• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, October 2, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

અમદાવાદ સિવિલમાં દાખલ કૉંગોથી આવેલા ઈબોલાના શંકાસ્પદ દર્દીનો રિપોર્ટ નેગેટિવ, તંત્રને હાશકારો | Ebol…

satyasamachar by satyasamachar
May 28, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
અમદાવાદ સિવિલમાં દાખલ કૉંગોથી આવેલા ઈબોલાના શંકાસ્પદ દર્દીનો રિપોર્ટ નેગેટિવ, તંત્રને હાશકારો | Ebol…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાની મુલાકાત લેતા મંત્રી દર્શનાબેન વાઘેલા

જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાની મુલાકાત લેતા મંત્રી દર્શનાબેન વાઘેલા

ભારતીય સેનાની બાલ્ડ ઈગલ બ્રિગેડ દ્વારા વિશ્વ હૃદય દિવસની ઉજવણી કરાઈ

ભારતીય સેનાની બાલ્ડ ઈગલ બ્રિગેડ દ્વારા વિશ્વ હૃદય દિવસની ઉજવણી કરાઈ

એનટીડીએનટી વિદ્યાર્થીઓની સ્કોલરશિપ મુદ્દે CMને રજૂઆત

એનટીડીએનટી વિદ્યાર્થીઓની સ્કોલરશિપ મુદ્દે CMને રજૂઆત

Load More

Ebola virus In Gujarat: ગુજરાતભરના લોકો તેમજ આરોગ્ય વિભાગ માટે રાહતના સમાચાર એ છે કે કૉંગોથી વડોદરા આવેલા શંકાસ્પદ દર્દીનો ઈબોલાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. રાજ્યના આરોગ્ય મંત્રીએ સોશિયલ મીડિયાના માધ્યમથી જાણકારી આપી છે કે નાગરિકોએ ડરવાની જરૂર નથી, કૉંગોથી આવેલા ચેપજન્ય રોગ ઈબોલા વાઈરસના શંકાસ્પદ દર્દીનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. સાથે જ તેમને અફવાથી દૂર રહેવા તેમજ આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવતી સત્તાવાર માહિતી પર ભરોસો કરવાની અપીલ કરી છે. મહત્વનું છે કે ગઈકાલે બુધવારના રોજ ભારત પ્રવાસે આવેલા મૂળ આફ્રિકન દેશના આ યુવકને વડોદરાથી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો, જે બાદ તેના  સંપર્કમાં આવેલા એક ડોક્ટર અને યુવકના બે મિત્રો સહિત કુલ 3 વ્યક્તિઓને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા હતા. પણ રિપોર્ટ નેગેટિવ આવતા ત તંત્ર સહિત ક્વોરન્ટાઇન થયેલા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.

બિઝનેસ ટૂર પર ભારતમાં આવ્યો હતો કોંગોનો યુવક

આફ્રિકાના કોંગોમાં રહેતો 37 વર્ષનો યુવક બિઝનેસ ટૂર પર ભારતમાં આવ્યો હતો. મુંબઇમાં રોકાયા પછી સેલવાસ અને દમણ ગયા પછી તે ગઇકાલે વડોદરાની એક કંપનીમાં વિઝિટ માટે આવ્યો હતો. રાત્રે તેને તાવ આવતા કંપનીનો સ્ટાફ તેઓેને સારવાર માટે વારસિયા રિંગરોડની હોસ્પિટલમાં લઇ ગયો હતો. ટ્રાવેલિંગ હિસ્ટ્રી જાણ્યા પછી  દર્દીને ક્વોરન્ટાઇન કરાયો હતો. હોસ્પિટલના ડોક્ટરે જણાવ્યું હતું કે,  અમારી પાસે ઇબોલાની સારવાર માટેની માન્યતા નથી. જેથી, કોર્પોરેશનને જાણ કરવામાં આવતા દર્દીને વધુ સારવાર માટે અમદાવાદ શિફ્ટ કરવામાં આવ્યો હતો.

અમદાવાદ સિવિલમાં દાખલ કૉંગોથી આવેલા ઈબોલાના શંકાસ્પદ દર્દીનો રિપોર્ટ નેગેટિવ, તંત્રને હાશકારો 2 - image

અંદાજિત 11 જેટલા મુસાફરો હાલ તેમના ઘરે જ હોમ આઇસોલેશનમાં

આફ્રિકન દેશો યુગાન્ડા, દક્ષિણ સુદાન અને કોંગોમાં જીવલેણ ઇબોલા વાઇરસનો (Ebola Virus) પ્રકોપ વધતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું (AMC) આરોગ્ય વિભાગ એક્શન મોડમાં આવી ગયું છે. તકેદારીના ભાગરૂપે પ્રશાસન દ્વારા અમદાવાદમાં તમામ જરૂરી તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. આ આફ્રિકન દેશોમાંથી અમદાવાદ આવેલા 11 જેટલા મુસાફરોને હાલ તેમના ઘરે જ હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે.

‘બુંડીબુગ્યો સ્ટ્રેન’ કેમ છે વધુ ખતરનાક?

આ વખતે ઈબોલાનો ‘બુંડીબુગ્યો સ્ટ્રેન’ (Bundibugyo strain) ફેલાઈ રહ્યો છે, જે આ વાઈરસનો એક અત્યંત દુર્લભ પ્રકાર છે. આ સ્ટ્રેન માટે હાલમાં કોઈ ખાસ વેક્સિન કે ચોક્કસ સારવાર ઉપલબ્ધ નથી, જેના કારણે રોગને કાબૂમાં લેવો મુશ્કેલ બની રહ્યો છે. WHOના મતે, આ સ્ટ્રેનમાં મૃત્યુદર 30% થી 50% સુધી હોઈ શકે છે. આ વાઈરસ સૌપ્રથમ 2007માં યુગાન્ડાના બુંડીબુગ્યો વિસ્તારમાં જોવા મળ્યો હતો.

ક્યાંથી શરૂ થયું સંક્રમણ?

આ ચેપ મે 2026માં કોંગોના ઈતુરી પ્રાંતમાંથી શરૂ થયો હતો. આ વિસ્તાર લાંબા સમયથી હિંસા અને સંઘર્ષથી પ્રભાવિત છે. અહીં મોટી સંખ્યામાં વિસ્થાપિત લોકો અને સોનાની ખાણોમાં કામ કરતા મજૂરો રહે છે. લોકોની સતત અવરજવરને કારણે વાઈરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે, અને હવે તે નોર્થ કિવુ અને સાઉથ કિવુ પ્રાંત સુધી પહોંચી ગયો છે. સાઉથ કિવુના કેટલાક ભાગો પર બળવાખોર સંગઠનનો કબજો છે.

ભારતમાં લેવાયેલા કડક પગલાં

ભારત સરકારે આ ખતરાને જોતા તકેદારીના ભાગરૂપે કડક ગાઈડલાઈન જાહેર કરી છે. કોંગો અને યુગાન્ડાથી આવતી ફ્લાઈટ્સ પર કોવિડ જેવા જ પ્રોટોકોલ લાગુ કરાયા છે. એરપોર્ટ પર થર્મલ સ્ક્રિનિંગ અને શંકાસ્પદ મુસાફરોને પ્લેનમાં અલગ બેસાડવાના નિયમો લાગુ કરાયા છે. સાથેજ વેલ એડવાઈઝરી જાહેર કરીને સરકારે નાગરિકોને આગામી સૂચના સુધી ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો, યુગાન્ડા અને દક્ષિણ સુદાનની યાત્રા ન કરવા સલાહ આપી છે.

આ પણ વાંચો: અમદાવાદ: AMCના ડમ્પરે ગરમીથી બચવા રાહદારીઓ માટે બનાવાયેલો શેડ તોડ્યો, વાહનને નુકસાન, જાનહાની ટળી

ઈબોલા વાઈરસ કેવી રીતે ફેલાય છે અને તેના લક્ષણો શું?

ઈબોલા વાઈરસ સૌપ્રથમ 1976માં આફ્રિકામાં જોવા મળ્યો હતો. વાઈરસ સંક્રમિત વ્યક્તિના લોહી, શારીરિક પ્રવાહી (body fluids), કપડાં, પથારી અને તબીબી ઉપકરણોના સંપર્કમાં આવવાથી ફેલાય છે. આ ઉપરાંત ચામાચીડિયા, ચિમ્પાન્ઝી, ગોરિલા અને વાંદરા જેવા સંક્રમિત પ્રાણીઓના સંપર્કથી પણ મનુષ્યોમાં ફેલાય છે.

ઈબોલા વાઈરસના મુખ્ય લક્ષણો

શરૂઆતમાં તાવ, નબળાઈ અને શરીરનો દુખાવો જેવા લક્ષણો દેખાય છે. સ્થિતિ ગંભીર થવા પર ઉલ્ટી, ડાયરિયા અને શરીરમાંથી લોહી વહેવા જેવી ગંભીર સમસ્યાઓ થાય છે. તબીબોના મતે, આ વાઈરસના શરૂઆતી લક્ષણો મેલેરિયા જેવા સામાન્ય રોગોને મળતા આવતા હોવાથી તેની તાત્કાલિક ઓળખ કરવી મુશ્કેલ બને છે, જેના કારણે સંક્રમણ ઝડપથી ફેલાય છે.

Next Post
સિંગતેલથી લઈને પામ ઓઈલ સુધી… બમણી થઈ ખાદ્ય તેલની કિંમતો, યુદ્ધની અસર ! | US Iran War Impact: Edibl…

સિંગતેલથી લઈને પામ ઓઈલ સુધી... બમણી થઈ ખાદ્ય તેલની કિંમતો, યુદ્ધની અસર ! | US Iran War Impact: Edibl...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાની મુલાકાત લેતા મંત્રી દર્શનાબેન વાઘેલા

જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાની મુલાકાત લેતા મંત્રી દર્શનાબેન વાઘેલા

ભારતીય સેનાની બાલ્ડ ઈગલ બ્રિગેડ દ્વારા વિશ્વ હૃદય દિવસની ઉજવણી કરાઈ

ભારતીય સેનાની બાલ્ડ ઈગલ બ્રિગેડ દ્વારા વિશ્વ હૃદય દિવસની ઉજવણી કરાઈ

એનટીડીએનટી વિદ્યાર્થીઓની સ્કોલરશિપ મુદ્દે CMને રજૂઆત

એનટીડીએનટી વિદ્યાર્થીઓની સ્કોલરશિપ મુદ્દે CMને રજૂઆત

ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડનું મધદરિયે સંયુક્ત ઓપરેશન:

ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડનું મધદરિયે સંયુક્ત ઓપરેશન:

Recent News

Youtube

  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાની મુલાકાત લેતા મંત્રી દર્શનાબેન વાઘેલા
GUJARAT

જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાની મુલાકાત લેતા મંત્રી દર્શનાબેન વાઘેલા

જામનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલાએ જામનગર શહેરની મુલાકાત દરમિયાન...

Read more

ભારતીય સેનાની બાલ્ડ ઈગલ બ્રિગેડ દ્વારા વિશ્વ હૃદય દિવસની ઉજવણી કરાઈ

એનટીડીએનટી વિદ્યાર્થીઓની સ્કોલરશિપ મુદ્દે CMને રજૂઆત

ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડનું મધદરિયે સંયુક્ત ઓપરેશન:

બેંગલુરુનો ઔદ્યોગિક પ્રવાસ કરતા તરંગશક્તિ 2026માં ભાગ લેતા નિરીક્ષકો

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In