાથે જિલ્લા બહાર જઇને પરત આવેલા અન્ય પોલીસ કર્મચારીઓ પણ હાલમાં મહત્વની જગ્યાએ ફરજ બજાવે છે.

ભરૃચના બે કોન્સ્ટેબલ એસ.એમ.સી.ના અધિકારીઓનું લોકેશન કાઢી બૂટલેગરોને આપતા હતા

વડોદરા,

કાયદાનું રક્ષણ કરવાની જવાબદારી જેના શિરે છે. તેઓ જ ગેરકાયદે પ્રવૃત્તિ કરતા પકડાય ત્યારે આખા પોલીસ ડિપાર્ટમેન્ટનું નામ બદનામ થાય છે. અગાઉ એસ.એમ.સી.ના સસ્પેન્ડેડ કોન્સ્ટેબલ સાજન આહિરની  પણ કરજણથી પકડાયેલા ૧.૭૩  કરોડના દારૃના કેસમાં ધરપકડ થઇ હતી. જ્યારે ત્રણ વર્ષ અગાઉના એક કિસ્સામાં ભરૃચના બે કોન્સ્ટેબલ દ્વારા પણ એસ.મી.સી.ની માહિતી બૂટલેગર સુધી પહોંચાડવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. જેમાં મયૂર ખુમાન અને અશોક સોલંકી નામના  બે પોલીસ જવાનોને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા હતા. તેઓ એસ.એમ.સી.ના જ અધિકારીઓનું લોકેશન કાઢી બૂટલેગરોને  પહોંચાડતા હતા.

જિલ્લા બહારથી  પરત આવેલા લક્ષ્મીકાંત માટે નિયમોમાં છૂટછાટ 

 વડોદરા,

સામાન્ય રીતે જિલ્લા  બહાર બદલી થઇને આવેલા પોલીસ જવાનોને મહત્વની બ્રાંચ અને જગ્યાએ મૂકવામાં આવતા નથી. પરંતુ, લક્ષ્મીકાંત અને તેની સાથે પરત વડોદરા આવેલા કોન્સ્ટેબલો બ્રાંચમાં જ ફરજ બજાવતા  રહ્યા છે. તે પણ પોલીસ તંત્રમાં ચર્ચાનો વિષય બન્યો છે. અગાઉ એક ગેંગસ્ટર સાથે પણ તેઓના સંપર્ક હોવાના આક્ષેપો કરતી અરજી થઇ હતી.

એએસઆઇ લક્ષ્મીકાન્ત છ મહિના બાદ નિવૃત્ત થનાર હતો

એસએમસી દ્વારા પકડાયેલો વડોદરા એસઓજીનો એએસઆઇ લક્ષ્મીકાન્ત નિવૃત્તિને આરે હતો ત્યારે જ ડ્રગ્સ કેસમાં ધરપકડ થતાં પોલીસ કર્મીઓમાં ચર્ચાનો વિષય બન્યો છે.

પ્રાપ્ત વિગતો મુજબ,ડ્રગ્સ કેસમાં સંડોવણી બદલ પકડાયેલા એસઓજીના એએસઆઇ લક્ષ્મીકાન્તની નોકરી આગામી જુલાઇ મહિનામાં પૂર્ણ થનાર હતી અને નિવૃત્તિને લગતી પ્રક્રિયા પણ શરૃ કરનાર હતો.

લક્ષ્મીકાન્તે અગાઉ ડ્રગ્સના ઘણા કેસો કર્યા હતા.જેથી ગઇ તા.૨૬મી જાન્યુઆરીએ સારી કામગીરી બદલ તેને પોલીસ કમિશનરની ઉપસ્થિતિમાં પ્રશસ્તિ પત્ર પણ આપવામાં આવ્યું હતું.

Next Post
તિરુપતિના લાડવામાં ભેળસેળવાળું ઘી હતું પણ પશુ ચરબીના દાવા પોકળ | Tirupati’s laddu contained adultera…

તિરુપતિના લાડવામાં ભેળસેળવાળું ઘી હતું પણ પશુ ચરબીના દાવા પોકળ | Tirupati's laddu contained adultera...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

શાળાના દાતાશ્રી તરીકે શાળાની પ્રથમ મુલાકાત આવી પ્રેરણાદાયી પણ હોઈ શકે!!!!!

શાળાના દાતાશ્રી તરીકે શાળાની પ્રથમ મુલાકાત આવી પ્રેરણાદાયી પણ હોઈ શકે!!!!!

શ્રી કચ્છ વાગડ લોહાણા મહાજન ટ્રસ્ટ, અમદાવાદ દ્વારા આયોજિત ‘શ્રી પશુપતિનાથ–મુક્તિનાથ દિવ્ય નેપાળ યાત્…

શ્રી કચ્છ વાગડ લોહાણા મહાજન ટ્રસ્ટ, અમદાવાદ દ્વારા આયોજિત ‘શ્રી પશુપતિનાથ–મુક્તિનાથ દિવ્ય નેપાળ યાત્…

दंगल टीवी ने अपने नए शो ‘सोहनी – और नहीं कोई होनी’ का प्रोमो किया जारी

दंगल टीवी ने अपने नए शो ‘सोहनी – और नहीं कोई होनी’ का प्रोमो किया जारी

Dangal TV Unveils the Promo of Its New Show ‘Sohni – Aur Nahi Koi Honi’

Dangal TV Unveils the Promo of Its New Show ‘Sohni – Aur Nahi Koi Honi’

Recent News

Youtube

  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
શાળાના દાતાશ્રી તરીકે શાળાની પ્રથમ મુલાકાત આવી પ્રેરણાદાયી પણ હોઈ શકે!!!!!
GUJARAT

શાળાના દાતાશ્રી તરીકે શાળાની પ્રથમ મુલાકાત આવી પ્રેરણાદાયી પણ હોઈ શકે!!!!!

તારીખ: 21/09/2026 શાળામાં બિલ્ડીંગના દાતાશ્રી હિરેનભાઈ ડુંગરશીભાઈ ગોટી, માતુશ્રી હંસાબેન ડુંગરશીભાઈ, શ્રી શીતલબેન હિરેનકુમાર, શ્રી વાસુ દિનેશભાઈ, શ્રી અનીશા હિરેનકુમાર...

Read more

શ્રી કચ્છ વાગડ લોહાણા મહાજન ટ્રસ્ટ, અમદાવાદ દ્વારા આયોજિત ‘શ્રી પશુપતિનાથ–મુક્તિનાથ દિવ્ય નેપાળ યાત્…

दंगल टीवी ने अपने नए शो ‘सोहनी – और नहीं कोई होनी’ का प्रोमो किया जारी

Dangal TV Unveils the Promo of Its New Show ‘Sohni – Aur Nahi Koi Honi’

ABHISHEK BACHCHAN’S ETPL GETS ITS FIRST-EVER CHAMPIONS: EDINBURGH CASTLE ROCKERS LIFT THE TROPHY

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In