હોળીના અવસર પર દેશમાં રંગોનો માહોલ જોવા મળી રહ્યો છે. પણ શું તમે જાણો છે કે, ઉત્તરાખંડ બોર્ડર પર લગભગ 12 ગામો એવા છે રંગો સાથે રમવાની તો વાત દૂર પણ અહી લોકો એકબીજાને તિલક પણ નથી કરતાં. એવું નથી કે અહીંના લોકો હોળીથી અજાણ છે. ગામના લોકો ઉત્સાહથી હોળીની ઉજવણી કરતા હતા. ધાર્મિક માન્યતાઓ અને અવારનવાર થતા અકસ્માતોને કારણે ગામના લોકોએ આઠ દાયકાથી હોળીથી અંતર જાળવી રાખ્યું છે. ગામ લોકોનું માનવું છે કે, જો ગામમાં હોળી ઉજવવામાં આવે તો કોઈ અશુભ ઘટના બની શકે છે.
ઉત્તરાખંડના કુરિજીમિયાના પૂર્વ વડા દેવેન્દ્ર સિંહ કહે છે કે 82 વર્ષથી હોળી પર કોઈ કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું નથી. લોકો હોળી ટીક્કા પણ નથી કરતાં. તેમણે કહ્યું કે, અગાઉ ગામડાઓમાં હોળીની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવતી હતી. હોળીયારો એક ગામથી બીજા ગામમાં જઈને ગીતો ગાઈને હોળીની ઉત્સાહપૂર્વક ઉજવણી કરતા હતા. આ પછી ગામમાં હોળી પર સતત કોઈને કોઈ અકસ્માતો થવા લાગ્યા.
આ જોઈને બધાએ હોળી નહીં ઉજવવાનું નક્કી કર્યું હતું. બરાનિયા ગામના ભૂતપૂર્વ વડા મોહન દોસાદે કહ્યું કે, ધાર્મિક માન્યતાઓને કારણે લોકોએ હોળીની ઉજવણી કરવાનું બંધ કરી દીધું અને ત્યારપછી બધું બરાબર થવા લાગ્યું. હવે હોળી દરમિયાન ગામમાં મૌન છે.
આ ગામોમાં હોળી ઉજવવામાં આવતી નથી
મુનસીયારી વિકાસ બ્લોકના હરકોટ, માટેના, પાપડી, પળકુટી, બર્નીયા, રીંગુ, ચુલકોટ, હોકરા, નામીક, ગૌલા, જરથી, ખોયામ વગેરે ગામોમાં હોળી ઉજવવામાં આવતી નથી.અહીંની વસ્તી 10 હજારથી વધુ છે.