
મુંબઈ : મુંબઈ ઝવેરીબજારમાં આજે શનિવારના કારણે બુલીયન બજાર સત્તાવાર બંધ રહી હતી. જોકે બંધ બજારે વિશ્વબજાર પાછળ સોના- ચાંદીના ભાવ આંચકા પચાવી ફરી વધી આવ્યાના નિર્દેશો મળ્યા હતા. વિશ્વબજારમાં સોનાના ભાવ ઔંશના ૪૮૨૧થી ૪૮૨૨ વાળા વધી છેલ્લે સપ્તાહના અંતે ૪૮૩૦થી ૪૮૩૧ ડોલર રહ્યાના સમાચાર મળ્યા હતા. ઈરાન- અમેરિકા વચ્ચે થનારી વાટાઘાટો પર બજારના ખેલાડીઓની નજર રહી હતી.
ઈઝરાયલ તથા લેબેનોન વચ્ચે યુધ્ધ વિરામ વચ્ચે ઈરાને સ્ટ્રેઈટ ઓફ હોર્મુઝ ખોલવાનું નક્કી કર્યા પછી અમેરિકાએ ઈરાનના પોર્ટા પર બ્લોકેડ ચાલુ રાખતાં તેના પગલે ઈરાને હોર્મુઝને ફરી બંધ કરી દીધાની ચર્ચા વિશ્વબજારમાં સંભળાઈ હતી.
<a href="
<p>The post અખાત્રીજથી અખાત્રીજ: સોનામાં વર્ષમાં રૂ.58000, ચાંદીમાં રૂ.161000 નોઉછાળો first appeared on gandhinagarmetro.com.</p>















