• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, March 9, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે ‘પરંપરાગત આદિવાસી હસ્તકલાકૃતિ, આહાર, વનૌષધિય વેચાણ-પ્રદર્શન મેળા’નો ભવ્ય પ્ર…

satyasamachar by satyasamachar
January 30, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે ‘પરંપરાગત આદિવાસી હસ્તકલાકૃતિ, આહાર, વનૌષધિય વેચાણ-પ્રદર્શન મેળા’નો ભવ્ય પ્ર…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સાવધાન! છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ | dangerous risks of stopping a sneeze health tips

Load More

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલના વરદ હસ્તે ‘પરંપરાગત આદિવાસી હસ્તકલાકૃતિ, આહાર, વનૌષધિય વેચાણ અને પ્રદર્શન મેળા’નું ઉદ્ઘાટન સાબરમતી રિવરફ્રન્ટ, અમદાવાદ ખાતે કરવામાં આવ્યું હતું. આદિજાતિ વિભાગ હેઠળ કાર્યરત ગુજરાત આદિવાસી સંશોધન અને તાલીમ સોસાયટી દ્વારા આયોજિત આ વેચાણ અને પ્રદર્શન મેળો આગામી તા. ૦૩ ફેબ્રુઆરી સુધી યોજાશે.

આ મેળામાં તમામ આદિવાસી ભાઈ-બહેનોને નિઃશુલ્ક સ્ટોલ ફાળવવામાં આવ્યા છે. અહી દરરોજ રાત્રે પ્રખ્યાત આદિવાસીઓ નૃત્ય ટીમો દ્વારા વિવિધ આદિવાસી નૃત્યોની પ્રસ્તુતિ કરશે તેમજ કુલ ૭૫ સ્ટોલ તથા ૧૧૨ હસ્ત કલાકારો-વૈદુ ભગતો ઉપસ્થિત રહ્યા છે. મંત્રીએ આદિવાસી હસ્ત કલાકારો અને વૈદુ ભગતોના સ્ટોલોની મુલાકાત લઈને પ્રોત્સાહિત કર્યા હતા.

આ મેળાના ઉદ્ઘાટન પ્રસંગે આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, આપણે પ્રાકૃતિક, કુદરતી ખેતીવાડી કે અન્ય ચીજ વસ્તુઓનું ઉત્પાદન કરીએ છીએ, પરંતુ તેને બ્રાન્ડ બનાવી શક્યા નથી. જે માટે આ વસ્તુઓ પર વિશ્વાસ, ગુણવત્તા અને ભરોસો ઊભો કરવાનો છે, જેથી આપણે આપણી ચીજ વસ્તુઓની સારી બ્રાન્ડ બનાવી શકીએ. આમ, આદિવાસી સંસ્કૃતિ, હસ્તકલા અને વનૌષધિઓના સંરક્ષણ માટે બ્રાન્ડિંગ તેમજ આધુનિક અભિગમ ખૂબ જરૂરી છે.

મંત્રીએ ઉમેર્યું હતું કે, આજે સમાજમાં ફાસ્ટ ફૂડવાળા ખોરાકને કારણે અનેક રોગ વધ્યા છે. આ રોગોને નિવારવા માટે પ્રાકૃતિક પેદાશોવાળા ખોરાકની ખૂબ જ જરૂરિયાત છે. આગામી સમયમાં પ્રાકૃતિક ચીજ વસ્તુઓની ખૂબ આવશ્યકતા રહેવાની હોવાથી આ પ્રાકૃતિક અને પરંપરાગત ચીજ વસ્તુઓ જાળવી રાખવી અત્યંત જરૂરી છે.

મંત્રી પટેલે કહ્યું હતું કે, દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આદિવાસી સંસ્કૃતિ, પરંપરા, હસ્તકલા, પોશાક, ભાષા, નૃત્ય, ખોરાક, વન ઔષધીઓ, વિચારો, આધ્યાત્મિકતા વગેરેનું સવિશેષ સંરક્ષણ તેમજ સંવર્ધન થાય તે માટે સતત ચિંતનશીલ અને પ્રયત્નશીલ રહ્યા છે. જે માટે તેમણે આદિવાસી સમાજના ઉત્કર્ષ માટે અનેક મહત્વપૂર્ણ યોજનાઓ અમલમાં મૂકી છે.

મને ગર્વ છે કે હું હિન્દુ છું, મને ગર્વ છે કે હું ભારતીય છું અને તેનાથી પણ સવિશેષ મને ગર્વ છે કે હું આદિવાસી છું, તેમ જણાવતા મંત્રીએ કહ્યું હતું કે, આદિવાસી સમુદાયે મારામાં પ્રાકૃતિક અને જમીની સ્તરના મૂલ્યોનું સિંચન કર્યું છે. પોતાના વ્યાવસાયિક અનુભવો વર્ણવતા કહ્યું હતું કે, તેમણે પોતાની વ્યાવસાયિક કારકિર્દી નાના ફટાકડાના ધંધાથી શરૂ કરી હતી. આજે તેઓ જુદા જુદા વ્યવસાયો કરીને એક ઉત્તમ વેપારી બની શક્યા છે. વેપારમાં સાહસિકતા, ધૈર્ય અને પ્રામાણિકતા ખૂબ જરૂરી છે. વેપારમાં નુકસાન થાય તો ડરવું નહીં, પરંતુ મનોમંથન કરવું આવશ્યક છે.

આ કાર્યક્રમમાં કાર્યપાલક નિયામક ડો. સી. સી. ચૌધરીએ ગુજરાત આદિવાસી સંશોધન અને તાલીમ સોસાયટીનો પરિચય અને સોસાયટી દ્વારા આદિવાસી સમુદાયના સંદર્ભમાં કરવામાં આવેલ સંશોધન, તાલીમ, આદિવાસી મેળાઓ વગેરે સંબંધિત કામગીરીની વિસ્તૃત સમજ આપી હતી. આ ઉપરાંત આદિવાસી સમુદાયના સર્વાંગી વિકાસ માટે કાર્યરત યોજનાઓ જેમકે PM-JANMAN, DA-JDUA અને આદિ કર્મયોગી અભિયાન સંદર્ભે રાજ્ય સરકારે કરેલી ઉત્તમ કામગીરી રજૂ કરી હતી.

આ ઉદ્ઘાટન પ્રસંગે સાબરમતી વોર્ડના કોર્પોરેટર બાબુભાઈ રાણા, લાંભા વોર્ડના કોર્પોરેટર શ્રીમતી જશોદાબેન અમલીયાર, આદિજાતિ વિભાગના અધિકારી-કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

Next Post
શાળાઓમાં વિદ્યાર્થિનીઓને ફ્રી સેનેટરી પેડ આપો, નહીંતર માન્યતા રદ; સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક નિર્ણય | …

શાળાઓમાં વિદ્યાર્થિનીઓને ફ્રી સેનેટરી પેડ આપો, નહીંતર માન્યતા રદ; સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક નિર્ણય | ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

12 Things You Didn’t See During The 2017 Golden Globes

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ઇરાનનો સોલિડ ફ્યુએલ મિસાઇલ્સ દ્વારા ઇઝરાયલ પર હુમલો : શાંતિની વાતો જ ભૂલી જાય | Iran’s attack on Isr…

ઇરાનનો સોલિડ ફ્યુએલ મિસાઇલ્સ દ્વારા ઇઝરાયલ પર હુમલો : શાંતિની વાતો જ ભૂલી જાય | Iran’s attack on Isr…

આજથી બજેટ સત્રનો બીજો તબક્કો પ્રથમ દિવસે ઓમ બિરલા સામે વોટિંગ | Voting against Om Birla on the first…

આજથી બજેટ સત્રનો બીજો તબક્કો પ્રથમ દિવસે ઓમ બિરલા સામે વોટિંગ | Voting against Om Birla on the first…

જદયુમાં વિવાદ : નિતિશ કુમાર અને લલ્લનસિંહના સમર્થકો વચ્ચે મારામારી | Controversy in JD U : Fight bre…

જદયુમાં વિવાદ : નિતિશ કુમાર અને લલ્લનસિંહના સમર્થકો વચ્ચે મારામારી | Controversy in JD U : Fight bre…

૫૦૦, ૧૦૦૦ની નોટો બંધ થયાના ૧૦ વર્ષે કમિશનથી વટાવવાનો કારોબાર | 15 percentin ewe monien alillis won e…

૫૦૦, ૧૦૦૦ની નોટો બંધ થયાના ૧૦ વર્ષે કમિશનથી વટાવવાનો કારોબાર | 15 percentin ewe monien alillis won e…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
ઇરાનનો સોલિડ ફ્યુએલ મિસાઇલ્સ દ્વારા ઇઝરાયલ પર હુમલો : શાંતિની વાતો જ ભૂલી જાય | Iran’s attack on Isr…
GUJARAT

ઇરાનનો સોલિડ ફ્યુએલ મિસાઇલ્સ દ્વારા ઇઝરાયલ પર હુમલો : શાંતિની વાતો જ ભૂલી જાય | Iran’s attack on Isr…

ઇરાન નમતું જોખવા તૈયાર નથી આ મિસાઇલ્સ ખતરનાક છે તેમાં પ્રક્ષેપ સમયે જ ફ્યુઅલ ભરવું પડે તેમ નથી : વહેલું...

Read more

આજથી બજેટ સત્રનો બીજો તબક્કો પ્રથમ દિવસે ઓમ બિરલા સામે વોટિંગ | Voting against Om Birla on the first…

જદયુમાં વિવાદ : નિતિશ કુમાર અને લલ્લનસિંહના સમર્થકો વચ્ચે મારામારી | Controversy in JD U : Fight bre…

૫૦૦, ૧૦૦૦ની નોટો બંધ થયાના ૧૦ વર્ષે કમિશનથી વટાવવાનો કારોબાર | 15 percentin ewe monien alillis won e…

રાષ્ટ્રપતિની સુરક્ષાના પ્રોટોકોલનો ભંગ કેન્દ્રએ બંગાળ સરકારનો જવાબ માગ્યો | Center seeks Bengal gove…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In