• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, September 20, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

સેન્સેક્સ 770 પોઈન્ટ ખાબકીને 81537 | Sensex plunges 770 points to 81537

satyasamachar by satyasamachar
January 24, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
સેન્સેક્સ 770 પોઈન્ટ ખાબકીને 81537 | Sensex plunges 770 points to 81537
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સાવધાન! છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ | dangerous risks of stopping a sneeze health tips

Load More

અમેરિકી યુધ્ધ જહાજ લિન્કન ઈરાન નજીક પહોંચતાં વૈશ્વિક બજારો ભયભીત

મુંબઈ : વિશ્વને અશાંત કરવાના એક પછી એક પગલાં લઈ રહેલા અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હજુ એક દિવસ પૂર્વે દાવોસમાં ગ્રીનલેન્ડને બળથી નહીં, સમજાવટથી કબજે કરશે અને યુરોપના દેશો પર હાલ ટેરિફ લાગુ નહીં કરવાનું આશ્ચાસન આપ્યા બાદ તુરત હવે ઈરાનને ઝપટમાં લઈ અમેરિકી યુદ્વ જહાજ લિન્કન ઈરાન નજીક લાંગરી દઈ ઈરાન-અમેરિકા યુદ્વના એંધાણ આપતાં આજે વૈશ્વિક ઈક્વિટી બજારો ફરી ભયભીત બની ગયા હતા. ઈરાન યુદ્વના ખતરાં વચ્ચે એક તરફ સુરક્ષિત રોકાણ વિકલ્પ સોના, ચાંદીના ભાવોમાં ફરી ભડકો થવા સામે ઈક્વિટી-શેરોમાં આજે શેરોમાં ઈન્વેસ્ટરોને હતાશામાં ધકેલી દેતો સાર્વત્રિક કડાકો બોલાઈ ગયો હતો. ઈરાન યુદ્વના સંજોગોમાં  વિશ્વબજારમાં ક્રુડ ઓઈલના ભાવો ફરી ભડકે બળવાની શકયતા અને ફુગાવો-મોંઘવારી અનેક દેશોના અર્થતંત્રને પાયમાલ કરી મૂકે એવી સ્થિતિ સર્જાવાના જોખમે ફંડોએ શેરોમાં દરેક લેવલે વેચીને મૂડી સુરક્ષિત કરી લેવાનું મુનાસીબ માન્યું હતું. કેપિટલ ગુડઝ-પાવર, બેંકિંગ-ફાઈઓનાન્સ, ઓટોમોબાઈલ, મેટલ-માઈનીંગ, ઓઈલ-ગેસ, હેલ્થકેર-ફાર્મા, રિયાલ્ટી શેરોમાં અસાધારણ કડાકો બોલાઈ ગયો હતો. સેન્સેક્સ ૭૬૯.૬૭ પોઈન્ટ તૂટીને ૮૧૫૩૭.૭૦ અને નિફટી ૫૦ સ્પોટ ઈન્ડેક્સ ૨૪૧.૨૫ પોઈન્ટ ગબડીને ૨૫૦૪૮.૬૫ બંધ રહ્યા હતા.

કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૧૩૨૧ પોઈન્ટ તૂટયો : પ્રીમિયર એનજીૅ રૂ.૫૪, ડાટાપેટર્ન રૂ.૧૧૩ તૂટયા

કેપિટલ ગુડઝ-પાવર શેરોમાં ફરી અંધાધૂંધ વેચવાલીના પરિણામે આજે સાર્વત્રિક ગાબડાં પડયા હતા. પ્રીમિયર એનજીૅ રૂ.૫૪.૪૦ તૂટીને રૂ.૬૮૪.૨૫, ડાટાપેટર્નસ રૂ.૧૧૩.૫૦ તૂટીને રૂ.૨૧૮૧.૧૦, સીજી પાવર રૂ.૨૪.૭૫ તૂટીને રૂ.૫૪૯.૪૫, કેઈન્સ રૂ.૧૫૦.૨૦ તૂટીને રૂ.૩૩૭૬.૫૫, પોલીકેબ રૂ.૨૭૮.૪૦ તૂટીને રૂ.૬૭૧૯, જયોતી સીએનસી રૂ.૩૨.૧૦ તૂટીને રૂ.૮૦૦.૪૦, ભેલ રૂ.૯.૦૫ ઘટીને રૂ.૨૪૨.૫૦, અદાણી ગ્રીન રૂ.૧૩૨.૩૦ ઘટીને રૂ.૭૭૨.૧૦, એલજી ઈક્વિપમેન્ટ રૂ.૧૫ ઘટીને રૂ.૪૨૪.૩૫, કમિન્સ ઈન્ડિયા રૂ.૧૩૮.૨૦ તૂટીને રૂ.૩૯૩૦.૮૫, ભારત ડાયનામિક્સ રૂ.૪૩.૨૦ ઘટીને રૂ.૧૪૦૭.૭૦, મઝગાંવ રૂ.૬૭.૭૦ ઘટીને રૂ.૨૩૦૧.૪૫, અપાર ઈન્ડસ્ટ્રીઝ રૂ.૧૬૦.૯૦ તૂટીને રૂ.૭૦૩૨.૧૫, એસ્ટ્રલ રૂ.૨૮.૨૦ ઘટીને રૂ.૧૩૮૪.૮૦, અદાણી પાવર રૂ.૭.૭૫ ઘટીને રૂ.૧૩૩.૦૫, ટોરન્ટ પાવર રૂ.૮૨.૬૫ ઘટીને રૂ.૨૧૨૩.૧૫ રહ્યા હતા.  બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૧૩૨૦.૯૯ પોઈન્ટ તૂટીને ૬૧૭૮૧.૪૧ બંધ રહ્યો હતો.

બેંકિંગ શેરોમાં ગાબડાં : બેંકેક્સ ૯૬૩ પોઈન્ટ ગબડયો : પીએનબી, એયુ સ્મોલ બેંક, યશ બેંક, બીઓબી ઘટયા

બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં ફરી આજે ફંડોએ હેમરિંગ કરતાં ગાબડાં પડયા હતા. પીએનબી રૂ.૫ ઘટીને રૂ.૧૨૦.૧૫, એયુ સ્મોલ બેંક રૂ.૩૩.૪૫ ઘટીને રૂ.૯૬૬.૬૫, યશ બેંક ૭૦ પૈસા ઘટીને રૂ.૨૦.૯૪, બેંક ઓફ બરોડા રૂ.૯ ઘટીને રૂ.૨૯૬.૨૦, એક્સિસ બેંક રૂ.૩૫.૨૫ ઘટીને રૂ.૧૨૬૦.૧૦, કેનેરા બેંક રૂ.૨.૯૫ ઘટીને રૂ.૧૫૧.૭૫, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૂ.૧૮.૮૫ ઘટીને રૂ.૧૦૨૯.૪૦ રહ્યા હતા. બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૯૬૨.૭૮ પોઈન્ટ ગબડીને ૬૫૮૬૩.૬૭ બંધ રહ્યો હતો. 

ઓટો શેરોમાં ફંડોનું હેમરિંગ : ઉનો મિન્ડા રૂ.૪૦, એમઆએફ રૂ.૪૭૭૧, ટીઆઈ ઈન્ડિયા રૂ.૭૩ તૂટયા

ઓટોમોબાઈલ શેરોમાં પણ આજે ફંડોએ ફરી મોટું હેમરિંગ કરતાં કડાકો બોલાયો હતો. ઉનો મિન્ડા રૂ.૩૯.૮૫ ઘટીને રૂ.૧૧૩૪.૬૦, એમઆરએફ રૂ.૪૭૭૧.૦૫ તૂટીને રૂ.૧,૩૭,૪૯૧, ટીઆઈ ઈન્ડિયા રૂ.૭૩.૩૫ તૂટીને રૂ.૨૨૧૯.૬૫, એક્સાઈડ રૂ.૯.૨૦ ઘટીને રૂ.૩૨૫.૨૦, મારૂતી સુઝુકી રૂ.૨૯૪.૪૦ તૂટીને રૂ.૧૫,૪૬૯.૬૦, સોના બીએલડબલ્યુ રૂ.૧૧.૨૫ ઘટીને રૂ.૪૫૭.૮૫, હીરો મોટોકોર્પ રૂ.૯૬.૨૦ ઘટીને રૂ.૫૩૯૧.૫૫, ભારત ફોર્જ રૂ.૨૪.૨૦ ઘટીને રૂ.૧૪૦૭.૭૦, આઈશર મોટર્સ રૂ.૭૩.૫૫ ઘટીને રૂ.૬૯૭૪  રહ્યા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૬૮૨.૪૧ પોઈન્ટ તૂટીને ૫૯૫૫૬.૫૯ બંધ રહ્યો હતો.

ફાર્મા શેરોમાં ફંડો વેચવાલ : સિન્જેન રૂ.૫૦, સ્ટ્રાઈડ્સ રૂ.૬૯, ગુજરાત થેમીસ રૂ૨૫, વનસોર્સ રૂ.૧૦૫ તૂટયા

હેલ્થકેર-ફાર્મા શેરોમાં ફંડો ફરી ઉછાળે વેચવાલ બનતાં ધોવાણ થયું હતું. સિન્જેન રૂ.૪૯.૬૦ તૂટીને રૂ.૫૪૨.૫૫, સ્ટ્રાઈડ્સ ફાર્મા રૂ.૬૮.૬૦ તૂટીને રૂ.૭૯૬.૨૦, ગુજરાત થેમીસ રૂ.૨૫.૧૫ ઘટીને રૂ.૩૧૫.૬૫, વનસોર્સ રૂ.૧૦૫.૦૫ તૂટીને રૂ.૧૪૩૨.૬૫, લક્ષ્મી ડેન્ટલ રૂ.૧૧.૨૫ તૂટીને રૂ.૨૦૭.૯૫, વેનબરી રૂ.૮.૪૫ ઘટીને રૂ.૧૭૭.૨૦, બ્લુજેટ રૂ.૨૦ ઘટીને રૂ.૪૩૩.૩૦, સેનોરેસ રૂ.૩૫.૯૦ ઘટીને રૂ.૮૦૧.૩૦, ઈન્દ્રપ્રસ્થ મેડી રૂ.૧૬.૨૦ ઘટીને રૂ.૩૬૧.૬૦, સિપ્લા રૂ.૫૬.૭૦ ઘટીને રૂ.૧૩૧૪.૮૫, શેલબી રૂ.૭.૭૫ ઘટીને રૂ.૧૬૪.૫૫ રહ્યા હતા. બીએસઈ હેલ્થકેર ઈન્ડેક્સ ૫૦૪.૫૦ પોઈન્ટ તૂટીને ૪૧૩૧૩.૪૯ બંધ રહ્યો હતો. 

ઓઈલ-ગેસ શેરોમાં ફંડોએ સેલિંગ વધાર્યું : અદાણી ટોટલ, એચપીસીએલ, આઈઓસી, બીપીસીએલ ઘટયા

ઓઈલ-ગેસ શેરોમાં આજે ફરી ફંડોએ ઉછાળે સેલિંગ વધારતાં ભાવો તૂટતાં જોવાયા હતા. અદાણી ટોટલ ગેસ રૂ.૩૧.૩૦ તૂટીને રૂ.૫૧૭.૧૦, એચપીસીએલ રૂ.૧૨.૪૦ ઘટીને રૂ.૪૧૫.૩૦, ઈન્ડિયન ઓઈલ કોર્પ રૂ.૨.૯૫ ઘટીને રૂ.૧૫૫.૯૫, ગેઈલ રૂ.૨.૪૦ ઘટીને રૂ.૧૬૧.૧૫, બીપીસીએલ રૂ.૪.૮૫ ઘટીને રૂ.૩૪૯.૩૦ રહ્યા હતા. બીએસઈ  ઓઈલ-ગેસ ઈન્ડેક્સ ૩૦૨.૯૦ પોઈન્ટ ઘટીને ૨૬૭૬૬.૭૫ બંધ રહ્યો હતો.

મેટલ-માઈનીંગ શેરોમાં ફંડોની ફરી વેચવાલી : અદાણી એન્ટરપ્રાઈસ રૂ.૨૨૫, લોઈડ્સ મેટલ રૂ.૩૭ તૂટયા

મેટલ-માઈનીંગ શેરોમાં પણ ફંડોએ ફરી વેચવાલી કરી હતી. અદાણી એન્ટરપ્રાઈસીઝ રૂ.૨૨૪.૭૦ તૂટીને રૂ.૧૮૬૨.૮૦, લોઈડ્સ મેટલ રૂ.૩૬.૯૫ ઘટીને રૂ.૧૧૧૫.૫૫, એનએમડીસી રૂ.૧.૮૭ ઘટીને રૂ.૭૬.૪૦, સેઈલ રૂ.૨.૭૦ ઘટીને રૂ.૧૪૮.૮૫, જિન્દાલ સ્ટેનલેસ રૂ.૧૧.૨૫ ઘટીને રૂ.૭૪૫.૬૫ રહ્યા હતા. બીએસઈ મેટલ ઈન્ડેક્સ ૩૩૮.૬૨ પોઈન્ટ ઘટીને ૩૭૮૭૭.૨૭ બંધ રહ્યો હતો.

રિયાલ્ટી ક્ષેત્રે મંદીના એંધાણ : અનંતરાજ રૂ.૩૬, લોઢા ડેવલપર્સ રૂ.૪૮, ગોદરેજ પ્રોપર્ટી રૂ.૭૮ તૂટયા

રિયલ એસ્ટેટ-પ્રોપર્ટી માર્કેટમાં ખરીદી ઘટી રહી હોવાના અને અનેક પ્રોપર્ટી વેચાયા વગર પડી રહી હોઈ રિયાલ્ટી કંપનીઓની નફાશક્તિ પર માઠી અસરના એંધાણે રિયાલ્ટી શેરોમાં આજે ફંડો વેચવાલ રહ્યા હતા. અનંતરાજ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૩૫.૭૫ તૂટીને રૂ.૫૦૧.૬૫, લોઢા ડેવલપર્સ રૂ.૪૭.૭૦ ઘટીને રૂ.૮૯૯.૮૫, ડીએલએફ રૂ.૨૫.૦૫ ઘટીને રૂ.૫૮૮.૬૦,  બ્રિગેડ રૂ.૧૯.૬૫ ઘટીને રૂ.૭૬૦.૮૫, ફિનિક્સ રૂ.૪૨.૨૫ ઘટીને રૂ.૧૭૨૬.૪૫ રહ્યા હતા. બીએસઈ રિયાલ્ટી ઈન્ડેક્સ ૨૦૪.૬૦ પોઈન્ટ ઘટીને ૫૮૯૫.૧૭ બંધ રહ્યો હતો.

સ્મોલ કેપ, મિડ કેપ શેરોમાં ફરી વ્યાપક ગાબડાં : ખેલંદાઓનું ઓફલોડિંગ : ૨૯૮૯ શેરો નેગેટીવ બંધ

સ્મોલ, મિડ કેપ શેરોમાં આજે ફરી મોટાપાયે ખેલંદાઓ, ફંડોએ વેચવાલી કરતાં માર્કેટબ્રેડથ અત્યંત ખરાબ થઈ હતી. બીએસઈમાં કુલ ટ્રેડિંગ થયેલી ૪૪૬૫ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૯૮૯  અને વધનારની સંખ્યા ૧૨૨૯ રહી હતી.

DIIની રૂ.૪૧૦૩ કરોડની ચોખ્ખી ખરીદી : FPIs/FIIની રૂ.૪૧૧૩ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી

ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝની આજે-શુક્રવારે કેશમાં રૂ.૪૧૧૩.૩૮  કરોડની ચોખ્ખી વેચવાલી રહી  હતી. કુલ રૂ.૧૩,૫૫૦.૨૫ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૭,૬૬૩.૬૩ કરોડની વેચવાલી થઈ હતી. જ્યારે ડીઆઈઆઈ-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની આજે કેશમાં રૂ.૪૧૦૨.૫૬ કરોડની ચોખ્ખી ખરીદી થઈ હતી. કુલ રૂ.૧૮,૨૫૮.૭૫ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૪,૧૫૬.૧૯ કરોડની વેચવાલી થઈ હતી.

શેરોમાં રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૬.૯૬ લાખ કરોડ ધોવાઈ રૂ.૪૫૧.૫૬ લાખ કરોડ

સેન્સેક્સ, નિફટીમાં મોટું ધોવાણ થવા સાથે અનેક શેરોના ભાવો તૂટતાં રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં રૂ.૬.૯૬ લાખ  કરોડ ધોવાઈને રૂ.૪૫૧.૫૬ લાખ કરોડ રહ્યું હતું.

Next Post
શબ્દો પણ શોક સામે ટૂંકા પડ્યા:લીમડા હનુભાના ગામે ગોહિલ પરિવારના દુઃખમાં સહભાગી બન્યા રાજ્યસભા સાંસદ …

શબ્દો પણ શોક સામે ટૂંકા પડ્યા:લીમડા હનુભાના ગામે ગોહિલ પરિવારના દુઃખમાં સહભાગી બન્યા રાજ્યસભા સાંસદ ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

Actress Meera Raaj and Singer-Composer Shashi Add Star Power to the Grand Launch of Ganpati Song ‘La…

Actress Meera Raaj and Singer-Composer Shashi Add Star Power to the Grand Launch of Ganpati Song ‘La…

લાગણી સાથે જાગૃતિ પણ જરૂરી: સ્વ. ચંદન રાઠોડના અકાળે અવસાનમાંથી બોધ લઈ યુવાનો હેલ્મેટ અને સલામત ડ્રાઇ…

લાગણી સાથે જાગૃતિ પણ જરૂરી: સ્વ. ચંદન રાઠોડના અકાળે અવસાનમાંથી બોધ લઈ યુવાનો હેલ્મેટ અને સલામત ડ્રાઇ…

નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના આલીપોર સ્થિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશ…

નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના આલીપોર સ્થિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશ…

લીંબડી રેલવે સ્ટેશન ખાતે 1000થી વધુ દીવડાઓ પ્રગટાવાયા | સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ભવ્ય કાર્યક્રમ

લીંબડી રેલવે સ્ટેશન ખાતે 1000થી વધુ દીવડાઓ પ્રગટાવાયા | સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ભવ્ય કાર્યક્રમ

Recent News

Youtube

  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
Actress Meera Raaj and Singer-Composer Shashi Add Star Power to the Grand Launch of Ganpati Song ‘La…
GUJARAT

Actress Meera Raaj and Singer-Composer Shashi Add Star Power to the Grand Launch of Ganpati Song ‘La…

Mumbai, September 17, 2026: The festive spirit of Ganesh Chaturthi was celebrated with music, devotion and glamour as the much-awaited...

Read more

લાગણી સાથે જાગૃતિ પણ જરૂરી: સ્વ. ચંદન રાઠોડના અકાળે અવસાનમાંથી બોધ લઈ યુવાનો હેલ્મેટ અને સલામત ડ્રાઇ…

નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના આલીપોર સ્થિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશ…

લીંબડી રેલવે સ્ટેશન ખાતે 1000થી વધુ દીવડાઓ પ્રગટાવાયા | સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ભવ્ય કાર્યક્રમ

Rajshri Productions & Himesh Reshammiya Melodies Spark the Season of Love by Unveiling a Heartwarmin…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In