• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, May 1, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

બજેટ 2026ની તમામ મોટી જાહેરાત: ઈન્કમ ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર નહીં, બેટરી અને વિમાનનું ઈંધણ સસ્તું …

satyasamachar by satyasamachar
February 1, 2026
in INDIA, INDIA
Reading Time: 3 mins read
A A
0
બજેટ 2026ની તમામ મોટી જાહેરાત: ઈન્કમ ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર નહીં, બેટરી અને વિમાનનું ઈંધણ સસ્તું …
1
VIEWS
Share on FacebookShare on Twitter

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે સંસદમાં બજેટ રજૂ કર્યું છે. ત્યારે ટૂંકમાં અને સરળ શબ્દોમાં જાણો આજના બજેટની તમામ મોટી જાહેરાતો:

બજેટ બાદ શું સસ્તું થશે?

વિદેશ યાત્રાના પેકેજ 

કપડાં 

ચામડાની વસ્તુઓ

સિન્થેટિક પગરખાં

કેન્સર-શુગરની દવાઓ

લિથિયમ આયર્ન બેટરી/મોબાઈલ બેટરી

સોલાર ગ્લાસ

મિક્સ CNG

માઈક્રોવેવ ઓવન

વિમાનોનું ઈંધણ વગેરે…

ઇન્કમ ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર નહીં

ઈન્કમ ટેક્સ પર કોઈ પણ પ્રકારની છૂટની જાહેરાત નથી કરાઈ. વર્તમાન ઇન્કમ ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર કરાયો નથી. નાણામંત્રીની બજેટ સ્પીચ પુરી થયા બાદ શેરમાર્કેટમાં કડાકો બોલ્યો હતો. એક સમયે તો સેન્સેક્સ 2300 પોઈન્ટ ગબડ્યો અને નિફ્ટી 600થી વધારે પોઈન્ટ ગબડ્યો હતો. જો કે બાદમાં ધીમે ધીમે શેરમાર્કેટ રિકવરી તરફ આગળ વધ્યું પરંતુ એ સ્પષ્ટ છે કે આ બજેટથી રોકાણકારો થોડા નિરાશ થયા છે. 

કસ્ટમ ડ્યૂટીમાં રાહત

– 17 કેન્સર વિરોધી દવાઓની કસ્ટમ ડ્યૂટીમાં રાહત

– SEZ – સ્પેશ્યલ ઈકોનોમિક ઝોનમાં બનેલા સામાન પર કસ્ટમ ડ્યૂટીમાં રાહત

– સંરક્ષણ ક્ષેત્રમાં અને વિમાનના રિપેરિંગ માટેના કાચા માલ પર કસ્ટમ ડ્યૂટીમાં રાહત

– મહત્ત્વની ખનીજો અને ઉદ્યોગને પ્રોત્સાહન આપતા કાચા માલ પર કસ્ટમ ડ્યૂટીમાં રાહત

મેડિકલ ટુરિઝમ

સરકાર આગામી સમયમાં મેડિકલ ટુરિઝમને પ્રોત્સાહન આપવા તરફ પગલાં લેશે. આ માટે 5 સેન્ટર બનાવવામાં આવશે જેમાં રાજ્યોને સરકાર મદદ કરશે. આ સિવાય લોથલ અને હસ્તિનાપુર જેવા દેશનો વૈવિધ્યસભર વારસો ધરાવતા 15 સ્થળોનો વિકાસ કરવામાં આવશે.

માનસિક સ્વાસ્થ્યને મહત્ત્વ

બદલાતા સમય અને યુગમાં શારીરિક સ્વાસ્થ્યની સાથે માનસિક સ્વાસ્થ્યને પણ એટલું જ મહત્ત્વ આપવામાં આવી રહ્યું છે. જે બાબતે સરકાર પણ પગલાં લેશે.  NIMHANS 2.0 પ્રોગ્રામ હેઠળ ઉત્તર ભારતમાં બે સંસ્થાઓ શરૂ થશે. 

ટેક્સટાઇલ ક્ષેત્ર માટે જાહેરાતો

– રાષ્ટ્રીય ફાઈબર યોજના

– વસ્ત્ર વિસ્તાર અને રોજગાર યોજના

– રાષ્ટ્રીય હસ્તકલા કાર્યક્રમ

– ટેક્સ્ટ-ઇકોન પહેલ

– સમર્થ 2.0 

ટેક્સ પેયર્સ અને વિદેશી રોકાણકારો માટે મહત્વના ફેરફાર

કેન્દ્રીય બજેટ 2026માં નાણામંત્રી નિર્મલા સીતારમણે કરદાતાઓ માટે મોટી રાહતની જાહેરાત કરી. હવે આવકવેરા રિટર્ન રિવાઈઝ કરવાની સમયમર્યાદા 31 ડિસેમ્બરથી વધારીને 31 માર્ચ સુધી લંબાવવામાં આવી, જોકે તેના માટે નજીવી ફી ચૂકવવી પડશે. આ ઉપરાંત આઈટીઆર ફાઇલ કરવાની ટાઈમલાઇનમાં પણ ફેરફાર સૂચવાયો. જેમાં ITR 1 અને 2 ભરનારા વ્યક્તિગત કરદાતાઓ 31 જુલાઈ સુધી રિટર્ન ભરી શકશે, જ્યારે ટ્રસ્ટ અને નોન-ઓડિટ બિઝનેસ માટે આ મર્યાદા 31 ઓગસ્ટ સુધી રહેશે. 

વિદેશી રોકાણકારો માટે માટે જાહેરાત 

નાણામંત્રીએ બાયબેક કેપિટલ ટેક્સનો પ્રસ્તાવ પણ રજૂ કર્યો. વિદેશી રોકાણને આકર્ષવા માટે બોન્ડેડ ઝોનમાં મેન્યુફેક્ચરર્સને કેપિટલ ગુડ્સ અને સાધનો પૂરા પાડતા બિન-નિવાસીઓને 5 વર્ષ માટે આવકવેરામાંથી મુક્તિ આપવાની મોટી જાહેરાત થઈ. 

સ્કૂલ-કોલેજોમાં કન્ટેન્ટ ક્રિએટર લેબ બનશે

બજેટ ભાષણમાં નાણા મંત્રીએ જાહેરાત કરી હતી કે, દેશભરની 15,000 ઉચ્ચતર માધ્યમિક અને 500 કોલેજોમાં ‘કન્ટેન્ટ ક્રિએટર લેબ્સ’ સ્થાપવામાં આવશે. આ પહેલ મુંબઈ સ્થિત ‘ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ક્રિએટિવ ટેકનોલોજી’ (IICT)ના સહયોગથી શરૂ કરાશે. આ લેબ્સ દ્વારા વિદ્યાર્થીઓને નાનપણથી જ ક્રિએટિવ ટેકનોલોજી અને ડિજિટલ કન્ટેન્ટ નિર્માણની તાલીમ મળશે.

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સાવધાન! છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ | dangerous risks of stopping a sneeze health tips

Load More

5 વર્ષમાં 20 નવા જળમાર્ગનો પ્રસ્તાવ

નાણામંત્રી નિર્મલા સીતારમણે 2026-27 ના બજેટમાં વારાણસી અને પટનામાં જહાજ સમારકામ સુવિધાઓ સ્થાપવાની જાહેરાત કરી. પાંચ વર્ષમાં 20 નવા જળમાર્ગોનું નિર્માણ પ્રસ્તાવિત છે. આંતરિક જળમાર્ગો અને દરિયાકાંઠાના શિપિંગનો હિસ્સો વધારવા પર ભાર મૂકવામાં આવશે. સીપ્લેનને પ્રોત્સાહન આપવામાં આવશે. 

1 એપ્રિલથી ઈનકમ ટેક્સ એક્ટ 2025 લાગુ થશે

ઈનકમ ટેક્સ એક્ટ 2025 આગામી 1 એપ્રિલથી લાગુ થઇ જશે. જેને લગતા નવા નિયમ અને ફોર્મ જલદી જ જાહેર કરાશે. 

ખેડૂતો માટે ‘ભારત વિસ્તાર’ AI ટૂલ

બજેટ 2026માં નાણામંત્રી નિર્મલા સીતારમણે ખેડૂતો માટે ‘ભારત વિસ્તાર’ AI ટૂલની કરી જાહેરાત.

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે રવિવારે રજૂ કરેલા બજેટ 2026માં ખેતી ક્ષેત્રને આધુનિક બનાવવા માટે એક ક્રાંતિકારી કદમ ઉઠાવ્યું છે. સરકાર દ્વારા ‘ભારત વિસ્તાર’ (Bharat Vistar) નામનું એક બહુભાષી AI-આધારિત પ્લેટફોર્મ લોન્ચ કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ ટૂલનો મુખ્ય હેતુ ખેડૂતોને પાક આયોજન, હવામાનની આગાહી, જંતુ વ્યવસ્થાપન અને બજારની કિંમતો અંગે સચોટ સલાહ આપીને તેમના જોખમો ઘટાડવાનો છે.

આ AI ટૂલ દેશના ‘એગ્રી-સ્ટેક’ (Agri-stack) સાથે સંકલિત કરવામાં આવશે, જેનાથી ખેડૂતોને તેમની પોતાની ભાષામાં માર્ગદર્શન મળશે. 

સુરત-ડંકુની ફ્રેઇટ કોરિડોરની જાહેરાત

સુરતથી પશ્ચિમ બંગાળના ડંકુની વચ્ચે રેલવે ટ્રેક બનશે. આ ખાસ રેલવે ટ્રેક માત્ર માલગાડીઓ માટે હશે. જેનાથી સુરતનું ટેક્સટાઇલ અને ડાયમંડ માર્કેટ સીધું પૂર્વીય ભારત સાથે ઝડપથી જોડાશે. ટ્રક કરતાં ટ્રેન દ્વારા માલ મોકલવો સસ્તો અને ઝડપી થતાં સુરતના વેપારીઓને ફાયદો થશે. 

7 નવી હાઇ સ્પીડ રેલ કોરિડોર

1. મુંબઈ-પૂણે

2. પૂણે-હૈદરાબાદ

3. હૈદરાબાદ-ચેન્નઈ

4.હૈદરાબાદ-બેંગલુરુ

5.ચેન્નઈ-બેંગલુરુ

6.દિલ્હી-વારાણસી

7.વારાણસી-સિલિગુડી

આયુર્વેદ અને યોગને પ્રોત્સાહન

દેશમાં ત્રણ નવા ઓલ ઈન્ડિયા આયુર્વેદ ઇન્સ્ટિટ્યૂટ બનાવવામાં આવશે. આયુષ ફાર્મસી અને ઔષધિઓના ટેસ્ટિંગ માટેની લેબ્સને આધુનિક બનાવવામાં આવશે. યોગને દુનિયાભરમાં સ્વીકૃતિ મળી છે.  તેના પ્રચાર પ્રસાર માટે પગલાં લેવાશે. 

મહાત્મા ગાંધી ગ્રામ સ્વરાજ યોજના

નાણામંત્રીએ ‘મહાત્મા ગાંધી ગ્રામ સ્વરાજ’ યોજના દ્વારા ભારતીય હસ્તકલા અને ખાદી ઉદ્યોગને વૈશ્વિક સ્તરે લઈ જવાનો રોડમેપ રજૂ કર્યો છે. આ યોજના ગ્રામીણ અર્થતંત્રના પરંપરાગત સ્તંભોને આધુનિક વૈશ્વિક બજાર સાથે જોડવાની દિશામાં એક મોટું પગલું માનવામાં આવે છે.

એક જિલ્લો એક ઉત્પાદન

યોજના હેઠળ ગ્રામીણ યુવાનો અને વણાટકામ સાથે જોડાયેલા લોકોને આધુનિક તાલીમ, સ્કીલિંગ અને વધારે સારી ઉત્પાદન ટેકનોલોજી સાથે જોડવામાં આવશે. ‘એક જિલ્લો એક ઉત્પાદન’ (One District One Product) યોજનાને પણ ગ્રામીણ સ્તરે મજબૂતી આપશે.

ઈન્ડિયા સેમિકંડક્ટર મિશન 2.0 ની શરૂઆત થશે

આધુનિક ભારતના રોડમેપમાં સેમિકંડકટર ભવિષ્યમાં મોટો ભાગ ભજવશે. જે માટે સરકાર નવા રોકાણ અને સાહસોને પ્રોત્સાહન આપશે. જે માટે ઈન્ડિયા સેમિકંડક્ટર મિશન 2.0ની જાહેરાત કરાઇ છે. 

‘બાયોફાર્મા શક્તિ’ યોજનામાં 5 વર્ષમાં ₹10,000 કરોડ ખર્ચાશે

ભારતીય દવાઓની દુનિયાભરમાં માંગ છે. સરકાર આ ક્ષેત્રમાં રિસર્ચ અને ડેવલપમેન્ટ માટે વધુ બજેટ ફાળવશે. ક્લિનિકલ ટ્રાયલ્સથી લઇને એક્સપોર્ટ સુધીની સુવિધાઓ વધારવા પર ધ્યાન અપાશે. 

મહિલાઓ માટે SHE માર્ટની જાહેરાત

કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણે મહિલાઓ માટે SHE માર્ટની જાહેરાત કરતાં કહ્યું કે આ યોજના હેઠળ ગામડાની મહિલાઓ કેપ્ટન તરીકે કામ સંભાળશે. SHE નો અર્થ સેલ્ફ હેલ્પ ગ્રૂપ છે. લખપતિ દીદીની જેમ સરકારે મહિલાઓને ક્રેડિટ લિંક્સ માર્ટ્સની જવાબદારી સોંપવાનો પ્રસ્તાવ મૂક્યો છે. તેના માધ્યમથી ગામડાની મહિલાઓ આજીવિકા રળી શકશે. 

Next Post
Budget 2026: ઇન્કમ ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર નહીં, પણ ડાયરેક્ટ ટેક્સ અંગે મોટી જાહેરાતો | Budget 202…

Budget 2026: ઇન્કમ ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર નહીં, પણ ડાયરેક્ટ ટેક્સ અંગે મોટી જાહેરાતો | Budget 202...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

1 મે: સુરતમાં ‘ગુજરાત ગૌરવ દિન’ની થશે રંગેચંગે ઉજવણી, મોટરસાયકલ કરતબ આકર્ષણનું કેન્દ્ર | Gujarat Sth…

1 મે: સુરતમાં ‘ગુજરાત ગૌરવ દિન’ની થશે રંગેચંગે ઉજવણી, મોટરસાયકલ કરતબ આકર્ષણનું કેન્દ્ર | Gujarat Sth…

અમદાવાદ: નારોલમાં અકસ્માતની મધ્યસ્થી કરવા બાબતે થયેલી તકરારમાં મહિલા પર હુમલો | Woman Attacked with …

અમદાવાદ: નારોલમાં અકસ્માતની મધ્યસ્થી કરવા બાબતે થયેલી તકરારમાં મહિલા પર હુમલો | Woman Attacked with …

‘તેના અનેક સાથે આડા સંબંધ છે’, અમદાવાદમાં બે બાળકોના પિતાએ પત્નીથી ત્રાસી જીવન ટૂંકાવ્યું | husband …

‘તેના અનેક સાથે આડા સંબંધ છે’, અમદાવાદમાં બે બાળકોના પિતાએ પત્નીથી ત્રાસી જીવન ટૂંકાવ્યું | husband …

ગાંધીનગર: રાજ્ય નાણા વિભાગે 27 આસિસ્ટન્ટ ટેક્સ કમિશનરની કરી નિમણૂક, જુઓ યાદી | Gujarat Finance Dept …

ગાંધીનગર: રાજ્ય નાણા વિભાગે 27 આસિસ્ટન્ટ ટેક્સ કમિશનરની કરી નિમણૂક, જુઓ યાદી | Gujarat Finance Dept …

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
1 મે: સુરતમાં ‘ગુજરાત ગૌરવ દિન’ની થશે રંગેચંગે ઉજવણી, મોટરસાયકલ કરતબ આકર્ષણનું કેન્દ્ર | Gujarat Sth…
GUJARAT

1 મે: સુરતમાં ‘ગુજરાત ગૌરવ દિન’ની થશે રંગેચંગે ઉજવણી, મોટરસાયકલ કરતબ આકર્ષણનું કેન્દ્ર | Gujarat Sth…

Gujarat Sthapana Divas Celebrations In Surat : સુરતમાં આવતીકાલે 1લી મે, 2026ના રોજ ગુજરાતના સ્થાપના દિવસની ‘ગુજરાત ગૌરવ દિન’ના રૂપમાં...

Read more

અમદાવાદ: નારોલમાં અકસ્માતની મધ્યસ્થી કરવા બાબતે થયેલી તકરારમાં મહિલા પર હુમલો | Woman Attacked with …

‘તેના અનેક સાથે આડા સંબંધ છે’, અમદાવાદમાં બે બાળકોના પિતાએ પત્નીથી ત્રાસી જીવન ટૂંકાવ્યું | husband …

ગાંધીનગર: રાજ્ય નાણા વિભાગે 27 આસિસ્ટન્ટ ટેક્સ કમિશનરની કરી નિમણૂક, જુઓ યાદી | Gujarat Finance Dept …

પેન્શનરોને હવે કચેરીઓના ધક્કામાંથી મુક્તિ: ઘરે બેઠા મળશે આ સુવિધા, ગુજરાત સરકારનો નિર્ણય | Free Digi…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In