• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, April 10, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

દિપિન્દર ગોયલે છોડ્યું ‘Eternal’નું CEO પદ: હવે નવા સાહસો અને હાઈ-રિસ્ક પ્રોજેક્ટ્સ પર કરશે કામ | de…

satyasamachar by satyasamachar
January 21, 2026
in INDIA, INDIA
Reading Time: 2 mins read
A A
0
દિપિન્દર ગોયલે છોડ્યું ‘Eternal’નું CEO પદ: હવે નવા સાહસો અને હાઈ-રિસ્ક પ્રોજેક્ટ્સ પર કરશે કામ | de…
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સાવધાન! છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ | dangerous risks of stopping a sneeze health tips

Load More

Deepinder Goyal resigns as Eternal CEO: ઝોમેટો અને બ્લિન્કિટની પેરેન્ટ કંપની ‘ઈટર્નલ’ (Eternal)માંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. કંપનીના સ્થાપક અને સીઈઓ દિપિન્દર ગોયલે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. હવે તેઓ વાઇસ ચેરમેનની ભૂમિકા સંભાળશે. આગામી 1 ફેબ્રુઆરીથી બ્લિન્કિટના સ્થાપક અલ્બિન્દર ઢિંડસા આ જવાબદારી સંભાળશે.

શા માટે દિપિન્દર ગોયલે પદ છોડ્યું?

દિપિન્દર ગોયલે તેમનું પદ છોડવા પાછળનું મુખ્ય કારણ તેમના નવા અને સાહસિક વિઝનને ગણાવ્યું છે. તેમણે શેરધારકોને પત્ર લખીને બહુ જ સ્પષ્ટતાથી સમજાવ્યું છે કે, હાલમાં તેમનું મન એવા પ્રોજેક્ટ્સ અને વિચારોમાં પરોવાયેલું છે જેમાં જોખમનું પ્રમાણ ઘણું વધારે છે અને જેમાં સતત નવા પ્રયોગો કરવાની જરૂર છે. ગોયલના મતે, ‘ઈટર્નલ’ હવે એક પબ્લિક લિસ્ટેડ કંપની છે, જેની જવાબદારી હજારો રોકાણકારો પ્રત્યે હોય છે. આવા કિસ્સામાં, ખૂબ જ જોખમી પ્રયોગો કંપનીની અંદર રહીને કરવાને બદલે સ્વતંત્ર રીતે બહાર રહીને કરવા વધુ ઉચિત છે, જેથી મુખ્ય કંપનીના બિઝનેસ પર તેની કોઈ નકારાત્મક અસર ન પડે.

હવે અલ્બિન્દર ઢિંડસા સંભાળશે ‘ઈટર્નલ’ની કમાન 

બીજી તરફ, કંપનીના ભાવિ નેતૃત્વ વિશે તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો છે. તેમણે જણાવ્યું કે હવેથી કંપનીના તમામ રોજબરોજના અને ઓપરેટિંગ નિર્ણયોની જવાબદારી અલ્બિન્દર ઢિંડસા સંભાળશે. અલ્બિન્દરની ક્ષમતા પર ભાર મૂકતા ગોયલે કહ્યું કે, બ્લિન્કિટને ખરીદવાથી લઈને તેને આર્થિક રીતે સધ્ધર બનાવવામાં અલ્બિન્દરનું મહત્ત્વની યોગદાન રહ્યું છે. તેમની આ જ કાર્યક્ષમતા સાબિત કરે છે કે તેઓ માત્ર બ્લિન્કિટ જ નહીં, પણ સમગ્ર ‘ઈટર્નલ’ ગ્રૂપને સફળતાપૂર્વક આગળ લઈ જવા માટે સંપૂર્ણ રીતે સક્ષમ છે. આ ફેરફાર સાથે દિપિન્દર ગોયલ હવે તેમના નવા સંશોધનો અને ‘ડીપ-ટેક’ સાહસો પર ધ્યાન કેન્દ્રિત કરશે.

લીડરશિપ ટ્રાન્ઝિશન: શેર હોલ્ડિંગમાં ફેરફાર

આ ટ્રાન્ઝિશનના ભાગરૂપે, દિપિન્દર ગોયલે તેમના તમામ અનવેસ્ટેડ સ્ટોક ઓપ્શન્સ(ESOPs) પરત કરી દીધા છે, જે હવે કંપનીના એમ્પ્લોયી સ્ટોક ઓપ્શન પૂલમાં જશે.

ફૂડ ડિલિવરી બાદ હવે ‘ડીપ-ટેક’ પર ફોકસ

દિપિન્દર ગોયલ છેલ્લા એક વર્ષથી વિજ્ઞાન અને અત્યાધુનિક ટેકનોલોજી(Deep-Tech)માં રસ લઈ રહ્યા છે. તેમના નવા સાહસો મુખ્યત્વે માનવ સ્વાસ્થ્ય અને ભવિષ્યની ટેકનોલોજી પર આધારિત છે.

તેમણે LAT એરોસ્પેસ નામના સ્ટાર્ટઅપમાં અંદાજે ₹165 કરોડ ($20 મિલિયન) જેવું મોટું રોકાણ કર્યું છે, જે અંતરિક્ષ ક્ષેત્રે કામ કરે છે. આ ઉપરાંત, માનવ આયુષ્ય વધારવા અને સ્વાસ્થ્ય સુધારવા માટે તેમણે ‘Continue’ નામનું રિસર્ચ કેન્દ્ર શરૂ કર્યું છે. એટલું જ નહીં, તેમણે ‘Temple’ નામનું એક અનોખું ગેજેટ પણ બનાવ્યું છે, જે ઘડિયાળની જેમ પહેરી શકાય છે અને તે મગજમાં લોહીના પરિભ્રમણ પર સતત નજર રાખે છે. ટૂંકમાં, ગોયલ હવે પૃથ્વીથી લઈને અંતરિક્ષ અને માનવ શરીરના રહસ્યો ઉકેલવા તરફ આગળ વધી રહ્યા છે.

આ પણ વાંચો: VIDEO : વસઈના સમુદ્રમાં ‘ઉકળતું પાણી’, કુદરતી ગેસ લીકેજ કે પાઇપલાઈન ફાટી તે દિશામાં સઘન તપાસ શરૂ

2008થી 2026 સુધીની સફર

દિપિન્દર ગોયલે 2008માં પંકજ ચઢ્ઢા સાથે મળીને ‘ફૂડીબે'(Foodiebay) તરીકે આ કંપનીની શરૂઆત કરી હતી, જે પાછળથી ઝોમેટો બની. એક સમયે રેસ્ટોરન્ટના મેનૂ બતાવતી આ એપ આજે ભારતની સૌથી મોટી ફૂડ ડિલિવરી અને ક્વિક કોમર્સ કંપની બની ગઈ છે.

રસપ્રદ વાત એ છે કે, ગોયલે અગાઉ એક પોડકાસ્ટમાં પણ સંકેત આપ્યો હતો કે તેઓ પ્રોડક્ટ સાઈડ પર કામ કરવા વધુ ઈચ્છુક છે અને મોટી સંસ્થા ચલાવવા કરતા ચીફ પ્રોડક્ટ ઓફિસર તરીકે કામ કરવામાં તેમને વધુ રસ છે.

દિપિન્દર ગોયલે છોડ્યું 'Eternal'નું CEO પદ: હવે નવા સાહસો અને હાઈ-રિસ્ક પ્રોજેક્ટ્સ પર કરશે કામ 2 - image

Next Post
અરવલ્લીમાં ખનન તાત્કાલિક બંધ કરો, તપાસ માટે નિષ્ણાતોની સમિતિ રચો… સુપ્રીમ કોર્ટનો કડક નિર્દેશ | Ar…

અરવલ્લીમાં ખનન તાત્કાલિક બંધ કરો, તપાસ માટે નિષ્ણાતોની સમિતિ રચો... સુપ્રીમ કોર્ટનો કડક નિર્દેશ | Ar...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

VIDEO: સેલ્ફીના ચક્કરમાં મસ્તી ભારે પડી, કેમેરા સામે 3 કિશોરીઓનું ઝરણામાં ડૂબી જતાં મોત | Girls Drow…

VIDEO: સેલ્ફીના ચક્કરમાં મસ્તી ભારે પડી, કેમેરા સામે 3 કિશોરીઓનું ઝરણામાં ડૂબી જતાં મોત | Girls Drow…

યમુનામાં હોડી પલટી જતાં 6થી વધુ શ્રદ્ધાળુઓના મોત, 17નું રેસ્ક્યૂ: યુપીના વૃંદાવનમાં મોટી દુર્ઘટના | …

યમુનામાં હોડી પલટી જતાં 6થી વધુ શ્રદ્ધાળુઓના મોત, 17નું રેસ્ક્યૂ: યુપીના વૃંદાવનમાં મોટી દુર્ઘટના | …

‘ખાડી ક્ષેત્રના દેશો સાથે સતત સંપર્કમાં છીએ, કતાર ભારત માટે ઊર્જાનો મહત્ત્વનો સપ્લાયર’, કેન્દ્રનું મ…

‘ખાડી ક્ષેત્રના દેશો સાથે સતત સંપર્કમાં છીએ, કતાર ભારત માટે ઊર્જાનો મહત્ત્વનો સપ્લાયર’, કેન્દ્રનું મ…

AC વાપરવા છતાં બિલ ઘટશે! ઉનાળામાં વીજળીની બચત કરવાની 8 બેસ્ટ ટિપ્સ | how to reduce electricity bill in summer tips

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
VIDEO: સેલ્ફીના ચક્કરમાં મસ્તી ભારે પડી, કેમેરા સામે 3 કિશોરીઓનું ઝરણામાં ડૂબી જતાં મોત | Girls Drow…
GUJARAT

VIDEO: સેલ્ફીના ચક્કરમાં મસ્તી ભારે પડી, કેમેરા સામે 3 કિશોરીઓનું ઝરણામાં ડૂબી જતાં મોત | Girls Drow…

Girls Drown In Waterfall Andhra Pradesh: આંધ્ર પ્રદેશના અલ્લુરી સીતારામ રાજુમાં ગુરુવારે(9 એપ્રિલ, 2026) સેલ્ફીના ચક્કરમાં ત્રણ કિશોરીઓ ઝરણામાં ડૂબી...

Read more

યમુનામાં હોડી પલટી જતાં 6થી વધુ શ્રદ્ધાળુઓના મોત, 17નું રેસ્ક્યૂ: યુપીના વૃંદાવનમાં મોટી દુર્ઘટના | …

‘ખાડી ક્ષેત્રના દેશો સાથે સતત સંપર્કમાં છીએ, કતાર ભારત માટે ઊર્જાનો મહત્ત્વનો સપ્લાયર’, કેન્દ્રનું મ…

AC વાપરવા છતાં બિલ ઘટશે! ઉનાળામાં વીજળીની બચત કરવાની 8 બેસ્ટ ટિપ્સ | how to reduce electricity bill in summer tips

સુરતના ખજોદમાં આગ અને GPCBની નોટિસ બાદ પાલિકા તંત્ર સફાળું જાગ્યું : ડ્રીમ સિટી નજીક 5 લાખ લિટર પાણી…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In