• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Tuesday, February 17, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

JEEના વિદ્યાર્થીઓ માટે ખુશખબર: જેમિનીની ફ્રી મોક ટેસ્ટ | Good news for JEE students: Gemini free moc…

satyasamachar by satyasamachar
February 17, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
JEEના વિદ્યાર્થીઓ માટે ખુશખબર: જેમિનીની ફ્રી મોક ટેસ્ટ | Good news for JEE students: Gemini free moc…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

સિહોરમાં વાહન-સ્ટાફના અભાવે ગંદકીનું સામ્રાજ્ય, લોકોને હાલાકી | Lack of vehicles and staff in Sehore…

સિહોરમાં વાહન-સ્ટાફના અભાવે ગંદકીનું સામ્રાજ્ય, લોકોને હાલાકી | Lack of vehicles and staff in Sehore…

નડિયાદ મહાનગરપાલિકા દ્વારા ખુલ્લા શેડ ઉપર પણ મસમોટો ટેક્સ ઝીંકાયો | Nadiad Municipal Corporation imp…

નડિયાદ મહાનગરપાલિકા દ્વારા ખુલ્લા શેડ ઉપર પણ મસમોટો ટેક્સ ઝીંકાયો | Nadiad Municipal Corporation imp…

સેન્સેક્સ 650 પોઈન્ટની છલાંગે 83277 | Sensex jumps 650 points to 83277

સેન્સેક્સ 650 પોઈન્ટની છલાંગે 83277 | Sensex jumps 650 points to 83277

Load More

– એક લાખ કરોડના કોચિંગ માર્કેટમાં ગૂગલનો પ્રવેશ

– ટયુશન માર્કેટમાં નવો યુગ: આઈઆઈટીની પ્રવેશ પરીક્ષા માટે લાખોની ફી ખર્ચતા વિદ્યાર્થીઓને રાહત 

– ગૂગલ ભારતમાં એઆઇ અભ્યાસનો વિસ્તાર કરવા 85 કરોડ ખર્ચશે

નવી દિલ્હી : ભારતની પ્રતિષ્ઠિત સંસ્થા ઈન્ડિયન ઈન્સ્ટિટયુટ ઓફ ટેકનોલોજીમાં પ્રવેશ માટે આપવામાં આવતી જેઈઈ (જોઈન્ટ એન્ટ્રન્સ એક્ઝામ)ની તૈયારીઓમાં એઆઈનો પ્રવેશ થયો છે. હવેથી, ગૂગલના ચેટબોટ જેમિની પર વિદ્યાર્થીઓ મફતમાં મોક ટેસ્ટ આપી શકશે. મોક ટેસ્ટ માટે વિદ્યાર્થીઓ મોટી રકમ ખર્ચ કરતા હોય છે ત્યારે, ગૂગલ દ્વારા આ ટેસ્ટ ફ્રીમાં રાખવામાં આવી છે. આ નવા ફીચર સાથે જ વિશ્વના સર્ચ જાયન્ટ ગૂગલની રૂ. ૧ લાખ કરોડના કોચિંગ માર્કેટમાં એન્ટ્રી થઈ છે.   

ગૂગલ દ્વારા મોક ટેસ્ટને તાજેતરના અભ્યાસક્રમ મુજબ બનાવવામાં આવ્યા છે. આ સાથે જ તે સાચી પરીક્ષા જેવી જ મુશ્કેલ હોય છે. જાણીતી કોચિંગ કંપનીઓના પ્રશ્ન પત્રો અને અન્ય સામગ્રીઓના અભ્યાસ બાદ જ આ મોક ટેસ્ટ બનાવવામાં આવી છે. વિદ્યાર્થીઓને ટેસ્ટ બાદ નબળા અને મજબૂત વિષયો તથા  સ્ટડી પ્લાન સહિતની માહિતી આપવામાં આવે છે. આ માટે વિદ્યાર્થીઓએ ગૂગલ જેમિનાઇ પર કોઈપણ સબસ્ક્રિપ્શન વિના ફક્ત લોગ-ઈન કરવાનું રહેશે. 

ગૂગલ જેમિની સ્ટડી આસિસ્ટન્ટ તરીકે પણ કામ કરે છે. તે વિદ્યાર્થી માટે નોટ્સ અપલોડ કરવાની સાથે ક્વીઝ પણ બનાવી આપે છે. તે સ્ટડી ગાઈડ તૈયાર કરે છે અને વિદ્યાર્થીઓને ટૂંકમાં મહત્વના વિષયોની માહિતી આપે છે. ગૂગલ ભારતમાં એઆઈ અભ્યાસનો વિસ્તાર કરવા પાછળ રૂ. ૮૫ કરોડનો ખર્ચ કરવાનું છે. તે ૨૦૨૭ સુધીમાં ૭.૫ કરોડ વિદ્યાર્થીઓ અને ૧૮ લાખ શિક્ષકો સુધી પહોંચવા માંગે  છે. ગૂગલે અમેરિકામાં એસએટી એક્ઝામ મોક ટેસ્ટ શરૂ કર્યા છે. 

આઈઆઈટીના પૂર્વ વિદ્યાર્થી  રહેલા સુંદર પિચાઈએ કહ્યું કે, એઆઈ ટૂલ્સ તેમના સમયમાં આવી હોત તો તેમને મદદ મળી હોત. ઉલ્લેખનીય છે કે, ભારતના કોચિંગ માર્કેટમાં અનેક સંસ્થાઓ તેમના ઓફલાઈન પ્રોગ્રામ માટે રૂ. ૧ થી ૨ લાખની ફી વસૂલે છે. તેમની ટેસ્ટ સિરીઝની ફી રૂ. ૩,૮૦૦થી રૂ. ૫,૯૦૦ સુધીની હોય છે. ઘણી સંસ્થાઓ અનેક ઓફર્સ સાથે ડિસ્કાઉન્ટ પણ આપતી હોય છે. પરંતુ, વિદ્યાર્થીઓ પર આ મોક ટેસ્ટની સાથે અનેક નવી સ્કીમ ખરીદવાનું દબાણ રહેતું હોય છે.  

એચસીએલના પૂર્વ સીઇઓ વિનીત નાયરનો દાવો

એઆઈ યુગમાં નોકરીની ગેરંટી નહી મોટી કંપનીઓનું લક્ષ્ય વધુ નફો રહેશે

– ફોર્ડ, ફેસબૂક, એમેઝોન, સેલ્સફોર્સ, માઇક્રોસોફ્ટ જેવી કંપનીઓમાં વ્હાઇટ કોલર જોબ્સ એઆઈ ખાઈ જશે

નવી દિલ્હી : આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ)નો વધતો પ્રભાવ ભારતીય આઇટી સેક્ટર માટે મોટી ચેતવણી લઈ આવ્યો છે. એચસીએલ ટેકના પૂર્વ સીઇઓ વિનીત નાયરે દિલ્હીમાં યોજાયેલી એઆઈ સમિટમાં જણાવ્યું હતું કે ભારતીય આઇટી કંપનીઓ રોજગાર વૃદ્ધિના બદલે નફો વધારવા પર ધ્યાન આપશે. એઆઈ સોફ્ટવેર ડેવલપમેન્ટ, ફેક્ટરી વર્ક, મ્યુઝિક અને ફિલ્મ ઉદ્યોગમાં મોટાપાયા પર પરિવર્તન લાવી શકે છે. 

આ સંજોગોમાં જો તમે આશા રાખતા હોવ કે મોટી આઇટી કંપનીઓ મોટાપાયા પર રોજગાર સર્જન કરશે તો તમે ભૂલ કરો છો. તેમના જણાવ્યા મુજબ એઆઈના યુગમાં રોજગાર વૃદ્ધિનું અસલી એન્જિન મોટાપાયા પર ચાલતા સ્ટાર્ટઅપ્સ બની શકે છે. સરકાર આ દિશામાં મોટાપાયા પર કામ કરી રહી છે. 

નાયરનું આ નિવેદન ત્યારે આવ્યું છે જ્યારે એઆઈ આસિસ્ટન્ટ ટૂલ્સમાં ઝડપી પ્રગતિના કારણે દેશની આઉટસોર્સિંગ કંપનીઓના શેરોના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. એઆઈ સ્પર્ધાના મામલામાં ભારત વૈશ્વિક સ્તરે ત્રીજા સ્થાને છે. તેનાથી આગળ અમેરિકા અને ચીન છે. આ રેન્કિંગ સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના ઇન્સ્ટિટયુટ ફોર હ્યુમન  સેન્ટર્ડ એઆઈ આંકડા પર આધારિત છે. એઆઈને લઈને સૌથી મોટી ચિંતા હોય તો એ છે કે તે વ્હાઇટ કોલર જોબ્સ ખતમ કરી દેશે. વિશ્વની ઘણી મોટી કંપનીઓ તે વતનો સંકેત આપી ચૂકી છે કે ટેકનાલોજીના લીધે આગામી સમયમાં કેટલીય કંપનીઓમાં વ્હાઇટ કોલર જોબ્સ ખતમ થઈ શકે છે. ફોર્ડ, ફેસબૂક, એમેઝોન, સેલ્સફોર્સ અને જેપી મોર્ગન જેવી કંપનીઓના સીઇઓ જાહેરમાં કહી ચૂક્યા છે કે ટેકનોલોજી અને ઓટોમેશનની વધતી માંગથી ઓફિસોમાં થતાં ઘણા કામકાજ ઓછા થઈ જશે. માઇક્રોસોફ્ટના એઆઈ પ્રમુખ મુસ્તફા સુલેમાને આવી જ ચેતવણી આપી છે કે આગામી બે વર્ષમાં તે ઘણી વ્હાઇટ કોલર નોકરીઓનું ઓટોમેશન કરી શકે છે.જો કે અહીં સૌથી શાંતિની વાત એ છે કે ફક્ત કમ્પ્યુટર પર થતી જ નોકરીઓનું ઓટોમેશન થશે.

Next Post
જેઇઇ મેઇનનાં સેશન-૧નું પરિણામ જાહેર ઃ ૧૨ વિદ્યાર્થીઓનાં ૧૦૦ પર્સેન્ટાઇલ | nta jee main 2026 session …

જેઇઇ મેઇનનાં સેશન-૧નું પરિણામ જાહેર ઃ ૧૨ વિદ્યાર્થીઓનાં ૧૦૦ પર્સેન્ટાઇલ | nta jee main 2026 session ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

સિંગલ યુઝ પ્લાસ્ટિક પકડાશે તો કડક કાર્યવાહી કરાશે, અમદાવાદમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક બનાવનાર ફેકટરી ૧૫…

સિંગલ યુઝ પ્લાસ્ટિક પકડાશે તો કડક કાર્યવાહી કરાશે, અમદાવાદમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક બનાવનાર ફેકટરી ૧૫…

સિહોરમાં વાહન-સ્ટાફના અભાવે ગંદકીનું સામ્રાજ્ય, લોકોને હાલાકી | Lack of vehicles and staff in Sehore…

સિહોરમાં વાહન-સ્ટાફના અભાવે ગંદકીનું સામ્રાજ્ય, લોકોને હાલાકી | Lack of vehicles and staff in Sehore…

ધ્રાંગધ્રા હથિયાર જપ્તી કેસમાં ફરાર આરોપી લતીફ જેડાની ધરપકડ | Absconding accused Latif Jedda arreste…

ધ્રાંગધ્રા હથિયાર જપ્તી કેસમાં ફરાર આરોપી લતીફ જેડાની ધરપકડ | Absconding accused Latif Jedda arreste…

ગંગીયલ ગામમાં 27 શખ્સોના ટોળાનો હુમલો, પરિવારના 7 સભ્યો ઈજાગ્રસ્ત | Gangial village attacked by a mo…

ગંગીયલ ગામમાં 27 શખ્સોના ટોળાનો હુમલો, પરિવારના 7 સભ્યો ઈજાગ્રસ્ત | Gangial village attacked by a mo…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
સિંગલ યુઝ પ્લાસ્ટિક પકડાશે તો કડક કાર્યવાહી કરાશે, અમદાવાદમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક બનાવનાર ફેકટરી ૧૫…
GUJARAT

સિંગલ યુઝ પ્લાસ્ટિક પકડાશે તો કડક કાર્યવાહી કરાશે, અમદાવાદમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક બનાવનાર ફેકટરી ૧૫…

અમદાવાદ,સોમવાર,16ફેબ્રુ,2026 અમદાવાદમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકના વપરાશને લઈ કડક કાર્યવાહીકરવા નિર્ણય કરાયો છે.મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં  પ્રતિબંધિત પ્લાસ્ટિક બનાવનાર ફેકટરી પકડાશે તોઉત્પાદન...

Read more

સિહોરમાં વાહન-સ્ટાફના અભાવે ગંદકીનું સામ્રાજ્ય, લોકોને હાલાકી | Lack of vehicles and staff in Sehore…

ધ્રાંગધ્રા હથિયાર જપ્તી કેસમાં ફરાર આરોપી લતીફ જેડાની ધરપકડ | Absconding accused Latif Jedda arreste…

ગંગીયલ ગામમાં 27 શખ્સોના ટોળાનો હુમલો, પરિવારના 7 સભ્યો ઈજાગ્રસ્ત | Gangial village attacked by a mo…

નડિયાદ મહાનગરપાલિકા દ્વારા ખુલ્લા શેડ ઉપર પણ મસમોટો ટેક્સ ઝીંકાયો | Nadiad Municipal Corporation imp…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In