• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, September 10, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

પંજાબમાં 28 અને દિલ્હીમાં 22 ધારાસભ્યો આપ છોડે તેવી અટકળો | Speculations that 28 MLAs in Punjab and …

satyasamachar by satyasamachar
April 26, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
પંજાબમાં 28 અને દિલ્હીમાં 22 ધારાસભ્યો આપ છોડે તેવી અટકળો | Speculations that 28 MLAs in Punjab and …
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

રંઘોળા PHCમાં નાઈટ શિફ્ટનો સ્ટાફ ફાળવવામાં તંત્રને કોની લાજ કાઢવી પડે?

રંઘોળા PHCમાં નાઈટ શિફ્ટનો સ્ટાફ ફાળવવામાં તંત્રને કોની લાજ કાઢવી પડે?

કિશોરીઓને સર્વાઇકલ કેન્સર સામે સુરક્ષિત કરવા રાજ્યમાં ૬ લાખથી વધુ કિશોરીઓનું HPV રસીકરણ સંપન્ન: આરોગ…

કિશોરીઓને સર્વાઇકલ કેન્સર સામે સુરક્ષિત કરવા રાજ્યમાં ૬ લાખથી વધુ કિશોરીઓનું HPV રસીકરણ સંપન્ન: આરોગ…

રંઘોળા PHCમાં MBBS ડોક્ટરના મુદ્દે મીડિયા અહેવાલ બાદ તંત્ર હરકતમાં

રંઘોળા PHCમાં MBBS ડોક્ટરના મુદ્દે મીડિયા અહેવાલ બાદ તંત્ર હરકતમાં

Load More

– રાઘવ ચઢ્ઢા સહિત સાત સાંસદોને અયોગ્ય જાહેર કરવા આપની માગ

– પંજાબ આપમાં ભારે અસંતોષનો આપ નેતા જયહિંદનો દાવો, ભાજપ પંજાબમાં ઓપરેશન લોટસ ચલાવે છે : બલવીરસિંહ

નવી દિલ્હી : રાજ્યસભામાં રાઘવ ચઢ્ઢા સહિત સાત સાંસદો ભાજપમાં જોડાતા આપને મોટો ફટકો પડયો છે અને પંજાબના રાજકારણમાં મોટો ભૂકંપ આવ્યો છે. આપ હજુ તો આ આંચકો સહન કરી શકે તે પહેલાં જ હવે પંજાબમાં આપના ૨૮ અને દિલ્હીમાં ૨૨ ધારાસભ્યો પક્ષ છોડીને ભાજપમાં જોડાય તેવી અટકળોએ જોર પકડયું છે. બીજીબાજુ આમ આદમી પાર્ટીએ સાત સાંસદોને અયોગ્ય જાહેર કરવા રાજ્યસભાના અધ્યક્ષને પત્ર લખ્યો છે. આ વિવાદ વચ્ચે આપ છોડનાર સ્વાતિ માલિવાલે કેજરીવાલના સંરક્ષણમાં આપમાં ભ્રષ્ટાચર વધ્યો હોવાનો આક્ષેપ કર્યો છે.

પંજાબમાં આગામી વર્ષે વિધાનસભા ચૂંટણી યોજાવાની છે ત્યારે આ પહેલાં જ પંજાબ આપમાં ભારે રાજકીય ભૂકંપ સર્જાયો છે. રાજ્યસભામાં પંજાબના છ સાંસદોએ પક્ષમાંથી રાજીનામું આપી દીધું અને ભાજપમાં જોડાઈ ગયા છે. આવા સમયે આપ હરિયાણાના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ નવીન જયહિંદે દાવો કર્યો છે કે આગામી દિવસોમાં પંજાબના અંદાજે ૨૮ ધારાસભ્યો પણ આપ છોડી શકે છે. તેમણે કહ્યું કે, પંજાબમાં પક્ષની અંદર ભારે અસંતોષ છે.

જયહિંદે કહ્યું કે, પંજાબ આપના જે સાંસદો પક્ષ છોડીને ગયા છે તેમાંથી અનેકની સાથે અગાઉ દુર્વ્યવહાર થયું હતું. કોઈની સાથે મારપીટ થઈ અને દબાણ બનાવાયું હતું. આ સમગ્ર ઘટનાક્રમ પાછળ પક્ષની અંદર ગંભીર ખેંચતાણ ચાલી રહી છે. પંજાબ આપમાં ભંગાણના અહેવાલો વચ્ચે પંજાબ પ્રભારી મનીષ સિસોદિયા ગુજરાતથી પાછા ફરવાની સાથે એરપોર્ટથી સીધા જ કેજરીવાલને મળવા પહોંચ્યા હતા. સિસોદીયા પંજાબના મંત્રી ડો. બલવીર સિંહને પણ દિલ્હીમાં મળ્યા હતા. બલવીર સિંહે દાવો કર્યો કે, ભાજપ પંજાબમાં ઓપરેશન લોટસ ચલાવી રહ્યો છે.

આપમાં પંજાબની સાથે દિલ્હીમાં પણ નવો પડકાર ઊભો થઈ ગયો છે. અત્યાર સુધી આપના મજબૂત ગઢ દિલ્હીમાં પણ ૨૨ ધારાસભ્યો પક્ષ છોડીને ભાજપમાં જોડાય તેવી શક્યતા છે. ભાજપમાં જોડાયેલા સાંસદ રાઘવ ચઢ્ઢાએ આ અંગે સંકેતો આપ્યા છે. પક્ષના આંતરિક સૂત્રો મુજબ હવે આપ માટે દિલ્હીમાં સંગઠનને જાળવી રાખવાનો પડકાર ઊભો થયો છે. આ સિવાય આપ માટે હવે પક્ષ છોડનારા સાત નેતાઓના સ્થાને કયા નેતાઓને જગ્યા આપવી તેની ઓળક કરવાની પ્રાથમિક્તા છે.

આપમાં આવેલા રાજકીય ભૂકંપ વચ્ચે વરિષ્ઠ નેતા અને સાંસદ સંજય સિંહે શનિવારે રાજ્યસભાના અધ્યક્ષને પત્ર લખીને રાઘવ ચઢ્ઢા સહિત પક્ષ છોડનારા સાત સાંસદોને ગૃહમાં અયોગ્ય જાહેર કરવાની માગ કરી છે. તેમણેે કહ્યું, પક્ષપલટા કાયદો સ્પષ્ટ કહે છે કે રાજ્યસભા અને લોકસભામાં કોઈપણ પ્રકારનું વિભાજન અથવા જૂથબંધી ના થઈ શકે. તેને કોઈ કાયદાકીય માન્યતા મળતી નથી. પછી ભલે તે બે-તૃતિયાંશ કેમ ના હોય.

આપમાં આ હોબાળા વચ્ચે પક્ષ છોડનારાં સાંસદ સ્વાતિ માલીવાલ શનિવારે ભાજપમાં જોડાયાં હતાં. તેમણે કહ્યું અરવિંદ કેજરીવાલના સંરક્ષણમાં આપમાં અસાધારણ ભ્રષ્ટાચાર, મહિલાઓ પર અત્યાચાર, ગુંડા તત્વોને પ્રોત્સાહન વધ્યા છે. પંજાબની સાથે છેતરપિંડી થઈ રહી છે અને આ લૂટંફાટ જોતા તેમણે પક્ષ છોડીને ભાજપમાં જોડાવાનો નિર્ણય કર્યો છે. જે સિદ્ધાંતો, મૂલ્યો અને પ્રમાણિક રાજકારણના સંકલ્પ સાથે અમે આપની સ્થાપના કરી હતી, તે પક્ષ અરવિંદ કેજરીવાલના ઈશારે આદર્શોથી ભટકી ગયો છે.

Next Post
મિથોસ AIથી બેન્કિંગ સિસ્ટમ પર સાયબર હુમલાની ચેતવણી | Mythos AI warns of cyber attack on banking syst…

મિથોસ AIથી બેન્કિંગ સિસ્ટમ પર સાયબર હુમલાની ચેતવણી | Mythos AI warns of cyber attack on banking syst...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

રંઘોળા PHCમાં નાઈટ શિફ્ટનો સ્ટાફ ફાળવવામાં તંત્રને કોની લાજ કાઢવી પડે?

રંઘોળા PHCમાં નાઈટ શિફ્ટનો સ્ટાફ ફાળવવામાં તંત્રને કોની લાજ કાઢવી પડે?

કિશોરીઓને સર્વાઇકલ કેન્સર સામે સુરક્ષિત કરવા રાજ્યમાં ૬ લાખથી વધુ કિશોરીઓનું HPV રસીકરણ સંપન્ન: આરોગ…

કિશોરીઓને સર્વાઇકલ કેન્સર સામે સુરક્ષિત કરવા રાજ્યમાં ૬ લાખથી વધુ કિશોરીઓનું HPV રસીકરણ સંપન્ન: આરોગ…

રંઘોળા PHCમાં MBBS ડોક્ટરના મુદ્દે મીડિયા અહેવાલ બાદ તંત્ર હરકતમાં

રંઘોળા PHCમાં MBBS ડોક્ટરના મુદ્દે મીડિયા અહેવાલ બાદ તંત્ર હરકતમાં

ગઢડાની ભક્તરાજ દાદા ખાચર કોલેજ ખાતે કેમ્પસ પ્લેસમેન્ટ ડ્રાઇવ યોજાઇ

ગઢડાની ભક્તરાજ દાદા ખાચર કોલેજ ખાતે કેમ્પસ પ્લેસમેન્ટ ડ્રાઇવ યોજાઇ

Recent News

Youtube

  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
રંઘોળા PHCમાં નાઈટ શિફ્ટનો સ્ટાફ ફાળવવામાં તંત્રને કોની લાજ કાઢવી પડે?
GUJARAT

રંઘોળા PHCમાં નાઈટ શિફ્ટનો સ્ટાફ ફાળવવામાં તંત્રને કોની લાજ કાઢવી પડે?

શુ ધારાસભ્યનું વિધાનસભામાં કંઈ ઉપજતું નથી કે કેમ 28 ગામો અને 14 સબ સેન્ટરનું કેન્દ્ર હોવા છતાં રાત્રિ આરોગ્ય સેવાનો...

Read more

કિશોરીઓને સર્વાઇકલ કેન્સર સામે સુરક્ષિત કરવા રાજ્યમાં ૬ લાખથી વધુ કિશોરીઓનું HPV રસીકરણ સંપન્ન: આરોગ…

રંઘોળા PHCમાં MBBS ડોક્ટરના મુદ્દે મીડિયા અહેવાલ બાદ તંત્ર હરકતમાં

ગઢડાની ભક્તરાજ દાદા ખાચર કોલેજ ખાતે કેમ્પસ પ્લેસમેન્ટ ડ્રાઇવ યોજાઇ

સંરક્ષણ દળો માટે આશરે રૂ. ૧.૧૦ લાખ કરોડના મૂડી સંપાદન પ્રસ્તાવોને ડીએસીએ આપી મંજૂરી

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In