કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ, એનિમલ હેલ્પલાઈન – રાજકોટના ઉપક્રમે સ્ટાફ મેમ્બર્સ અને રસ ધરાવનારા લોકો માટે ઓનલાઈન તથા ઓફલાઈન માટે ‘જાત બદલો, ભવિષ્ય બદલો’ ટ્રેનિંગ સેમિનાર, વિશ્વનીડમ ગુરુકુલમ ખાતે યોજાઈ ગયો. જેમાં જાણીતા મોટીવેશનલ સ્પીકર વૈશાલી પારેખ દ્વારા ‘બી.કે.બી.સી’ વિષયક ટ્રેનિંગ અપાઈ હતી.
વૈશાલી પારેખ દ્વારા પોતાની જાતને સતત ચાલતી ફાસ્ટ ફોરવર્ડ દુનિયા સાથે કેવી રીતે અપગ્રેડ કરીને મેનેજ કરવી તે સમજાવવામાં આવ્યું હતું. તેમણે ઓનલાઈન કોર્સ કરવા, દિવસનો પુરેપુરો ઉપયોગ કરવો, સતત શીખતા રહેવું જેવી બાબતો પર ધ્યાન દોર્યું હતું.
તેમણે બી.કે.બી.સી – બીલીવ ઇન યોર સેલ્ફ, કીપ લર્નિંગ એટીટ્યુડ, ઈમોશનલી સ્ટ્રોંગ બનવું, સતત શીખવું તેના વિષે સમજાવ્યું હતું. તેમને ઘણા ઉદાહરણો આપી અને કેટલીક ફિલ્મ દેખાડી જીવન જીવવા માટેની મહત્વની વાતો સમજાવી હતી. તેમણે સમજાવ્યું કે વ્યક્તિગત વિકાસ માટે સ્વ-જાગૃતિ અને આત્મ-પ્રતિબિંબ મહત્વપૂર્ણ છે, નવા જ્ઞાન અને કૌશલ્યોને અપનાવવાથી આપણી ક્ષમતાઓમાં વધારો થાય છે.
આ સેમિનાર બાદ મિત્તલ ખેતાણીએ આખા સેમિનાર અંગે પોતાનો પ્રતિભાવ અને અપેક્ષા રજુ કરી હતી તો ટ્રેનરનો પરિચય આપી આભારવિધિ કૌશિકભાઈ મહેતાએ કરી હતી. સૌ સ્ટાફ મિત્રોએ પોતાનો પ્રતિભાવ વ્યક્ત કર્યો હતો. સેમિનારનાં અંતે વિશ્વનીડમ ગુરુકુલમના જીતુભાઈએ મિલેટસનું મહત્વ સમજાવ્યું હતું.