• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, May 18, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

એપ્રિલમાં આભ ફાટ્યું! 11 રાજ્યોમાં વરસાદનું ઍલર્ટ, રાજસ્થાનમાં કરા પડ્યા; યુપીમાં 5ના મોત | Weather …

satyasamachar by satyasamachar
April 4, 2026
in GUJARAT
Reading Time: 2 mins read
A A
0
એપ્રિલમાં આભ ફાટ્યું! 11 રાજ્યોમાં વરસાદનું ઍલર્ટ, રાજસ્થાનમાં કરા પડ્યા; યુપીમાં 5ના મોત | Weather …
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પતિ અને સાસરિયાઓના ત્રાસથી કંટાળીને પરિણીતાનો આપઘાત | Married woman commits suicide after being hara…

ગુજસીટોકના ગુનામાં જામીન પર છૂટેલા બૂટલેગરો ફરીથી સક્રિય | Bootleggers released on bail in Gujsitok …

કોટંબીની જમીન વેચાણ અને NA કરવાના નામે ૧.૦૮ કરોડની ઠગાઇ | cheating for land sale in kotambi

Load More

Weather Alert Update: દેશભરમાં ઉનાળાની શરૂઆત થતાંની સાથે જ હવામાને ફરી એકવાર પોતાના રંગરૂપ બદલ્યા છે. દિલ્હી અને પંજાબ સહિત 11 રાજ્યોમાં શનિવારે ભારે વરસાદનું ઍલર્ટ આપવામાં આવ્યું છે. મધ્યપ્રદેશમાં શુક્રવારે 36 જિલ્લાઓમાં વરસાદ નોંધાયો હતો, જ્યારે આજે ત્યાં કરા પડવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાતમાં પણ ગઈકાલે સાંજે અમદાવાદ સહિત અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડ્યો હતો. 

ગુજરાત અને મહારાષ્ટ્ર સુધી વરસાદી માહોલ

એપ્રિલ મહિનામાં વાતાવરણમાં અચાનક આવેલા પલટાએ સૌને ચોંકાવી દીધા છે. દેશના અનેક ભાગોમાં માવઠાનો દોર ચાલી રહ્યો છે. IMDની આગાહી મુજબ અત્યારે એક જોખમરૂપ પ્રી-મોન્સૂન વેધર સિસ્ટમ સક્રિય થઈ રહી છે. જે અલગ-અલગ હિસ્સાઓમાં એકસાથે નહીં દેખાય પરંતુ તે મોટા ભાગના વિસ્તારોને પ્રભાવિત કરશે. 08 એપ્રિલ સુધીમાં ઉત્તર ભારતમાં બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ દસ્તક આપી રહ્યા છે. મેદાની વિસ્તારોમાં તેનું સપોર્ટ સર્ક્યુલેશન સરહદ પારથી ઇન્ડો-ગેન્ગેટિક મેદાનો સુધી પહોંચશે. વાદળોની એક લાંબી પટ્ટી, જે હાલ ઉત્તરી અફઘાનિસ્તાનથી અરબી સમુદ્ર સુધી ફેલાયેલી છે, તેના કારણે પંજાબથી લઈને ગુજરાત અને મહારાષ્ટ્ર સુધી વરસાદી માહોલ છવાયો છે.

બે વાર વેધર એક્ટિવિટી

હવામાન વિભાગના જણાવ્યા મુજબ, પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને દિલ્હીમાં 05 એપ્રિલ તેમજ 07 અને 08 એપ્રિલ 2026 વચ્ચે બે વાર વેધર એક્ટિવિટી જોવા મળશે. આ દરમિયાન ઉત્તર અને મધ્ય રાજસ્થાન, દિલ્હી અને ઉત્તર મધ્યપ્રદેશમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. 4-5 એપ્રિલે ગતિવિધિ થોડી ઓછી થશે, પરંતુ 7-8 એપ્રિલે ફરી જોર પકડશે. તમિલનાડુમાં પણ વીજળી પડવાની શક્યતા છે.

દેશનું હવામાન ડામાડોળ

રાજસ્થાનમાં શુક્રવારે રણ પ્રદેશ ગણાતા જેસલમેર અને બીકાનેર, ગંગાનગરમાં ભારે કરા પડ્યા હતા. અજમેર-બ્યાવરમાં વાવાઝોડાને કારણે અનેક વૃક્ષો ધરાશાયી થયા હતા અને પતરાં ઉડી ગયા હતા. આગામી ત્રણ દિવસ આવું જ વાતાવરણ રહેવાનું અનુમાન છે. ઉત્તર પ્રદેશની કોસીકલા અનાજ મંડીમાં વરસાદને કારણે 10 હજાર બોરીઓમાં રાખેલું 5 હજાર ક્વિન્ટલ ઘઉં પલડી જતાં મોટું નુકસાન થયું છે. UPમાં વીજળી પડવાથી અત્યાર સુધીમાં 5 લોકોના મોત થયા છે. હિમાચલના શિમલામાં તોફાન સાથે વરસાદ અને લાહૌલ સ્પીતિ તેમજ કેદારનાથમાં હિમવર્ષા થતાં ઠંડક પ્રસરી ગઈ છે.

ગુજરાતમાં આજે કયા વિસ્તારોમાં માવઠાની આગાહી છે? 

ગુજરાતમાં આજે અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી, જામનગર, પોરબંદર, જૂનાગઢ, મોરબી, દ્વારકા, બોટાદ, કચ્છ, દાહોદ, મહીસાગર, ડાંગ અને તાપીમાં હવામાનમાં અચાનક પલટાની સાથે હળવા વરસાદી ઝાપટાની આગાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો: દાદરા નગર હવેલીના સેલવાસમાં ગેસ ગોડાઉનમાં ભીષણ બ્લાસ્ટ: 4 લોકોના મોત, 5ની હાલત ગંભીર

પાંચ હજાર કિ.મી. દૂર ઉદ્ભવેલું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઈરાન પાસેથી ગુજરાત આવ્યું

પાંચ હજાર કિ.મી. દૂર ઉદ્ભવેલું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઈરાન થઈને ગુજરાત આવ્યું છે. ગુજરાત સહિત દેશભરમાં હાલ કમોસમી અને તોફાની માવઠાનો માહોલ સર્જનાર આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કાળા સમુદ્ર અને કેસ્પિયન સમુદ્ર પાસેના ભૂમધ્ય સમુદ્ર આસપાસના વિસ્તારમાં સર્જાય છે, જે ગુજરાતથી આશરે 4,000થી 5,500 કિ.મી. દૂર છે. આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મિડલ ઈસ્ટ, અફઘાનિસ્તાન અને પાકિસ્તાન થઈને ઉત્તર-પશ્ચિમ ભારત તરફ આગળ વધીને ગુજરાત સુધી પહોંચે છે. કુલ 9,000 કિ.મી.નો પ્રવાસ ખેડતી આ સિસ્ટમ જમીન અને સમુદ્રમાંથી ભેજ ખેંચતી હોવાથી તેની અસર વર્તાઈ રહી છે. હજારો કિ.મી. દૂર ઊંચા સ્તરે સર્જાતી આ સિસ્ટમ ‘જેટ સ્ટ્રીમ’ (જે જમીનથી 9થી 16 કિ.મી. ઊંચાઈએ કલાકના 200થી 300 કિ.મી.ની તીવ્ર ગતિએ ફૂંકાય છે)ને કારણે ઝડપથી આગળ ધસી આવે છે.

Next Post
અમદાવાદ: વિદેશ મોકલવાના નામે છેતરપિંડી, ફિનલેન્ડમાં નોકરી અપાવવાની લાલચ આપી 12 લાખ પડાવ્યા | Ahmedab…

અમદાવાદ: વિદેશ મોકલવાના નામે છેતરપિંડી, ફિનલેન્ડમાં નોકરી અપાવવાની લાલચ આપી 12 લાખ પડાવ્યા | Ahmedab...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

પતિ અને સાસરિયાઓના ત્રાસથી કંટાળીને પરિણીતાનો આપઘાત | Married woman commits suicide after being hara…

પતિ અને સાસરિયાઓના ત્રાસથી કંટાળીને પરિણીતાનો આપઘાત | Married woman commits suicide after being hara…

ગુજસીટોકના ગુનામાં જામીન પર છૂટેલા બૂટલેગરો ફરીથી સક્રિય | Bootleggers released on bail in Gujsitok …

ગુજસીટોકના ગુનામાં જામીન પર છૂટેલા બૂટલેગરો ફરીથી સક્રિય | Bootleggers released on bail in Gujsitok …

કોટંબીની જમીન વેચાણ અને NA કરવાના નામે ૧.૦૮ કરોડની ઠગાઇ | cheating for land sale in kotambi

કોટંબીની જમીન વેચાણ અને NA કરવાના નામે ૧.૦૮ કરોડની ઠગાઇ | cheating for land sale in kotambi

બહેનને મેસેજ કરીને એન્જિનિયરીંગના વિદ્યાર્થીનો આપઘાત | Engineering student commits suicide by textin…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
પતિ અને સાસરિયાઓના ત્રાસથી કંટાળીને પરિણીતાનો આપઘાત | Married woman commits suicide after being hara…
GUJARAT

વડોદરા,લગ્ન  પછી સંતાન નહીં થતા પરિણીતા  પર  સાસરિયાઓ દ્વારા ત્રાસ ગુજારવામાં આવતો હતો. જે ત્રાસથી  કંટાળીને પરિણીતાએ ગળા ફાંસો ખાઇ...

Read more

ગુજસીટોકના ગુનામાં જામીન પર છૂટેલા બૂટલેગરો ફરીથી સક્રિય | Bootleggers released on bail in Gujsitok …

કોટંબીની જમીન વેચાણ અને NA કરવાના નામે ૧.૦૮ કરોડની ઠગાઇ | cheating for land sale in kotambi

બહેનને મેસેજ કરીને એન્જિનિયરીંગના વિદ્યાર્થીનો આપઘાત | Engineering student commits suicide by textin…

ન્યુ માંજલપુરમાં એપાર્ટમેન્ટના બે ફ્લેટના તાળા તૂટયા | Locks of two flats of apartment broken in New…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In