• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Tuesday, June 16, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

અમદાવાદ: કરીમે આદિત્ય બની 20 નહીં 100 જેટલી મહિલાઓને ફસાવી, આપત્તિજનક વીડિયો વેચ્યા હોવાની શંકા | On…

satyasamachar by satyasamachar
June 16, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
અમદાવાદ: કરીમે આદિત્ય બની 20 નહીં 100 જેટલી મહિલાઓને ફસાવી, આપત્તિજનક વીડિયો વેચ્યા હોવાની શંકા | On…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

‘કન્ફર્મ કરો કે તમે ક્યાંય નથી જઈ રહ્યા!’ ગાયબ સાંસદોને ઉદ્ધવ ઠાકરેનો મેસેજ, બંગાળ જેવા ‘ખેલા’નો ડર …

વડોદરા પાલિકાને મોટી રાહત સાથે ફટકો: પાનમ યોજનામાં હવે દર મહિને ₹5 લાખના બદલે ₹5 કરોડનું પાણીનું બિલ…

અમદાવાદમાં અકસ્માતો નિવારવા AMCનો નવો પ્રયોગ, પદયાત્રીઓ માટે શરૂ કરાયું આધુનિક ‘પેલિકન સિગ્નલ’ | Ahm…

Load More

Karim Sipai Matrimonial fraud Case: કડીમાં રહેતા કરીમ સિપાઇએ મેટ્રિમોનિયલ સાઇટ પર ‘આદિત્ય પટેલ’ નામે નકલી પ્રોફાઇલ બનાવી હતી. તેણે વિધવા અને છૂટાછેડા લીધેલી મહિલાઓને પ્રેમજાળમાં ફસાવી લગ્ન કરવાની ખાતરી આપી હતી. ત્યારબાદ વાંધાજનક સ્થિતિમાં વીડિયો કોલ કરીને સ્ક્રીન રેકોર્ડિંગ કરવાના મામલે મહિલા ક્રાઇમ બ્રાન્ચે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. પોલીસને આશંકા છે કે આરોપી કરીમ આ વીડિયો એડલ્ટ વેબસાઇટોને ઊંચી કિંમતે વેચતો હતો. પ્રાથમિક તપાસમાં તેણે 100થી વધુ મહિલાઓ અને યુવતીઓને ફસાવી હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે. પોલીસે આ કેસમાં તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને તપાસ હાથ ધરી છે, જેમાં આગામી દિવસોમાં મોટા ખુલાસા થવાની શક્યતા છે.

ખાસ કામ-ધંધો ન હોવા છતાં કરીમ મેટ્રિમોનિયલ એપ પર વ્યસ્ત રહેતો

કડીના સરઘાતાની ઘાટીમાં રહેતા કરીમ સિપાઇએ ‘જીવનસાથી મેટ્રિમોનિયલ’ સાઇટ પર આદિત્ય પટેલના નામે પ્રોફાઇલ બનાવી હતી. તેમાં તેણે પોતાની ઓળખ પ્લાસ્ટિક મટીરિયલ્સના મોટા વેપારી તરીકે આપી હતી. આ નકલી ઓળખ દ્વારા તેણે વિધવા અને ત્યક્તા મહિલાઓ સાથે સંબંધો કેળવ્યા હતા. લગ્નનું બહાનું આપીને તે મહિલાઓ સાથે આપત્તિજનક સ્થિતિમાં વીડિયો કોલ કરતો અને તેનું સ્ક્રીન રેકોર્ડિંગ કરી લેતો હતો.

મહિલાઓના આપત્તિજનક રેકોર્ડેડ વીડિયો કોલ મળ્યા

પોલીસને કરીમના મોબાઇલ ફોનમાંથી 8,000થી વધુ ફોટો અને વીડિયો મળી આવ્યા છે. જેમાં 8 જેટલી મહિલાઓના નામના અલગ ફોલ્ડર હતા, જેમાં તે મહિલાઓના આપત્તિજનક રેકોર્ડેડ વીડિયો કોલ રાખવામાં આવ્યા હતા. આ ઉપરાંત, તેણે પૂર્વઆયોજિત કાવતરાના ભાગરૂપે આદિત્ય પટેલના નામના નકલી દસ્તાવેજો અને તેની પત્નીના મરણનું ખોટું સર્ટિફિકેટ પણ બનાવડાવ્યું હતું.

મહિલા ક્રાઇમ બ્રાન્ચે શું કહ્યું?

આ કેસની તપાસ કરી રહેલા મહિલા ક્રાઇમ બ્રાન્ચના ACPએ જણાવ્યું કે, કરીમ સિપાઇએ નકલી પ્રોફાઇલ દ્વારા અનેક મહિલાઓને છેતરી હોવાની આશંકા છે. આથી ‘જીવનસાથી મેટ્રિમોનિયલ’ પાસેથી કરીમની પ્રોફાઇલની વિગતો મંગાવવામાં આવી છે, જેથી જાણી શકાય કે તેણે કઈ-કઈ મહિલાઓ કે યુવતીઓ સાથે વાતચીત કરી હતી. આ ઉપરાંત આરોપીની કોલ ડિટેઇલ્સ (CDR) અને સોશિયલ મીડિયા પર થયેલી વાતચીત તેમજ ચેટ હિસ્ટ્રી રિકવર કરવામાં આવશે. મોબાઈલમાંથી મળી આવેલા વાંધાજનક વીડિયો કોલના સ્ક્રીન રેકોર્ડિંગ્સ તે એડલ્ટ વેબસાઇટ્સ પર વેચતો હોવાની શક્યતા નકારી શકાય તેમ નથી. આ એક મોટું કૌભાંડ હોવાની આશંકાને પગલે પોલીસ તમામ દિશાઓમાં તપાસ કરી રહી છે. તેના મોબાઇલ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મના ડેટા એનાલિસિસ કરવાની સાથે તેના બેંક એકાઉન્ટની વિગતો પણ ચકાસવામાં આવી રહી છે.

આ પણ વાંચો: અમદાવાદમાં: ‘આદિત્ય પટેલ’ બની મહિલાઓને ફસાવનાર ‘કરીમ’ ઝડપાયો, 20 યુવતીઓના 8000 આપત્તિજનક વીડિયો ઉતાર્યાનો દાવો

20 નહીં પરંતુ 100 જેટલી યુવતીઓ અને મહિલાઓને ટાર્ગેટ કરી

કરીમ સિપાઇ કોઈ ખાસ કામ-ધંધો કરતો ન હતો અને છેલ્લા થોડા મહિનાઓથી છત્રાલની એક ફેક્ટરીમાં કામ કરતો હતો, જ્યાં તેની આવક ખૂબ મર્યાદિત હતી. છતાં તેના વૈભવી ખર્ચ જોતાં, તે મહિલાઓ પાસેથી નાણાં પડાવતો હોવાની અથવા વાંધાજનક વીડિયો ઊંચી કિંમતે વેચવાનું કૌભાંડ ચલાવતો હોવાની પ્રબળ શક્યતા છે. પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે કરીમ સિપાઇએ 20 નહીં પરંતુ 100 જેટલી યુવતીઓ અને મહિલાઓને ટાર્ગેટ કરી હતી. પોલીસ હવે આ ડેટાના આધારે ભોગ બનનાર મહિલાઓનો સંપર્ક કરી રહી છે, જેથી આરોપી વિરુદ્ધ મજબૂત પુરાવા એકઠા કરીને અન્ય ગુના પણ નોંધી શકાય.

આરોપી કરીમ સિપાઈની ધરપકડ

14 જૂનના રોજ આરોપી કરીમ સિપાઈની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા આરોપી સામે છેતરપિંડીની કલમો ઉપરાંત સોશિયલ મીડિયા પર ખોટી ઓળખ ઊભી કરવા બદલ આઈટી એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. ફોનમાંથી મળેલા તમામ ડિજિટલ પુરાવા અને વીડિયોને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL)માં મોકલવાની તજવીજ હાથ ધરાઈ છે અને આ કેસમાં અન્ય કેટલી દીકરીઓ ભોગ બની છે તેની ઊંડાણપૂર્વક તપાસ ચાલુ છે.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

અમદાવાદ: કરીમે આદિત્ય બની 20 નહીં 100 જેટલી મહિલાઓને ફસાવી, આપત્તિજનક વીડિયો વેચ્યા હોવાની શંકા | On…

અમદાવાદ: કરીમે આદિત્ય બની 20 નહીં 100 જેટલી મહિલાઓને ફસાવી, આપત્તિજનક વીડિયો વેચ્યા હોવાની શંકા | On…

‘કન્ફર્મ કરો કે તમે ક્યાંય નથી જઈ રહ્યા!’ ગાયબ સાંસદોને ઉદ્ધવ ઠાકરેનો મેસેજ, બંગાળ જેવા ‘ખેલા’નો ડર …

‘કન્ફર્મ કરો કે તમે ક્યાંય નથી જઈ રહ્યા!’ ગાયબ સાંસદોને ઉદ્ધવ ઠાકરેનો મેસેજ, બંગાળ જેવા ‘ખેલા’નો ડર …

વડોદરા પાલિકાને મોટી રાહત સાથે ફટકો: પાનમ યોજનામાં હવે દર મહિને ₹5 લાખના બદલે ₹5 કરોડનું પાણીનું બિલ…

વડોદરા પાલિકાને મોટી રાહત સાથે ફટકો: પાનમ યોજનામાં હવે દર મહિને ₹5 લાખના બદલે ₹5 કરોડનું પાણીનું બિલ…

અમદાવાદમાં અકસ્માતો નિવારવા AMCનો નવો પ્રયોગ, પદયાત્રીઓ માટે શરૂ કરાયું આધુનિક ‘પેલિકન સિગ્નલ’ | Ahm…

અમદાવાદમાં અકસ્માતો નિવારવા AMCનો નવો પ્રયોગ, પદયાત્રીઓ માટે શરૂ કરાયું આધુનિક ‘પેલિકન સિગ્નલ’ | Ahm…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
અમદાવાદ: કરીમે આદિત્ય બની 20 નહીં 100 જેટલી મહિલાઓને ફસાવી, આપત્તિજનક વીડિયો વેચ્યા હોવાની શંકા | On…
GUJARAT

Karim Sipai Matrimonial fraud Case: કડીમાં રહેતા કરીમ સિપાઇએ મેટ્રિમોનિયલ સાઇટ પર ‘આદિત્ય પટેલ’ નામે નકલી પ્રોફાઇલ બનાવી હતી. તેણે...

Read more

‘કન્ફર્મ કરો કે તમે ક્યાંય નથી જઈ રહ્યા!’ ગાયબ સાંસદોને ઉદ્ધવ ઠાકરેનો મેસેજ, બંગાળ જેવા ‘ખેલા’નો ડર …

વડોદરા પાલિકાને મોટી રાહત સાથે ફટકો: પાનમ યોજનામાં હવે દર મહિને ₹5 લાખના બદલે ₹5 કરોડનું પાણીનું બિલ…

અમદાવાદમાં અકસ્માતો નિવારવા AMCનો નવો પ્રયોગ, પદયાત્રીઓ માટે શરૂ કરાયું આધુનિક ‘પેલિકન સિગ્નલ’ | Ahm…

અમદાવાદમાં ઘર ખરીદવું મોંઘું બનશે, 1 જુલાઈથી પ્રોપર્ટીના ભાવમાં મોટો વધારો, CREDAIનો નિર્ણય | credai…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In