• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, July 20, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

નવા સપ્તાહમાં સેન્સેક્સ 73125 થી 74989 વચ્ચે અથડાતાં જોવાશે | The new week will see Sensex hitting b…

satyasamachar by satyasamachar
June 7, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
નવા સપ્તાહમાં સેન્સેક્સ 73125 થી 74989 વચ્ચે અથડાતાં જોવાશે | The new week will see Sensex hitting b…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

સુરતના ઓરણાગામ ખાતે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાનો આરોગ્ય ક્લાસ

સુરતના ઓરણાગામ ખાતે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાનો આરોગ્ય ક્લાસ

Happy Birthday To The Woman Who Gave Us Characters We’ll Never Forget – Priyanka Chopra Jonas

Happy Birthday To The Woman Who Gave Us Characters We’ll Never Forget – Priyanka Chopra Jonas

કળસાર ખાતે આજે સ્વચ્છ મહુવા અભિયાન અંતર્ગત વિદ્યાર્થીઓમાં સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવા પ્રેરણાદાયી સેમ…

કળસાર ખાતે આજે સ્વચ્છ મહુવા અભિયાન અંતર્ગત વિદ્યાર્થીઓમાં સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવા પ્રેરણાદાયી સેમ…

Load More

મુંબઈ : વિશ્વ ઈરાન-અમેરિકા, ઈઝરાયેલ, યુક્રેન-રશિયા યુદ્વના કારણે સર્જાયેલા આર્થિક સંકટમાંથી બહાર આવવા વિશ્વ મથી રહ્યું છે, પરંતુ વિશ્વને રોજબરોજ અનિશ્ચિતતામાં ગરકાવ રાખનારા અમેરિકા, રશિયા યુદ્વનો અંત લાવવાના બદલે યુદ્વને વધુ ભડકાવીને વૈશ્વિક બજારોને સતત હચમચાવી રહ્યા છે.ઈરાન સાથે અમેરિકાની ડિલમાં પલકવારમાં હા-ના-હા-ના કરીને માહોલ સતત ડહોળાયેલો રાખવામાં આવી રહ્યો છે. બીજી તરફ ટ્રમ્પ ભારત સાથે ફરી દોસ્તી, ટ્રેડ ડિલ ટૂંક સમયમાં થવાના નિવેદન અને તુરત ફરી વધુ ટેરિફ લાદવાની ચીમકી આપીને ભારતીય બજારોમાં સેન્ટીમેન્ટને ડહોળી રહ્યા છે. ક્રુડ ઓઈલના જંગી આયાત બિલને  લઈ ભારત સરકારે ફોરેક્સ બચત માટેની અપીલ કરી લીધેલા પગલાં બાદ હવે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ પણ ફોરેક્સની કટોકટી ન સર્જાય અને આયાત બિલની ચૂકવણી માટે રિઝર્વ પર્યાપ્ત બની રહે એ માટે વિદેશી સંસ્થાકીય રોકાણકારોને સરકારી સિક્યુરિટીઝમાં રોકાણ પર ટેક્ષમાં રાહત આપી છે. ભારતીય શેર બજારોમાંથી સતત ઉચાળા ભરી રહેલા વિદેશી રોકાણકારોના આ ટ્રેન્ડથી સરકાર પણ ચિંતિત બની છે.

દેશ-વિદેશના રોકાણકારોનો વિશ્વાસ જીતવા ઈક્વિટીમાં કેપિટલ ગેઈન ટેક્ષમાં રાહત સહિતના પગલાં જરૂરી

આરબીઆઈએ એનઆરઆઈઝ, ઓવરસીઝ સિટીઝન ઓફ ઈન્ડિયા અને અન્ય વિદેશી વ્યક્તિગત રોકાણકારો માટે રોકાણના ધોરણોને હળવા કરીને સેબીના રજીસ્ટ્રેશન વિના લિસ્ટેડ કંપનીઓમાં રોકાણની મોટી પોઝિશન લેવાની મંજૂરી આપીને  લીધેલા પગલાં આવકાર્ય છે, પરંતુ સ્થાનિક રોકાણકારોને પણ એટલું જ સરકારે પ્રોત્સાહન આપવાની આવશ્યકતા છે. ઘરઆંગણને સ્થાનિક રોકાણકારોને સતત ડામ આપવાનું અને આકરાં વેરાનું ભારણ આપીને રોકાણ માટે નિરૂત્સાહ કરી રહી છે. વિશ્વના અનેક દેશો કેપિટલ ગેઈન ટેક્ષને નાબૂદ કરીને સ્થાનિક રોકાણકારોને પ્રોત્સાહિત કરી રહ્યા હોય ત્યારે ભારતમાં કેપિટલ ગેઈન ટેક્ષ વધારીને બોજ વધારનાર નાણા પ્રધાન નિર્મલા સીતારામન પાસે હવે રોકાણકારો આ વેરા બોજ ઘટાડીને ફરી ભારતીય બજારોમાં મૂડી રોકાણ પ્રવાહ વધે એવા પગલાં લેવા પડશે. ભારતે અત્યારે રૂપિયાની ડોલર સામે પડતી અટકાવવા અને ટ્રેડ ડેફેસિટ-વપાર ખાધના સંભવિત મોટા જોખમને લઈ વિદેશી રોકાણ પ્રવાહ વધે, એફડીઆઈ રોકાણ વધે એ માટે અને ઈક્વિટીમાં એફઆઈઆઈઝની વેચવાલી અટકાવવા અને ફરી ડોલરનો પ્રવાહ વહેતો થાય એ માટે કેપિટલ ગેઈન ટેક્ષમાં રાહત આપવાની તાતી જરૂર છે. માત્ર વિદેશી રોકાણકારોને જ નહીં, ઘર આંગણે ભારતીય રોકાણકારોને પણ કેપિટલ ગેઈન ટેક્ષમાં નાબૂદી અથવા ઘટાડાની રાહત આપવી જરૂરી છે. વૈશ્વિક બજારોમાં ફરી ધબડકો, ચોમાસાની પ્રગતિ અને યુદ્વ સહિતના પરિબળોને લઈ આગામી સપ્તાહમાં સેન્સેક્સ ૭૩૧૨૫થી ૭૪૯૮૯ વચ્ચે અને નિફટી ૨૩૦૧૨થી ૨૩૬૧૫ વચ્ચે અથડાતાં જોવાઈ શકે છે.

અર્જુનની આંખે : 

BLS INTERNATIONAL SERVICES LTD.

બીએસઈ (૫૪૦૦૭૩), એનએસઈ (BLS) લિસ્ટેડ, રૂ.૧ પેઈડ-અપ, બીએલએસ ઈન્ટરનેશનલ સર્વિસિઝ લિમિટેડ(BLS INTERNATIONAL SERVICES LIMITED) એક વૈશ્વિક સ્તરે વિશ્વસનીય, ટેક-સક્ષમ ૩૧, માર્ચ ૨૦૨૬ મુજબ રૂ.૧૪૩૪ કરોડની નેટ કેશ ધરાવતી, સરકારો, નાગરિકો માટે એઆઈ સંચાલિત સર્વિસિઝ પાર્ટનર છે, જેનો વારસો બે દાયકાથી વધુ વિસ્તરેલો છે. વર્ષ ૨૦૦૫માં સ્થાપિત, કંપની વિઝા, પાસપોર્ટ, કોન્સ્યુલર અને નાગરિક સેવાઓમાં ટોચના બે સાહસિકોમાં એક તરીકે ઊભરી આવી છે. જે આ ક્ષેત્રની એકમાત્ર લિસ્ટેડ કંપની છે. 

સર્વિસિઝ : વિઝા પ્રોસેસિંગ સર્વિસિઝ, કોન્સ્યુલર સર્વિસિઝ, ઈ-વિઝા, સિટીઝન સર્વિસિઝ અને ફ્રન્ટ-એન્ડ સર્વિસિઝ, વેરીફિકેશન્સ અને એટેસ્ટેશન સર્વિસિઝ, આઈટી સર્વિસિઝ – લેન્ડ ગવર્નન્સ, બાયોમેટ્રિક અને ઓળખ વ્યવસ્થાપન સર્વિસિઝ, વેલ્યુ એડેડ સર્વિસિઝ વગેરે પૂરી પાડે છે. કંપની ટોચના બે વ્યાપક એન્ડ ટુ એન્ડ સોલ્યુશન્સ પ્રદાતાઓમાં એક છે, જે વિશ્વભરની સરકારો અને નાગરિકોની જરૂરિયાતને સંબોધિત કરે છે. કંપની ૪૬થી વધુ ગ્રાહકો સરકારો સાથે ભાગીદારી ધરાવે છે અને વિશ્વભરમાં ૮૦થી વધુ દેશોમાં એક્ત્રિત ધોરણે કામગીરી કરે છે.

૨૦  વર્ષનો વૈશ્વિક અનુભવ, વિવિધ દેશોની  સરકારોના ૪૬ ગ્રાહકો ધરાવતી કંપનીએ અત્યાર સુધીમાં ૪૯ કરોડથી વધુ અરજીઓ પ્રોસેસ કરી છે. બીએલએસ ઈન્ટરનેશનલ ઈ-ગવર્નન્સ, એટેસ્ટેશન, બાયોમેટ્રિક્સ, ઈ-વિઝા અને રિટેલ સર્વિસિઝમાં એન્ડ-ટુ-એન્ડ સોલ્યુશન્સ પ્રદાન કરે છે, જે સતત ઉદ્યોગમાં બેન્ચમાર્ક સેટ કરે છે. કંપની પ્રતિષ્ઠિત સર્ટિફિકેશન ધરાવે છે. જેમાં સીએમઆઈ, જે ગુણવત્તા, માહિતી સુરક્ષા અને પર્યાવરણીય જવાબદારીમાં તેની શ્રેષ્ઠતા પર ભાર મૂકે છે. બીએલએસ ઈન્ટરનેશનલને બિઝનેસ ટુડે દ્વારા ભારતની સૌથી મૂલ્યવાન કંપનીઓ, ફોર્બ્સ એશિયાની બેસ્ટ અંડર અ બિલિયન અને ફોર્ચ્યુન ઈન્ડિયાની નેક્સ્ટ ૫૦૦ એવોર્ડથી નવાજવામાં આવી છે. કંપનીને યુઆઈડીએઆઈ તરફથી આધાર સેવા કેન્દ્રનો રૂ.૨૦૫૫ કરોડનો વર્ક ઓર્ડર, ભારતના વિદેશ મંત્રાલય તરફથી ચાઈનામાં વિઝા એપ્લિકેશન સેન્ટરો સ્થાપવા અને ચલાવવા માટેનો ત્રણ વર્ષનો આઉટસોર્સિંગ કોન્ટ્રેક્ટ, સ્લોવેકિયા રિપબ્લિક તરફથી પાંચ વર્ષનો ગ્લોબલ વિઝા આઉટસોર્સિંગ કોન્ટ્રેક્ટ, ભારતના વિદેશ મંત્રાલય તરફથી રિન્યુઅલ ઓફ એટેસ્ટેશન અને એપોસ્ટાઈલ સર્વિસિઝ કોન્ટ્રેક્ટ, રશિયા, ચાઈના, સાઉથ આફ્રિકા, કઝાકિસ્તાન અને વિવિધ પ્રમુખ ઈસ્ટ અને  સાઉથઈસ્ટ એશીયન દેશોમાં એમ્બેસી ઓફ સાયપ્રસ તરફથી વિઝા આઉટસોર્સિંગ કોન્ટ્રેક્ટ, યુઆઈડીએઆઈ ઓર્ડર ઉપરાંત, બિહાર સરકાર તરફથી આધાર માટે પરમેનન્ટ એનરોલમેન્ટ સેન્ટરો (પીઈસી) સ્થાપવા માટેનો પ્રોજેક્ટ મળ્યો છે.

૨૦ વર્ષનો વૈશ્વિક અનુભવ ધરાવતી કંપની ૬૦,૦૦૦ કર્મચારીઓ (ઓન-રોલ અને એસોસીયેટ્સ), ૫૦,૦૦૦ વૈશ્વિક ઓફિસો જે સરકારો/ડિપ્લોમેટિક મિશનો માટે ખાસ કાર્ય કરે છે, ૪૬થી વધુ ગ્રાહકો સરકારો ધરાવે છે. ૭૦ દેશોમાં કામગીરી, ૯ ગ્લોબલ ટ્રેનીંગ સેન્ટરો, ૮ ગ્લોબલ કોન્ટેક્ટ સેન્ટરો ધરાવે છે. કંપની અનેક સરકારો/એમ્બેસીઝ જેમ કે બ્રાઝિલ, સ્પેન, ઈટાલી, હંગેરી, યુ.એસ.એ., કેનેડા, એસ્ટોનિયા, લેબનોન, પોર્ટુગલ, વિયેતનામ, મોરોક્કો, બેલારૂસ, ફ્રાંસ, યુ.એ.ઈ., થાઈલેન્ડ વગેરે સાથે વિઝા આઉટસોર્સિંગ અને કોન્સ્યુલર સર્વિસિઝ માટે કામ કરે છે.

વર્ષ ૨૦૧૮માં કંપનીએ સ્ટાર ફિન હસ્તગત કરી હતી, જે મોટાભાગના ઉત્તરના રાજયોમાં ૧૯૦૦થી વધુ કસ્ટમર સર્વિસ સેન્ટરો (સીએસસી)નું નેટવર્ક ધરાવે છે. સ્ટાર ફિન પરંપરાગત ફાઈનાન્શિયલ સર્વિસિઝ પૂરી પાડનારા, જેઓ પાસે લાસ્ટ માઈલ કનેક્ટિવિટીનો અભાવ છે, તેમના માટે વ્યવસાય સુવિધા આપનાર તરીકે કાર્ય કરે છે. જે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા અને કોર્પોરેટ બીસી ઉત્તરાખંડ ગ્રામીણ બેંક માટે નેશનલ બેંક કોરસપોન્ડન્ટ (બીસી) તરીકે લાઈસન્સ પ્રાપ્ત છે. કંપની આ શાખા દ્વારા ભારતની વંચિત અને વંચિત ગ્રામીણ વસતીમાં નાણાકીય સમાવેશ લાવે છે. કંપનીના ટોચના શેરધારકોમાં લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા, ડોવેટેઈલ ઈન્ડિયા ફંડ, સિકસ્ટિન સ્ટ્રીટ કેપિટલ, વેનગાર્ડ, એક્સિસ મેક્સ લાઈફ ઈન્સ્યોરન્સ કંપની, આઈ શેર્સ કોર ઈમર્જિંગ માર્કેટસ, ગર્વમેન્ટ પેન્શન ફંડ ગ્લોબલ, અબુ ધાબી ઈન્વેસ્ટમેન્ટ ઓથોરિટી સહિતનો સમાવેશ છે.

કોન્સોલિડેટેડ નાણાકીય પરિણામો :

(૧) પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૨૫ થી માર્ચ ૨૦૨૬ :

ચોખ્ખી આવક ૩૭ ટકા વધીને રૂ.૨૯૯૮ કરોડ, કરવેરા પૂર્વે નફો ૩૨ ટકા વધીને રૂ.૭૯૭ કરોડ  મેળની નેટ પ્રોફિટ માર્જન-એનપીએમ ૨૪ ટકા થકી ચોખ્ખો નફો ૩૪ ટકા વધીને રૂ.૭૨૪ કરોડ નોધાવી શેર દીઠ કમાણી-ઈપીએસ  રૂ.૧૬.૬૪ હાંસલ કરી છે.

(૨) અપેક્ષિત પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૨૬થી માર્ચ ૨૦૨૭ :

અપેક્ષિત ચોખ્ખી આવક ૩૦ ટકા વૃદ્વિએ રૂ.૩૯૦૦ કરોડ, કરવેરા પૂર્વેનો નફો રૂ.૧૦૫૩ કરોડ, નેટ પ્રોફિટ માર્જિન-એનપીએમ ૨૨.૮૨ ટકા થકી ચોખ્ખો નફો રૂ.૮૯૦ કરોડ અપેક્ષિત થકી શેર દીઠ આવક-ઈપીએસ રૂ.૨૧.૬૧ અપેક્ષિત છે.

શેર હોલ્ડિંગ પેટર્ન : પ્રમોટર્સ હસ્તક ૭૦.૩૯  ટકા, નાણા સંસ્થાઓ પાસે ૩ ટકા, રિટેલ પાસે ૧૫.૧૨ ટકા, એચએનઆઈ અને અન્યો પાસે ૫.૩૫ ટકા હોલ્ડિંગ છે.

બુક વેલ્યુ : વર્ષ ૨૦૨૫-૨૬માં રૂ.૬૨, અપેક્ષિત વર્ષ ૨૦૨૬-૨૭માં રૂ.૮૩

બોનસ ઈસ્યુ : વર્ષ ૨૦૨૧માં ૧:૧ શેર, વર્ષ ૨૦૨૨માં ૧:૧ શેર. બોનસ ઈસ્યુઓ થકી કુલ ઈક્વિટીમાં ૭૪.૭૭ ટકા બોનસ ઈક્વિટી ધરાવે છે.

આવક : માર્ચ ૨૦૨૨ના રૂ.૮૫૦ કરોડ, માર્ચ ૨૦૨૩ના રૂ.૧૫૧૬ કરોડ, માર્ચ ૨૦૨૪ના રૂ.૧૬૭૭ કરોડ, માર્ચ ૨૦૨૫ના રૂ.૨૧૯૩ કરોડ, માર્ચ ૨૦૨૬ના રૂ.૨૯૯૮ કરોડ

કમ્પાઉન્ડેડ વેચાણ વૃદ્વિ : ૧૦ વર્ષમાં ૨૦ ટકા, પાંચ વર્ષમાં ૪૪ ટકા, ત્રણ વર્ષમાં ૨૬ ટકા, ટીટીએમ ૩૭ ટકા.

કમ્પાઉન્ડેડ નફા વૃદ્વિ : ૧૦ વર્ષમાં ૩૬ ટકા, પાંચ વર્ષમાં ૬૯ ટકા, ત્રણ વર્ષમાં ૫૦ ટકા, ટીટીએમ ૩૬ ટકા.

શેર ભાવ સીએજીઆર : પાંચ વર્ષમાં ૫૩ ટકા, ત્રણ વર્ષમાં ૧૩ ટકા, એક વર્ષમાં ૩૬ ટકા નેગેટીવ

ઈક્વિટી પર વળતર : ૧૦ વર્ષમાં ૩૦ ટકા, પાંચ વર્ષમાં ૩૧ ટકા, ત્રણ વર્ષમાં ૩૩ ટકા, પાછલા વર્ષમાં ૩૭ ટકા.

ઓપરેટીંગ પ્રોફિટ માર્જિન : ૨૦૨૨માં ૧૩ ટકા, ૨૦૨૩માં ૧૫ ટકા, ૨૦૨૪માં ૨૧ ટકા, ૨૦૨૫માં ૩૦ ટકા, ૨૦૨૬માં ૨૭ ટકા.

શેર દીઠ કમાણી-ઈપીએસ : માર્ચ ૨૦૨૨ના રૂ.૨.૭૨, માર્ચ ૨૦૨૩ના રૂ.૪.૮૯, માર્ચ ૨૦૨૪ના રૂ.૭.૬૦, માર્ચ ૨૦૨૫ના રૂ.૧૨.૩૪, માર્ચ ૨૦૨૬ના રૂ.૧૬.૬૪

આમ(૧) લેખક ઉપરોકત કંપનીના શેરમાં કોઈ રોકાણ ધરાવતા નથી. લેખકના રીસર્ચ માટેના સ્ત્રોતોનું અંગત પ્રત્યક્ષ કે પરોક્ષ હિત-રોકાણ હોઈ શકે છે. કોઈપણ રોકાણ નિર્ણય લેતાં પહેલા ક્વોલિફાઈડ ઈન્વેસ્ટમેન્ટ ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ લેવી. રોકાણ પર સંભવિત કોઈ નુકશાની માટે લેખક, ગુજરાત સમાચાર કે અન્ય કોઈપણ વ્યક્તિ જવાબદાર રહેશે નહીં.(૨)૭૦.૩૭ ટકા પ્રમોટર્સ હોલ્ડિંગની, રૂ.૧૪૩૪ કરોડ નેટ કેશ ધરાવતી, બીએલએસ ઈન્ટરનેશનલ સર્વિસિઝ લિ., ૭૫ ટકા બોનસ ઈક્વિટી ધરાવતી, ૮૦થી વધુ દેશોમાં વિઝા સંબંધિ ટ્રાવેલ સર્વિસિઝ, ૪૬ દેશોની સરકારો ગ્રાહક, પૂર્ણ વર્ષ ૨૦૨૬-૨૭માં અપેક્ષિત શેર દીઠ કમાણી-ઈપીએસ રૂ.૨૧.૬૧, અપેક્ષિત બુક વેલ્યુ રૂ.૮૩(રૂ.૧ પેઈડ-અપ) અને ટ્રાવેલ એજન્સીઝ ઉદ્યોગના સરેરાશ ૩૦ના પી/ઈ સામે શેર રૂ.૨૬૧ ભાવે ૧૨ના પી/ઈએ ટ્રેડ થઈ રહ્યો છે.

Next Post
મમતાની તૃણમૂલ કોંગ્રેસના વધુ એક ધારાસભ્ય પર હુમલો, ડ્રાઈવરને માર્યો, ભાજપ સમર્થકો પર આરોપ | TMC MLA …

મમતાની તૃણમૂલ કોંગ્રેસના વધુ એક ધારાસભ્ય પર હુમલો, ડ્રાઈવરને માર્યો, ભાજપ સમર્થકો પર આરોપ | TMC MLA ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

સુરતના ઓરણાગામ ખાતે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાનો આરોગ્ય ક્લાસ

સુરતના ઓરણાગામ ખાતે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાનો આરોગ્ય ક્લાસ

Happy Birthday To The Woman Who Gave Us Characters We’ll Never Forget – Priyanka Chopra Jonas

Happy Birthday To The Woman Who Gave Us Characters We’ll Never Forget – Priyanka Chopra Jonas

કળસાર ખાતે આજે સ્વચ્છ મહુવા અભિયાન અંતર્ગત વિદ્યાર્થીઓમાં સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવા પ્રેરણાદાયી સેમ…

કળસાર ખાતે આજે સ્વચ્છ મહુવા અભિયાન અંતર્ગત વિદ્યાર્થીઓમાં સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવા પ્રેરણાદાયી સેમ…

સાવરકુંડલા માટે સોનાનો સૂરજ: સુખનેરા ડેમમાં પધાર્યા નર્મદા મૈયાના નીર

સાવરકુંડલા માટે સોનાનો સૂરજ: સુખનેરા ડેમમાં પધાર્યા નર્મદા મૈયાના નીર

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
સુરતના ઓરણાગામ ખાતે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાનો આરોગ્ય ક્લાસ
GUJARAT

સુરતના ઓરણાગામ ખાતે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાનો આરોગ્ય ક્લાસ

સુરતના ઓરણા ગામ ખાતે આવેલ પીએસસી સેન્ટરમાં લેવાયો આરોગ્ય ક્લાસ ઓરણા ગામ પીએસસી સેન્ટરની તમામ આશા વર્કર બહેનો સાથે આરોગ્ય...

Read more

Happy Birthday To The Woman Who Gave Us Characters We’ll Never Forget – Priyanka Chopra Jonas

કળસાર ખાતે આજે સ્વચ્છ મહુવા અભિયાન અંતર્ગત વિદ્યાર્થીઓમાં સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવા પ્રેરણાદાયી સેમ…

સાવરકુંડલા માટે સોનાનો સૂરજ: સુખનેરા ડેમમાં પધાર્યા નર્મદા મૈયાના નીર

“સરદાર સાહેબની ભવ્ય પ્રતિમા અને સરદાર ચોકનું નિર્માણ મારા જાહેરજીવનની શ્રેષ્ઠ તક” – ધારાસભ્ય મહેશ કસ…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In