• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, May 30, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

Explainer: ચાંદીના ભાવમાં મોટા ફેરફારનું કારણ શું છે, જાણો પેપર ટ્રેડિંગ અને માર્જિન કૉલ્સની હકીકત |…

satyasamachar by satyasamachar
February 5, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
Explainer: ચાંદીના ભાવમાં મોટા ફેરફારનું કારણ શું છે, જાણો પેપર ટ્રેડિંગ અને માર્જિન કૉલ્સની હકીકત |…
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સાવધાન! છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ | dangerous risks of stopping a sneeze health tips

Load More

Silver Price Crash Explained : તાજેતરમાં વૈશ્વિક કોમોડિટી બજારમાં ચાંદીના ભાવમાં 1980 પછીનો સૌથી મોટો ઇન્ટ્રા-ડે ઘટાડો નોંધાયો. એક જ ટ્રેડિંગ સેશનમાં ભાવમાં 32%થી વધુ ઘટાડો થતા લાખો રોકાણકારો અચંબામાં મુકાઈ ગયા. કરોડો ડૉલર જેટલું બજાર મૂલ્ય મિનિટોમાં ઘટી ગયું અને કિંમતી ધાતુઓના બજારની પારદર્શિતા અને માળખાકીય નબળાઈઓ અંગે ફરી ચર્ચા શરૂ થઈ ગઈ. આ ઘટના સામાન્ય બજાર સુધારાની જેમ દેખાતી હોવા છતાં કેટલાક નિષ્ણાતોનું માનવું છે કે, આ ઘટાડા પાછળ બજારની રચના, ભારે લિવરેજ, માર્જિન લિક્વિડેશન અને દિગ્ગજ બેંક જેપી મોર્ગન જેવા મોટા સંસ્થાગત ખેલાડીઓની વ્યૂહાત્મક ચાલ જેવા પરિબળો કારણભૂત હતા. 

ચાંદીના બજારમાં આવેલો નાટ્યાત્મક ઘટાડો

30 જાન્યુઆરી, 2026ના રોજ ચાંદીના બજારમાં અચાનક ભારે ઘટાડો થતાં રોકાણકારોમાં ગભરાટ ફેલાયો હતો. એક જ દિવસમાં સ્પોટ ચાંદી લગભગ 37% અને ફ્યુચર્સ લગભગ 31% તૂટીને $78.53 સુધી પહોંચી ગયા, જે 1980 પછીનો સૌથી મોટો ઘટાડો છે. અગાઉ ઔદ્યોગિક માંગ અને મર્યાદિત પુરવઠાને કારણે ઝડપથી વધતા ભાવ થોડા કલાકોમાં જ નીચે આવી જતા અન્ય પરિબળો સાથે શંકાની સોય જેપી મોર્ગન તરફ પણ છે. 

ચાંદીનું બજાર ખરેખર કેવી રીતે કામ કરે છે 

સામાન્ય રોકાણકારો માને છે કે ચાંદીનું ટ્રેડિંગ મુખ્યત્વે ભૌતિક ધાતુમાં થાય છે, પરંતુ હકીકતમાં મોટાભાગનું ટ્રેડિંગ ફ્યુચર્સ અને પેપર કોન્ટ્રાક્ટ્સ દ્વારા થાય છે. એટલે કે, બજારમાં વાસ્તવિક એક ઔંસ ચાંદી સામે ઘણી વખત અનેક ‘પેપર ક્લેમ’ ફરતા હોય છે. આ માળખું બજારને અત્યંત સંવેદનશીલ બનાવે છે. તેથી સ્થિતિ એવી સર્જાય છે કે જો મોટી સંખ્યામાં ટ્રેડર્સ એકસાથે ખરીદી કે વેચાણ કરે તો ભાવોમાં અત્યંત ઝડપી અને મોટો ફેરફાર આવી શકે છે. વાસ્તવિક સપ્લાયમાં મોટો ફેરફાર ન થયો હોય તો પણ આવા ફેરફાર થઈ શકે છે. 

માર્જિન કૉલ્સ અને ફોર્સ્ડ લિક્વિડેશનની અસર

ક્રેશના તાત્કાલિક કારણોમાં સૌથી મહત્ત્વપૂર્ણ પરિબળ માર્જિન જરૂરિયાતમાં વધારો હતો. જ્યારે એક્સચેન્જો માર્જિન વધારે છે, ત્યારે લિવરેજથી ટ્રેડિંગ કરનારાને વધારાની રોકડ જમા કરાવવી પડે છે. ઘણાં ટ્રેડર્સ પાસે તે માટે પૂરતી મૂડી નહોતી, તેથી તેમને પોતાની પોઝિશન ક-મને બંધ કરવી પડી. આ ‘ફોર્સ્ડ લિક્વિડેશન’ને પરિણામે વેચાણની ચેઇન રિએક્શન ઊભી થઈ અને ભાવ ઝડપથી તૂટી ગયા.

વૈશ્વિક બજારમાં જોવા મળેલો વિરોધાભાસ

આ ક્રેશ વખતે એક મહત્ત્વપૂર્ણ ઘટના નોંધાઈ. અમેરિકા અને પશ્ચિમી પેપર માર્કેટમાં ભાવ તૂટી રહ્યા હતા ત્યારે ચીનના શાંઘાઈ માર્કેટમાં ફિઝિકલ ચાંદી ઊંચા ભાવે ટ્રેડ થતી રહી. આ પરથી સ્પષ્ટ થાય છે કે, ભાવમાં ઘટાડો માંગ ઘટવાના કારણે નહોતો, પરંતુ પેપર માર્કેટમાં લેવરેજ અને લિક્વિડેશનના દબાણથી આવ્યો હતો. ચાંદીની ભૌતિક માંગ તો વધી જ રહી હતી. 

શંકાની સોય ફરીથી જેપી મોર્ગન તરફ?

ચાંદીના ક્રેશ પછી બજારમાં એવી ચર્ચા શરૂ થઈ હતી કે, શું આમાં મોટી બુલિયન બેંકોનો હાથ છે? અમેરિકાની સૌથી મોટી બેંકિંગ અને ફાઈનાન્સિયલ સર્વિસ આપતી સંસ્થા જેપી મોર્ગન અને તેના કેટલાક ટ્રેડરો પર 2008-2016 દરમિયાન ‘સ્પૂફિંગ’ (ખોટી ઓર્ડર મૂકી ભાવને અસર કરવી) દ્વારા ગોલ્ડ-સિલ્વર ફ્યુચર્સ માર્કેટમાં હેરાફેરીનો આરોપ સાબિત થયો હતો. આ વાતનો તેમણે 2020માં સ્વીકાર પણ કર્યો હતો અને લગભગ $920 મિલિયનનો દંડ પણ ચૂકવ્યો હતો. એ ઘટનામાં કેટલાક ટ્રેડરોને જેલની સજા પણ થઈ હતી. 

આ કારણે ચાંદીના ભાવમાં અસામાન્ય હલચલ થાય છે ત્યારે લોકો ફરીથી જેપી મોર્ગન વિશે શંકા વ્યક્ત કરે છે. તાજેતરના ક્રેશ પછી કેટલાક વિશ્લેષકોનું માનવું છે કે મોટી સંસ્થાઓએ શોર્ટ પોઝિશન લઈને ઘટાડામાં નફો કમાવ્યો હોઈ શકે છે. જેપી મોર્ગન વિરુદ્ધ દાવો છે કે, એણે 120 ડૉલરની આસપાસ શોર્ટ પોઝિશન ઓપન કરી હતી અને 78 ડૉલરની આસપાસ તે ક્લોઝ કરીને જંગી નફો બુક કર્યો છે. જોકે  આ બાબતનું સત્તાવાર પ્રમાણ હજી ઉપલબ્ધ નથી, બજારના માળખાને કારણે આ આરોપો વારંવાર ઊભા થાય છે.

Explainer: ચાંદીના ભાવમાં મોટા ફેરફારનું કારણ શું છે, જાણો પેપર ટ્રેડિંગ અને માર્જિન કૉલ્સની હકીકત 2 - image

ચાંદીના ભાવ આટલા બધા કેમ વધ્યા?

ક્રેશ પહેલા ચાંદીમાં અભૂતપૂર્વ તેજી આવી હતી, જેના માટે નીચે મુજબના કારણો જવાબદાર હતા.

– ઔદ્યોગિક માંગમાં વિસ્ફોટ: સોલાર પેનલ, ઇલેક્ટ્રિક વાહનો (EV), 5G ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સેમિકન્ડક્ટર અને AI ડેટા સેન્ટર્સમાં ચાંદીનો ઉપયોગ વધ્યો.

– સપ્લાય મર્યાદિત: ચાંદીનું ઉત્પાદન ઘણીવાર અન્ય ધાતુઓના ખાણકામનો સાઇડ-પ્રોડક્ટ હોવાથી સપ્લાય ઝડપથી વધારી શકાતી નથી.

– લાંબા સમયથી ચાલતી સપ્લાય ખાધ: ચાંદીના ઉત્પાદન કરતાં વૈશ્વિક માંગ કાયમ વધારે રહેતી હોવાથી ભાવ સતત ઉપર ગયા. 

આ પરિબળોએ ચાંદીના ભાવને ઝડપથી ટોચ સુધી પહોંચાડ્યા અને બજારમાં ભારે સટ્ટાકીય ખરીદી જોવા મળી.

ચાંદીના ભાવમાં અસ્થિરતા ચાલુ રહેશે?

ચાંદી માત્ર રોકાણ માટેની ધાતુ નથી; તે આધુનિક ટેક્નોલોજી અને ઊર્જા પરિવર્તન માટે અત્યંત મહત્ત્વપૂર્ણ છે. તેથી ઘણાં વિશ્લેષકો માને છે કે ચાંદીના ભાવમાં ટૂંકા ગાળા માટે અસ્થિરતા ચાલુ રહી શકે છે, પરંતુ લાંબા ગાળે ઔદ્યોગિક માંગ વધશે, જેને લીધે ચાંદીના ભાવ ઊંચા રહેવાની સંભાવના છે. 

કેટલાક નિષ્ણાતો કહે છે કે આને ‘ટેકનિકલ કરેક્શન’ (ભાવનો સામાન્ય સુધારો) ગણાવે છે, જ્યારે કેટલાક લોકો માને છે કે બજારની વ્યવસ્થા વધુ પારદર્શક બનવાની જરૂર છે, કેમ કે આવી અસ્થિરતા સપ્લાય ચેઇન અને ઉત્પાદન ખર્ચને અસર કરી શકે છે.

રોકાણકારો માટે બોધપાઠ

આ ઘટના બતાવે છે કે લિવરેજ આધારિત ટ્રેડિંગ જોખમી છે, કેમ કે બજારોમાં અચાનક મોટો ઘટાડો આવી શકે છે. મજબૂત બેલેન્સશીટ ધરાવતા મોટા ખેલાડીઓ આ અસ્થિરતામાં લાભ મેળવી શકે છે, જ્યારે નાના ટ્રેડર્સને સૌથી વધુ નુકસાન થાય છે. તેથી રોકાણ કરતી વખતે જોખમ વ્યવસ્થાપન અને લિવરેજ પર નિયંત્રણ ખૂબ જરૂરી છે.

Next Post
દારૂની મહેફિલ ફાર્મ હાઉસમાં અને નાસ્તો પોલીસ સ્ટેશનમાં! સાણંદમાં ઝડપાયેલા નબીરાઓનો ‘VIP’ અંદાજ | Ahm…

દારૂની મહેફિલ ફાર્મ હાઉસમાં અને નાસ્તો પોલીસ સ્ટેશનમાં! સાણંદમાં ઝડપાયેલા નબીરાઓનો 'VIP' અંદાજ | Ahm...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

દિલ્હીમાં મોટું આતંકી કાવતરું નિષ્ફળ, ISIના 9 એજન્ટની ધરપકડ, હથિયારો કબજે લેવાયા | delhi police arre…

દિલ્હીમાં મોટું આતંકી કાવતરું નિષ્ફળ, ISIના 9 એજન્ટની ધરપકડ, હથિયારો કબજે લેવાયા | delhi police arre…

‘જેટલી ફોર્સ બોલાવવી હોય બોલાવી લો, હું સરકારી નિવાસ ખાલી નહીં કરું…’, રાબડી દેવીનો પડકાર | Rabri …

‘જેટલી ફોર્સ બોલાવવી હોય બોલાવી લો, હું સરકારી નિવાસ ખાલી નહીં કરું…’, રાબડી દેવીનો પડકાર | Rabri …

સુરત પાલિકામાં ભલામણથી મેયર-સ્થાયી અધ્યક્ષ બનવાના સપનામાં ઉડતા દાવેદારોને પ્રદેશે એક ઝાટકે જમીન પર ઉ…

સુરત પાલિકામાં ભલામણથી મેયર-સ્થાયી અધ્યક્ષ બનવાના સપનામાં ઉડતા દાવેદારોને પ્રદેશે એક ઝાટકે જમીન પર ઉ…

સાબરકાંઠા: હિંમતનગરના ગાંભોઈ ગામે 31 વર્ષીય યુવકે ઝેરી દવા ગટગટાવી, સારવાર દરમિયાન મોત | sabarkantha…

સાબરકાંઠા: હિંમતનગરના ગાંભોઈ ગામે 31 વર્ષીય યુવકે ઝેરી દવા ગટગટાવી, સારવાર દરમિયાન મોત | sabarkantha…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
દિલ્હીમાં મોટું આતંકી કાવતરું નિષ્ફળ, ISIના 9 એજન્ટની ધરપકડ, હથિયારો કબજે લેવાયા | delhi police arre…
GUJARAT

દિલ્હીમાં મોટું આતંકી કાવતરું નિષ્ફળ, ISIના 9 એજન્ટની ધરપકડ, હથિયારો કબજે લેવાયા | delhi police arre…

Delhi Terrorist Arrest 2026: દેશની રાજધાની દિલ્હીને અસ્થિર કરવાના પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISIના એક મોટા અને ઘાતક કાવતરાને દિલ્હી પોલીસે...

Read more

‘જેટલી ફોર્સ બોલાવવી હોય બોલાવી લો, હું સરકારી નિવાસ ખાલી નહીં કરું…’, રાબડી દેવીનો પડકાર | Rabri …

સુરત પાલિકામાં ભલામણથી મેયર-સ્થાયી અધ્યક્ષ બનવાના સપનામાં ઉડતા દાવેદારોને પ્રદેશે એક ઝાટકે જમીન પર ઉ…

સાબરકાંઠા: હિંમતનગરના ગાંભોઈ ગામે 31 વર્ષીય યુવકે ઝેરી દવા ગટગટાવી, સારવાર દરમિયાન મોત | sabarkantha…

સુરતમાં DGVCL ની કામગીરીને કારણે 4 જુને લિંબાયત-ગોડાદરામાં પાણી સપ્લાય ખોરવાશે | Water supply to Lim…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In