• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, October 3, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ઈબોલા વાઈરસના ખતરાને જોતાં અમદાવાદ એરપોર્ટે જાહેર કરી એડવાઈઝરી, 5 નિયમોનું કડક પાલન ફરજિયાત | Ebola …

satyasamachar by satyasamachar
May 25, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ઈબોલા વાઈરસના ખતરાને જોતાં અમદાવાદ એરપોર્ટે જાહેર કરી એડવાઈઝરી, 5 નિયમોનું કડક પાલન ફરજિયાત | Ebola …
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ગાંધીજીના સત્ય-અહિંસાના વિચારોની ગુંજ સાથે ગઢડાની ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ગાંધીજયંતિની ઉજવણ…

ગાંધીજીના સત્ય-અહિંસાના વિચારોની ગુંજ સાથે ગઢડાની ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ગાંધીજયંતિની ઉજવણ…

સ્વચ્છતા અભિયાનના ફોટા ગૂગલ પર, પણ રાજપરા રોડ પર ગંદકીના ઢગલા!

સ્વચ્છતા અભિયાનના ફોટા ગૂગલ પર, પણ રાજપરા રોડ પર ગંદકીના ઢગલા!

Jackie Shroff, Rajinikanth to Suniel Shetty: Pan-Indian Actors from the 90s era who’re still ruling …

Jackie Shroff, Rajinikanth to Suniel Shetty: Pan-Indian Actors from the 90s era who’re still ruling …

Load More

Ebola Disease, Ahmedabad Airport Advisory: વિશ્વમાં ઈબોલા વાઈરસ (Ebola Disease)ના વધતા સંકટ અને પબ્લિક હેલ્થ ઈમરજન્સી (PHEIC)ની સ્થિતિને ધ્યાનમાં રાખીને અમદાવાદમાં સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટના વહીવટી તંત્ર દ્વારા તમામ એરલાઈન્સ અને સંબંધિત અધિકારીઓ માટે  આદેશ જાહેર કરવામાં આવ્યો છે. રાષ્ટ્રીય હિત અને જનઆરોગ્યની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ દ્વારા ભારતમાં આવતા તમામ પ્રવાસીઓ માટે કેટલાક નિયમોનું કડક પાલન કરવું ફરજિયાત બનાવવામાં આવ્યું છે.

એરપોર્ટ પર ઈબોલા વાઈરસના સંક્રમણને રોકવા અને તકેદારીના ભાગરૂપે નીચે મુજબના મહત્વના પગલાં તાત્કાલિક અસરથી લાગુ કરવાના રહેશે.

1: તમામ મુસાફરો માટે SDF ફોર્મ ફરજિયાત

DGCA ની માર્ગદર્શિકા હેઠળ આવતી તમામ એરલાઈન્સે દરેક રૂટના તમામ આંતરરાષ્ટ્રીય મુસાફરો પાસે ‘સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ’ (SDF) ફરજિયાત પણે ભરાવવાનું રહેશે. આ પ્રક્રિયાનો હેતુ દેશમાં સંક્રમણના સંભવિત જોખમને રોકવાનો છે.

2: ફ્લાઈટ લેન્ડ થાય તે પહેલાં જાહેરાત કરવી પડશે

એરપોર્ટ પર ભીડ ઓછી કરવા અને ઈબોલા વાઈરસના ફેલાવાના જોખમને ઘટાડવા માટે, ફ્લાઈટના આગમન પહેલાં જ પ્લેનની અંદર સ્વાસ્થ્યના નિયમો અને SDF ફોર્મ ભરવા અંગેની તમામ સત્તાવાર જાહેરાતો (In-flight announcements) પૂર્ણ કરી લેવાની રહેશે.

3: 24 કલાક હેલ્થ વર્કર્સ તૈનાત રહેશે

એરપોર્ટના અરાઈવલ (આગમન) એરિયામાં ફ્રન્ટલાઈન હેલ્થ વર્કર્સ 24 કલાક (24×7) ફરજ પર તૈનાત રહેશે. કોઈ પણ પ્રકારના ગેરવહીવટના કારણે મુસાફરો કે હેલ્થ વર્કર્સ પર સંક્રમણનું જોખમ ન ઊભું થાય તે માટે ચેપ નિયંત્રણના નિયમો અને એસઓપી (SOP) નું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.

4: ‘એર સુવિધા’ પોર્ટલ ફરી શરૂ થઈ શકે છે

આ સમગ્ર પ્રક્રિયાને વધુ સરળ બનાવવા માટે, નાગરિક ઉડ્ડયન મંત્રાલય (MoCA) દ્વારા આગામી સમયમાં ‘એર સુવિધા’ (Air Suvidha) પોર્ટલ ફરીથી કાર્યરત કરવામાં આવી શકે છે. જ્યાં સુધી આ ડિજિટલ પોર્ટલ શરૂ ન થાય, ત્યાં સુધી તમામ મુસાફરોએ નિયમ મુજબ મેન્યુઅલી ફોર્મ ભરવાની પ્રક્રિયા સખત રીતે ચાલુ રાખવાની રહેશે.

5: અન્ય એરલાઇન્સ માટે નિયમો

જે એરલાઇન્સ DGCAના એનેક્સર-1 હેઠળ નથી આવતી, તેમણે પણ મુસાફરોના ટ્રેસિંગ (મેડિકલ તપાસ/નજર) માટે ફ્લાઇટના આગમન પહેલાં SDF ફોર્મ એકત્રિત કરવા પડશે. ખાસ કરીને કેટેગરી-1, કેટેગરી-2, અથવા કેટેગરી-3ના મુસાફરો તેમજ ઇબોલાનું જોખમ ધરાવતા મુસાફરો માટે આ ફોર્મ ફરજિયાત રહેશે. આ પત્ર દ્વારા એરપોર્ટ ઓથોરિટી અને તમામ સબંધીત એરલાઈન્સ કંપનીઓને તાકીદ કરવામાં આવી છે કે જનઆરોગ્યની સુરક્ષાના આ મહત્વપૂર્ણ સમયગાળામાં કોઈપણ ક્ષતિ વિના તમામ નિયમોનું પાલન સુનિશ્ચિત કરવામાં આવે.

ઈબોલા વાઈરસના ખતરાને જોતાં અમદાવાદ એરપોર્ટે જાહેર કરી એડવાઈઝરી, 5 નિયમોનું કડક પાલન ફરજિયાત 2 - image

શું છે ઇબોલા વાઇરસ અને તેના મુખ્ય લક્ષણો?

ઇબોલા એ ઓર્થોઇબોલા વાઇરસ પરિવારનો એક અત્યંત ઘાતક અને જીવલેણ જૂનોટિક (પ્રાણીઓમાંથી માણસોમાં ફેલાતો) ચેપ છે. શરૂઆતના તબક્કામાં તેના લક્ષણો સામાન્ય ફ્લૂ જેવા જ હોય છે, જેમાં દર્દીને તીવ્ર તાવ આવવો, શરીરમાં નબળાઈ અને થાક લાગવો, માથાનો દુખાવો, ગળામાં ખરાશ તેમજ સ્નાયુઓ અને સાંધામાં અસહ્ય દુખાવો થવો સામેલ છે. સ્થિતિ વધુ બગડે ત્યારે દર્દીને ઉલટી અને ઝાડાની સમસ્યા થાય છે. આ બીમારીનું સૌથી મુખ્ય અને વિશિષ્ટ લક્ષણ એ છે કે તેમાં કોઈ પણ દેખીતા કારણ વગર દર્દીના શરીરના આંતરિક અને બાહ્ય અંગોમાંથી લોહી વહેવા લાગે છે.

આ પણ વાંચો: ઈબોલાના નવા સ્ટ્રેનથી દુનિયા ફફડી! WHOએ જાહેર કરી ઇન્ટરનેશનલ ઇમરજન્સી, કોઈ રસી કે ચોક્કસ દવા નથી

આ ઘાતક સંક્રમણ કેવી રીતે ફેલાય છે?

ઇબોલા વાઇરસ હવામાંથી ફેલાતો નથી, પરંતુ તે સંક્રમિત વ્યક્તિના સીધા સંપર્કમાં આવવાથી ખૂબ જ ઝડપથી ફેલાય છે, સંક્રમિત દર્દીના લોહી, લાળ, પરસેવો, આંસુ, ઉલટી, મળ અથવા માતાના દૂધના સીધા સંપર્કમાં આવવાથી આ ચેપ લાગે છે. વાઇરસથી દૂષિત થયેલા કપડાં, પથારી, ધાબળા કે અન્ય કોઈ સપાટીને અડવાથી પણ સંક્રમણ ફેલાઈ શકે છે. ઇબોલાના કારણે મૃત્યુ પામેલી વ્યક્તિના શવના સીધા સંપર્કમાં આવવાથી પણ આ વાઇરસ અન્ય લોકોમાં ઝડપથી ટ્રાન્સફર થાય છે.

Next Post
અમદાવાદમાં ‘લવગુરુ સ્કેમ’નો બીજો સાગરિત ઝડપાયો, રિલેશનશિપની સમસ્યા ઉકેલવાના બહાને કૌભાંડ ચલાવતા | Se…

અમદાવાદમાં 'લવગુરુ સ્કેમ'નો બીજો સાગરિત ઝડપાયો, રિલેશનશિપની સમસ્યા ઉકેલવાના બહાને કૌભાંડ ચલાવતા | Se...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ગાંધીજીના સત્ય-અહિંસાના વિચારોની ગુંજ સાથે ગઢડાની ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ગાંધીજયંતિની ઉજવણ…

ગાંધીજીના સત્ય-અહિંસાના વિચારોની ગુંજ સાથે ગઢડાની ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ગાંધીજયંતિની ઉજવણ…

સ્વચ્છતા અભિયાનના ફોટા ગૂગલ પર, પણ રાજપરા રોડ પર ગંદકીના ઢગલા!

સ્વચ્છતા અભિયાનના ફોટા ગૂગલ પર, પણ રાજપરા રોડ પર ગંદકીના ઢગલા!

Jackie Shroff, Rajinikanth to Suniel Shetty: Pan-Indian Actors from the 90s era who’re still ruling …

Jackie Shroff, Rajinikanth to Suniel Shetty: Pan-Indian Actors from the 90s era who’re still ruling …

Bhoomi Trivedi to perform on India’s first-ever AI-powered Navratri music video at RAIGADH PRATISHTH…

Bhoomi Trivedi to perform on India’s first-ever AI-powered Navratri music video at RAIGADH PRATISHTH…

Recent News

Youtube

  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
ગાંધીજીના સત્ય-અહિંસાના વિચારોની ગુંજ સાથે ગઢડાની ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ગાંધીજયંતિની ઉજવણ…
GUJARAT

ગાંધીજીના સત્ય-અહિંસાના વિચારોની ગુંજ સાથે ગઢડાની ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ગાંધીજયંતિની ઉજવણ…

ગઢડા : રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે ભક્તરાજ દાદા ખાચર વિનયન અને વાણિજ્ય મહાવિદ્યાલય, ગઢડા ખાતે તારીખ 01/10/2026 ના રોજ...

Read more

સ્વચ્છતા અભિયાનના ફોટા ગૂગલ પર, પણ રાજપરા રોડ પર ગંદકીના ઢગલા!

Jackie Shroff, Rajinikanth to Suniel Shetty: Pan-Indian Actors from the 90s era who’re still ruling …

Bhoomi Trivedi to perform on India’s first-ever AI-powered Navratri music video at RAIGADH PRATISHTH…

મહત્ત પદનો અભિષેક અને સ્વીકાર તે તપ છે: મોરારિબાપુ લોકભારતી યુનિવર્સિટીમાં દીક્ષાંત સમારોહનું આયોજન …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In