• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, June 17, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

તળાજા તાલુકાના નવી કામળોલ ગામે અતિ પ્રાચીન કામનાથ મહાદેવ મંદિરમાં તા.૧૫ ફેબ્રુઆરી રવિવારે મહા શિવરાત…

satyasamachar by satyasamachar
February 8, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
તળાજા તાલુકાના નવી કામળોલ ગામે અતિ પ્રાચીન કામનાથ મહાદેવ મંદિરમાં તા.૧૫ ફેબ્રુઆરી રવિવારે મહા શિવરાત…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સાવધાન! છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ | dangerous risks of stopping a sneeze health tips

Load More

તળાજા તાલુકાના નવી કામળોલ ગામે અતિ પ્રાચીન કામનાથ મહાદેવ મંદિરમાં તા.૧૫ ફેબ્રુઆરી રવિવારે મહા શિવરાત્રી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. આ દિવસે અભિષેક પૂજા, દીપમાળા,રુદ્રી, રુદ્રાષ્ટક,ચાર પ્રહરની પૂજા સહિત ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

ભાવનગર જિલ્લામાં તળાજા થી પાંચેક કિલોમીટર છેટે,તળાજા – બગદાણા રોડ પર નવી કામલોલ ગામે એક એકર જમીનમાં,નદીને કાંઠે બીલી અને લીમડા સહિતના વૃક્ષોની સઘન વનરાજી વચ્ચે કામનાથ દાદા બિરાજમાન છે.સનાતન અને શિવ ભક્તોમાં કામનાથ દાદાનો ભારે મહિમા છે.

મહાશિવરાત્રી પર્વે કામનાથ દાદાની રસપ્રદ પ્રાગટય કથા જાણવા જેવી છે.પુરાતત્વ વિભાગના નિષ્ણાતોના મત પ્રમાણે આ શિવલિંગ અંદાજે 400 વર્ષ પુરાણું પ્રાચીન શિવલિંગ છે.મંદિરને અડીને ક્યારેક કમળાઈ અને હવે તળાજીના નામે ઓળખાતી નદીના એક ઊંડા ધરામાં થી આ શિવલિંગ મળ્યું હતું.આજે એ ધરો મહાદેવીયા ધરા તરીકે ઓળખાય છે. લગભગ દોઢસો વર્ષ પહેલાં પ્રાચીન મંદિરના મૂળ ગર્ભ ગૃહને જાળવીને આ શિવાલયનો જીર્ણોદ્ધાર થયો હતો.

આજે ગુજરાતના ગામે ગામ જેઓ બાપા સીતારામના વહાલા નામે ભાવિકોના આરાધ્ય બની ગયા છે એવા પરમ સમર્થ બજરંગદાસ બાપાને આ જગ્યા અને મહાદેવ દાદા પ્રત્યે ખૂબ ભાવ અને આસ્થા હતી.તેમણે ગામના ખેડૂત પાસેથી જમીન ખરીદીને કામનાથ મહાદેવ દાદાને સમર્પિત કરી હતી.તળાજા થી બગદાણા જતા ભક્તો આ સ્થળે વિસામો કરે,અને સંતો,ભક્તો,અભ્યાગતોની અહીં સેવા થાય એવો એમનો ભાવ હતો.

આજે પણ વારસાઈ ટ્રસ્ટના સંચાલકો દ્વારા બાપાની પ્રેરણા થી શરૂ થયેલી આ સેવા પરંપરા જાળવી રાખવામાં આવી છે.

નદીમાંથી શિવલિંગની સાથે પોઠિયાની ખંડિત પ્રતિમા,ભૈરવજી સહિત વિવિધ પ્રતિમાઓ, અને પથ્થરની સિંહ પ્રતિમા મળી હતી. જે સંકેત આપે છે કે સદીઓ પહેલા અહીં શિવજી અને માતા શક્તિનું ભવ્ય દેવાલય હોવું જોઈએ.અહીં થી પુરાતત્વ ખાતાએ કેટલાક અવશેષો લીધા હતા.બાકીના આજે પણ યાદગીરી રૂપે જાળવી રાખવામાં આવ્યા છે.બીલીના 15 થી વધુ વૃક્ષોની વનરાજી બિલ્વ વન વચ્ચે શિવાલયની આસ્થા વધારે છે. આ જગ્યા મહા શિવરાત્રીની કથાની યાદ અપાવે છે અને સાક્ષાત શિવધામની અનુભૂતિ આ પાવન જગ્યાએ થાય છે.

હાલમાં પરિવાર પરંપરા અનુસરીને મહંત હરદેવગિરી દોલતગીરી આ જગ્યાએ સેવા પૂજા ,દેખરેખ અને સંચાલન કરે છે.આખું વર્ષ વિવિધ શિવ પર્વો અને ઉત્સવોની ધૂમધામ થી ઉજવણી આ જગ્યાને જીવંત અને ઉર્જાવાન રાખે છે.

રસપ્રદ વાત એ છે કે મહંત હરદેવગીરી પૂર્વ જીવનમાં એક સફળ પત્રકાર રહ્યા હતા. તેમણે પ્રતિષ્ઠિત ગ્રુપના અખબારમાં બે થી વધુ દાયકા સુધી કલમકર્મ કર્યું. વડોદરા આવૃત્તિના નિવાસી તંત્રીની જવાબદારી અદા કરી.તે પછી પત્રકારીતા છોડીને એમણે શિવ સેવા સ્વીકારીને ગોસ્વામી પરિવારની વારસાઈ પરંપરા દીપાવી છે.મહા શિવરાત્રીના પર્વે આ શિવાલયમાં ચાર પ્રહરની પૂજા, રુદ્રાભિષેક,લઘુ રુદ્રની ભક્તિ સરવાણી વહે છે જેનો ભાવિકો વ્યાપક લાભ લઈને શિવમય બને છે.

સ્થળ ના અપરંપાર મહિમાની જાણકારી આપતાં હરદેવગિરી જણાવે છે કે બગદાણા થી 14 કીમી અને તલાજાથી 5 કીમી દુર આ સ્થાન છે. પૂજય બજરંગદાસ બાપા અહીં અવાર નવાર આવતા. અહી સાધુ સંતો માટે જમવાની રહેવાની વ્યવસ્થા છે.

બાપા સીતારામ એટલેકે બગદાણાનાં બજરંગદાસ બાપુ એ અમોને 20 વીઘા જમીન ખરીદીને ભેટ આપી હતી. આ મંદિરનું શિવલિંગ સ્વયંભૂ છે. 400 વર્ષ પૌરાણિક છે. વર્તમાન મંદિર 145 વર્ષ જૂનું છે. બીજીવાર જીર્ણોધાર કર્યે ૧૮ વર્ષ થયા છે. મૂળ મંદિરની સ્થિતિમાં તોડફોડ કર્યા વગર જીર્ણોધાર કર્યો છે.

હરદેવ ગીરીએ વડોદરામાં લાંબો નિવાસ કર્યો છે. એટલે વડોદરાના શિવ ભક્તોને આમંત્રણ આપતાં કહે છે કે ભાવનગર આવો તો આ કામનાથ ધામ અવશ્ય આવજો. રહેવા જમવાની વ્યવસ્થા છે. ગમે તેટલી વ્યક્તિ હશો કોઈ ચિંતા નથી,બધાનું સ્વાગત થશે. પરિવાર સાથે આવનાર માટે તો અલગ વ્યવસ્થા છે. અભિષેક પૂજા સહિત વિધિવત શિવ પૂજનનો લ્હાવો લેવા જેવો છે.

Next Post
દરભંગામાં 6 વર્ષની માસૂમની દુષ્કર્મ બાદ હત્યા, લોહીલુહાણ લાશ મળી આવતાં હિંસા ભડકી | Darbhanga Bihar …

દરભંગામાં 6 વર્ષની માસૂમની દુષ્કર્મ બાદ હત્યા, લોહીલુહાણ લાશ મળી આવતાં હિંસા ભડકી | Darbhanga Bihar ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

‘ભારત પર હુમલો થશે તો અમે યુદ્ધમાં કુદી જઈશું’ G7 સમિટમાં PM મોદીની સામે ટ્રમ્પનું નિવેદન | PM Modi …

‘ભારત પર હુમલો થશે તો અમે યુદ્ધમાં કુદી જઈશું’ G7 સમિટમાં PM મોદીની સામે ટ્રમ્પનું નિવેદન | PM Modi …

ખેડૂત આંદોલન મુદ્દે રાજકારણ: ટ્રેક્ટર રેલીમાં AAPએ છેલ્લી ઘડીએ જોડાઈને રાજકીય સ્ટંટ કર્યાનો કોંગ્રેસ…

ખેડૂત આંદોલન મુદ્દે રાજકારણ: ટ્રેક્ટર રેલીમાં AAPએ છેલ્લી ઘડીએ જોડાઈને રાજકીય સ્ટંટ કર્યાનો કોંગ્રેસ…

ગુજરાતમાં શિક્ષકોનું રાજ્યવ્યાપી આંદોલન: જૂની પેન્શન યોજના અને TET/TAT મુક્તિની ઉગ્ર માંગ સાથે ધરણા …

ગુજરાતમાં શિક્ષકોનું રાજ્યવ્યાપી આંદોલન: જૂની પેન્શન યોજના અને TET/TAT મુક્તિની ઉગ્ર માંગ સાથે ધરણા …

‘આદિત્ય પટેલ’ બનીને યુવતીઓને ફસાવનાર કરીમ સામે વધુ એક ફરિયાદ: લગ્નના બહાને દુષ્કર્મ આચરી માંગી હતી ખ…

‘આદિત્ય પટેલ’ બનીને યુવતીઓને ફસાવનાર કરીમ સામે વધુ એક ફરિયાદ: લગ્નના બહાને દુષ્કર્મ આચરી માંગી હતી ખ…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
‘ભારત પર હુમલો થશે તો અમે યુદ્ધમાં કુદી જઈશું’ G7 સમિટમાં PM મોદીની સામે ટ્રમ્પનું નિવેદન | PM Modi …
GUJARAT

‘ભારત પર હુમલો થશે તો અમે યુદ્ધમાં કુદી જઈશું’ G7 સમિટમાં PM મોદીની સામે ટ્રમ્પનું નિવેદન | PM Modi …

PM Modi And Donald Trump : ફ્રાન્સના એવિયન શહેરમાં યોજાયેલી 52મી G7 સમિટ દરમિયાન ભારત-અમેરિકાના સંબંધોમાં એક નવો વળાંક આવ્યો છે....

Read more

ખેડૂત આંદોલન મુદ્દે રાજકારણ: ટ્રેક્ટર રેલીમાં AAPએ છેલ્લી ઘડીએ જોડાઈને રાજકીય સ્ટંટ કર્યાનો કોંગ્રેસ…

ગુજરાતમાં શિક્ષકોનું રાજ્યવ્યાપી આંદોલન: જૂની પેન્શન યોજના અને TET/TAT મુક્તિની ઉગ્ર માંગ સાથે ધરણા …

‘આદિત્ય પટેલ’ બનીને યુવતીઓને ફસાવનાર કરીમ સામે વધુ એક ફરિયાદ: લગ્નના બહાને દુષ્કર્મ આચરી માંગી હતી ખ…

Explainer: સીમાંકન બિલ 2026, બંગાળ-તમિલનાડુના સમીકરણો બદલાતા મોદી સરકારનો 850 બેઠકોનો માસ્ટર પ્લાન |…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In