• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Tuesday, August 25, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

રોકાણકારોની સંપતિમાં રૂ.7 લાખ કરોડનું ધોવાણ | Rs 7 lakh crore erosion in investor wealth

satyasamachar by satyasamachar
February 14, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
રોકાણકારોની સંપતિમાં રૂ.7 લાખ કરોડનું ધોવાણ | Rs 7 lakh crore erosion in investor wealth
2
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…

Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…

વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો

વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો

ભક્તરાજ દાદા ખાચર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ગઢડા (સ્વા.) તથા Sulabh International Social Service Org…

ભક્તરાજ દાદા ખાચર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ગઢડા (સ્વા.) તથા Sulabh International Social Service Org…

Load More

નબળા પરિણામ, એઆઈના આઈટી ક્ષેત્રે ફફડાટથી સમીકરણો બદલાતા  વૈશ્વિક બજારોમાં ભૂકંપ

મુંબઈ : વૈશ્વિક બજારોમાં આજે એશીયાના બજારોમાં ધોવાણ અને એઆઈ-આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સથી વિશ્વના સોફ્ટવેર સર્વિસિઝ ઉદ્યોગ માટે મોટા પડકારોને લઈ બિઝનેસ તકો ઘટવાના અંદાજોએ અને હિન્દુસ્તાન યુનિલિવર સહિતના કંપની  પરિણામો પાછળ આજે શેરોમાં સાર્વત્રિક કડાકો બોલાઈ ગયો હતો. સપ્તાહના અંતે ફંડો, મહારથીઓએ ખાસ મેટલ-માઈનીંગ શેરોમાં હિન્દાલ્કો, ટાટા સ્ટીલ સહિતમાં મોટું ઓફલોડિંગ કર્યું હતું. હેલ્થકેર-ફાર્માસ્યુટિકલ્સ, બેંકિંગ-ફાઈનાન્સ, કેપિટલ ગુડઝ-પાવર, કન્ઝયુમર ડયુરેબલ્સ, ઓઈલ-ગેસ, ઓટોમોબાઈલ શેરોમાં પણ ફંડોએ મોટું સેલિંગ કરતાં સેન્ટીમેન્ટ પૂર્ણપણે ડહોળાઈ ગયું હતું. 

વૈશ્વિક પરિબળો સાથે ભારતીય રૂપિયો પણ ડોલર સામે નબળો પડતાં બજાર પર નેગેટીવ અસર પડી હતી. સેન્સેક્સ ૧૦૪૮.૧૬ પોઈન્ટ તૂટીને ૮૨૬૨૬.૭૬ અને નિફટી ૫૦ સ્પોટ ઈન્ડેક્સ ૩૩૬.૧૦ પોઈન્ટ ગબડીને ૨૫૪૭૧.૧૦ બંધ રહ્યા હતા. સ્મોલ, મિડ કેપ શેરોમાં ફરી ફંડો, ખેલંદાઓએ વ્યાપક વેચવાલી કરતાં માર્કેટબ્રેડથ નેગેટીવ રહી હતી. બીએસઈમાં કુલ ટ્રેડિંગ થયેલી ૪૩૬૮ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૯૬૦ અને વધનારની સંખ્યા ૧૨૫૩ રહી હતી.રોકાણકારોની એક્ત્રિત સંપતિ આજે એક દિવસમાં રૂ.૭.૦૨ લાખ કરોડ ધોવાઈને રૂ.૪૬૫.૪૬ લાખ કરોડ રહી હતી.

સુગર શેરોમાં ધોવાણ

એફએમસીજી જાયન્ટ હિન્દુસ્તાન યુનિલિવરના ત્રીજા ત્રિમાસિકમાં આઈસ્ક્રીમ બિઝનેસને ડિમર્જરથી રૂ.૪૫૧૬ કરોડના વનટાઈમ અસાધારણ લાભ થકી ચોખ્ખો નફો રૂ.૩૦૦૧ કરોડની તુલનાએ ૧૩૬ ટકા વધીને રૂ.૭૦૭૫ કરોડ દર્શાવતાં ફંડોએ એકંદર આ વનટાઈમ લાભ સિવાય નબળી કામગીરીને લઈ શેરોમાં મોટું ઓફલોડિંગ કરતાં રૂ.૧૦૪.૮૫ ગબડીને રૂ.૨૩૦૫.૨૦ બંધ રહ્યો હતો. સુગર શેરોમાં  પાંચ લાખ ટન નિકાસ ક્વોટા જાહેર થતાં પૂર્વે વ્યાપક વેચવાલી રહી હતી. ફૂડ્સઈન રૂ.૫.૬૪ તૂટીને રૂ.૬૧.૨૦, બજાજ હિન્દુસ્તાન સુગર રૂ.૧.૦૧ તૂટીને રૂ.૧૬.૩૯, પરાગ મિલ્ક રૂ.૧૧.૯૦ તૂટીને રૂ.૨૨૨.૧૫, મગધ સુગર રૂ.૧૭.૭૦ તૂટીને રૂ.૪૨૮.૮૦, ઉત્તમ સુગર રૂ.૭ તૂટીને રૂ.૨૧૪.૫૦, હેરીટેજ ફૂડ રૂ.૯.૧૦ તૂટીને રૂ.૩૫૫.૭૦ રહ્યા હતા. બીએસઈ એફએમસીજી ઈન્ડેક્સ ૩૩૧ પોઈન્ટ ઘટીને ૧૮૭૩૪.૦૧ બંધ રહ્યો હતો.

મેટલ શેરોમાં ગાબડાં

મેટલ-માઈનીંગ શેરોમાં પણ ફંડોએ વૈશ્વિક બજારમાં સોના-ચાંદીના ભાવોમાં સતત ગાબડાં પડયા સાથે નોન-ફેરસ મેટલના ભાવોમાં પીછેહઠના કારણે આજે મોટાપાયે વેચવાલી કરી હતી. હિન્દાલ્કો રૂ.૫૫.૬૫ તૂટીને રૂ.૯૦૮.૬૫, નાલ્કો રૂ.૨૦.૧૫ તૂટીને રૂ.૩૪૯.૪૦,  ટાટા સ્ટીલ રૂ.૪.૯૦ ઘટીને રૂ.૨૦૩.૨૦ રહ્યા હતા. બીએસઈ મેટલ ઈન્ડેક્સ ૧૨૯૭.૪૭ પોઈન્ટ તૂટીને ૩૯૧૨૫.૫૮ બંધ રહ્યો હતો.

પાવર-કેપિટલ ગુડઝ શેરો તૂટયા

પાવર-કેપિટલ ગુડઝ શેરોમાં પણ ફંડોએ આજે મોટાપાયે હેમરિંગ કર્યું હતું. કેઈન્સ રૂ.૧૪૩.૮૫ તૂટીને રૂ.૩૯૪૧.૭૫, વારી એનજીૅ રૂ.૭૩.૬૫ ઘટીને રૂ.૩૦૯૬.૮૫, પોલીકેબ રૂ.૧૭૩.૪૦ ઘટીને રૂ.૭૫૯૨.૨૫, કોચીન શીપ રૂ.૨૮.૯૦ ઘટીને રૂ.૧૪૭૩.૯૫ રહ્યા હતા. બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૮૦૨.૧૬ પોઈન્ટ તૂટીને ૬૮૨૪૩.૧૭ બંધ રહ્યો હતો.

ઓટો શેરો ફરી તૂટયા

ભારતના યુરોપીયન યુનિયન સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ અને ત્યારબાદ અમેરિકા સાથે ટ્રેડ ડિલ માટે સંમતિથી વૈશ્વિક વેપાર વધવાની અપેક્ષામાં પાછલા દિવસોમાં ઓટો શેરોમાં મજબૂતી આવ્યા બાદ હવે નિકાસ મોરચે ભારતીય કંપનીઓ માટે પડકારો વધવાના અને ઘરઆંગણે  હરિફાઈ વધવાની શકયતાના અહેવાલોની નેગેટીવ અસરે આજે ફંડોની ઓટોમોબાઈલ શેરોમાં મોટી વેચવાલી થઈ હતી. અશોક લેલેન્ડ રૂ.૬.૧૫ ઘટીને રૂ.૨૦૪.૭૦, હીરો મોટોકોર્પ રૂ.૧૫૫.૪૫ તૂટીને રૂ.૫૫૭૯.૬૫, બોશ રૂ.૭૬૨.૯૦ ઘટીને રૂ.૩૫,૭૧૫, અપોલો ટાયર રૂ.૯.૨૫ ઘટીને રૂ.૪૮૯.૫૦, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.૫૯ ઘટીને રૂ.૩૫૩૩.૮૦, મધરસન રૂ.૧.૩૦ ઘટીને રૂ.૧૩૧.૨૫ રહ્યા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૫૯૬.૩૯ પોઈન્ટ તૂટીને ૬૨૫૮૮.૬૭ બંધ રહ્યો હતો.

બેંકિંગ શેરોમાં વેચવાલી

બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં ફંડોની આજે ફરી નવેસરથી વેચવાલી નીકળી હતી. કેનેરા બેંક રૂ.૩.૦૫ ઘટીને રૂ.૧૪૧.૭૫, પીએનબી રૂ.૨.૨૫ ઘટીને રૂ.૧૧૮.૭૦, એચડીએફસી બેંક રૂ.૧૪.૮૦ ઘટીને રૂ.૯૦૫.૬૫, કોટક મહિન્દ્રા બેંક રૂ.૫.૩૫ ઘટીને રૂ.૪૨૦.૯૦, આઈસીઆઈસીઆઈ બેંક રૂ.૧૫.૮૫ ઘટીને રૂ.૧૪૧૪.૩૫ રહ્યા હતા. બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૫૯૧.૩૨ પોઈન્ટ ગબડીને ૬૭૪૭૫.૯૧ બંધ ઔરહ્યો હતો.

ઓઈલ શેરો ઘટયા

ક્રુડ ઓઈલમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝને વેનેઝુએલાથી ઓઈલ ખરીદવા માટે અમેરિકાનું લાઈસન્સ મળ્યાના અહેવાલ અને બીજી તરફ અમેરિકાની ઈરાન સાથે ન્યુક્લિયર ડિલ થવાના અહેવાલ વચ્ચે ક્રુડના ભાવ વધ્યામથાળેથી ઘટી આવતાં ઓઈલ-ગેસ શેરોમાં પણ ફંડો વેચવાલ રહ્યા હતા. બીએસઈ ઓઈલ-ગેસ ઈન્ડેક્સ ૫૪૧.૨૦ પોઈન્ટ ગબડીને ૨૮૫૯૫.૦૪ બંધ રહ્યો હતો.રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૨૯.૯૫ ઘટીને રૂ.૧૪૧૯.૯૦, ઓઈલ ઈન્ડિયા રૂ.૧૯ ઘટીને રૂ.૪૫૫.૨૦, ઓએનજીસી રૂ.૮.૭૫ ઘટીને રૂ.૨૬૭.૫૦, પેટ્રોનેટ રૂ.૬.૩૫ ઘટીને રૂ.૨૯૦.૬૦ રહ્યા હતા.

હેલ્થકેર શેરોમાં વેચવાલી

હેલ્થકેર-ફાર્મા શેરોમાં પાછલા દિવસોમાં અમેરિકા સાથે ટ્રેડ ડિલ સંમતિ બાદ નીકળેલી ખરીદી અટકીને ફરી ફંડો ઉછાળે વેચવાલ બનતાં વ્યાપક નરમાઈ જોવાઈ હતી. 

FIIની રૂ.૭૩૯૫ કરોડની વેચવાલી

ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝની આજે-શુક્રવારે કેશ સેગ્મેન્ટમાં રૂ.૭૩૯૫.૪૧ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી કરી હતી. જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો-ડીઆઈઆઈની આજે રૂ.૫૫૫૩.૯૬ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી રહી હતી.

એઆઈના ફફડાટમાં આજે આઈટી શેરોમાં ગાબડાં

આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ-એઆઈના કારણે  દેશ-વિદેશોમાં સોફ્ટવેર સર્વિસિઝ બિઝનેસને ફટકો પડવાના અંદાજો પ્રબળ બની રહ્યા હોઈ ફફડાટમાં ફંડોએ  આઈટી શેરોમાંથી એક્ઝિટ લેવાનું પસંદ કર્યું હતું. ટીસીએસ રૂ.૫૯.૭૫ તૂટીને રૂ-.૨૬૯૨.૧૫, નેલ્કો રૂ.૧૭.૪૫ ઘટીને રૂ.૬૩૭.૮૫, જેનેસીસ ઈન્ટરનેશનલ રૂ.૩૮.૪૦ તૂટીને રૂ.૩૦૦.૩૫, બિરલા સોફ્ટ રૂ.૩૪.૭૫ તૂટીને રૂ.૩૯૮.૬૫, સાસ્કેન રૂ.૯૦.૬૫ તૂટીને રૂ.૧૨૩૦.૩૫, ઝેગલ રૂ.૧૮.૫૫ ઘટીને રૂ.૨૮૬.૨૫, બ્લેક બોક્સ રૂ.૩૪.૩૫ તૂટીને રૂ.૫૪૪.૮૦, ઓનવર્ડ ટેકનોલોજી રૂ.૧૫.૯૦ ઘટીને રૂ.૨૯૦.૯૫,ન્યુજેન રૂ.૨૮.૪૫ ઘટીને રૂ.૪૭૯.૬૦, રામકો સિસ્ટમ રૂ.૨૧.૮૫ ઘટીને રૂ.૫૨૪.૧૫, મેપમાય ઈન્ડિયા રૂ.૪૯.૭૫ ઘટીને રૂ.૧૨૩૪.૯૦, કોફોર્જ રૂ.૫૮.૫૦ ઘટીને રૂ.૧૩૬૨.૫૫ રહ્યા હતા. બીએસઈ આઈટી ઈન્ડેક્સ ૫૩૨.૧૧ પોઈન્ટ ઘટીને ૩૧૫૯૧.૨૩ બંધ રહ્યો હતો.

Next Post
આજે વેલેન્ટાઈન્સ ડે પર ‘પ્રેમાત્મક’ કિસ્સા! 354 પતિ-પત્ની દ્વારા એકબીજાને કિડનીનું દાન | Valentine’s…

આજે વેલેન્ટાઈન્સ ડે પર 'પ્રેમાત્મક' કિસ્સા! 354 પતિ-પત્ની દ્વારા એકબીજાને કિડનીનું દાન | Valentine’s...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

23 Celebrity Tweets You Missed From The Golden Globes

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…

Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…

વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો

વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો

ભક્તરાજ દાદા ખાચર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ગઢડા (સ્વા.) તથા Sulabh International Social Service Org…

ભક્તરાજ દાદા ખાચર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ગઢડા (સ્વા.) તથા Sulabh International Social Service Org…

ભક્તરાજ દાદાખાચર વિનયન અને વાણિજ્ય કોલેજ, ગઢડાના દ્વિતીય અને તૃતિય વર્ષના વિદ્યાર્થીઓને માટે કે.સી.જ…

ભક્તરાજ દાદાખાચર વિનયન અને વાણિજ્ય કોલેજ, ગઢડાના દ્વિતીય અને તૃતિય વર્ષના વિદ્યાર્થીઓને માટે કે.સી.જ…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…
GUJARAT

Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…

CHENNAI, INDIA / BUSAN, SOUTH KOREA —Selvi, the debut feature by Tamil writer-director Sailesh Rathnakumar, starring and produced by Anjali...

Read more

વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો

ભક્તરાજ દાદા ખાચર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ગઢડા (સ્વા.) તથા Sulabh International Social Service Org…

ભક્તરાજ દાદાખાચર વિનયન અને વાણિજ્ય કોલેજ, ગઢડાના દ્વિતીય અને તૃતિય વર્ષના વિદ્યાર્થીઓને માટે કે.સી.જ…

ચુંદડીવાળા માતાજીના આશ્રમ પર 97મો જન્મ દિવસ મહોત્સવ ઉજવાયો

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In