• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, June 18, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

‘સ્ટડી કરી રહ્યા છીએ…’ અમેરિકન સુપ્રીમ કોર્ટના ટેરિફથી જોડાયેલા નિર્ણય પર ભારત સરકારનું પ્રથમ નિવે…

satyasamachar by satyasamachar
February 21, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
‘સ્ટડી કરી રહ્યા છીએ…’ અમેરિકન સુપ્રીમ કોર્ટના ટેરિફથી જોડાયેલા નિર્ણય પર ભારત સરકારનું પ્રથમ નિવે…
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સાવધાન! છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ | dangerous risks of stopping a sneeze health tips

Load More

India First Reaction on Trump Tariff: શુક્રવારે અમેરિકન સુપ્રીમ કોર્ટે આપેલા ટેરિફ અંગેના ચુકાદા પર ભારત સરકારે નિવેદન જાહેર કર્યું છે. જેમાં કહેવામાં આવ્યું છે કે ભારત યુએસ સુપ્રીમ કોર્ટના ટેરિફ ચુકાદાને ઝીણવટપૂર્વક સ્ટડી(અધ્યયન ) કરી રહ્યું છે. ગઇકાલે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ઘણા દેશો પર ટેરિફ ઝીંકવાના નિર્ણયને સુપ્રીમ કોર્ટે રદ કરી દીધો છે. જો કે તે બાદ પણ ટ્રમ્પ નમતું જોખવા તૈયાર નથી. તેમણે નવા 10 ટકા ગ્લોબલ ટેરિફની જાહેરાત કરી છે. 

‘ઝીણવટપૂર્વક અધ્યયન કરી રહ્યા છીએ’

આ સમગ્ર મામલે વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પિયુષ ગોયલે કહ્યું કે, ટેરિફ અંગે અમેરિકાની સુપ્રીમ કોર્ટનો ચુકાદો અમારા ધ્યાને છે. જે બાદ અમેરિકાના પ્રમુખ ટ્રમ્પે પણ પત્રકાર પરિષદ સંબોધી કેટલીક જાહેરાત કરી છે. અમે સમગ્ર ઘટનાક્રમ અને તેની અસર અંગે ઝીણવટપૂર્વક અધ્યયન કરી રહ્યા છીએ. 

વધુ ટિપ્પણી કરવાનો ઈનકાર

બીજી તરફ કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ કહ્યું કે, મેં મીડિયામાં જોયું કે અમેરિકાની સુપ્રીમ કોર્ટે આ મામલે એક આદેશ જાહેર કર્યો છે. ભારત સરકાર ટેરિફને લઈને અમેરિકાની કોર્ટ આપેલા નિર્ણયની સ્ટડી(અધ્યયન) કરશે. આ મામલાને ઉદ્યોગમંત્રી પિયુષ ગોયલ અને વિદેશ મંત્રી એસ જયશંકર જોઈ રહ્યા છે. આ બાદ તેમણે તેના પર વધુ ટિપ્પણી કરવાનો ઈનકાર કરી દીધો. 

ટેરિફ પર સુપ્રીમ કોર્ટના ચુકાદાથી ટ્રમ્પ ખુબ નારાજ

અમેરિકાની સુપ્રીમ કોર્ટે આજે (20 ફેબ્રુઆરી) વૈશ્વિક ટેરિફને ગેરકાયદેસર ગણાવતો પ્રમુખ ટ્રમ્પ ખુબ નારાજ થયા છે. તેમણે ચુકાદાનો જવાબ આપતા સુપ્રીમ કોર્ટ અને જજોની આકરા શબ્દોમાં ટીકા કરી છે. તેમણે કહ્યું કે, તેમને આવા ચુકાદની આશા ન હતી, તેમની પાસે હજુ અનેક મજબૂત વિકલ્પો ઉપલબ્ધ છે. આ સાથે ટ્રમ્પે એમ પણ કહ્યું છે કે, કોર્ટ વિદેશી શક્તિઓ સામે ઝુકી ગયું છે, તેથી અમે વધુ 10 ટકા ટેરિફ ઝિંકીશું.

ટ્રમ્પે સુપ્રીમ કોર્ટ અને જજોની ટીકા કરી

ટ્રમ્પે સુપ્રીમ કોર્ટના ચુકાદાની ટીકા કરતા કહ્યું કે, ‘સુપ્રીમ કોર્ટે ટેરિફ અંગે આપેલો ચુકાદો ખૂબ જ નિરાશાજનક છે. અમને તેમની પાસેથી આવા ચુકાદાની આશા રાખી ન હતી. સુપ્રીમ કોર્ટે અમારી વાત સાંભળી નથી. કોર્ટે જે ચુકાદો આપ્યો છે, તે અમેરિકાના હિતમાં નથી. મને કોર્ટના કેટલાક ન્યાયાધીશો પર શરમ આવી રહી છે. દેશ માટે યોગ્ય કામ કવાની જજોમાં હિમ્મત નથી. સુપ્રીમ કોર્ટ વિદેશી શક્તિઓ સામે ઝુકી ગયું છે, તેથી હવે અમે વધુ 10 ટકા ટેરિફ ઝિકીશું.’

અમે અન્ય વિકલ્પોનો ઉપયોગ કરીશું : ટ્રમ્પ

તેમણે એમ પણ કહ્યું કે, ‘સુપ્રીમ કોર્ટે દેશના હિતમાં ચુકાદો આપ્યો નથી. કોર્ટ વિદેશી હિતોથી પ્રભાતીત હોય છે અને મને આવા નિર્ણયની આશા ન હતી. જે દેશો આપણને વર્ષોથી લૂંટી રહ્યા છે, તેઓ આ નિર્ણયથી ખુશ થશે. જોકે તેઓ વધુ સમય સુધી ખુશ નહીં રહી શકે. અમે અન્ય વિકલ્પોનો ઉપયોગ કરીશું. એવું થઈ શકે છે કે, અમે વધુ પૈસા લઈએ. અમારી પાસે હજુ પણ મજબૂત વિકલ્પો ઉપલ્બધ છે. તેમણે રાષ્ટ્ર હિતમાં સેક્શન-301 હેઠળ ટેરિફ લાગુ કર્યો છે અને તે હજુ પણ સંપૂર્ણ પ્રભાવી છે. હું અમેરિકાની સુરક્ષા અને આર્થિક હિતોની રક્ષા કરવા માટે કોઈપણ પગલા ભરવા માટે સક્ષમ છું. વિદેશી દેશો વિચારતા હશે કે, તેમણે અમને અટકાવી દીધા, જોકે વાસ્તવમાં અમેરિકા વધુ મજબૂત સ્થિતિમાં આવી ગયું છે.’

‘મને કોઈપણ દેશ સાથે તમામ વેપાર બંધ કરવાનો અધિકાર’

તેમણે વધુમાં કહ્યું કે, કોર્ટનો ચુકાદો છતાં તેઓ પોતાના એજન્ડાથી પાછીપાની નહીં કરે. અમે વધુ મજબૂત પગલા ભરીશું અને વેપાર નીતિને લઈને કડક વલણ અપનાવીશું. જજો વિદેશી શક્તિઓના દબાણમાં આવી ગયા છે, જેના કારણે તેઓએ ઈમરજન્સી અધિકારોને અટકાવી દીધા છે. મને કોઈપણ દેશ સાથે તમામ પ્રકારનો વેપાર બંધ કરવાનો અધિકાર છે. મને એમ્બાર્ગો લાદવાની સત્તા છે. હું જે ઈચ્છું તે કરી શકું છું. જોકે કોર્ટ કહે છે કે, હું ટેરિફ ન વસુલી શકું. તેથી હું હવે વધુ મજબૂત દિશામાં આગળ વધીશું.

US સુપ્રીમ કોર્ટે ટેરિફ ગેરકાયદે જાહેર કર્યો

ડોનાલ્ડ ટ્રમ્પની પ્રેસ કોન્ફસ પહેલા અમેરિકાની સુપ્રીમ કોર્ટે શુક્રવારે (20 ફેબ્રુઆરી) ટ્રમ્પ દ્વારા લગાવવામાં આવેલા ગ્લોબલ ટેરિફને રદ કરી દીધો છે. અમેરિકાની સુપ્રીમ કોર્ટે ચુકાદો આપીને ટ્રમ્પના ટેરિફને ગેરકાયદેસર જાહેર કર્યો છે. ટ્રમ્પે લગભગ તમામ વિદેશી વેપાર ભાગીદારો પર ટેરિફ લાદ્યા હતા. નીચલી અદાલતોએ તેમના ચુકાદામાં ચુકાદો આપ્યો હતો કે ટ્રમ્પે તેમના અધિકારક્ષેત્રનો ભંગ કર્યો છે. તા.14 ફેબ્રુઆરી સુધીમાં અમેરિકન સરકારે 135 અબજ ડોલર ટેરિફ એકત્ર કર્યા છે. અમેરિકન સુપ્રીમ કોર્ટના 6 વિરુદ્ધ 3 જજના બહુમતી ચુકાદામાં ચીફ જસ્ટિસ જોન રોબર્ટસ જણાવે છે કે ટેરિફના આર્થિક ફાયદા કે ગેરફાયદા અંગે ચર્ચામાં નહીં પડતા બંધારણ અનુસાર આ પ્રકારે ટેરિફ લાદવાની સત્તા રાષ્ટ્રપતિ પાસે નથી. આકસ્મિક સંજોગોમાં ટેક્સ લાદવાની સત્તા ટ્રમ્પ વાપરી રહ્યા છે જે અમેરિકન બંધારણ અનુસાર તેમની પાસે નથી. માત્ર અમેરિકન કોંગ્રેસ જ આ સત્તાનો ઉપયોગ કરી શકે

જાણો અમેરિકન સુપ્રીમ કોર્ટનો ચુકાદો…

અમેરિકાની સુપ્રીમ કોર્ટે કહ્યું કે, ટ્રમ્પ દ્વારા દુનિયાના દેશો પર લગાવવામાં આવેલ ટેરિફ ગેરકાયદે છે. સુપ્રીમ કોર્ટે ચુકાદો સંભળાવ્યો કે પ્રમુખ ડ્રમ્પે નેશનલ ઇમરજન્સી માટે રખાયેલા કાયદાનો ઉપયોગ કરીને મોટો ટેરિફ લગાવીને પોતાના અધિકારનું ઉલ્લંઘન કર્યું. કોર્ટે કહ્યું કે, ‘કાયદો પ્રેસિડેન્ટને ટેરિફ લગાવવાનો અધિકાર નથી આપતો.’ ચીફ જસ્ટિસ જોન રોબર્ટ્સના 6-3ના ચુકાદામાં કોર્ટે નીચલી કોર્ટના તે નિર્ણયને યોગ્ય ગણાવ્યો જેમાં કહેવાયું હતું કે, ટ્રમ્પે મોટા પ્રમાણમાં ઇમ્પોર્ટ ટેક્સ લગાવવા માટે ઇન્ટરનેશનલ ઇમરજન્સી ઇકોનોમિક પાવર્સ એક્ટ (IEEPA)નો ઉપયોગ કરીને પોતાના અધિકારનો દુરૂપયોગ કર્યો. 1977માં બનેલો આ કાયદો, પ્રેસિડેન્ટને નેશનલ ઇમરજન્સી દરમિયાન કોમર્સને રેગુલેટ કરવાની મંજૂરી આપે છે, પરંતુ તેમાં ટેરિફનો સ્પષ્ટ રીતે ઉલ્લેખ નથી.

ટ્રમ્પે કોંગ્રેસની મંજૂરી નથી લીધી

રૉયટર્સના અનુસાર, ચીફ જસ્ટિસ જોન રોબર્ટ્સના ચુકાદામાં લખ્યું કે, ‘પ્રમુખને ટેરિફ લગાવવાની પોતાની ખાસ શક્તિના દાવાને સાચો ગણાવવા માટે કોંગ્રેસથી મળેલી સ્પષ્ટ મંજૂરી બતાડવી પડશે. તેઓ એવું નથી કરી શકતા.’ આ નિર્ણયને ટ્રમ્પે બીજા ટર્મના ઇકોનોમિક એજન્ડાના એક મહત્ત્વના ભાગને નબળો કરી દીધો છે.

સુપ્રીમ કોર્ટના ચુકાદાના કારણે કેટલાક મહત્વના સવાલો ઉભા થયા છે…

1. ટેરિફના રિફંડ લેવા માટે અમેરિકાની કોર્ટમાં સેંકડો અરજીઓ થયેલી છે. આ ચુકાદામાં રિફંડ અંગે કોઈ ઉલ્લેખ નથી.

2. ટ્રેડ ડીલ જાહેર થયા છે પણ તેના પેપર વર્ક અને હસ્તાક્ષર બાકી છે એવા કિસ્સામાં આ ચુકાદાની અસર શું આવશે?

3. અમેરિકાની વિદેશ નીતિનો અત્યારે સૌથી મોટો આધાર ટેરિફ હતા. મિત્ર અને અન્ય દરેક દેશો ઉપર ટેરિફનું શાસ્ત્ર ઉગામી ટ્રમ્પ ધાર્યું કરાવી રહ્યા હતા આ ચુકાદાના કારણે અમેરિકાની વિદેશ નીતિને પણ એક ફટકો પડી શકે છે.

સુપ્રીમ કોર્ટનો નિર્ણય 6-3 બહુમતીથી આવ્યો

આ 6-3 બહુમતીનો નિર્ણય ઇમરજન્સી પાવર્સ એક્ટ હેઠળ લાદવામાં આવેલા ટેરિફને લગતો હતો, જેનો ઉપયોગ ટ્રમ્પે લગભગ દરેક બીજા દેશ પર મોટા “રેસિપ્રોકલ” ટેરિફ લાદવા માટે કર્યો હતો. રાષ્ટ્રની સુપ્રીમ કોર્ટ સમક્ષ સીધા જ આવનાર ટ્રમ્પના વ્યાપક કાર્યસૂચિનો આ પહેલો મુખ્ય ભાગ છે.મોટાભાગના ન્યાયાધીશોએ તેમના નિર્ણયમાં જણાવ્યું હતું કે બંધારણ “ખૂબ જ સ્પષ્ટપણે” કોંગ્રેસને ટેરિફ સહિત કર લાદવાની સત્તા આપે છે. મુખ્ય ન્યાયાધીશ જોન રોબર્ટ્સે લખ્યું, ‘બંધારણના ઘડવૈયાઓએ કર લાદવાની શક્તિનો કોઈપણ ભાગ એક્ઝીક્યૂટિવ બ્રાન્ચને સોંપ્યો નથી.’

આ પણ વાંચો: Expaliner: ટ્રમ્પ 150 દિવસ જ 10% ટેરિફ વસૂલી શકે, અમેરિકન સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ અમેરિકા પાસે શું વિકલ્પ છે, જાણો સરળ શબ્દોમાં

ત્રણ ન્યાયાધીશો ટ્રમ્પના સમર્થનમાં

ન્યાયાધીશો સેમ્યુઅલ એલિટો, ક્લેરેન્સ થોમસ અને બ્રેટ કેવનોએ અસંમતિ વ્યક્ત કરી. કેવનોએ તેમના અસંમતિમાં લખ્યું, “અહીં મુદ્દા પરના ટેરિફ વાજબી નીતિ હોઈ શકે છે અથવા ન પણ હોય. પરંતુ તે સ્પષ્ટપણે કાયદેસર છે, ટેક્સ્ટ, ઇતિહાસ અને પૂર્વધારણાના આધારે.” ટેરિફનો નિર્ણય ટ્રમ્પને અન્ય કાયદાઓ હેઠળ ડ્યુટી લાદતા અટકાવતો નથી. જ્યારે આ કાયદાઓ ટ્રમ્પના પગલાંની ગતિ અને ગંભીરતા પર વધુ મર્યાદાઓ મૂકે છે, ત્યારે ઉચ્ચ વહીવટી અધિકારીઓએ જણાવ્યું છે કે તેઓ અન્ય સત્તાવાળાઓ હેઠળ ટેરિફ ફ્રેમવર્ક જાળવવાની અપેક્ષા રાખે છે.

ટ્રમ્પની આક્રમક વિદેશ અને વેપાર નીતિ માટે મોટો ઝટકો

આ નિર્ણયે ટ્રમ્પના બીજા કાર્યકાળના આર્થિક કાર્યસૂચિના મુખ્ય ભાગને નબળી પાડ્યો છે. યુએસ સુપ્રીમ કોર્ટના આ નિર્ણયના વૈશ્વિક પરિણામો આવી શકે છે. ટ્રમ્પે તેમના બીજા કાર્યકાળ દરમિયાન આક્રમક વિદેશ અને વેપાર નીતિ અપનાવી હતી અને ટેરિફનો ઉપયોગ હથિયાર તરીકે કર્યો હતો. આ નીતિએ વૈશ્વિક વેપાર યુદ્ધનો માર્ગ બદલી નાખ્યો. આ કાયદાનો ઉપયોગ કરીને, ટ્રમ્પે ભારત, ચીન અને મેક્સિકો સહિત વિશ્વભરના ઘણા દેશો પર ભારે ટેરિફ લાદ્યા. આ ટેરિફ દ્વારા, ટ્રમ્પે વિશ્વભરના દેશો પાસેથી અબજો ડોલર એકઠા કર્યા.

Next Post
‘પૂર્વ સેના પ્રમુખોના પુસ્તક લખવા પર પ્રતિબંધ નહીં મુકાય’, નરવણેના પુસ્તક વિવાદ પર રાજનાથ સિંહનું પ્…

'પૂર્વ સેના પ્રમુખોના પુસ્તક લખવા પર પ્રતિબંધ નહીં મુકાય', નરવણેના પુસ્તક વિવાદ પર રાજનાથ સિંહનું પ્...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

વિદ્યાર્થીઓ હવે રુમમાં કોઈ પણ પ્રકારના ઈલેક્ટ્કિલ ઉપકરણો નહીં રાખી શકે | students are not allowed to…

વિદ્યાર્થીઓ હવે રુમમાં કોઈ પણ પ્રકારના ઈલેક્ટ્કિલ ઉપકરણો નહીં રાખી શકે | students are not allowed to…

લોકોને વડોદરા સુધી લાંબુ થવું નહી પડે પ્રોપર્ટી કાર્ડ, નકશા તેમજ માપણી માટે હવે તાલુકા મથકે ઓફિસો શર…

લોકોને વડોદરા સુધી લાંબુ થવું નહી પડે પ્રોપર્ટી કાર્ડ, નકશા તેમજ માપણી માટે હવે તાલુકા મથકે ઓફિસો શર…

શિક્ષકોને વસતી ગણતરીની સાથે હવે પૂરક પરીક્ષાની ઉત્તરવહીઓ તપાસવાના ઓર્ડર | teachers now ordered to an…

શિક્ષકોને વસતી ગણતરીની સાથે હવે પૂરક પરીક્ષાની ઉત્તરવહીઓ તપાસવાના ઓર્ડર | teachers now ordered to an…

ડ્રગ્સ સામે વડોદરા પોલીસની ઝીરો ટોલરન્સ નીતિ,દરેક પોલીસ સ્ટેશનમાં ડ્રગ્સ માટે ખાસ ટીમ | Special team…

ડ્રગ્સ સામે વડોદરા પોલીસની ઝીરો ટોલરન્સ નીતિ,દરેક પોલીસ સ્ટેશનમાં ડ્રગ્સ માટે ખાસ ટીમ | Special team…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
વિદ્યાર્થીઓ હવે રુમમાં કોઈ પણ પ્રકારના ઈલેક્ટ્કિલ ઉપકરણો નહીં રાખી શકે | students are not allowed to…
GUJARAT

વિદ્યાર્થીઓ હવે રુમમાં કોઈ પણ પ્રકારના ઈલેક્ટ્કિલ ઉપકરણો નહીં રાખી શકે | students are not allowed to…

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલમાં થોડા મહિના પહેલા કેજી હોલના એક રુમમાં પાણી ગરમ કરવા માટેની  કિટલીમાં શોર્ટ સર્કિટ થતા આગનું...

Read more

લોકોને વડોદરા સુધી લાંબુ થવું નહી પડે પ્રોપર્ટી કાર્ડ, નકશા તેમજ માપણી માટે હવે તાલુકા મથકે ઓફિસો શર…

શિક્ષકોને વસતી ગણતરીની સાથે હવે પૂરક પરીક્ષાની ઉત્તરવહીઓ તપાસવાના ઓર્ડર | teachers now ordered to an…

ડ્રગ્સ સામે વડોદરા પોલીસની ઝીરો ટોલરન્સ નીતિ,દરેક પોલીસ સ્ટેશનમાં ડ્રગ્સ માટે ખાસ ટીમ | Special team…

લોટના દૂધ મંડળીના મંત્રીએ ૬.૫૦ લાખ બારોબાર વાપરી નાંખ્યા | embezzled from milk mandali lotna

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In