• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Tuesday, August 25, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

દિલ્હીમાં આજથી વિશ્વની સૌથી મોટી એઆઈ સમિટ : 600 સ્ટાર્ટઅપ જોડાયા | World’s largest AI summit in Delh…

satyasamachar by satyasamachar
February 16, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
દિલ્હીમાં આજથી વિશ્વની સૌથી મોટી એઆઈ સમિટ : 600 સ્ટાર્ટઅપ જોડાયા | World’s largest AI summit in Delh…
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…

Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…

વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો

વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો

ભક્તરાજ દાદા ખાચર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ગઢડા (સ્વા.) તથા Sulabh International Social Service Org…

ભક્તરાજ દાદા ખાચર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ગઢડા (સ્વા.) તથા Sulabh International Social Service Org…

Load More

– વડાપ્રધાન મોદી આજે એઆઈ ઈમ્પેક્ટ એક્સ્પોનું ઉદ્ઘાટન કરશે

– ભારત મંડપમ્માં એન્ટી-ડ્રોન સિસ્ટમ, 500 સીસીટીવી, 5000થી વધુ પોલીસ કર્મચારી તૈનાત

– આ એક્સ્પોમાં અંદાજે 100 અબજ અમેરિકન ડોલરથી વધુના સહયોગ અને રોકાણ સંબંધિત જાહેરાતો થવાની શક્યતા 

– ભારતમાં 10 કરોડથી વધુ સાપ્તાહિક સક્રિય યુઝર્સ, જે અમેરિકા પછી દુનિયામાં બીજો સૌથી મોટો આંકડો : ઓલ્ટમેન

(પીટીઆઈ) નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે ભારત મંડપમમાં દુનિયાના સૌથી મોટા એઆઈ પ્રદર્શન ઈન્ડિયા એઆઈ ઈમ્પેક્ટ સમિટનું ઉદ્ધાટન કરશે. દિલ્હીમાં ચાર દિવસ સુધી ચાલનારી આ  સમિટની સાથે ઈન્ડિયા એઆઈ ઈમ્પેક્ટ એક્સ્પો યોજાશે. દુનિયાભરમાંથી બે લાખથી વધુ લોકો આ ઈવેન્ટમાં ભાગ લઈ શકે છે, જેમાં ૭ દેશોના પ્રમુખ, બે દેશના ઉપપ્રમુખ અને ૯ દેશના વડાપ્રધાન તેમજ અનેક મોટી ટેક્નોલોજી કંપનીના સીઈઓ પણ જોડાશે.

દિલ્હીના ભારત મંડપમ ખાતે ૧૬થી ૨૦ ફેબુ્રઆરી વચ્ચે ઈન્ડિયા એઆઈ ઈમ્પેક્ટ સમિટની સાથે ઈન્ડિયા એઆઈ ઈમ્પેક્ટ એક્સ્પો પણ યોજાશે. વિદેશ મંત્રાલયના જણાવ્યા મુજબ આ શિખર સંમેલન ત્રણ સૂત્રો પીપલ, પ્લેનેટ અને પ્રોગ્રામ (લોકો, પૃથ્વી અને પ્રગતિ) પર આધારિત છે. આ સમિટ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ) પર સહયોગ અંગે ભારતનો દૃષ્ટિકોણ દર્શાવે છે. 

એઆઈ ઈન્ડિયા એક્સ્પોમાં અંદાજે ૧૦૦ અબજ અમેરિકન ડોલર (અંદાજે ૮.૩ લાખ કરોડ રૂપિયા)થી વધુના સહયોગ અને રોકાણ સંબંધિત જાહેરાતો થવાની શક્યતા છે. આ એઆઈ સમિટ સાથે ભારતે પોતાને એક ઊભરતી વૈશ્વિક શક્તિના રૂપમાં સ્થાપિત કરી લીધું છે, જ્યાં એઆઈ તેના વિકાસના કેન્દ્રમાં હશે. ભારત દુનિયાનો લગભગ ૨૦ ટકા ડેટા પેદા કરે છે અને અહીં ૭૦ કરોડથી વધુ ઈન્ટરનેટ વપરાશકારો છે. 

ભારત દુનિયાનું સૌથી મોટું એઆઈ ટેલેન્ટ પૂલનું ઘર છે. તેથી ભારત એઆઈ-આધારિત ઉત્પાદનો અને સેવાઓ માટે સૌથી મહત્વપૂર્ણ ઈનોવેટિવ કેન્દ્રોમાંથી એક બનવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. આ સમિટમાં ૬૦૦થી વધુ અસાધારણ સ્ટાર્ટ્અપ્સ તેમની અત્યાધુનિક ટેક્નોલોજી દુનિયાને દર્શાવશે. આ સ્ટાર્ટઅપ્સ એઆઈથી વર્કિંગ સોલ્યુશન્સ દર્શાવશે, જે વાસ્તવિક વિશ્વમાં ડિપ્લોય કરાયા છે. આ સમિટ દરમિયાન ભારત મંડપમમાં એન્ટી-ડ્રોન સિસ્ટમ, ૫૦૦થી વધુ સીસીટીવી અને ૫,૦૦૦થી વધુ પોલીસ કર્મચારીઓ તૈનાત કરાયા છે. 

એઆઈ સમિટમાં હાજરી આપતા પહેલાં ઓપનએઆઈના સીઈઓ સેમ ઓલ્ટમેને જણાવ્યું કે, ભારતમાં ઝડપથી એઆઈનો ઉપયોગ વધી રહ્યો છે. દેશમાં એઆઈના ૧૦ કરોડથી વધુ સાપ્તાહિક સક્રિય વપરાશકારો છે, જે અમેરિકા પછી દુનિયામાં બીજો સૌથી મોટો આંકડો છે. આ સાથે ભારત આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના ક્ષેત્રમાં મોટી શક્તિ બનવા તરફ આગળ વધી રહ્યું છે. ઓપનએઆઈ ભારતમાં એઆઈ સાક્ષરતા, મજબૂત ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને વાસ્તવિક કાર્યોમાં ટેક્નોલોજીના ઉપયોગને પ્રોત્સાહન આપે છે.

 દિલ્હીમાં એઆઈ સમિટની તૈયારીઓએ શહેરીજનોને જી-૨૦ની યાદ અપાવી દીધી છે.

દિલ્હીના ભારત મંડપમમાં ૭૦,૦૦૦ ચો. મીટરથી વધુ વિસ્તારમાં ફેલાયેલું આ પ્રદર્શન વિશ્વની ટેક્નોલોજી કંપનીઓ, સ્ટાર્ટઅપ્સ, શૈક્ષણિક અને સંશોધક સંસ્થાઓ, કેન્દ્રીય મંત્રાલયો, રાજ્ય સરકારો અને આંતરરાષ્ટ્રીય ભાગીદારોને એક મંચ પર લાવશે. આ એઆઈ સમિટમાં ૫૦૦થી વધુ સત્રો યોજાશે, જેમાં ૩,૨૫૦થી વધુ વક્તા અને પેનલ સભ્યો એઆઈ ટેક્નોલોજીના ભવિષ્ય અને માનવજીવન પર તેની અસર સહિતના વિષયો પર ચર્ચા કરશે. આ એક્સ્પોમાં ૨.૫ લાખથી વધુ મુલાકાતીઓ મુલાકાત લેશે તેવી અપેક્ષા છે.

– એઆઈમાં વડાપ્રધાનો, પ્રમુખો હાજર રહેશે

આઈ ઈન્ડિયા સમિટમાં ભાગ લેનારા દુનિયાના પ્રમુખોમાં બ્રાઝિલના લુઈસ ઈનાસિયો લૂલા દા સિલ્વા, ફ્રાન્સના ઈમેન્યુઅલ મૈક્રોં, એસ્ટોનિયાના આલાર કારિસ, સ્લોવાકિયાના પીટર પેલેગ્રિની, સર્બિયાના એલેક્ઝાન્ડર વુચિચ અને સ્વિટ્ઝર્લેન્ડના ગાઈ પરમેલન, તથા શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુર કુમાર દિસાનાયકે, ઉપપ્રમુખોમાં ગુયાનાના ભરત જગદેવ અને સેશેલ્સના સેબેસ્ટિયન પિલાય, વડાપ્રધાનોમાં આર્મેનિયાના નિકોલ પશિન્યાયન, ભૂટાનના શેરિંગ ટોબગે, ક્રોએશિયાના આંદ્રેઝ પ્લેંકોવિચ, ફિનલેન્ડના પેટેરી ઓર્પો, સ્પેનના પેડ્રો સાંચેઝ, ગ્રીસના કિરિયાકોસ મિત્સોતાકિસ, નેધરલેન્ડના ડિક સ્કૂફ, કઝાકસ્તાનના ઓલજાસ બેક્ટેનોવ અને મોરેશિયસના નવીનચંદ્ર રામગુલામ હાજર રહેશે.

– એઆઈ સમિટમાં ટેક કંપનીના સીઈઓ જોડાશે

ઈન્ડિયા એઆઈ સમિટમાં દુનિયાભરમાંથી એઆઈ કંપનીઓના સીઈઓ ભાગ લેશે, જેમાં ગૂગલની પેરેન્ટ કંપની આલ્ફાબેટના સુંદર પીચાઈ, ઓપનએઆઈના સેમ ઓલ્ટમેન, માઈક્રોસોફ્ટના સહસ્થાપક બિલ ગેટ્સ, બ્રેડ સ્મિથ, ગૂગલ ડીપમાઈન્ડના ડેમિસ હસાબિસ, એન્થ્રોપિકના ડારિયો અમોદેઈનો સમાવેશ થાય છે.

– એક્સ્પોમાં 13 દેશોના પેવેલિયન્સ

ઈન્ડિયા એઆઈ એક્સ્પોમાં એઆઈ ઈકોસિસ્ટમમાં ૧૩ દેશોના પેવેલિયન્સમાં આંતરરાષ્ટ્રીય સહયોગ જોવા મળશે. આ દેશોમાં ઓસ્ટ્રેલિયા, જાપાન, રશિયા, યુનાઈટેડ કિંગ્ડમ, ફ્રાન્સ, જર્મની, ઈટાલી, નેધરલેન્ડ્સ, સ્વીટ્ઝરલેન્ડ, સર્બિયા, ઈસ્ટોનિયા, તાજિકિસ્તાન અને આફ્રિકાનો સમાવેશ થાય છે.

– એઆઇ ઇમ્પેક્ટ સમિટમાં પુતિનનાં ટોચનાં સાથી રશિયન ડેલિગેશનનું નેતૃત્ત્વ કરશે

(પીટીઆઇ)    મોસ્કો : રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનના  વરિષ્ઠ સહયોગી મેક્સિમ ઓરેશ્કિન સોમવારથી નવી દિલ્હીમાં થનારી એઆઇ ઇમ્પેક્ટ સમિટ માટે એક મોટા ડેલિગેશનનું નેતૃત્ત્વ કરશે. ભારત એઆઇ  ઇમ્પેક્ટ સમિટ, ૨૦૨૬ની યજમાની કરી રહ્યું છે. આ સમિટ ૧૬ ફેબુ્રઆરીથી ૨૦ ફેબુ્રઆરી સુધી નવી દિલ્હીનાં ભારત મેડપમમાં યોજવામાં આવશે. 

આ સમિટમાં વૈશ્વિક નેતાઓ તથા ઇન્ડસ્ટ્રીનાં મોટા લોકો સહિતનાં હાઇ પ્રોફાઇલ લોકો ભાગ લેશે. આ સમિટમાં પોલિસી મેકર્સ, ઇન્ડસ્ટ્રી લીડર્સ અને ટેકનોલોજી ઇનોવેટર્સ એક સાથે જોવા મળશે. ઓરેશ્કિન, જો ક્રેમલિન સ્ટાફના ડેપ્યુટી ચીફ રશિયન પ્રમુખ પુતિનનાં ઇકોનોમિક  સહયોગી છે. તેઓ એઆઇ ઇમ્પેક્ટ સમિટ, ૨૦૨૬માં રશિયાનું નેતૃત્ત્વ કરશે.  

ક્રેમલિનનાં સૂત્રોના જણાવ્યા અનુસાર ઓરેશ્કિનને મોકલવાનો નિર્ણય બંને દેશોની વચ્ચ એઆઇ કોલેબોરેશન માટે એક સ્ટ્રેટેજિક પુશને દર્શાવે છે. 

તેમણે વધુમાં જણાવ્યું હતું કે ડેલિગેશન સિક્યોર, ટ્રસ્ટેડ અને સોવરેન એઆઇ પર ફોક્સ કરશે. આ ઉપરાંત એઆઇ ગવર્નેસ, ટેકનોલોજી, બ્રિક્સ અને અન્ય પ્લેટફોર્મ પર ભાગીદારીની ચર્ચામાં સક્રિયપણે ભાગ લેશે.

– એઆઈથી માત્ર વિકસિત દેશોને નહીં પરંતુ આખી દુનિયાને લાભ થવો જોઈએ : યુએન મહાસચિવ

સંયુક્ત રાષ્ટ્ર : એઆઈ સમિટ અંગે સંયુક્ત રાષ્ટ્ર સંઘ (યુએન)ના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે કહ્યું કે, ભારત વૈશ્વિક બાબતોમાં પ્રભાવ વધારી રહેલું સફળ ઊભરતું અર્થતંત્ર છે. 

આ એઆઈ સંમેલન માટે ભારત એકદમ યોગ્ય સ્થાન છે. તેમણે એ બાબત પર ભાર મૂક્યો કે એઆઈથી આખી દુનિયાને લાભ થવો જોઈએ. માત્ર કેટલાક વિકસિત દેશોને નહીં. આ માત્ર બે મહાશક્તિઓ માટે અનામત રખાયેલો વિશેષાધિકાર નથી. એઆઈનો વિકાસ દરેક દેશ માટે લાભદાયક હોય અને ગ્લોબલ સાઉથના દેશ પણ એઆઈના લાભનો ભાગ બને. 

Next Post
ભારત 3.6 લાખ કરોડના ખર્ચે 114 રફાલ ખરીદશે | India will buy 114 Rafales at a cost of 3 6 lakh crores

ભારત 3.6 લાખ કરોડના ખર્ચે 114 રફાલ ખરીદશે | India will buy 114 Rafales at a cost of 3 6 lakh crores

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

23 Celebrity Tweets You Missed From The Golden Globes

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…

Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…

વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો

વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો

ભક્તરાજ દાદા ખાચર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ગઢડા (સ્વા.) તથા Sulabh International Social Service Org…

ભક્તરાજ દાદા ખાચર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ગઢડા (સ્વા.) તથા Sulabh International Social Service Org…

ભક્તરાજ દાદાખાચર વિનયન અને વાણિજ્ય કોલેજ, ગઢડાના દ્વિતીય અને તૃતિય વર્ષના વિદ્યાર્થીઓને માટે કે.સી.જ…

ભક્તરાજ દાદાખાચર વિનયન અને વાણિજ્ય કોલેજ, ગઢડાના દ્વિતીય અને તૃતિય વર્ષના વિદ્યાર્થીઓને માટે કે.સી.જ…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…
GUJARAT

Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…

CHENNAI, INDIA / BUSAN, SOUTH KOREA —Selvi, the debut feature by Tamil writer-director Sailesh Rathnakumar, starring and produced by Anjali...

Read more

વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો

ભક્તરાજ દાદા ખાચર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ગઢડા (સ્વા.) તથા Sulabh International Social Service Org…

ભક્તરાજ દાદાખાચર વિનયન અને વાણિજ્ય કોલેજ, ગઢડાના દ્વિતીય અને તૃતિય વર્ષના વિદ્યાર્થીઓને માટે કે.સી.જ…

ચુંદડીવાળા માતાજીના આશ્રમ પર 97મો જન્મ દિવસ મહોત્સવ ઉજવાયો

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In