આજરોજ સ્વર્ણિમ સંકુલ–2, ગાંધીનગર સ્થિત“જનસેવાલય” ખાતે આરોગ્યલાભ પછી પુનઃ સ્ફૂર્તિ સાથે ગુજરાત સરકારના આરોગ્ય, પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ (સ્વતંત્ર હવાલો) તેમજ પ્રોટોકોલ (રાજ્યકક્ષા) વિભાગના મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ કાર્યભાર સંભાળ્યો.

પ્રભુની કૃપા, વડીલોના આશીર્વાદ અને શુભચિંતકોની શુભેચ્છા નવી ઊર્જા આપે છે. હવે વધુ સમર્પણ અને જનકલ્યાણના સંકલ્પ સાથે ગુજરાતની સેવા માટે નવોત્સાહ સાથે જવાબદારી સંભાળી છે.

માન. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીના નેતૃત્વમાં “સ્વસ્થ ગુજરાત-સશક્ત ગુજરાત” ના નિર્માણ માટે અવિરત કાર્યશીલ રહીશ.

















