• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, June 20, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

અમદાવાદ પ્લેન ક્રેશ અંગેના રિપોર્ટમાં મહત્ત્વની જાણકારીઓ છુપાવાઈ? પાયલોટના દાવાથી ખળભળાટ | Ahmedabad…

satyasamachar by satyasamachar
June 20, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
અમદાવાદ પ્લેન ક્રેશ અંગેના રિપોર્ટમાં મહત્ત્વની જાણકારીઓ છુપાવાઈ? પાયલોટના દાવાથી ખળભળાટ | Ahmedabad…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

જાપાનની મેરિટાઈમ પરંપરાનું પ્રતિક સમાન પેસેન્જર ક્રુઝ શિપ નિપ્પોન મારું અલંગ પહોંચ્યું | cruise ship…

મહુવાના ડુંગળીના વેપારી સાથે રૃા.7.73 લાખની 2 શખ્સે ઠગાઈ આચરી

બ્રાન્ડેડ-જેનરિક દવામાં ડિસ્કાઉન્ટ અને પેકિંગ પર બેફામ કિંમત છાપી ગરીબ દર્દીઓને ખંખેરતા દવાના વેપારી…

Load More

Ahmedabad Plane Crash: 12મી જૂન 2025ના રોજ અમદાવાદમાં થયેલા એર ઇન્ડિયા ફ્લાઇટ 171 ક્રેશ કેસમાં એક નવો અને ચોંકાવનારો વળાંક આવ્યો છે. ‘ફેડરેશન ઓફ ઇન્ડિયન પાયલોટ’ (FIP) દ્વારા તપાસ એજન્સીના પ્રારંભિક રિપોર્ટ પર ગંભીર સવાલો ઉઠાવવામાં આવ્યા છે. આ સંગઠનનો આરોપ છે કે એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB)ના પ્રારંભિક તપાસ રિપોર્ટમાંથી કોકપીટના મહત્ત્વના ડેટા જાણી જોઈને છુપાવવામાં આવ્યા છે.

એન્જિન ફેલ થતા પહેલા ઈલેક્ટ્રિકલ ખામી સર્જાઈ

એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન FIPના અધ્યક્ષ કેપ્ટન સી. રંધાવાએ વિમાન દુર્ઘટના અંગે અનેક ગંભીર મુદ્દાઓ રજૂ કર્યા હતા. તેણે મુખ્ય આક્ષેપ કરતા જણાવ્યું કે, ‘વિમાનના બંને એન્જિન ફેલ થયા તે પહેલાં તેમાં મોટી ઈલેક્ટ્રિકલ ખામી સર્જાઈ હતી. આ ખામીના કારણે કોકપીટમાં ઓડિયો ચેતવણીઓ અને મેસેજની આખી શ્રેણી શરૂ થઈ ગઈ હતી. આ તમામ એલર્ટ કોકપીટ વોઇસ રેકોર્ડર (CVR)માં નોંધાયેલા છે, પરંતુ AAIBના પ્રારંભિક રિપોર્ટમાં આ ચેતવણી ક્રમને સંપૂર્ણપણે અવગણવામાં આવ્યો છે અથવા છુપાવવામાં આવ્યા છે.’

FIPના 10 સિમ્યુલેટર પરીક્ષણોએ ખોલી પોલ

તપાસ એજન્સી AAIB દ્વારા સિમ્યુલેટર પરીક્ષણો કરવાનો ઇનકાર કરાતા, પાયલોટ એસોસિયેશને પોતે જ બોઇંગ 787 સિમ્યુલેટર પર 10 અલગ-અલગ પરીક્ષણો કર્યા હતા. આ પરીક્ષણોના પરિણામો સરકારી એજન્સીના દાવાઓથી તદ્દન વિપરીત આવ્યા છે.

•રેમ એર ટર્બાઇન (RAT)નો વિવાદ: RATએ વિમાનનો ઇમરજન્સી પાવર સપ્લાય છે. FIPના પરીક્ષણો દર્શાવે છે કે એન્જિન બંધ થયા પછી RATને હાઇડ્રોલિક દબાણ સક્રિય કરવામાં 18 સેકન્ડ લાગે છે.

•સરકારી એજન્સીનો દાવો: જ્યારે AAIBના રિપોર્ટમાં એવો દાવો કરાયો છે કે ફ્યુઅલ સપ્લાય બંધ કરવાની સ્વીચ દબાવ્યાના માત્ર 4 સેકન્ડમાં જ RAT કાર્યરત થઈ ગયું હતું.

•સમયરેખાના આ મોટા તફાવતને જોતા સંગઠને સરકારને પત્ર લખીને માંગ કરી છે કે આ અકસ્માતનો આખરી (ફાઇનલ) રિપોર્ટ જાહેર કરતા પહેલાં AAIB પોતે સત્તાવાર રીતે સિમ્યુલેટર ટેસ્ટ કરે.

બ્લેક બોક્સ (FDR)ના નુકસાન અંગે રહસ્ય ઘેરાયું

કેપ્ટન રંધાવાએ વિમાનની પૂંછડી (Tail)ના ભાગમાં રહેલા ફ્લાઇટ ડેટા રેકોર્ડર (FDR)ને થયેલા નુકસાન સામે પણ આશ્ચર્ય વ્યક્ત કર્યું છે. ક્રેશ પછી વિમાનની પૂંછડીનો ભાગ મોટેભાગે અકબંધ મળ્યો હોવા છતાં FDRને આટલું ગંભીર નુકસાન કેવી રીતે થયું તે એક મોટો સવાલ છે. FDR સંપૂર્ણપણે ઇલેક્ટ્રિક પાવર પર ચાલતું હોવાથી, તેનું ડેમેજ થવું વિમાનના પાવર સપ્લાયની મોટી ખામી તરફ ઈશારો કરે છે.

‘મિરેકલ ઓન ધ હડસન’ નો આપ્યો હવાલો 

સમગ્ર ઘટનાને સમજાવવા માટે કેપ્ટન રંધાવાએ 2009ના અમેરિકાના જાણીતા ‘મિરેકલ ઓન ધ હડસન’ કિસ્સાની યાદ અપાવી હતી. જેમાં કેપ્ટન સુલીએ પ્લેન ખોટકાયા બાદ તેને નદીમાં સુરક્ષિત ઉતાર્યું હતું. તેણે જણાવ્યું કે, ‘શરૂઆતમાં અમેરિકી તપાસમાં પણ કેપ્ટન સુલીને દોષી ઠેરવવામાં આવ્યા હતા, પરંતુ 30-35 સિમ્યુલેટર ટેસ્ટ કર્યા બાદ સાબિત થયું હતું કે પ્લેન રનવે પર પાછું આવી શકે તેમ જ નહોતું અને કેપ્ટન સુલી સાચા હતા. કેપ્ટન સુલી તો પોતાનો બચાવ કરવા જીવતા હતા, પરંતુ અહીં (અમદાવાદ ક્રેશમાં) આપણા પાયલોટ મૃત્યુ પામ્યા છે, અને તેમની નિર્દોષતા સાબિત કરવા માટે અહીં કોઈ નથી.’

પાયલોટ એસોસિયેશનના આ આક્ષેપો બાદ હવે એવિએશન સેક્ટરમાં ખળભળાટ મચી ગયો છે અને તપાસ એજન્સીઓની પારદર્શિતા સામે મોટા સવાલો ઊભા થયા છે.

Next Post
‘મારા પતિએ કપલ સ્વેપિંગ માટે દબાણ કર્યું, ઈનકાર કરતા લગ્નજીવન ભાંગ્યું..’, રાજકોટની મહિલાનો શોકિંગ દ…

'મારા પતિએ કપલ સ્વેપિંગ માટે દબાણ કર્યું, ઈનકાર કરતા લગ્નજીવન ભાંગ્યું..', રાજકોટની મહિલાનો શોકિંગ દ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

જાપાનની મેરિટાઈમ પરંપરાનું પ્રતિક સમાન પેસેન્જર ક્રુઝ શિપ નિપ્પોન મારું અલંગ પહોંચ્યું | cruise ship…

જાપાનની મેરિટાઈમ પરંપરાનું પ્રતિક સમાન પેસેન્જર ક્રુઝ શિપ નિપ્પોન મારું અલંગ પહોંચ્યું | cruise ship…

મહુવાના ડુંગળીના વેપારી સાથે રૃા.7.73 લાખની 2 શખ્સે ઠગાઈ આચરી

મહુવાના ડુંગળીના વેપારી સાથે રૃા.7.73 લાખની 2 શખ્સે ઠગાઈ આચરી

બ્રાન્ડેડ-જેનરિક દવામાં ડિસ્કાઉન્ટ અને પેકિંગ પર બેફામ કિંમત છાપી ગરીબ દર્દીઓને ખંખેરતા દવાના વેપારી…

બ્રાન્ડેડ-જેનરિક દવામાં ડિસ્કાઉન્ટ અને પેકિંગ પર બેફામ કિંમત છાપી ગરીબ દર્દીઓને ખંખેરતા દવાના વેપારી…

રાજકોટના શાપર વેરાવળમાં વૃદ્ધને બંધક બનાવી 2 કરોડથી વધુની રોકડ અને સોનાની લૂંટ | Rajkot Shapar Verav…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
જાપાનની મેરિટાઈમ પરંપરાનું પ્રતિક સમાન પેસેન્જર ક્રુઝ શિપ નિપ્પોન મારું અલંગ પહોંચ્યું | cruise ship…
GUJARAT

વર્ષ-૨૦૨૬માંરિસાયકલ થનારું પહેલું ક્રુઝ શિપ છે નિપ્પોન મારું 1990 માંનિર્મિત લક્ઝુરિયસ શિપે પોતાની અંતિમ સફર ૧૦ મે ૨૦૨૬ના રોજ પુર્ણ...

Read more

મહુવાના ડુંગળીના વેપારી સાથે રૃા.7.73 લાખની 2 શખ્સે ઠગાઈ આચરી

બ્રાન્ડેડ-જેનરિક દવામાં ડિસ્કાઉન્ટ અને પેકિંગ પર બેફામ કિંમત છાપી ગરીબ દર્દીઓને ખંખેરતા દવાના વેપારી…

રાજકોટના શાપર વેરાવળમાં વૃદ્ધને બંધક બનાવી 2 કરોડથી વધુની રોકડ અને સોનાની લૂંટ | Rajkot Shapar Verav…

શેરોના ફરી ઓપન માર્કેટ થકી બાયબેકને સેબીની મંજૂરી : ઓગસ્ટથી અમલી બનશે | SEBI approval for buyback of…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In